________________
૭૮
જાય છે. મનુષ્ય વૃદ્ધાવસ્થાને આવતી રોકી શકતું નથી, પણ ગાયના તાજા દૂધનું નિયમિત સેવન કરે તે તેના શરીર ઉપર ન તે વાર્ધક્યનાં ચિહ્ન જણાય છે કે ન તે તેના બળની હાનિ થાય છે. ગાયના રંગ પ્રમાણે દૂધના ગુણમાં ફરક:
વળી જુદા જુદા રંગની ગાયના દૂધના ગુણમાં ફરક હોય છે. કાળી ગાયનું દૂધ પિત્તનાશક અને અધિક ગુણવાળું છે. કપિલા પીળાશ પડતી બદામી રંગની ગાયનું દૂધ વાત અને પિત્ત બન્નેને નાશ કરે છે, માટે કાળી ગાયના દૂધ કરતાં વધુ ગુણવાળું છે. સફેદ ગાયનું દૂધ કફકારક અને પચાવવામાં ભારે છે. ઘેરી રાતી ગાયનું દૂધ અને કાબરચીતરી ગાયનું દૂધ વાતનાશક છે.
- વળી ગાયને વાછડો હોય, વાછડી હોય અથવા વાછડો મરણ પામ્યો હોય ત્યારે પણ ગાયના દૂધના ગુણમાં ફેર પડી જાય છે. તદુપરાંત ગાયને ઘરમાં કે તબેલામાં દિવસ-રાત બાંધી રાખે ત્યારે તેના દૂધના ગુણ ઓછા થઈ જાય છે. ચરિયાણામાં, જંગલમાં અને પર્વતની ધાર પર ફરતી ગાયના દૂધમાં ગુણ વિશેષ હોય છે.
જે ગાય તરતની વિયાએલી હોય, અથવા જેનું વાછડું મરી ગયું હોય તેના કરતાં જેનું વાછડું જીવતું હોય કે જે વિયાએ છે કે વધુ મહિના થઈ ગયા હોય તેનું દૂધ વધુ ગુણકારી હોય છે. એક જ ગાય
જ્યારે એક વિયાતરમાં તેને વાછડી જન્મી હોય છે અને બીજા વિયાતરમાં વાછડે જ હેય છે ત્યારે જે વિયાતરમાં વાછડે જ હોય તે સમયનું દૂધ ગુણકારી હોય છે. (આર્થિક અને વૈદિક બંને કારણેને લીધે હિંદુ ધર્મશાસ્ત્રો મેદાનમાં “સવત્સ” એટલે કે વાછડા સહિતની ગાયનું દાન એ વાછડીવાળી ગાય કરતાં ઉત્તમ કહે છે.)
ગાય જે જાતને બેરોક ખાય છે તે પ્રમાણે તેના દૂધના ગુણના ફેરફાર થાય છે, અને તે પ્રમાણે તેના દૂધમાં ઘીના પ્રમાણની વધઘટ થાય છે. જે ગાય પહેલી જ વાર વિચાઈ હેય તેના દૂધમાં ઓછા ગુણ હોય છે. તરતની વિયાએલી ગાયનું દૂધ દશ દિવસ સુધી પીવું ન જોઈએ. કારણ કે તે રૂક્ષ મને દાહકારક છે. રક્તને અશુદ્ધ કરે છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org