________________
ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ () શ્રી કુમારપાલભૂપાલવિરચિત સાધારણ જિનસ્તવનની ૩૩ મી ગાથાનો અર્થ કરવામાં “મતઃ ' આટલા શબ્દો ઉડાડ્યા. શ્રી શાસ્ત્રવાર્તાસમુચ્ચયના એક શ્લોકમાં “પંડિત પુરુષોએ હંમેશા મોક્ષ માટે વિશુદ્ધ ધર્મ જ આદરવો જોઈએ” આ પ્રમાણે જણાવ્યું છે, જ્યારે સામા પક્ષે 'જ' કારનો ફેરફાર કરીને એવો અર્થ કર્યો છે કે “પંડિત પુરુષોએ હંમેશા મોક્ષ માટે જ વિશુદ્ધ ધર્મ આદરવો જોઈએ.” એમ તપપંચાશકની ૨૩ મી ગાથામાં આવું જણાવ્યું છે કે “રોહિણી વગેરે સાભિળંગ તપ મુગ્ધજીવોને હિતકર જ છે...''જ્યારે સામાપક્ષે રોહિણી વગેરે સાભિળંગ તપ મુગ્ધજીવોને જ હિતકર છે” આવો અર્થ ઉપસાવ્યો છે. અષ્ટક પ્રકરણના - પ્રત્યાખ્યાન અષ્ટકની આઠમી ગાથામાં “બાધ્યમાન (=બાધા પામતું)” આવો શબ્દ રહેલો છે જેને બદલીને સામાપક્ષે “બાધિત ( બાધા પામી ચૂકેલું)' એવો ફેરફાર કર્યો છે.
દ્વારિકાના દાહના નિવારણ માટે શ્રી નેમિનાથ પ્રભુએ ધર્મ કરવાનો ઉપદેશ આપ્યો છે એવું પાંડવચરિત્રમાં જણાવ્યું હોવા છતાં, 'પાંડવચરિત્રમાં આ વાત કશે જણાવી નથી” એવું જણાવીને પાંડવચરિત્રનો એ પાઠ ઉડાડવાનો પ્રયાસ કરાયો છે. આવી અનેક ગરબડો "તસ્વાવલોકન' નામે “ધર્મસ્વરૂપદર્શન” પુસ્તકની પ્રસ્તાવના જે પ્રકાશિત થઈ છે તેમાં કરવામાં આવેલી છે.
સામાન્યથી, લોકો આ બધી ગરબડને પકડી શકતા ન હોવાથી, એ વિકૃત શાસ્ત્રપાઠોને સાચા શાસ્ત્રપાઠ સ્વરૂપ સ્વીકારી લઈને, "આ લોકો પોતાની વાતને કેવી શાસ્ત્રવચનો દ્વારા સિદ્ધ કરી આપે છે” એવું વિચારવા માંડે છે, ને તેથી સત્યતત્ત્વના નિર્ણયથી દૂર ફેંકાઈ જાય છે.
શાસ્ત્રપાઠીમાં કાપકૂપ કરવી, ફેરફારો કરવો વગેરે રૂપે શાસ્ત્રવચનો સાથે ચેડાં કરનારાની માન્યતા સાચી હોઈ ન શકે એટલું કોઈપણ મધ્યસ્થ સુજ્ઞ સમજી શકે
(૩) સામા પક્ષની, તસ્વનિર્ણય માટે પ્રામાણિક નિકા છે કે નહીં ? એના નિર્ણય માટે ત્રીજી વિચારણા -
જેનો ઉપનય ઘટી શકતો ન હોય એવા પણ આડેધડ લૌકિક દષ્ટાન્તથી પોતાની વાત શ્રદ્ધાળુવર્ગમાં ઠોકી બેસાડવાનો પ્રયાસ પ્રામાણિક માણસો ન કરે એ સ્પષ્ટ છે. સામાપક્ષે આ બાબતમાં શું કર્યું છે એ જોઈ લ્યો - વર્ધમાનતપ આરાધક પૂ.આ.શ્રી પ્રભાકર સૂ.મ. સાહેબે મારા તત્વાવલોકન સમીક્ષા’ પુસ્તક સામે લગભગ ૧૨-૧૩ પૃષ્ઠ જેટલું લખાણ કરી એની ઝેરોક્સ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org