Book Title: Tattvanirnaya
Author(s): Abhayshekharsuri
Publisher: Shah Kantilal Chhaganlal
Catalog link: https://jainqq.org/explore/004972/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 'ણમોત્થ સમાણસ્સે ભગવઓ મહાવીરસ્ટ તસ્વનિર્ણય '(ઇટફળસિદ્ધિ વગેરે અંગે સરળ-સ્પષ્ટ પ્રશ્નોત્તરી) મુનિ અભયશેખરવિજય ગણી Page #2 -------------------------------------------------------------------------- ________________ મોત્યુ સમણસ્સ ભગવઓ મહાવીરસ્ય ( ( તસ્વનિર્ણાય) (ઇફળસિદ્ધિ વગેરે અંગે સરળ-સ્પષ્ટ પ્રશ્નોત્તરી) લેખક) भुनि सलयशेपरविश्य गशी મૂલ્ય : ૧૫ રૂપિયા પ્રકાશન : વિ.સં. ૨૦૫૧. ( પ્રકાશક)) મક શા. કાન્તિલાલ છગનલાલ (K.c.). ૧૧૧, બાલુભાઈ નિવાસ, દફતરી રોડ, મલાડ (પૂર્વ), મુંબઈ-૪૦૦ ૦૯૩. કાર દોશી રમેશચન્દ્ર અમૃતલાલ ૯, જિmશ એપાર્ટમેન્ટ, સાઈનાથ રોડ, મલાડ (પશ્ચિમ), મુંબઈ-૪૦૦ ૦૬૪. Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય શ્રી જયવીયરાયસૂત્રના ઈષ્ટફલસિદ્ધિ' પદની વ્યાખ્યાના સંબંધમાં બામહોદધિ સ્વ૦ પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી હારાજના બે પ્રભાવક શિષ્યરત્નો સ્વ૦ પૂજ્યપાદ આચાર્યદેવશ્રીમવિજય મચન્દ્રસૂરીશ્વરજી મહારાજ અને સ્વ૦ પૂજ્યપાદ આચાર્યદેવશ્રીમવિજય મુવનભાનુસૂરીશ્વરજી મહારાજ વચ્ચે વિચારભેદ ઉપસ્થિત થતાં તે બન્ને ક્ષ તરફથી સ્વમતના સમર્થક શાસ્ત્રપાઠો રજુ કરવા પૂર્વક ઘણો વિચારનિમય ચાલ્યો. આખરે શ્રીસંઘના પ્રચંડ પુણ્યોદયે દીર્ઘ વિચારણાઓના તે બન્ને પૂજ્યો વચ્ચે સમાધાન થયું. તે સમાધાનને બન્ને પૂજ્યોની સહી થે શાસ્ત્રીય માર્ગદર્શક પરિપત્ર રૂપે ઘોષિત કરવામાં આવ્યું, જે પરિપત્ર છે પુસ્તકમાં મુદ્રિત કરવામાં આવ્યું છે. આ પરિપત્ર ઘોષિત થવા સાથે જ જૈનસંઘમાં ચર્ચાસ્પદ બનાવાયેલ શ્રનો સુખદ અંત આવવા છતાં, એ જ વિષયને સ્પર્શતું, સર્વજ્ઞવચનમર્મજ્ઞ ૧૦ પૂજ્યપાદ આચાર્યવિ શ્રમવિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના વધાન પ્રશિષ્યરત્ન પૂજ્ય મુનિરાજશ્રી અભયશેખરવિજયજી લિખિત સાવલોકનસમીક્ષા પુસ્તક તથાવિધ પરિસ્થિતિ અનુસાર વિ.