Book Title: Yogavinshika Ek Parishilan Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain ReligiousPage 19
________________ વિધિ પ્રત્યે બહુમાન; વિધિનો આગ્રહ; એના પરિપાલન વખતે આત્માને નિશ્વલ બનાવવાનો પ્રયત્ન અને તે તે અનુષ્ઠાનોની વિધિના સંબંધમાં સતત ઉપયોગ-આ પ્રણિધાન છે. ઊઠવાથી માંડીને ઊંઘવા સુધીની દિવસભરની બધી ક્રિયાઓમાં તે તે ક્રિયાઓના સમયમાં, રીતમાં અને એના સાધનાદિની પ્રાપ્તિમાં સતત ઉપયોગ રાખનારાઓને પ્રણિધાન સમજાવવાની જરૂર નથી. માત્ર આ પ્રણિધાન; ધર્મક્રિયાઓમાં પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવાની જરૂર છે. પ્રણિધાનશૂન્ય કોઇ પણ અનુષ્ઠાન વસ્તુતઃ ફળશૂન્ય બનતું હોય છે. આવું કાર્ય કોઇ પણ બુદ્ધિમાન ન કરે ને ? માટે હજુ પણ સમજવાની જરૂર છે. વર્તમાનકાળમાં અમારી કે તમારી ધર્મપ્રવૃત્તિમાં પ્રણિધાન દેખાતું નથી - એનું શું કારણ છે ? ધર્મ ગમે છે માટે કે ધર્મ કરવા છતાં એ ગમતો નથી માટે ! આ બધું શાંત અને સ્થિરચિત્તે વિચારવાની જરૂર છે. ઊંઘવા માટે પથારી ક્યારે કરવાની ? અને પૂજા-પ્રતિક્રમણની તૈયારી ક્યારે કરવાની ? પૂજાનાં અને પ્રતિક્રમણનાં ઉપકરણો ભૂલી જવાય ! દુકાનમાં આવું બને ? બને તો સારું લાગે ? ખૂબ જ નિખાલસતાથી આ બધું વિચારશો તો તમો સમજી શકશો કે આપણો ધર્મ પ્રત્યેનો રાગ બનાવટી છે. એ કારણે આપણે પ્રણિધાન પ્રાપ્ત કરી શકતા નથી. એટલું જ નહિ, પરંતુ એ પ્રામ કરવાનું આપણને મન પણ થતું નથી. આવું પ્રણિધાન આપણે મેળવી લઇએ તો આજે પણ આપણો ધર્મવ્યાપાર પરિશુદ્ધ બની જાય. આવો ધર્મવ્યાપાર જેને પ્રાપ્ત થાય છે તેને પોતાના કરતાં હીનગુણવાળા G Jain Education International ૧૬ For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130