Book Title: Yogavinshika Ek Parishilan Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain ReligiousPage 20
________________ પ્રત્યે દ્વેષ આવવાનું કાંઈ જ કારણ નથી. મળેલી સામગ્રીનો અહંકાર જ સામગ્રીહીનની પ્રત્યે દ્વેષ કરાવે છે. તમારી અપેક્ષાએ જેને અર્થ અને કામ ઓછા મળ્યા છે એવા લોકો પ્રત્યે દ્વેષ આવે છે જે તમારી દુકાન કે તમારા ઘર કરતાં જેને એ ખરાબ મળ્યા છે, અથવા મળ્યા નથી એવાઓની પ્રત્યે દ્વેષ આવતો નથી ને ? આવી જ રીતે આપણા જ્ઞાનાદિ કરતાં જેને તે હીનકોટિનાં મળ્યાં છે, તેની પ્રત્યે પણ દ્વેષ નથી આવતો ને ? તો સાચા ધમનિ પણ ધર્મહીનજનો પ્રત્યે દ્વેષ આવવાનું કોઈ કારણ નથી. એ દ્વેષથી દૂર રહેવા અહંકારથી દૂર રહેવાની જરૂર છે. અહંકારના કારણે ગુણો ગુણાભાસમાં પરિણમે છે. એ જાણ્યા પછી ધર્મી આત્માઓ શતિ અનુસાર પરોપકાર કરવામાં નિરત બનતા હોય છે. ગુણહીનોને ગુણની પ્રાપ્તિ માટે સહાયક બનવાનો ભાવ પરોપકાર છે. આ ભાવ જ નિરહકારિતાનું કારણ છે. અહકારીજનોમાં એ ભાવ હોતો નથી. એવા લોકો પરોપકાર કરે તો પોતાનું મહત્ત્વ સ્થાપન કરવા માટે એ કરે. વસ્તુતઃ એ પરોપકાર નથી. સાચી પરોપકારિતા વર્તમાનમાં લગભગ અદૃશ્ય બનતી જાય છે. એનું વાસ્તવિક કારણ ગુણની અર્થિતાનો અભાવ છે. પરોપકાર; ગુણના અનુબંધનું પ્રધાન કારણ છે. પ્રવૃત્તિ : આ રીતે પ્રણિધાન નામના પ્રથમ આશયને વર્ણવી દ્વિતીય આશયનું વર્ણન કરતાં ટીકાકારપરમર્ષિ ફરમાવે છે કે - પૂજા-પ્રતિક્રમણ કે સામાયિકાદિ જે અનુષ્ઠાન કરવાનું આપણે નિશ્ચિત કર્યું છે – એ - ૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130