Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
તેઓશ્રીએ પોતાના જીવનમાં તપનો તો એક ઇતિહાસ સર્જેલો. ત્રીસ ત્રીસ ઉપવાસ કરીને એકત્રીસમે દિવસે ય શ્રી સિદ્ધગિરિરાજની યાત્રા કરીને કે શ્રી ગિરનારજીની યાત્રા કરીને પછી જ પારણું કરવું આવા તો કેટલાય અભિગ્રહો તેઓના જીવનમાં વારે તહેવારે તેઓ કરતાં રહેતા હતા ને સાદ્યંત પૂર્ણ પણ કરતાં હતાં.
માણેકપુર તેઓનું માદરે વતન હતું.. તેઓના સગાભાઇએ પણ તેઓની જેમ જ વૈરાગ્ય વાસિત બળી વ્યાખ્યાવાચસ્પતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચGસૂરીશ્વરજી મહારાજાનું જ શિષ્યત્વ સ્વીકારી આજીવન ગુરુસેવાવે ગુરુવફાદારીનું વ્રત લઇ શાખામાં અને સમુદાયમાં પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય જિતમૃગાંકસૂરીશ્વરજી મહારાજા તરીકે પોતાના વ્યક્તિત્વને અલગ ઉપસાવ્યું હતું. તેઓએ પોતાના શિષ્યોને મેવા ઘડ્યાં હતા કે, આજે તેઓના જ એક શિષ્ય પ્રાચાર્ય શ્રી
વિજાšમભૂષણસૂરિજી અત્યારે સૌથી અધિક સાધુ-સાધ્વીંગણના ગચ્છાધિપતિ પદે બિરાજમાન છે.
સ્વ. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજયહિમાંશુસૂરીશ્વરજી મહારાજાના જીવનમાં દીનતાના દર્શન કયારેય કોઇએ કર્યા નહિ
હોય, શિષ્યસંપત્તિ ઓછી હોવા છતાં નિસ્પૃહતા એટલી બધી હતી કે કયારેય કોઇ શિષ્યની ગરજ તેઓએ બતાવી ન હતી. કડક શિસ્ત અને કડક
આજ્ઞાપાલનની જેની તૈયારી હોય તે જ તેમના શિષ્ય બની શકે ને શિષ્ય બન્યા પછી સાચું શિષ્યત્વ નિભાવી શકે. છેલ્લી ઉંમરમાં પણ તેઓએ કયારેય કોઇની સેવાની અપેક્ષા રાખી ન હતી આમ છતાં તેઓનું ચારિત્ર અને વ્યક્તિત્ત્વ જ એવું હતું કે જેનાથી આકર્ષાઇને પૂજનીય આચાર્યભગવંતો અને પંન્યાસજીભગવંતો પણ પોતાના શિષ્યોને તેઓશ્રીની સેવામાં રાખવામાં ગૌરવ અનુભવતાં હતાં.
છેલ્લે છેલ્લે પ્રખર વ્યાખ્યાતા પૂ. પંન્યાસપ્રતથી ય¢શેખરવિજયજી ગણિવર્યા શિષ્યરત્ન મુનિરાજશ્રી હેમવલ્લભવિજયજી મ. એ વર્ષો સુધી શિષ્ય કરતાં વ અધિક સેવા કરી પૂજ્યશ્રીના હૃદયમાં જે સ્થાન પ્રાપ્ત કર્યુ હતું તે તદ્ન અનોખું હતું પોતાનું કર્તવ્ય બજાવ્યાનો અાનંદ અનુભવતાં આજે તેઓ પોતાના ગુરુદેવલી વિશ્રામાં પહોંચી જઈ સાધનાની મસ્તી લૂંટી રહ્યા છે તેમજ સ્વ. પૂજ્યશ્રીના શિષ્યા મુનિરાજશ્રી
યવનવિજયજી, પૂ. પંબ્યાસપ્રવર શ્રી વજસૅવિજયજી ગણિવર્યની પાવન નિશ્રામાં આરાધનાનો આાનંદ લૂંટી રહ્યા છે.
પરમાત્મશાસનનું ગુરુતત્ત્વ અને પરમાત્મશાસનનું શિષ્યત્વ બે જ ખરેખર દાદ માંગી લે એવા છે. ગુરુ હંમેશા શિષ્યને આગળ વધારવાની અને પોતાની સમકક્ષ બનાવવાની ભાવનામાં રમતાં હોય છે. પોતાના શિષ્યની કોઇ પણ ભૂલ આખી દુનિયાને જેટલી ડંખતી નથી હોતી એથી વધારે ગુરુને ડંખતી હોય છે. એજ રીતે સાચો શિષ્ય સંદૈવ દુનિયાને રાજી ન રાખતા ગુરુને રાજી રાખવાના પ્રયત્નમાં રમતો હોય છે. ગુરુજ્ઞા ! ગુરુઇચ્છા! ગુરુષાતંત્ર્ય! મેં જ એને મન જીવનનું સર્વસ્વ હોય છે.
|| ||33||3 =}}}
For Private & Personal Use Only
www.jainelibrary.org