________________
૨૧૧
મનુની અગમચેતી હિંદુઓ માટે મનુ મહારાજે રાંધેલું અનાજ વેચવાની મનાઈ કરી છે, કારણ એ લાગે છે કે રાંધેલું અનાજ વેચાય તેમાં ખાદ્યઅખાદ્ય વસ્તુઓની ભેળસેળ થઈ શકે. પૈસાને લેભ મનુષ્યને ગમે, તેવાં દુષ્કૃત્ય કરવા પ્રેરી શકે.
અખાદ્ય વસ્તુઓ પેટમાં ગયા પછી એ માત્ર શરીરને હાનિ કરે. છે એવું નથી. સહુથી વિશેષ હાનિ તે મનને થાય છે. મન વિકૃત બને છે, અને કરવા જેવાં કૃત્યથી મનુષ્ય દૂર રહે છે તથા ન કરવાનાં કૃત્યે વધુ ને વધુ કરે છે, એ દુષ્કર્મો માટે ગૌરવ અનુભવે છે. આમ અખાદ્ય વસ્તુઓ હિંદુ સંસ્કૃતિ માટે ભયરૂપ છે.
આપણા પૂર્વજોની અંગ્રેજોની કૂટનીતિની ચિંતા - યુરેપિયનોએ આપણે ત્યાં તૈયાર બિસ્કિટને પ્રચાર કરવા પ્રયત્ન કર્યા. શરૂઆતમાં હિંદુઓ પાઉં-બિકિટને અડતા પણ ન હતાં.
તેમણે પાઉં-બિસ્કિટને પ્રચાર કરવા પ્રયત્ન કર્યો ત્યારે એમ મનાતું કે પાર્કમાં ગાયનું લેહી અથવા માંસ નાખવામાં આવે છે માટે હિંદુઓ તે તેને અડકતા પણ નહિ.
ખાદ્ય–અખાદ્ય ખેરાક વિષે તે સમયે લેકે સદા જાગ્રત હતા. અંગ્રેજો માંસાહાર અને દારૂ દ્વારા તેમને ઈસાઈ ધર્મમાં વટલાવવા પિતરા રચે છે એ જાણકારીથી તેઓ ચિંત પણ હતા. . -
પાઉંની જાળમાં ફસાના ગ્રામ્યજનો . હિંદુપ્રજાની આ શકોને યુરોપિયનેએ લાભ ઉઠાવ્ય. - ભારતનાં ગામડાઓની પ્રાચીન પ્રણાલિકા એવી હતી કે લોકો વહેલી સવારે ગામની બહાર કૂવા ઉપર નહાવા જાય અને ત્યાંથી પાણી પણ ભરી લાવે.
ગામમાં કુવા તે ઘણા હેય પણ બાજુબાજુના કૂવાના પાણીની ગુણવત્તામાં પણ ફેર હોય છે. એટલે જે કૂવાનું પાણી ખૂબ હલકું હેય તે કૂવામાંથી આખું ગામ પીવાનું પાણી ભરી આવે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org