________________
વર્નબર્ગની ધમકી શ્રી વનબર્ગના કહેવા મુજબ વિકસિત રાજ્યમાં પેદા થતા ૨૦ કરોડ ટન માંસમાંથી માત્ર ૧૦ ટકા એટલે કે બે કરોડ ટન માસ મોડને કતલખાનામાં તૈયાર થાય છે અને તેણે ગર્ભિત ધમકી આપી છે, કે જે તેમણે માંસની નિકાસ કરવી હોય તે તેમણે અદ્યતન યંત્રોથી સજજે ક્તલખાનાં ઊભાં કરવાં જોઈએ.
' - આ ગર્ભિત ધમકી પાછળ બે હેતુઓ હવાને સંભવ છે. (૧) મોહન કતલખાનાંની મશીનરી આપણને ખૂબ ઊંચા ભાવે આપી દેવી અને એની કિંમત આપણે આપી શકીએ નહિ એટલે તે મશીનરી આપણને લેન ઉપર આપવી, જેથી વરસ સુધી આપણે તેમના દેવાદાર રહીને વ્યાજ આપ્યા કરીએ. (૨) તેમની માંસની માંગ વધતી જાય તેમ આપણે તેના ભાવ વધારે ન માંગી શકીએ માટે એક તરફથી દેવાના કારણે આપણને દબાએલા રાખવા અને જે વ્યાજ ન ભરી શકીએ. તે તે વ્યાજ પેટે તેઓ આપણને દૂધ પાઉડર આપે તેને ભાવ વધારે લઈને વ્યાજ વસૂલ કરવું.
બરનાલાની હાસ્યાસ્પદ દલીલ મદ્રાસમાં આવું અદ્યતન કતલખાનું ત્રણ કરોડની થાપણ વડે શરૂ કરવાને નિર્ણય લેવાઈ ગયા છે. અને બીજા રાજ્યમાં પણ એવા અદ્યતન કતલખાનાં શરૂ કરવાનું વિચારાયું છે એમ જાણવા મળ્યું છે. ભારત સરકારના અન્નમંત્રી શ્રી બરનાલાએ કહ્યું કે, “અમારે ઈરાદે પશુઓની કતલ વધારવાનું નથી પણ કસાઈઓને રેજી મળે અને લોકોને ભેળસેળ વગરનું માંસ મળે તેવી ઈચ્છાથી આ મોડને કતલખાનાં શરૂ કરાયાં છે.”
દેશમાં સરકારની અવળી અર્થનીતિથી એવી પરિસ્થિતિ પર થઈ છે કે દવાથી હવા સુધીની કઈ ચીજ ભેળસેળથી મુક્ત રહી નથી. એ સંજોગોમાં શ્રી બરનાલા સાહેબની આ દલીલ હાસ્યાસ્પદ નથી લાગતી?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org