સં. ૨૦૪૯ પ્રકાશિત કરેલું. આ પુસ્તકમાં આપેલા ઢગલાબંધ શાસ્ત્રપાઠોના, લેખક નિરીએ કરેલા અર્થો અને એના પર કરેલી તર્કસભર વિચારણાઓ શ્રી નાણાને સચોટ રીતે સમજાવે છે. આજ સુધીમાં સામા પક્ષવાળા પણ ( અર્થોમાં કે એના પરની તર્કસભર વિચારણાઓમાં ‘આ આ અસંગતિ h, એવું સ્પષ્ટ પ્રતિપાદન કરી શક્યા નથી. એટલે આ પુસ્તક દ્વારા ઘણા વાસુ મધ્યસ્થોને સ્વનિર્ણય થઈ જ ગયો છે. છતાં એમાં અર્થગંભીર સાવચનો ને એના પર સુમ બુદ્ધિગમ તર્કસભર વિચારણાઓ હોવાના પણે એની થોડી સરળ ને લોકભોગ્ય ભાષામાં રજુઆત થાય એવી ઘણાની છા હતી. ને તદનુસાર અમે પણ પૂ. મુનિશ્રીને અનેકશ એ માટે વિનંતી રહી. અમારી વિનંતીને સ્વીકારી ભવ્યજીવોના અનુગ્રહાથે પૂજ્ય મુનિશ્રીએ Page #4 -------------------------------------------------------------------------- ________________ કંઈક સરળ લખાણ પણ તૈયાર કર્યું... ‘તત્ત્વાવલોકનસમીક્ષા' પ્રકાશિત થયા બાદ એના પર કંઈક વિશેષ શંકા વગેરે સામા પક્ષ તરફતી ઊઠાવાય તો એના પણ સમાધાન ભેગા આપી દેવાય એવી ગણતરીથી એ પ્રકાશિત નહોતું કર્યું. પણ ઘણો વખત થવા છતાં કાંઈ વિશેષ પ્રશ્નો સામો પક્ષ એની સામે ઊઠાવી શક્યો નથી. એટલે હવે આ પુસ્તક પ્રકાશિત થઈ રહ્યું છે. એમાં, વર્તમાનમાં દેવદ્રવ્ય અંગે ચાલી રહેલી વાતોનો પણ કેટલોક અંશ ઉમેરી દેવામાં આવ્યો છે. આ પુસ્તકમાં પૂર્વગ્રહરહિતપણે અને શાસ્રસાપેક્ષ રહીને વિધર્ય પૂ.મુનિરાજશ્રી અભયશેખરવિજય ગણિવરે, જિજ્ઞાસુઓ વગેરે દ્વારા ઊઠાવાયેલા પ્રશ્નોના શાસ્ત્રાધારો સહિત યથાર્થ શાસ્ત્રાર્થ બતાવીને તથા સચોટ તર્કો અને યુક્તિઓ આપીને સમાધાનકારી ઉત્તરો આપ્યા છે. કોઈ પણ મધ્યસ્થ જિજ્ઞાસુ સરળતાથી સત્યને સમજી શકે તેવી અદ્ભુત રજુઆત પૂ. ગણિવરે કરી છે. મધ્યસ્થ અને ભદ્રિક જીવો પ્રત્યેના ભાવઉપકારની બુદ્ધિથી અમે આ પુસ્તક પ્રકાશિત કરી રહ્યા છીએ. આ પુસ્તકનું સૂક્ષ્મતાથી અધ્યયન કરી સહુ કોઈ જિનવચનનું હાર્દ સમજે અને મિથ્યામાન્યતાઓને તિલાંજલી આપે એ જ અભ્યર્થના. મલાડ (પૂર્વ) મુંબઈ . ૪૦૦ ૦૯૭ લિ. શાહ કાન્તિલાલ છગનલાલ દોશી રમેશચન્દ્ર અમૃતલાલ Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રી અહં નમઃ | પ્રસ્તાવના સ્યાદવાદ સિદ્ધાન્તમય શ્રી જિનપ્રવચનમાં શાસ્ત્રોમાં જુદી જુદી ભૂમિકાને આશ્રયીને જુદી જુદી અપેક્ષાએ બોલાયેલા વિવિધ વચનો ઠેર ઠેર જોવા મળે છે. 