________________
૧૭૬
અંગ્રેજી કેળવણીના પ્રત્યાઘાત પરંતુ મૅકેલેએ પશ્ચિમની કેળવણીની જાળમાં આપણને ફસાવીને આપણું એવું તે બૌદ્ધિક ધોવાણ (Brain Wash) કર્યું, કે અંગ્રેજી કેળવણી લેનારો વર્ગ હિંદુ સમાજની તમામ પ્રણાલિકાઓને અવગણ વામાં આપણા રીત રિવાજોને તિલાંજલી આપવામાં અને પશ્ચિમના. રીતરિવાજ, ખાનપાન રહેણીકરણ, વિચારસરણી અપનાવવામાં ગૌરવ અનુભવવા લાગ્યા.
આપણા ધર્મશાસ્ત્રોએ અને આયુર્વેદે નક્કી કરેલા નિયમોને જૂનવાણી, અવૈજ્ઞાનિક, જંગલી ગણી તિલાંજલી આપી. જીવન જીવવાની પશ્ચિમી પદ્ધતિ સ્વીકારી અને અંગ્રેજી કેળવણું ન લીધેલાં અતિશય વિશાળ વર્ગને જંગલી, સંસ્કારહીન ગણીને તેમની અવહેલના કરવામાં પિતાની પ્રતિષ્ઠા વધતી હોય એવું માનવા લાગે.
આવા વર્ગને દૂધ પીવું એ બિનજરૂરી લાગવા માંડ્યું. દારૂ પીવે એ સુધારક અને પ્રગતિશીલ જીવન જીવવાને એક જરૂરી ભાગ હોય એમ લાગવા માંડ્યું. “ઇડાં, માંસ, માછલી, દારૂ વગેરે પ્રગતિશીલ જીવન જીવવા માટે આધુનિક દેખાવા માટે, અનિવાર્ય ખોરાક છે.” એમ તેઓ માનવા લાગ્યા. પરિણામ એ આવ્યું કે નવી જન્મતી. પ્રજા દિનપ્રતિદિન નબળા બાંધાની રેગિષ્ઠ તેમ જ તામસી પ્રકૃતિની થવા લાગી. -
તામસી પ્રકૃતિ એટલે ક્રોધી નહિ,
પણ દુષ્કૃત્યો કરનારી પ્રકૃતિ. - તામસી પ્રકૃતિ એટલે માત્ર ક્રોધી નહિ. તામસી પ્રકૃતિવાળી વ્યક્તિ કોળી ન હોય. જે વ્યક્તિ એગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતાવાળી ન હૈય, મંદ બુદ્ધિ, પાપકર્મોમાં આસક્ત, સંતે-વડીલેને અનાદર કરનારી, અહંભાવી, બીજાને પીડા આપવામાં આનંદ અનુભવનારી, નિંદાપ્રિય વગેરે અનેક દૂષણવાળી વ્યક્તિ તામસી પ્રકૃતિની કહેવાય છે. દુષ્ક દ્વારા પણ ધન અને સત્તા મેળવવામાં રાતદિવસ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org