________________
અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ છે. એટલે દેશવિરતિ ભૂંડી છે' એવો વાક્યપ્રયોગ દેશવિરતિ અવિરતિ કરતાં પણ ખરાબ છે એવો જ અર્થ પ્રતીત કરાવી શકે જે અનુચિત હોવાથી એવો વાક્યપ્રયોગ થતો નથી.
આ જ રીતે પૌદ્ગલિક સુખો માટે કરાતા પાપ ખરાબ છે. નિરાશસભાવે કરાતો ધર્મ સર્વશ્રેષ્ઠ છે. પૌદ્ગલિક સુખો માટે કરાતો ધર્મ બેની વચમાં છે, એટલે દેશવિરતિની જેમ એને પણ ભૂંડો કહી શકાતો નથી. નહીંતર, ભૌતિક અપેક્ષાથી કરાતા ધર્મને ભૂંડો કહેવામાં આવે તે “એ પાપ કરતાં પણ ખરાબ છે' એવી જ પ્રતીતિ થવાની શક્યતા છે જે ઉપર જણાવ્યા મુજબ બિલકુલ અનુચિત છે. “ભૂંડો’ શબ્દ ઓછો સારો’ અર્થ જણાવી શકતો નથી જ, ને તેથી નિરાશસભાવે કરાતા ધર્મ કરતાં આશંસાથી કરાતો ધર્મ ઓછો સારો છે એવો અર્થ ભંડો’ શબ્દ વાપરવાથી નીકળી શકતો ન હોવાથી બીજો વિકલ્પ પણ ઉચિત નથી. માટે, અર્થ-કામની ઇચ્છાથી આરાધાયેલો ધર્મ મહાભૂંડો છે' આવું વચન બન્ને વિકલ્પોથી અનુચિત કરતું હોવાથી બોલી શકાય નહીં.
પ્રિ-૨) ભૌતિક અપેક્ષાથી કરાતો ધર્મ પાપ જેટલો (કે પાપથી વધુ) ખરાબ ભલે નથી. પણ ખરાબ ( ઓછો ખરાબ) તો છે જ. એટલે ખરાબ છે એટલું જણાવવા માટે જ ‘ભંડો’ શબ્દ વાપરીએ તો શું વાંધો ?
ઉ-૨૦) ભૂંડો’ શબ્દ ઓછું ખરાબ અર્થને જણાવી શકતો નથી. પણ ‘ઘણો ખરાબ” અર્થને જ જણાવે છે, માટે એ શબ્દ વપરાય નહી.
વળી, ભૌતિક અપેક્ષાથી કરાતો ધર્મ થોડો ખરાબ પણ ક્યાં છે ? કે જેથી એવું જણાવવા ભંડો’ શબ્દ વાપરવો પડે. જો આ ધર્મ ખરાબ હોત તો “અર્થકામના અભિલાષીએ પણ ધર્મ જ કરવો જોઈએ વગેરે ઉપદેશ શાસ્ત્રકારોએ આપ્યો ન હોત. ઓછી ખરાબ ચીજ પણ પાપરૂપ તો છે જ, પાપ કરવાનો ઉપદેશ જ્ઞાનીઓ આપે નહીં.
સ્વ. આ. શ્રી રામચન્દ્રસૂરિ મહારાજે પણ, મોક્ષ માટે જ મથવાની ઉત્તમતા ન આવી હોય તો, વિમધ્યમ પ્રકૃતિ કેળવવાનો એટલે કે પૌદ્ગલિક સુખો માટે ધર્મ કરતા રહેવાનો ઉપદેશ આપ્યો છે, તેમજ આવો ધર્મ કરનારાને પણ લાભ થઇ જવાનો સંભવ ઘણો છે એમ તેઓએ જણાવ્યું છે. જે આ ધર્મ ખરાબ " હોત તો આ બધું સંભવે નહીં. જુઓ આત્મોન્નતિનાં સોપાન - ભાગ-૩ માંના તેમના જ શબ્દો :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org