________________
અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ
પ્રસ્તુતમાં ગીતાર્થગુરુ એ ડૉક્ટરના સ્થાને છે, ધર્મ એટલે દવા, મોક્ષ એટલે આરોગ્ય ને બેહોશી (રોગાવસ્થા) એટલે અર્થ-કામ. (દવા આરોગ્ય માટે જ લેવાય” એવું જ’ કારપૂર્વક કહેવાતું હોવા છતાં, “બેહોશી માટે પણ દવા જ લેવાય” એવું જેમ કહી શકાય છે, એમાં કોઈ વિરોધ નથી, તેમ ધર્મ મોક્ષ માટે જ થાય એવું જ' કારપૂર્વક કહેવાતું હોવા છતાં, “અર્થ-કામ માટે પણ ધર્મ જ કરાય” એવું કહેવામાં કોઈ વિરોધ નથી. - પ્ર-૫ ડૉક્ટર બેહોશી માટે પણ દવા જ લેવાનું જે સૂચવે છે તે પરિણામે
ઓપરેશન કરીને મોટો-ગંભીર રોગ દૂર કરી આરોગ્ય બક્ષવા માટે જ સૂચવે છે. એટલે પરંપરાએ તો એ ક્લોરોફોર્મ વગેરે દવા પણ આરોગ્ય માટે જ અપાયા છે ને ! તેથી દવા આરોગ્ય માટે જ લેવાય” એ વાત જ આમાં પણ ફલિત થવાથી વિરોધનો પ્રશ્ન જ ક્યાં ઊભો રહે છે ?
ઉ-૫ ગીતાર્થ ગુરુ “અર્થ-કામ માટે પણ ધર્મ જ કરવો જોઈએ” આવું જે કહે છે કે, વિવક્ષિત જીવ એ રીતે ધર્મ આચરી, અર્થ-કામ મેળવી એમાં લીલા લહેર કરતો થઈ જાય એ માટે નહીં, પણ આ રીતે પણ એનો (આજ સુધી પૌલિક ચીજો માટે) પાપ કરવાનો જ જે રસ હતો તે મોળો પડતો આવે, ધર્મનો રસ-અભ્યાસ વધતો આવે, પોતાનો સંપર્ક વધતો જાય ને તેથી સદુપદેશ દ્વારા તથા એ ધર્મના અચિત્ય પ્રભાવ દ્વારા એની અર્થ-કામની ઇચ્છા મોળી પડતી આવે, એને પ્રભાવે એ નિરાશંસ ભાવે ધર્મ કરતો થાય ને પરિણામે મોક્ષ પામે એ માટે જ કહે છે. એટલે પરંપરાએ તો આ ધર્મ પણ મોક્ષ માટે જ કહેવાતો હોવાથી કોઈ વિરોધ જેવું છે નહી.
પ્રિ-૬ છતાં, ‘ધર્મ શા માટે કરવો ?'- આ પ્રશ્નના ઉત્તરમાં ધર્મ મોક્ષ માટે જ કરવો' એમ 'જ' કાર પૂર્વક કહ્યા પછી, “અર્થ-કામની ઇચ્છાવાળાએ શું કરવું ?” એના ઉત્તરમાં ધર્મ જ કરવો’ આ વિધાન વિરોધી જેવું નથી શું? આશય એ છે કે, “ધર્મ મોક્ષ માટે જ કરવો” એમ કહેવામાં 'જ'કાર, ધર્મ અર્થ-કામ માટે પણ કરાય” આ વાતનો છેદ ઉડાડી જ દે છે. એટલે કે ધર્મ અર્થ-કામ માટે પણ કરાય” એવું ન જ બોલી શકાય. (આ વાત તમે પણ માનો છો કેમકે તમે આગળ કહી ગયા છો કે ધર્મ અર્થ-કામ માટે ય કરાય” વગેરે અમારું પ્રતિપાદન નથી.) તો પછી અર્થ-કામ માટે પણ ધર્મ જ કરવો’ એવું શી રીતે બોલી શકાય ? અર્થાત, ‘ધર્મ અર્થ-કામ માટે પણ કરાય ?' આવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org