________________
અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ પણ આરંભ સમારંભ કરવાનું વિધાન ધર્મ ગુરુ કરે નહીં એ તો સ્પષ્ટ છે. એટલે ‘વધારાના આરંભના ત્યાગનો આ ઉપદેશ છે” એમ જ માનવું પડે. ને, આ વધારાના આરંભનો ત્યાગ એ શું ધર્મ નથી ? એટલે, અર્થપ્રાપ્તિના ઉપાય તરીકે આ ધર્મ જ દર્શાવ્યો ને ? તો પછી, ‘અર્થ-કામ માટે પણ ધર્મ જ કરવો જોઈએ? એવા શાસ્ત્રાનુસારી કથનનો વિરોધ શા માટે?
આ ત્રણ પૃષ્ઠના લખાણમાં આવા તો કેટલાય દોષો રહેલા છે. પણ હવે બધા દર્શાવવા આવશ્યક નથી. જેઓએ પોતાના લખાણમાં રહેલા દોષો પર તેમજ એ દોષો કઈ રીતે આવી રહ્યા છે ? વગેરે પર વિચાર જ કરવો નથી, અને આડેધડ નવું નવું લખ્યા કરવું છે એમને દોષો દર્શાવવાથી સર્યું, ને અન્ય મધ્યસ્થ સુજ્ઞ વાંચકો તો, ‘આ લોકો જે કાંઈ નવું નવું સ્વમતને પકડી રાખવા માટે લખે છે એ બધામાં કંઈક ને કંઈક દોષો તો એમાં રહેલો જ હશે.. એવું કલ્પી જ લે છે. | દિલમાં કરુણા તો એ ઉભરાય છે કે તેઓ જેઓનું માનતા હોય તેવા કોઈ હિતેચ્છુ તેમને સલાહ આપે કે : ભઈલા ! હવે આ આડેધડ ને અનેક દોષોથી ભરેલું લખવાનું બંધ કર... તું જે કાંઈ લખે છે એ અનેક દોષોથી ભરેલું હોય છે ને એ દોષો વિદ્વાનોની નજરમાં આવી ગયા વિના રહેતા નથી. તો હવે, આ બધું લખવાનું બંધ કર, ને આત્મહિતમાં મસ્ત બન. ને આવી સોનેરી સલાહ તેઓ અપનાવી પોતાના ઘોર અહિતથી બચવા પ્રયાસ કરે ને પ્રભુકૃપાના પ્રભાવે એમાં સફળતા પામે...
પ્ર-૩૮) ૩૦-૪-૯૫ ના ‘જિનવાણી” પાક્ષિકમાં જણાવ્યું છે કે સ્વ. આ શ્રી પ્રેમસૂરીશ્વરમ.સા. દ્વારા મધ્યસ્થબોર્ડને લખાયેલા જે પત્ર પરથી તમે દેવદ્રવ્યમાંથી પણ પૂજારીનો પગાર-કેસર વગેરેની વ્યવસ્થા થઈ શકે એમ જણાવો છો તે પત્ર તિથિ કે તારીખ વગરનો હોવાથી જણાય છે કે એ પત્ર નથી, પણ કાચો ખરડો છે. તથા એ અંકમાં, એ પત્ર કાચો ખરડો હતો ને તેથી એમાં લખેલી વાતો અશાસ્ત્રીય છે એવું પણ ઉપસાવ્યું છે. એટલે સ્વ.પૂ.આ.ભગ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા.નો આ પત્ર તેઓને માન્ય નથી, તો તમે કેમ દેવદ્રવ્ય જિનપૂજા વગેરેમાં વાપરી શકાય’ એવી માન્યતાના સમર્થનમાં એ પત્રનો ઉપયોગ કરો છો ? - ઉિ-૩૮] જુઓ, 'જિનવાણી' પાક્ષિકમાં તો એટલી બધી ગરબડવાળી વાતો આવે છે કે જેથી એના ભરોસે એ પત્ર કાચો ખરડો હતો ને તેથી અશાસ્ત્રીય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org