________________
૮૧
અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ વિચાર કરી લઈએ. “સ્વદ્રવ્યથી જ પૂજા કરવી જોઈએ” આવું જ કારવાળું વિધાન તો “સ્વદ્રવ્ય” સિવાયના અન્ય દેવદ્રવ્ય, સાધારણદ્રવ્ય કે પરદ્રવ્ય બધાની જ બાદબાકી કરે છે. એટલે જો સાધારણદ્રવ્ય કે પરદ્રવ્ય ની બાદબાકી કરવી ન હોય તો “સ્વદ્રવ્યથી જ પૂજા કરવી જોઈએ” એવો પ્રચાર કરી શકાય નહીં. તેમજ “પરિગ્રહની મૂચ્છ અકબંધ રહી જવાથી એ પૂજાથી શી રીતે લાભ થાય?” વગેરે દલીલનું હવે તેઓ શું કરશે ? જો પરદ્રવ્યથી પૂજા કરવા છતાં પોતાના ભાવોલ્લાસ મુજબ મૂચ્છ તૂટી શકે છે, તો દેવદ્રવ્યથી પૂજા કરવામાં પણ શા માટે ન તૂટે ?
બાકી તો, સ્વદ્રવ્યથી જ પૂજા કરવી જોઈએ” એવા આજ સુધીના તેઓના પ્રચારનો સૂર ઉપદ્રવ્યથી પણ પૂજા ન કરવી, ને માત્ર કાજો કાઢીને લાભ લેવો” વગેરે જ હતો. એટલે હવે, તેઓ “વાણિયા-વાણિયા ફેરવી તોલ..” કરી રહ્યા છે કે નહીં ? એ વાત દરેક મધ્યસ્થ સુજ્ઞ સમજી શકે છે.
(૫) પૃ.૩૩ પર પં.શ્રી ચન્દ્રગુપ્ત વિ. લખે છે કે xx વિ.સં. ૧૯૯૦ ના સંમેલને દેવદ્રવ્યની કોઈપણ જાતની ભેળસેળ કર્યા વિના અપવાદરૂપે દેવદ્રવ્યમાંથી પ્રભુજીની પૂજા કરવાનું જણાવ્યું હતું. જ્યારે વિ.સં ૨૦૪૪ ના સંમેલને વાસ્તવિક દેવદ્રવ્યને કલ્પિત દેવદ્રવ્ય ગણાવી એ દેવદ્રવ્યમાંથી પૂજા કરવાનું જણાવ્યું છે. દેવદ્રવ્યને દેવદ્રવ્ય તરીકે જ ઓળખાવી તેનો આપવાદિક ઉપયોગ બતાવવો : અને દેવદ્રવ્યને દેવદ્રવ્ય મટાડી કલ્પિતદ્રવ્ય બનાવી દઈ તેનો ઉપયોગ બતાવવો : આ બેમાં જે તાત્વિક ભેદ છે...XXX
આ લખાણ પરથી લેખકનું મન સશલ્ય છે કે નહીં એ સમજી શકાય છે. 'કલ્પિત દેવદ્રવ્ય” એ દેવદ્રવ્યનો જ પ્રકાર હોવાથી અને એમાંથી માત્ર દેરાસર સંબંધી કાર્યની જે અનુજ્ઞા આપી હોવાથી એને દેવદ્રવ્ય તરીકે મટાડી દીધું એમ કહી શી રીતે શકાય? “કલ્પિતદેવદ્રવ્ય એ દેવદ્રવ્યનો જ પ્રકાર છે' આ વાત એ લેખક સારી પેઠે જાણતા હોવા છતાં આવું બધું લખે છે એનાથી એમનું લખાણ માત્ર કદાગ્રહ ને દ્વેષપૂર્વકનું છે એમ ન કલ્પી શકાય ? "
(૬) પૃ. ૫૧ પર લેખકે, શ્રાદ્ધજીતકલ્પની ૬૮ મી ગાથા-વૃત્તિ પરના મારા લેખનો સાર આપ્યો છે. આમાં પણ લેખકે સ્પષ્ટ દંભ ખેલ્યો હોય એવું લાગ્યા વિના નહી રહે. આ સાર તરીકે તેઓ એવું જણાવે છે કે – પૂ.સાધુ-સાધ્વીજી ઉત્સર્ગ માર્ગે જેમ વસ્ત્રાદિ રાખે છે તેમ અપવાદપદે સુવર્ણાદિ પણ પોતાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org