'તપ (ધર્મ) કરવો છે? કર્મનિર્જરા સિવાય બીજા કોઈ ઉદ્દેશથી કરાય નહીં.” એવાં શાસ્ત્રવચનો એક બાજુ મળે છે. જ્યારે બીજી બાજુ “જો તું શ્રેષ્ઠ વિષયસુખ વગેરેને ઇચ્છે છે, તો તું ધર્મમાં જ ઉઘમ કર.' ઇત્યાદિ જગાવનારાં શાસ્ત્રવચનો પણ મળે છે. અર્થાત્ વિષય-સુખાદિની ઈચ્છાથી પણ ધર્મ જ કરવાનું જણાવનારાં શાસ્ત્રવચનો નથી મળતાં એમ નહીં, પણ મળે જ છે. ઉપરછલ્લી નજરે પરસ્પર વિરોધવાળાં જણાતાં આવાં વચનોનું સીધું, સરળ અને સાચું સમાધાન એ છે કે “આ બન્ને વચનો જુદી જુદી અપેક્ષાએ બોલાયેલાં હોઈ વસ્તુતઃ પરસ્પર વિરુદ્ધ નથી. જેમ કે લોકમાં એકની એક વ્યક્તિનો પણ જુદી જુદી (સ્વપુત્ર-સ્વપિતાની) અપેક્ષાએ પિતા તરીકે અને પુત્ર તરીકે ઉલ્લેખ કરનારાં વચનો મળે છે, જે વસ્તુતઃ પરસ્પર વિરુદ્ધ હોતાં નથી. આશય એ છે કે અમુક અપેક્ષાએ (પુત્ર લવ-કુશની અપેક્ષાએ) “આ પિતા છે” એ રીતે પિતા તરીકે ઉલ્લેખાયેલી વ્યક્તિનો (રામનો) પુત્ર તરીકે ઉલ્લેખ કરનાર “આ પુત્ર છે એવો અન્ય વચનપ્રયોગ જોઈને “આ અન્ય અપેક્ષાએ કહેવાયેલું છે” એટલી સરળ વાત પણ જેઓ સ્વીકારવા તૈયાર થતા નથી અને ઉપરથી પુત્ર તરીકેના થયેલા ઉલ્લેખથી “આ પિતા છે' એ જ વાત સાચી, એ રીતે પોતે એક માત્ર પકડેલા પિતા' તરીકેના ઉલ્લેખનો વિરોધ ન થાય એ માટે, પછી, “આ પુત્ર છે એવું વાક્ય પણ “આ પિતા છે” એવા અર્થને જણાવે છે, એવું સિદ્ધ કરવા પ્રયત્ન કરે, તો તેઓને કેટકેટલા કુતકો લડાવવા પડે !? આ રીતે, “ધર્મ મોક્ષ માટે જ કરવો એ રીતે ઉલ્લેખ પામેલા ધર્મ અંગે જ ‘વિષયસુખની ઇચ્છાથી પણ ધર્મ જ કરવો' એવું ઉત્તરાધ્યયન સૂત્રનું વૃત્તિવચન જોઈને જેઓ “આ બન્ને જુદી જુદી અપેક્ષાએ બોલાયેલાં વચનો છે એટલી સરળ વાત સમજી શકતા નથી અને 'વિષયસુખની ઇચ્છાથી પણ ધર્મ જ કરવો જોઈએ' એવા શાસ્ત્રવચનથી, પોતે જે એકમાત્ર પકડેલી વાત છે કે ધર્મ મોક્ષ Page #6 -------------------------------------------------------------------------- ________________ માટે જ થાય' એવો અર્થ તાણવા જેઓ પ્રયાસ કરે છે તેઓએ કેટકેટલા કુતર્કો લગાડવા પડે તે કલ્પી શકાય એમ છે. “ધર્મસ્વરૂપદર્શન' પુસ્તકની પ્રસ્તાવના તરીકે લખાયેલ “તત્ત્વાવલોકન'માં જે આવા કુતર્કો વગેરે થયા છે એમાંના ઘણા કુતર્કો વગેરેનું નિરાકરણ “તત્ત્વાવલોકનસમીક્ષા' પુસ્તકમાં મેં કરેલું છે. પણ એમાં અર્થગંભીર શાસ્ત્રવચનો ને એના પર સૂક્ષ્મબુદ્ધિગમ્ય તર્કસભર વિચારણાઓ હોવાના કારણે