________________
૧૭
તીર્થકલ્પમાં શ્રી જિનપ્રભસૂરિજીએ, પ્રશમરતિમાં શ્રી હરિભદ્રસૂરિજીએ, અને પંચાશકની ટીકામાં શ્રી અભયદેવસૂરિએ, શ્રી ઉમાસ્વાતિ મહારાજે ૫૦૦ ગ્રંથની રચના કરી છે એ ઉલ્લેખ કર્યો છે.
ગ્રન્થકર્તા તથા તેને સમય વગેરે –ઉમાસ્વાતિ મહારાજના સમયને ચોક્કસ નિર્ણય નથી. તસ્વાર્થ ભાષ્યની પ્રશસ્તિના પાંચ પ્લેક, જે આ ગ્રંથના પ્રાંતે અર્થ સાથે આપેલ છે, તેનો મતલબ એ છેકે–શિવશ્રી વાચકના પ્રશિષ્ય અને શેષનદિ ક્ષમણના શિષ્ય ઉચ્ચ નાગરી શાખામાં થયેલ ઉમાસ્વાતિ વાચકે તત્વાર્થાધિગમ શાસ્ત્ર રચ્યું. તેઓ વાચના ગુરુની અપેક્ષાએ ક્ષમણમુંડાદના પ્રશિષ્ય અને મૂળ વાચકાચાર્યના શિષ્ય હતા. તેમને જન્મ ન્યાધિકારમાં થયો હતો. વિહાર કરતાં કરતાં કુસુમપુર (પાટલીપુત્ર–પટના) નામના નગરમાં આ ગ્રંથ રચ્યો. તેમનું ગોત્ર કૌભીષણ અને તેમની માતાનું ગોત્ર વાત્સી હતું. તેમના પિતાનું નામ સ્વાતિ અને માતાનું નામ ઉમા હતું.
- ઉમાસ્વાતિ મહારાજ કૃત જંબુદ્વીપ સમાસ પ્રકરણના ટીકાકાર વિજયસિંહસૂરિ તે ટીકાની આદિમાં જણાવે છે કે ઉમા માતા અને સ્વાતિ પિતાના સંબંધથી તેમનું ઉમાસ્વાતિ નામ પડયું. વાચકને અર્થ પૂર્વધર લે. કેમકે પન્નવણા સૂત્રની ટીકામાં કહે છે કે
વાવ પૂર્વવિદા તેમજ “જૈન પરંપરાને ઈતિહાસ” ભાગ ૧ માં પૃષ્ટ ૩૬૨ થી ૩૬૮ માં નીચે પ્રમાણે જણાવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org