________________
યોગનો ઉપહાસ કરી રહ્યા છે -એ રીતે તો તેઓને કોઇ પણ રીતે યોગના ઉપાસકો કહી શકાય એવું નથી. માત્ર શરીરને શક્તિસંપન્ન બનાવવાના ઇરાદે ચાલી રહેલી વર્તમાનયોગપ્રવૃત્તિ કોઇ પણ રીતે આદરણીય નથી. દુ:ખની વાત એટલી જ છે કે આવી યોગાભાસની પ્રવૃત્તિ આજે આચાર્યદેવાદિ મુનિભગવંતો અને કહેવાતા અધ્યાત્મયોગીઓ ચલાવી રહ્યા છે. આવી કોઇ પણ પ્રવૃત્તિથી આપણે સૌ યોગાભાસને યોગ માની ન લઇએ અને પારમાર્થિક યોગમાર્ગથી પરિચિત બનીએ - એ માટે આ ગ્રંથનું ખૂબ જ મહત્ત્વ છે. શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાના દરેક ગ્રન્થો પારમાર્થિક માર્ગના ખૂબ જ સ્પષ્ટપણે પરિચાયક છે જ. પરન્તુ માત્ર વીસ ગાથાઓથી યોગના વાસ્તવિક સ્વરૂપનું વર્ણન કરી આ ગ્રન્થની રચના દ્વારા તેઓશ્રીએ આપણી ઉપર ખૂબ ખૂબ અનુગ્રહ કર્યો છે. લગભગ ૧૭૦૦ વર્ષો પૂર્વે થઇ ગયેલા ગ્રન્થકારપરમર્ષિનાં એ અનેકાનેક ગ્રન્થરત્નોની નિર્મળ પ્રભાથી આજે શ્રી જિનશાસન જયવતું વર્તે છે. આવા પરમતારકશાસનની જેઓને પ્રાપ્તિ થઇ છે, તેઓના પુણ્યોદયની કોઇ અવધિ નથી. વિશ્વમાં અજેય એવા આ ગ્રન્થોના પરમાર્થને પ્રાપ્ત કરી આપણા પરમ પુણ્યોદયને સફળ બનાવવાનું ખૂબ જ જરૂરી છે. શ્રાવકવર્ગમાં આજે જે રીતે જ્ઞાનની પ્રત્યે ઉદાસીનતા વધી રહી છે તે જોતાં ખરેખર જ દુ:ખ થાય છે. એથી વધારે દુ:ખની વાત તો એ છે કે વર્તમાનમાં સાધુ-સાધ્વીવર્ગ પણ ભણવા પ્રત્યે ઉદાસીનતા દાખવી રહ્યો છે. જ્યાં પણ થોડીઘણી ભણવા કે ભણાવવાની પ્રવૃત્તિ
Jain Education International
૬
For Private & Personal Use Only
www.jainelibrary.org