Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
અમદાવાદનો એ પ્રસંગ મને બરાબર યાદ છે. પ્રાયઃ નવરંગપુરાનો જ વિસ્તાર હતો, પરંૠતપસ્વી પૂ. બા. ભ. શ્રીમદ્ વિજય હિમાંશુસૂરીશ્વřજી મહારાજને સમાચાર મળ્યા કે પોતાના ગુરુદેવ પૂ. આ. ભ. શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા અમદાવાદ સોસાયટી વિસ્તારમાં પધાર્યા છે. અને ગુરુદેવનું સ્વાસ્થ્ય પણ ઉંમરના હિસાબે જોઇએ તેટલું સ્વસ્થરહેતું નથી. આવા સમયે પોતાના ગુરુદેવના વિચારો અને માન્યતાઓ સાથે પોતાના વિચારો અને માન્યતાઓનો સમન્વય ન સધાતો હોવા છતાં હૃદયમાં રહેલ ગુરુદેવ પ્રત્યેલા કૃતજ્ઞભાવને યાદ કરીને તેખોને વંદનાર્થે અને સુખશાતા પૂછવા જ્યાં પૂજ્યશ્રી હતા ત્યાં પધાર્યા. તેઓ પધાર્યા ત્યારે અબેંક પદો, મુવિભગવંતો તથા શ્રાવકવર્ગ પણ ઉપસ્થિત હતો.- આવતાંની સાથે સ્વ. પૂજ્યશ્રીએ પોતાના ગુરુદેવના ખોળામાં માથું મૂકી દીધું એ વખતે પીઠ થાબડતાં તે વાસવભીનો હાથફેરવતાં પૂ. બા. ભ. શ્રીમદ્ વિજયામાસૂરીશ્વરજી મહારાજા ૉટલું જ બોલ્યા, “આા તો મારો ખોવાયેલો હીરો છે” વિચારોમાં વિરોધ ધરાવતા શિષ્યનું પણ ગુરુહૈયામાં કેટલું સ્થાન હોઇ શકે છે એવું આ એક પ્રત્યક્ષ દૃષ્ટાંત છે.
એ જ રીતે વિચારોમાં વિરોધ હોવા છતાં શિષ્યના હૃદયમાં ગુરુની ગુરુતાનું કેટલું ઉજ્જવળ સ્થાન રહેલું હશે કે પોતાના સંસારી વતન માણેકપુરમાં જયારે ગુરુમંદિરનું નિર્માણ થયું ત્યારે તેઓએ ત્યાં પોતાના તમામ ઉપકારી ગુરુભગવંતોની પ્રતિકૃતિ અને પગલાની પ્રતિષ્ઠા સમયે પોતાના પરમોપકારી ભવોદિધતારક ગુરુદેવ પૂ. આ.ભ. શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની પ્રતિકૃતિ તથા પગલાંની પણ પોતે જાતે પ્રતિષ્ઠા કરાવી હતી. જે જોઇ વિરોધીઓ પણ વિચારમાં પડી ગયા હતા કે પૂ. આ. ભ. શ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજા આ શું કરે છે ? પરંતુ મહાપુરુષો કયારેય કૃતજ્ઞભાવને છોડતાં નથી એનો આ દાખલો હતો.
આવા પરમતપસ્વી એ મહાપુરુષના મનનાં પ્રત્યેક સ્પંદોમાં પોતાના વ્હાલામાં વ્હાલા તીર્થ તરીકે શ્રી શત્રુંજય ગિરિરાજનું તથા શ્રી ગિરનાર ગિરિરાજનું સ્થાન હતું અને એથી જ જાણે જીવનનું છેલ્લું અેક ચાતુર્માસ શ્રીશત્રુંજય ગિરિરાજની છત્રછાયામાં પસાર કરી શેષ જીવન શ્રી ગિરનારગિરિવરની ગોદમાં પસાર કરવાની ભાવનાથી તેખોથી ગિરવાપધાર્યા. ગિરનાર ગિરિરાજમાં ચાતુર્માસ પણ કર્યુ.. ગિરđR ગિરિરાજ અને સહસાવન કલ્યાણક ભૂમિનો સંપૂર્ણ જિર્ણોદ્ધાર શ્રાવકો દ્વારા થાય એ એમની અંતિમ મનોભાવના હતી અને એજ મનોભાવવા સાથે લઇ તેઓ ગિરનાર ગિરિરાજની પાવન ગોદમાં ૯૬ વર્ષની ઉંમરે અર્થાત્ પોતાના ગુરુદેવની ઉંમરે જ વિ.સં. ૨૦૫૯ માગસર સુદ ૧૪ ની મધ્યરાત્રિએ ૧૨-૩૯ કલાકૅ ગિરિરાજના ધ્યાનમાં મનને કૅન્દ્રિત કરી પરમસમાધિ સાથે સ્વર્ગવાસી બની ગયા તપોગગનમાં તેજ પાચતો એક તારલો ખરી ગયો. કહેવું જ પડશે કે,
ફુલ ગયું જે ફોરમ રહી –
તપસ્યા ગયા પણ તપસ્વીની યાદી રહી ગઇ...
શીખી લો નમ્રતાના પાઠકોઇ વૃક્ષ પાસેથી ફળે ત્યારે નથી નાનપ અનુભવતા નમન કરતા
brary.or
૧૩