________________
૪૩
જીતી શકશે નહિ; કારણ કે આપણી સંહારશક્તિ કરતાં અમેરિકાની ઉત્પાદકશક્તિ વધારે છે. આપણે પણ આપણું ઉત્પાદન–તેને નાશ ન. થઈ શકે તેવી રીતે ભારતીય અર્થવ્યવસ્થાના ઢાંચામાં રહીને–વધારીએ. તે જ આપણું સલામતી જળવાઈ રહે,
શસ્ત્રોનું અને સંહારનું વિજ્ઞાન જે રીતે વિકસી રહ્યું છે તે જોતાં. આજે કોઈ પણ રાષ્ટ્ર યુદ્ધકાળમાં જ બિનસલામત નથી. શાન્તિકાળમાં પણ, એટેમને ધડાકાઓના મેટા ઉદ્યોગ દ્વારા હવામાં અને પાણીમાં ફેકાતાં ઝેરોથી માનવપ્રજાની અને સમગ્ર જીવસૃષ્ટિની સલામતી જોખમાઈ ગઈ છે. એટમના ધડાકાઓથી ચારે બાજુ પ્રસરતી અણુરજ માંદગી અને મેતના વરસાદ વરસાવે છે. યુદ્ધકાળમાં જેટલાં યુદ્ધમાં ઊતરેલાં - રાષ્ટ્ર એટમ બોમ્બ સામે બિનસલામત હશે તેટલાં જ - કદાચ તેથી પણ વધુ – તટસ્થ રહેલાં રાજ્ય પણ બિનસલામત હશે. ફ્રાન્સ ઉપર ઝીંકા એલા અણુબોમ્બમાંથી છૂટેલી આયુરજ કદાચ સમસ્ત મધ્યયુરોપને વિનાશ કરી નાંખે. ચીન ઉપર અશુબેમ્બ ફેંકવામાં આવે તે તેમાંથી છૂટેલી અણુરજ કેરીઆ, વિએટનામ કમ્બોડિયા, જાપાન વગેરે તમામ દેશમાં કરેડે મનુષ્યને ઘાણ કાઢી નાંખે. આ માત્ર કલ્પના નથી, અમેરિકન લશ્કરના અધિષ્ઠાતાઓની આ દઢ માન્યતા છે.
પંચગવ્ય. આ મહાવિનાશ સામે કદાચ આપણને રક્ષણ આપે તે ગાય વગેરે પશુઓ જ આપી શકે. સેવિયેટ વિજ્ઞાનીઓ પંચગવ્ય ઉપર અરજ સામે રક્ષણ મેળવવાની દષ્ટિએ સંશોધન કરી રહ્યા છે. પંચગવ્ય એટલે ગાયના દૂધ, દહીં, ઘી, છાણ, મૂતર અને દર્ભના પાણીનું મિશ્રણ, પંચગવ્યને ઉલેખ અને તે બનાવવાને વિધિ હિંદુ ધર્મગ્રન્થમાં મળે છે. પંચગવ્ય બનાવવા માટે ઘેરી લાલા ગાયનું ૨૮ તેલા દૂધ, સફેદ ગાયનું ૪તેલા દહીં, કપિલા ગાય (બદામી રંગની)નું ઘી, ઘેરી. કાળી ગાયનું ૪તેલા મૂત્ર, ભૂખરી કાળી ગાયનું ૪ તેલા છાણ અને - દર્શનું ૪તેલા પાણી લઈને તેનું મિશ્રણ બનાવવું જોઈએ. " સેવિયેટ વિજ્ઞાનીઓના સંશોધનમાં એવું જણાયું છે કે અણુરજથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org