________________
ધર્મસ્થાનને ઉદ્દેશીને; તે તે ધર્મસ્થાનના જે ઉપાયો છે, તે તે ઉપાય સંબંધી જે ઉત્કટપ્રયત્ન છે તેને પ્રવૃત્તિ નામનો બીજો આશય કહેવાય છે. આ પ્રયત્નાતિશય; “આ અનુષ્ઠાન આ પ્રમાણે કરવાનું છે’ આવા પ્રકારના અધ્યવસાયસ્વરૂપ ઈતિકર્તવ્યતાથી પરિશુદ્ધ હોય છે અને મારું આ ધર્માનુષ્ઠાન જલદીથી પૂરું થાય’ આવા પ્રકારની ઇચ્છાસ્વરૂપ ઔત્સુક્ય અથવા ફલાદિની ઉત્કંઠાસ્વરૂપ ઔસુક્યભાવથી રહિત હોય છે. ખાવાપીવાની જે રોજની પ્રવૃત્તિઓ આપણે કરીએ છીએ - એનો વિચાર કરીએ તો એમાં આ પ્રવૃત્તિ નામનો આશય સ્પષ્ટપણે દેખાઈ આવશે. માંદો માણસ પણ એ માટે ઉત્કટપ્રયત્ન કરતો હોય છે. ચોવીસે કલાક સૂઈ રહેનારો પણ ખાવાપીવા માટે બેઠો થઈ જાય ! પોતાથી ન થવાય તો બીજાની દ્વારા બેઠો થાય અને એ પણ ન બને તો સૂતાં-સૂતાં ખાવું-પીવું પડે છે; બેઠાં, બરાબર ખવાતું નથી અને પિવાતું નથી - એનો એને ભારે રંજ હોય છે, કઈ રીતે ખાવું-પીવું જોઈએ - એનો સતત ખ્યાલ રહે છે. ભાણામાં માખી વગેરે ન પડી જાય એ માટે ખૂબ જ સાવધાન હોય છે અને ખાવાનું જલદી પતી જાય અથવા તો મારું પેટ કેમ ભરાતું નથી એવી કોઈ પણ જાતની ઉત્સુકતા એ વખતે હોતી નથી. કોઈ વખત ઉતાવળ કરવી પડે કે ભૂખ્યા રહેવું પડે તો આખો દિવસ એનો ખેદ હોય છે. ખાવા-પિવાની આવી પ્રવૃત્તિની જેમ જ અર્થકામની બધી જ ક્રિયાઓમાં પણ લગભગ આ પ્રવૃત્તિ નામના આશયને આપણે જોઈ શકીએ છીએ. પરંતુ આપણી ઇચ્છાથી પૂજા વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org