________________
અધ્યયનાદિથી વિમુખ બની આજે ઓછા-વધતા પ્રમાણમાં આપણે સૌ ઉન્માર્ગ તરફ જઈ રહ્યા છીએ - એનો ખ્યાલ રાખ્યા વિના હવે તો નહીં જ ચાલે. ગૃહસ્થો માટે એનો વિચાર ન કરીએ તોપણ સાધુ-સાધ્વીજીએ તો આ તરફ હવે ખ્યાલ રાખવો જ પડશે. આજે વર્તમાનધર્મની પ્રવૃત્તિઓમાં ઉત્તરોત્તર અશુદ્ધિનું પ્રમાણ ખૂબ ખૂબ વધતું ચાલ્યું છે – એમાં આજની વ્યાખ્યાનપદ્ધતિ અને માનસન્માનની તીવ્ર લાલસા-એ મુખ્ય કારણ છે. આટલી વાત કરવાનું કારણ એક જ છે કે - એવા ધર્મદેશકોના પરિચય અને સહવાસાદિ દ્વારા તમો અશુદ્ધધર્મને ધર્મ માની ન લો. આ એકમાત્ર ભાવનાથી જ મોડા મોડા પણ આપણે વાંચવા-સાંભળવા માટે આ નાના ગ્રન્થની પસંદગી કરી છે. ખૂબ જ ઓછા શબ્દોમાં વિશુદ્ધ ધર્મને સમજાવવાની વિશેષતા ગ્રન્થની છેલ્લી ગાથા સુધી જળવાઈ રહી છે. કોઈ પણ વાતને છોડ્યા વિના અને અપ્રાસંગિક વાતો કર્યા વિના આ ગ્રન્થનું વાંચન પૂર્ણ કરવાની મારી ધારણા છે. તમને જે ન સમજાય એ પૂછવાની છૂટ છે. પરંતુ વ્યર્થ પ્રશ્નોમાં આપણે સમય બગાડવો નથી.
પરિશુદ્ધધર્મવ્યાપારમાત્રને યોગ કહેનારા શાસ્ત્રકારપરમર્ષિઓ ધર્મના બે પ્રકાર જણાવે છે. એક ધર્મવ્યાપાર પરિશુદ્ધ હોય છે અને બીજો ધર્મવ્યાપાર અપરિશુદ્ધ હોય છે. એમાંના પરિશુદ્ધ ધર્મવ્યાપારને જ ગ્રન્થકારપરમર્ષિ યોગ કહે છે. કારણ કે એ પરિશુદ્ધ જ ધર્મવ્યાપાર આત્માને મોક્ષની સાથે જોડે છે. ધર્મમાત્રમાં આત્માને મોક્ષની સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org