થોડી સરળ-લોકભોગ્ય ભાષામાં એની રજુઆત થાય એવી ઘણાની ઇચ્છા હતી. તેથી, અમારા શાસ્ત્રાનુસારી પ્રતિપાદન અંગે જિજ્ઞાસુઓને જેવા પ્રશ્નો ઊઠતા હોય છે એવા પ્રશ્નો અને એના શાસ્ત્રાનુસારે તર્કબદ્ધ ઉત્તર રૂપે આ પુસ્તકનું લખાણ કર્યું. તર્કસમ્રાટ પૂજ્યપાદ પં. પ્રવરશ્રી જયસુંદર વિજયગણિવરે આ બધું લખાણ વાંચેલું છે ને અનેક ઉપયોગી સૂચેનો સૂચવ્યા છે. જિજ્ઞાસામાધ્યસ્થ વગેરે જાળવીને જો આ લખાણનું વાંચન-ચિંતન-મનન કરવામાં આવશે તો તસ્વનિર્ણય અવશ્ય થશે એવી મને પૂર્ણ શ્રદ્ધા છે. બેશક, જેમણે કુતર્કો જ કરવા છે તેઓ આ લખાણ પર પણ કુતક ઊઠાવશે જ. ને કદાચ એનું જાહેરમાં પ્રતિપાદન પણ કદાચ કરે. પણ હવે, એ કશાનો જવાબ આપવો મને ઉચિત જણાતો નથી. અમારા શાસ્ત્રાનુસારી પ્રતિપાદનનું ખંડન કરવા માટે શાસ્ત્રવચનો સાથે ચેડાં, શાસ્ત્રવચનોનો ગલત અર્થ, જુઠાણાંઓ, અનુચિત ઉપમાઓ વગેરે કેટકેટલી અયોગ્ય રીતરસમો અપનાવવી પડે છે એનું કંઇક દિગ્દર્શન આ પુસ્તકમાં કર્યું છે. એના પરથી પણ સુજ્ઞજન તો નિર્ણય કરી શકે છે કે અમારું પ્રતિપાદન શાસ્ત્રવિરુદ્ધ છે નહીં.” અને સામાપક્ષવાળા વિદ્વાનો પણ, હવે આના પર પોતાને જે શાસ્ત્રવૈપરીત્ય વગેરેની શંકા ઊઠે તે કુતર્ક તો નથી ને ? એટલું શાંતચિત્તે વિચારી લેશે તો જરૂર, પોતે શાસ્ત્રવિપરીત, વાતને પકડેલી છે એવું પ્રતીત કરી શકશે. સૂક્ષ્મબુદ્ધિથી વિચાર કરવાના ઇચ્છુકોને 'તત્વાવલોકન સમીક્ષા' પુસ્તકનું અધ્યયન કરવાની ભલામણ કરું છું. હું, અત્યંત નિખાલસપણે એક વાત જણાવવાની રજા માગી લઉં છું કે મેં આ આખી પ્રશ્નોત્તરી સામા પક્ષને તોડી નાખી, અમારા પક્ષનો વિજય થઈ જાય એ ઉદ્દેશથી નથી કરી. એટલે જ અમારા પક્ષના પ્રતિપાદનમાં ઊઠતા પ્રશ્નોના આડેધડ જવાબ આપવા કે પછી એ જવાબ આપવામાં શાસ્ત્રપાઠ અધુરો રજુ કરવો, એને વિકૃત રૂપે રજુ કરવો કે એના પર કુતર્કોની ફેંકાફેક કરવી. આવી Page #7 -------------------------------------------------------------------------- ________________ કોઇ જ અનુચિત પ્રદ્ધતિ મેં અપનાવી નથી. પક્ષપાતશૂન્ય વાંચકને આ વાતની પ્રતીતિ ઠેર ઠેર થશે, ને વાસ્તવિક સમાધાનો મળ્યાંનો આનંદ થશે. છેલ્લે, દરેક જિજ્ઞાસુને હું, બીજા કોઈ જ ભાવને મનમાં લાવ્યા વિના, માત્ર કરુણાભીના દિલે એક વિનતિ કરું છુ કે એકદમ મધ્યસ્થભાવે