________________
ગુણમાં તેમના પ્રેરક અને આબોહવા મુજબ તફાવત હોય છે. પરદેશી ગાયના દૂધમાં ફક્ત ૨ થી ૫ ટકા ઘી હોય છે. બકરીનું દૂધ:
બકરીનું દૂધ તૂરું, મધુર, શીતલ, કબજિયાત કરનારું, પચવામાં હલકું, અને પિત્તદોષ, ક્ષય, ખાંસી તેમ જ રક્તાતિસાર (મરડે)માં ઉપગી છે અને વાત-પિત્ત-કફ ત્રણે દેને નાશ કરે છે '
બકરીનું કદ નાનું હોય છે, અને તે જંગલમાં વિવિધ પ્રકારની વનસ્પતિઓ ખાતી હોય છે. એક કહેવત છે કે, “ઊંટ મૂકે આંકડો અને બકરી મૂકે કાંકરે.” ઊંટ આકડા સિવાય બધી વનસ્પતિ ખાય છે, પણ બકરી તે આકડે પણ ખાઈ જાય છે, તે ખાસ કરીને કાંટાવાળી વનસ્પતિ ખાવાનું વધુ પસંદ કરે છે, અને પાણી ઓછું પીએ છે. આ દિવસ જંગલમાં ફરે છે. તેથી તેનું દૂધ સર્વ દેવનાશન, ભૂખ લગાડનાર હલકું, કબજિયાત કરનાર, શ્વાસ, ખાંસી, અને રક્તપિત્ત મટાડનાર છે. ક્ષય રોગમાં તેની ખાસ ભલામણ કરવામાં આવે છે.
ગણ ગાય, ભેંસે બહુ સંખ્યામાં કપાઈ જવાથી અને નિકાસ થઈ જવાથી દૂધની ખેંચને કારણે બકરીનું મહત્વ વધી ગયું છે. બકરી આખા દિવસમાં એકથી ચાર લીટર સુધી દૂધ આપે છે.
એટલે જે પ્રદેશમાં ઘાસચારાની અને પાણીની ઉગ્ર અછત છે ત્યાં લેકે હવે ગાય કે ભેંસને બદલે બકરી પાળતા થયા છે.
પણ આ પાળેલી બકરીના દૂધમાં ઉપર લખ્યા મુજબના ગુણ જેવા નહિ મળે. કારણ કે હવે જંગલો સાફ થઈ ગયાં છે ત્યાં બકરીને ચરવા વનસ્પતિ રહી નથી અને ચરિયાણે નાશ પામ્યાં છે અથવા ઉજજડ પડ્યાં છે એટલે કે બકરીને ઘરમાં બાંધી રાખીને ઘાસ અને દાણો ખવડાવે છે, ગાય અને ભેંસ કરતાં બકરીને ચારે અને દાણે તથા પાણી ઓછાં જોઈએ એટલે તે પાળવી પરવડે છે. પણ તેમને જંગલમાં ફરવાનું ન મળવાથી અને ખેરાકમાં ફેરફાર થવાથી તેમના દૂધમાં ઉપર લખ્યા મુજબના ગુણે હવા વિષે શંકા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org