________________
૭૭
(સ્ત્રીના દૂધમાં ઉપર જણાવેલા તમામ ગુણો સ્ત્રીના પથ્યાપથ્ય ઉપર આધાર રાખે છે. બાળક જ્યાં સુધી ગર્ભમાં હોય અને જમ્યા પછી ધાવણું હોય ત્યાં સુધી, સ્ત્રીએ પથ્યાપાજ્યની કાળજી રાખવી જોઈએ. એ કાળજી રાખતાં પ્રેટીનને નામે કે કેશિયમને નામે તેમ, જ સ્વાદેન્દ્રિયને વશ થઈને એકબીજાના વિરોધી ગુણવાળા પદાર્થો કે ઋતુ-વિરોધી પદાર્થો ખાય તે તેના દૂધના ગુણ નાશ પામે છે, અથવા બદલાઈ જાય છે. અને તેને ધાવનાર બાળકને નુકસાન થાય છે. આ સમય દરમિયાન જે માતા સાત્વિક ખોરાક જ ખાય તે બાળક સદુગુણ અને સાત્વિક વૃત્તિવાળુ અને સહુનું હિત કરનારું થાય છે. જે. માતા તામસી અને માંસાદિ પદાર્થોનું સેવન કરે તે બાળક તામસી વૃત્તિવાળો અને આસુરી કર્મ કરનારે થાય છે)
ગાયનું દૂધ;
ગાયનું દૂધ મથ્ય, અત્યંત રુચિકર, અત્યંત સ્વાદિષ્ટ, સ્નિગ્ધ, વાત અને પિત્તને નાશ કરનાર, તેજ વધારનાર, બુદ્ધિવર્ધક, બળવર્ધક, લેહી વધારનાર અને વીર્યવર્ધક છે. તે અતિશય થાકી ગયેલાને તાજગી આપે છે. લાંબી માંદગીથી ક્ષીણ થઈ ગયેલાને રેગ-મુક્ત થયા પછીથી નવું જીવન આપે છે અને રોગના કારણે આવેલી તમામ નબળાઈઓને નાશ કરીને ફરીથી સશક્ત બનાવે છે. તે રસાયન છે. તેમાં વિટામિન એ” રહેલું છે, જે બીજા કોઈ દૂધમાં નથી. ગાયનું દૂધ શરીરમાં વિવિધ કારણે પેદા થતા ઝેરને નાશ કરે છે. તેમાં રહેલું વિટામિન એ રિગનો પ્રતિકાર કરવાની આશ્ચર્યજનક શક્તિ પેદા કરે છે અને આંખનું તેજ વધારે છે.
ગાયનું દૂધ શીતલ હોઈ શરીરમાં શતુ અથવા વિષમ ખેરાકને કારણે પિદા થતી વધુ પડતી ગરમીને કાબૂમાં રાખે છે. (આ ગરમીને કાબૂમાં રાખવામાં ન આવે તે ગંભીર રોગ પેદા થવાની સંભાવના રહે છે. ગમે તેવું શારીરિક કે બૌદ્ધિક કામ કર્યું હોય પણ કામ કર્યા પછી ગાયનું તાજું દૂધ પીવામાં આવે તે તમામ પ્રકારને થાક ઊતરી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org