________________
૧૩૫ :
હાથશાળ ઉદ્યોગ દ્વારા કરડે અર્ધનગ્નનાં અંગ ઢાંકવાં હોય અને કરોડને રેજી આપવી હોય તે તે ઉદ્યોગની જીવાદોરી સમા સુતરનું ઉત્પાદન વિકેન્દ્રિત ધોરણે અને પૂરક આવકના સાધન રૂપે રેટિયા દ્વારા જ થવું જોઈએ; જ્યારે દેશને કાપડ ઉદ્યોગ તેની ટોચ ઉપર હતું અને દુનિયાની બજારે આપણા દેશના કાપડથી ઊભરાતી ત્યારે પણ રેટિયે પૂરક આવકનું જ સાધન હતું. તેની શક્તિ પૂરી આવક આપવાની નથી, પણ કરેડોને પૂરક આવક આપવાની છે. કરોડો લેકેનાં અંગ ઢાંકવાની તેની શક્તિને પડકારી શકાય તેમ નથી.
પણ પેટા નિયમ બાંધીને અને પેટા સિદ્ધાન્ત વડે ખાદીનું કાર્ય ચલાવીને ખાદીના ક્ષેત્રને અતિશય સંકુચિત બનાવી નાખ્યું છે, અને એ રીતે હરિજના તેમ જ લા ગ્રામવાસીઓના હિતને પારાવાર નુકસાન થવા દીધું છે.
| દેશની જીવાદોરીના પ્રશ્નો અને તેમાં પતન પીવાના પાણીને દુકાળ, અનાજની મેઘવારી, ખાદ્યતેલની અછત, શુદ્ધ ઘી દૂધનું દેશમાંથી અદશ્ય થવું, ખાદી, ગ્રામ્યઉદ્યોગ, હરિજનેને આર્થિક અને સાંસ્કૃતિક ઉત્કર્ષ વગેરે પાયાના અને દેશની જીવાદોરીના પ્રશ્નો છે. ને તેના ઉકેલ માટે મૂડીવાદી કે સામ્યવાદી પ્રચારસૂત્રોના આધારે મિનવહેવારું પગલાં લઈને દરેક ક્ષેત્રમાં આપણે પછડાટ ખાધી છે તથા મુશ્કેલીઓના ગુણાકાર કર્યા છે.
બેકારી અને ગરીબીને નાશ કરવા માટે ઘડાએલી પંચવર્ષીય યોજનાઓ બેકારી અને ગરીબી વધારતી જઈને માનવતાને નાશ કરી આગળ વધી રહી છે.
અંતિમ ઇચ્છા આપણે ઈચ્છીએ છીએ કે નવી સરકારે ગાંધીજીનાં અધૂરાં રહેલાં કાર્યો પૂરાં કરવાની રાજઘાટ ઉપર લીધેલી પ્રતિજ્ઞા પાર પડે અને ઉપર ણાવેલાં તમામ કાર્યો સાચા દષ્ટિકોણથી જોઈને તથા આપણા દેશની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org