Book Title: Yogavinshika Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 10
________________ - ચાલી રહી છે એમાં મોટો અંશ તો વ્યાખ્યાનનો જ લક્ષ્ય છે. આત્માને પરમાત્મા બનાવવાનું સામર્થ્ય જેમાં છે – એવા આ ગ્રન્થોનું અધ્યયન આજે લગભગ નાશ પામ્યું છે - એવું કહું તો એ ખોટું નથી. છે આજકાલની મોટાભાગની વ્યાખ્યાનપદ્ધતિ શ્રોતાઓને પરિશુદ્ધધર્મની પ્રાપ્તિ માટે ઉપયોગી નથી. આવી સ્થિતિમાં પૂર્વધરપુરુષોની છાયા જેઓશ્રી ઉપર પડેલી એવા આ ગ્રન્થકારમહર્ષિના અર્થગંભીર ગ્રન્થોના પરમાર્થને સમજાવવાનું અને સમજવાનું કામ ખૂબ જ કઠિન છે. ખૂબ જ અપ્રમત્તપણે આ માટે પ્રયત્ન કરવામાં આવે તો જ આ બની શકશે. યોગવિંશિકા નામના આ ગ્રન્થના સમ્યગર્થને ખૂબ જ સ્પષ્ટ રીતે સમજાવવા માટે મહામહોપાધ્યાય શ્રી. યશોવિજયજી મહારાજાએ આ ગ્રન્થની ઉપર ટીકા રચી છે. આજથી ૩૦૦ વર્ષ પૂર્વે થઇ ગયેલા શ્રીમદ્ ઉપાધ્યાયજી મહારાજાએ એવા કપરા કાળમાં પણ શતાધિક ગ્રન્થોનું નિર્માણકાર્ય કરીને શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાના ગ્રન્થોના પરમાર્થ સુધી પહોંચવાનું આપણા માટે થોડું સરળ બનાવ્યું છે. આ બંન્ને સમર્થશાસ્ત્રકારપરમર્ષિના પુણ્યનામને આપણે કોઇ પણ રીતે ભૂલી શકીશું નહીં. તેઓશ્રીએ રચેલા શાસ્ત્રસમૂહનું યથાર્થ અધ્યયન અને પરમશ્રદ્ધેય પૂ. ગીતાર્થ ગુરુભગવન્ત પાસે નિરન્તર શ્રવણ કરવા માટે પણ આપણી પાસે એટલું આયુષ્ય નથી. આથી પણ તમો સમજી શકશો કે તેઓશ્રીના પરમપવિત્ર ગ્રન્થોનું પ્રમાણ કેટલું મોટું છે. આવા સર્વથા કલ્યાણકર પવિત્રગ્રન્થોના Jain Education International ७ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 130