Book Title: Vishvamangal Granthmala Part 02
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 266
________________ રકા વેચાણવેરે વધારે. આમ ગરીબ પ્રજાનું ગળું ઘૂંટીને સરકારને આ વધુ આવક મેળવવાને દુષ્ટ પ્રયાસ છે. ખેડૂતને ફસાવાય છે એક તરફ સરકાર ખેતીને યાંત્રીકરણ તરફ હડસેલતી જઈને ઉત્પાદનખર્ચ વધારે છે તે બીજી તરફ ખેડૂતને મેગ્ય વળતર મળવું જોઈએ, ભાવ નીચા જાય તે ખેડૂતને નુકસાન થાય, વગેરે પ્રચાર કરીને ખેડૂતોને ઉશ્કેરવામાં આવે છે. અમુક ચોક્કસ પગલાં દ્વારા અનાજના ભાવ ઊંચા રાખવામાં આવે છે, જેથી ખેડૂતે ખેતીના યાંત્રીકરણના ફસલામાં ફસતા જાય છે. ખેડૂતને જે ગ્ય વળતર મળે એમ સરકાર પ્રામાણિકપણે ઈચ્છતી હોય તે અનાજભાવ ઊંચા રાખવાનું માનવદ્રોહી પગલું લેવાને બદલે, અનાજને ઉત્પાદનખર્ચ ઘટાડો જોઈએ. ઉત્પાદન ખર્ચ ઘટાડવાને એક જ ઉપાય છે. ખેતીક્ષેત્રે યાંત્રીકરણની ક્રિયા અટકાવી દઈને, સંપૂર્ણ વધબંધી કરીને, ખેતી સાથે માનવ, પશુ અને જીવસૃષ્ટિના હિતનું સંકલન કરવું. . - સ્વતંત્ર ખેડૂતને યંત્રને ઓશિંગણ ન બનાવો મળઃ વડે ખેતી કરતા ખેડૂત સ્વતંત્ર છે. તે કઈને એશિગણ નથી બનતે. પરંતુ ટ્રેકટર લાગે એટલે ટ્રેક્ટર માટે ધિરાણ કરનાર સરકારી ખાતાની, ડીઝલ, ફર્ટિલાઈઝર, જંતુનાશક દવાઓના ઉત્પાદક અને વેપારીઓ બન્નેની, ટ્રેકટર બગડે ત્યારે મિકેનિકની દયા ઉપર તેને. જીવવું પડે છે. ટેકટરથી ખેતી કરવી એ નર્યું ગાંડપણ છે વળી ટ્રેકટરથી જમીન ખેડવા પછી જે તે સિંચાઈવાળી જમીન ન હેય, અને સૂકી જમીન હોય તે વળી એક વધુ મુશ્કેલી આવી પડે છે. જે બળદ વડે જમીન ખેડી હેય તે ૨૫ થી ૫૦ મિલિમીટર વરસાદ પડે કે તરત વાવણી થઈ શકે, પરંતુ જે ટ્રેક્ટર વડે ખેતર ખેડેલું હોય, તે એક સાથે ૧૨૫ મિલિમીટર વરસાદ ન પડે ત્યાં સુધી વાવણી થઈ શકે નહિ. કારણ કે જમીન ઊંડી ખેરાઈ ગયેલી હોવાથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274