________________
૨૪૮ ફર્ટિલાઈઝર ગામડે ગામડે પહોંચાડવાની
વાહનવ્યવહારની સગવડ છે? ફર્ટિલાઈઝર અમુક ચોક્કસ સમયમાં ખેતરમાં પહોંચી જવું જ જોઈએ. હાલ એવે સમય છે જ્યારે રેલવેએ કપાસ, તેલીબિયાં, તેલ, અનાજ, કેલસે, ખાંડ વગેરે કરેડ ટન માલની ચકકસ સમયમાં હેરફેર કરવી પડતી હોય છે. રેલવે આ બધે માલ સમયસર હેરફેર કરી શકતી નથી જેથી હજારો ટન માલ નાશ પામે છે, અથવા કારખાનાંઓમાં સમયસર ન પહોંચવાને કારણે ઉદ્યોગને સહન કરવું પડે છે. કારખાનાં ચલાવવા રેજની જરૂરિયાતને કેલસો પણ નિયમિત પહોંચી શકતું નથી. આવી ભારે દબાણવાળી રેલવે એક કે બે મહિનાની અંદર વધારાને ચાર કરોડ ટન માલ દેશના દૂર દૂરના ખૂણે કઈ રીતે પહોંચાડશે?
રેલવે પાસે ૭૦૯૦ સ્ટેશને છે. જેના દ્વારા તેણે છ લાખ ગામડાંઓને અમુક ચોક્કસ સમયમાં માલ પહોંચાડવાનું રહેશે. રેલવે પાસે કુલ ૩૮૨૦૦૦ વેગને છે. જેમાંથી ૧૭૦૦૦ વેગન તે પેટ્રેલની હેરફેર માટે જુદાં રખાયાં છે. આ તમામ વેગને આખા વરસમાં ૨૦ કરોડ ટન માલની હેરફેર કરે છે. એટલે કે દર મહિને લગભગ પણા બે કરોડ ટન માલ લઈ જઈ શકે છે. આ પરિસ્થિતિમાં બે મહિનાની અંદર ચાર કરોડ ટન ફર્ટિલાઈઝર નાનામાં નાના સ્ટેશને પહોંચાડવું અને એ નાના સ્ટેશનેથી સેંકડે ટન માલ દૂર દૂરનાં ખેતરમાં પહે ચાડ એ મહામુશ્કેલ, અવ્યવહારુ અને અનર્થિક કાર્ય છે.
ઉપરાંત જયારે કરડે મનુષ્ય બેઘર હાલતમાં શહેરની ફૂટપાથે ઉપર પડ્યા છે, ત્યારે તેમના માટે મકાને બાંધવાને બદલે દર વરસે ૧૨૦ અબજ રૂપિયાની કિંમતનું ખાતર ફેંકી દેવું અને વરસે ખેતી ઉપર માત્ર ફર્ટિલાઈઝરને જ રૂપિયા ૧૨૦ અબજને જે વધારે એ કઈ જાતનું ડહાપણ હશે? ફર્ટિલાઈઝરની પાછળ ટ્રેકટરના, જંતુનાશક દવાઓના, ટ્રેકટર ચલાવવા ડીઝલ વગેરેના ખર્ચા ચડે એ તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org