________________
૧૫૩
ગાયના છાણમાંથી મળે તેટલું જ ખાતર મળે. વળી તે જમીનને અને પાને બગાડે એ વધારામાં અને તેમાંથી દૂધ કે શુદ્ધ ઘી તે ન મળે પણ બીજી ઘણી મુશ્કેલી પેદા કરે. આયાજન પચે અને પ્રધાનમ`ડળા આ બધી આર્થિક વહેવારુ અને આગ્યને લગતી બાબતાના વિચાર કર્યા વિના જ માત્ર ફર્ટિલાઇઝરના કારખાનાં સ્થાપ્યું જવાના નિર્ણયા લીધા કરે ત્યારે તેની પાછળ કોઈ સખત હિત ધરાવનારા હાથ કામ કરતા હાય, પછી તે ભારતીય હાય, પરદેશી હાય, કે બન્ને હાય, તેવી શકા પેદા થાય એ સ્વાભાવિક છે. આવા નિર્ણયા રાજ્ય રાજ્ય વચ્ચે પાતાના રાજ્યમાં જ એ કારખાનું પડવું, જોઈએ, તેવા આગ્રહથી અંદરઅંદર ઇર્ષ્યા પેદા કરે છે. અલડા પેદા કરે છે, અને દેશની ભાવાત્મક એકતામાં સુરંગ મારે છે.
ખેતી નફા કરવાનુ સાધન નથી'
ખેતી એ પ્રજાના સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સસ્કૃતિના પાયા છે, જ્યારે તેને તાત્કાલિક નફો કરવાનું સાધાન બનાવાય ત્યારે ખેતી એ. એક પ્રકારની લૂંટ ખની જાય છે. આજના કૃષિ સંશોધને ખેડૂતને સારું, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક અનાજ વધુ કેમ ઉત્પન્ન કરવું એ શીખવવાને બદલે માત્ર નિષ્ણાત Àાષણખાર કેમ થવું તે શીખવ્યું છે. પ્રજાના તમામ વર્ગોની અવગણના કરીને પોતે કેમ વધુ નફો મેળવી લેવ તે માજના ખેડૂતને શીખવવામાં આવે છે. અને તેમ કરવા તેમને ઉશ્કેરવામાં પણ આવે છે.
ને આપણે ખેતીનાં યાંત્રીકરણની પાછળ દાઢશું તે આર્થિક અને વહેવારુ કારણા આપણને તેમાં સંપૂર્ણ નિષ્ફળ બનાવશે. પરિણામે ખેડૂત અને બિનખેડૂત પ્રજા વચ્ચે એકબીજાનું શોષણ કરવાના કાવાદાવા ખેલાશે: આાજે પણ એ ખેલાવાની શરૂઆત થઈ ગઈ છે, જે કદાચ અછત, દુકાળ અને વર્ગવિગ્રહમાં પરિણમશે.
ખેતી એ દેશના અર્થતંત્રનું એક પાયાનું અંગ છે. અને ખેતીમાં દેશનું ય તંત્ર જે જાતનું હોય તે બતની છાયા દેખાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org