ધ્યાનપૂર્વક આ વિચારણાઓને વાંચશો... ‘અમે જે વિચારતા આવ્યા છીએ, માનતા આવ્યા છીએ, પ્રરૂપતા આવ્યા છીએ.... એને હવે શી રીતે છોડી શકાય ?' આવા કોઈ જ ભાવોને.... હું એકદમ હાર્દિકભાવે અપીલ કરું છું, કે વચ્ચે લાવશો નહીં, માત્ર આત્માને.... પરલોકને.... પુણ્ય-પાપને અને મોક્ષપ્રાપ્તિને જ નજરમાં રાખશો. છેવટે, પોતાની માન્યતાઓ કરતાં પણ ‘આત્મા’ જ વધુ મહત્ત્વનો છે. આ વાતને સતત નજર સામે રાખવી અત્યંત આવશ્યક છે. માન્યતાને સાબૂત રાખવા માટે આત્માને ગુમાવી દેવાનું વલણ એક ભયંકર જુગાર થઈ પડે છે. આવા જુગારમાં ફસાઈ ન જવાય એ માટેની સાવધાની રાખવાની દરેક આત્મહિતેચ્છુને પુનઃ પુનઃ ભલામણ કરું છું... ૪ " પોતાને જે જે પ્રશ્ન ઊઠતા હોય-ઊઠ્યા હોય... તેના શાસ્ત્રાધારપૂર્વક તર્કપૂર્ણ ઉત્તરો મળે.. એ ઉત્તર પોતાને પણ જચતો લાગે. ને તેથી પોતાની માન્યતાઓ અંગે શંકાઓ ઊભી થવા માંડે, એ માન્યતાઓ ગલત હોવી ભાસવા માંડે... અને એ જ વખતે.... નહીં, નહીં... આ તો મારી માન્યતા ઊડી જશે... આવા કોઈ ભાવના કારણે, એ જચતા ઉત્તર અંગે પણ, ‘આના પર કંઈક પ્રશ્ન તો ઊઠાવવો જ પડશે, નહીંતર આ સમાધાન સ્વીકારી લેવું પડશે... ' આવા કોઈ વિચારપ્રેરિત મારી-મચડીને કુતર્કરૂપ નવો પ્રશ્ન ઊઠાવવો... એ માટે વિવક્ષિત શાસ્ત્રપાઠનો જેવો અર્થ આજ સુધીમાં ક્યારેય પ્રતીત થયો નહોતો એવો તાણીતુસીને અર્થ કરવો.... ને એ રીતે સત્યતત્ત્વના નિર્ણયને રુંધવો... આવી બધી વૃત્તિને જ્ઞાનીઓ દષ્ટિરાગ કહે છે. કામરાગ અને સ્નેહરાગથી પણ અત્યંત ભયંકર એવા આ ષ્ટિરાગથી બચવા સહુ કોઈ પ્રયાસ કરો અને એમાં સફળતા પામો એવી મંગલકામના હું વ્યક્ત કરું છું... શાસ્ત્રપાઠોમાં અને એનો અર્થ કરવામાં ઘણી ગરબડ કરનાર વ્યક્તિઓ પર પણ દ્વેષબુદ્ધિ, તિરસ્કારભાવ કે દુર્ભાવ ન આવી જાય, એની આ લખાણ દરમ્યાન પૂરેપૂરી કાળજી રાખી છે ને તેમાં હું, દેવ-ગુરુની અચિન્ત્યકૃપાએ ઘણુંખરું સફળ બન્યો છું. તેમ છતાં, કેટલાંક સત્યો કડવા હોય છે. એટલે તેની રજુઆત કોઈના Page #8 -------------------------------------------------------------------------- ________________ દિલને આઘાત લગાડનારી પણ બને. આ સંપૂર્ણ લખાણથી કોઈને પણ મનદુઃખ વગેરે થાય તો તેનું મિચ્છામિ દુક્કડમ્.... સ્વયોપશમ મુજબ જિનાજ્ઞાને અનુસરીને કરેલી આ વિચારણાથી જે