________________
૭૨
પૂરક આવક મેળવતી અને કુટુંબ માટે કપડાં પણ મેળવતી. (મેન્ટગેમરી માર્ટિન કૃત હિસ્ટ્રી ઓફ ઈસ્ટ ઈન્ડિયા).
આ તે માત્ર છ જિલ્લાઓમાં આવી પડેલી બેકારીના આંકડા છે. સહાયના આ કરારેએ સમસ્ત ભારતના અર્થતંત્રને ખેરવી નાખ્યું.
જે દેશ યુરોપ એશિયામાં કાપડની મોટા પ્રમાણમાં નિકાસ કરતે તે દેશ પિતાનું ઉત્પાદન બંધ કરીને પિતાની જરૂરિયાત માટે કાપડની આયાત કરવા લાગે. અર્થતંત્રને પ્રવાહ ઉલટાઈ ગયે. અહે! કેવી ઝડપથી એ પ્રવાહ ઉલટાઈ ગયા. - ઈ. સ. ૧૭૯૩માં ઇગ્લેન્ડ માત્ર રૂ. ૧,૫૬૦ રૂપિયાનું કાપડ અહીં મોકલી શક્યું હતું. પાંચ વરસમાં તે આયાત વધીને ૪૪,૩૬૦ રૂપિયા ની કિમતના કાપડની થઈ. - બીજાં પાંચ વરસમાં –એટલે કે ઈ. સ. ૧૮૦૩માં તે વધીને ૨,૭૮,૭૬૦ રૂપિયાની થઈ. ૧૮૧૩માં આયાતને આંકડો દશ લાખ રૂપિયા ઉપર પહોંચે. આ આયાત ૧૮૫૯માં રૂ. ૧૫,૦૮,૮૩૦ અને ૧૮૭૭માં રૂ. ૧૯,૩૧,૦૦,૨૨૦ સુધી પહોંચી. (આર. સી. દત્તકૃત ઈકનેમિક હિસ્ટ્રી ઓફ ઈન્ડિયા, . 1, પાના ૧૭૬. . ૨, પાન ૨૪૮)
પ્રજાના દરેક સ્તરે વિદેશી ફાંસલ આપણા ખેડૂતે પણ આ સહાયના ફાંસલામાંથી બચ્યા ન હતા. તેમને સહાયના સુંવાળા નામ નીચે ધિરાણ કરીને સારામાં સારા ઘઉં ચારથી છ આને મણના હિસાબે પડાવી લેતા અને પછી તેનાં બિસ્કીટ અનાવી એક રૂપિયે રતલ (૪૦ રૂપિયે મણ) આપણને આપતા. સુધરેલા ગણાવાની હશમાં બિસ્કીટ ખાવામાં ગૌરવ અનુભવનારા પણ આ દેશમાં
જીવતા હતા! - બીજા વિશ્વયુદ્ધ તેમને પવિત્ર ભૂમિ છોડી જવાની ફરજ પાડી પણ તેઓ તેમની કેળવણીનાં જે ઝેરી બીજ નાંખી ગયા હતા તેને ફાલ ઊતરી ચૂક્યો હતો અને તેમની મદદથી ફરીથી તેમના સહાયના ફાંસલા આપણા ગળામાં પ્રજાના દરેક સ્તરે પડવા લાગ્યા છે. કોણ બચાવશે આ કાંસલાઓમાંથી ? ભગવાન જાણે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org