પુણ્યબંધ થયો હોય તેના પ્રભાવે ભવ્યજીવો મિથ્થામાન્યતાઓને તિલાંજલી આપી સ્વ-પર હિત સાધો એવી શુભેચ્છા... તેમજ, છદ્મસ્થતા, અજ્ઞાન, અનાભોગ વગેરેના કારણે આ વિચારણામાં, જિનાજ્ઞાને પ્રતિકૂળ હોય એવું જે કાંઈ પા પ્રસ્તુત થઈ ગયું હોય, તેનું વારંવાર મિચ્છામિ દુક્કડમ્. તેમજ મધ્યસ્થ બહુશ્રુત ગીતાર્થ મહાત્માઓને તેની શુદ્ધિ કરવા વિનમ્રભાવે વિનંતી છે. સ્વ.આ.શ્રીમવિજય ભુવનભાનુ સૂ.મ.સા.ના પટ્ટાલંકાર સ્વ. આ.શ્રીમવિય ધર્મજિત સૂમ.સા.ના શિષ્યરત્ન પૂ.આ.શ્રીમદ્વિજય જયશેખર સૂમ.સા.નો શિષ્યાણ મુનિ અભયશેખરવિજય ગણી. Page #9 -------------------------------------------------------------------------- ________________ Page #10 -------------------------------------------------------------------------- ________________ શ્રી અર્જુ નમઃ શ્રી પ્રેમ-ભુવનભાનુ-ધર્મજિત-જયશેખરસૂરીશેભ્યો નમઃ ૐ નમઃ ()તúનિર્ણય પ્ર-૧ શ્રી તીર્થંકરદેવોએ ધર્મશાસનની સ્થાપના શા માટે કરી છે ? ૬-૧] શ્રી તીર્થંકરદેવોએ આ સંસારને દુઃખમય, દુઃખલક (પરિણામે પણ દુઃખ આપનાર) અને દુઃખાનુબંધી (દુઃખોની પરંપરા ચલાવનાર) જણાવ્યો છે. જેમ અગ્નિ શ્રીમંત કે ગરીબ, નિરોગી કે રોગી, વિદ્વાન કે મૂર્ખ... બધાને દઝાડે છે. એમ સંસાર પણ શ્રીમંત વગેરે દરેક માટે દુઃખદાયી જ છે. જીવોને દુઃખમુક્ત કરવાનો તથા અનંતસુખનો ભોક્તા બનાવવાનો એક માત્ર ઉપાય તેઓને મોક્ષમાં પહોંચાડવાનો એ તારકજીવોના જ્ઞાનમાં ભાસ્યો. ને તેથી ‘સવિ જીવ કરું શાસનરસી’ ની ભાવનાના પ્રકર્ષ દ્વારા જિનનામકર્મ ઉપાર્જન કર્યું, ચરમભવમાં સાધના દ્વારા કેવલજ્ઞાન પામી તીર્થની સ્થાપના કરી. એટલે પ્રભુએ તીર્થસ્થાપના જીવોને મોક્ષમાં પહોંચાડવા માટે જ કરી છે ને એ માટે જ ઉપદેશ આપ્યો છે એમાં કોઈ શંકાને સ્થાન જ નથી. આમે ય જીવો અનાદિકાળથી અર્થકામ માટે તો વગર ઉપદેશે પણ ઉઘમ કરતા જ આવ્યા છે. એ માટે કોઈ ઉપદેશની જરૂર છે જ નહિ. તેથી પ્રભુએ ધર્મનો ઉપદેશ મોક્ષ માટે જ આપ્યો છે ને તેથી ‘ધર્મ શા માટે કરવાનો ?' એ પ્રશ્નના ઉત્તરમાં “ધર્મ મોક્ષ માટે જ કરવો જોઈએ’’ આવું કહેવામાં કશી શંકા કરવાનું રહેતું નથી. પ્ર-૨ “ધર્મ મોક્ષ માટે જ કરવો જોઈએ” આવું ‘જ’ કાર સહિત તમે જે કહો છો તો ‘‘ધર્મ સંસાર માટે ય કરાય'', ‘“ધર્મ અર્થ-કામ માટે પણ કરાય'' આવું બધું પણ તમે જે કહો છો તેનો વિરોધ નહીં થાય ? ય ઉ-૨] જુઓ ‘ધર્મ સંસાર માટે ય કરાય'' ‘ધર્મ અર્થ-કામ માટે ય કરાય'' ‘“અર્થ-કામ માટે જ ધર્મ કરવો'' “ધર્મ અર્થ-કામ માટે જ કરવો''આવું બધું નિરૂપણ અમે કરતાં જ નથી. અમારા વાસ્તવિક નિરૂપણમાં કોઈ દોષ કાઢી શકાતો ન હોવાથી, અમે જે નિરૂપણ કરતાં નથી એવું નિરૂપણ અમારા નામે ચઢાવી, ‘“લ્યો ! આ લોકો તો ધરમને સંસાર માટે કરવાનું કહે છે'’વગેરે Page #11 -------------------------------------------------------------------------- ________________ ર ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ પ્રચાર કરી ‘‘અમે કેવું શાસ્ત્રવિપરીત નિરૂપણ કરી રહ્યા છીએ !'' એ રીતે લોકોને ભડકાવવા માટે હાથે કરીને અમારા કથનને વિકૃતરૂપે રજુ કરાઈ રહ્યું છે ને પછી એમાં દોષો દર્શાવાઈ રહ્યા છે. પ્ર-૩ હેં ! “ધર્મ સંસાર માટે ય કરાય'' આ બધું તમારું નિરૂપણ નથી ? તો તમારૂં નિરુપણ શું છે ? [૬-૩] ‘અર્થ-કામ માટે પણ ધર્મ જ કરવો' આ અમારું નિરૂપણ છે. આમાં અર્થ-કામ (=સાંસારિક ચીજ= પૌદ્ગલિક ચીજ) શબ્દ પહેલાં છે, ‘ધર્મ’ શબ્દ પછી છે, તથા ‘પણ’ અને ‘જ’ અવ્યયો વપરાયા છે આ ખ્યાલ રાખવો. ક્યાંક એનો વ્યક્તરૂપે ઉલ્લેખ ન હોય ત્યાં પણ અધ્યાહારથી જાણી લેવા. સંસાર અને સાંસારિક ચીજ આ બે વસ્તુ પણ જુદી છે એ પણ ખ્યાલ રાખવો. સંસાર એટલે સંસરણ એટલે કે ચોર્યાસી લાખ યોનિના ચક્કરમાં ભટકવું તે. એના માટે ધર્મ કરવાનું આ નિરૂપણ નથી. કારણ કે વિવક્ષિત ધર્મ પણ પરંપરાએ મોક્ષ સુધી પહોંચાડે ને સંસાર કાપે એ માટે જ પ્રરૂપાય છે. હા, સાંસારિક ચીજને જણાવવાના અભિપ્રાયથી ‘સંસાર માટે પણ ધર્મ જ કરવો જોઈએ' આવું બોલવામાં કોઈ પ્રશ્ન નથી પણ એ વખતે પણ, અભિપ્રાય તો “સાંસારિક ચીજ માટે પણ ધર્મ જ કરવો જોઈએ” આવો જ બની રહેશે. આવા અભિપ્રાયસ્વરૂપ વિનાનું ‘ધર્મ સંસાર માટે ય કરાય' વગેરે કોઈ કથન અમારું છે નહિં એ દરેકે ખાસ નોંધી લેવા ભલામણ છે. પ્ર-૪ ‘અર્થ-કામ માટે પણ ધર્મ જ કરવો' આ તમારું નિરૂપણ છે એ સ્વીકારીએ છીએ. ને એ સિવાયનાં કથનો તમારા પર ખોટા આરોપો ચઢાવવા રૂપ છે એ પણ સ્વીકારીએ છીએ. છતાં ‘અર્થ-કામ માટે પણ ધર્મ જ કરવો જોઈએ' આવા તમારા વાસ્તવિક નિરૂપણને પણ ‘ધર્મ મોક્ષ માટે જ કરાય’ આ નિરૂપણ સાથે તો વિરોધ છે જ ને ? ઉ-૪] ના, આમાં કોઈ વાસ્તવિક વિરોધ નથી. આ વાત લૌકિક દૃષ્ટાંતથી સમજીએ :- ડૉક્ટરને કોઈ પૂછે છે ઃ દવા શા માટે લેવાની ? ડૉક્ટર એમ જ કહેશે કે દવા આરોગ્ય માટે જ લેવાય. દવા રોગ માટે ન લેવાય. બેહોશી એ આરોગ્ય નથી, રોગ છે. છતાં, ‘બેહોશી માટે શું કરવું ?' આવો પ્રશ્ન આવે ત્યારે પણ ડૉક્ટર, ‘બેહોશી માટે પણ દવા (ક્લોરોફોર્મ વગેરે) જ લેવાય’ એમ જ કહેશે, બીજા માળેથી ભૂસકો મારવો વગેરે ઉપાય નહીં દર્શાવે. Page #12 -------------------------------------------------------------------------- ________________ અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ પ્રસ્તુતમાં ગીતાર્થગુરુ એ ડૉક્ટરના સ્થાને છે, ધર્મ એટલે દવા, મોક્ષ એટલે આરોગ્ય ને બેહોશી (રોગાવસ્થા) એટલે અર્થ-કામ. (દવા આરોગ્ય માટે જ લેવાય” એવું જ’ કારપૂર્વક કહેવાતું હોવા છતાં, “બેહોશી માટે પણ દવા જ લેવાય” એવું જેમ કહી શકાય છે, એમાં કોઈ વિરોધ નથી, તેમ ધર્મ મોક્ષ માટે જ થાય એવું જ' કારપૂર્વક કહેવાતું હોવા છતાં, “અર્થ-કામ માટે પણ ધર્મ જ કરાય” એવું કહેવામાં કોઈ વિરોધ નથી. - પ્ર-૫ ડૉક્ટર બેહોશી માટે પણ દવા જ લેવાનું જે સૂચવે છે તે પરિણામે ઓપરેશન કરીને મોટો-ગંભીર રોગ દૂર કરી આરોગ્ય બક્ષવા માટે જ સૂચવે છે. એટલે પરંપરાએ તો એ ક્લોરોફોર્મ વગેરે દવા પણ આરોગ્ય માટે જ અપાયા છે ને ! તેથી દવા આરોગ્ય માટે જ લેવાય” એ વાત જ આમાં પણ ફલિત થવાથી વિરોધનો પ્રશ્ન જ ક્યાં ઊભો રહે છે ? ઉ-૫ ગીતાર્થ ગુરુ “અર્થ-કામ માટે પણ ધર્મ જ કરવો જોઈએ” આવું જે કહે છે કે, વિવક્ષિત જીવ એ રીતે ધર્મ આચરી, અર્થ-કામ મેળવી એમાં લીલા લહેર કરતો થઈ જાય એ માટે નહીં, પણ આ રીતે પણ એનો (આજ સુધી પૌલિક ચીજો માટે) પાપ કરવાનો જ જે રસ હતો તે મોળો પડતો આવે, ધર્મનો રસ-અભ્યાસ વધતો આવે, પોતાનો સંપર્ક વધતો જાય ને તેથી સદુપદેશ દ્વારા તથા એ ધર્મના અચિત્ય પ્રભાવ દ્વારા એની અર્થ-કામની ઇચ્છા મોળી પડતી આવે, એને પ્રભાવે એ નિરાશંસ ભાવે ધર્મ કરતો થાય ને પરિણામે મોક્ષ પામે એ માટે જ કહે છે. એટલે પરંપરાએ તો આ ધર્મ પણ મોક્ષ માટે જ કહેવાતો હોવાથી કોઈ વિરોધ જેવું છે નહી. પ્રિ-૬ છતાં, ‘ધર્મ શા માટે કરવો ?'- આ પ્રશ્નના ઉત્તરમાં ધર્મ મોક્ષ માટે જ કરવો' એમ 'જ' કાર પૂર્વક કહ્યા પછી, “અર્થ-કામની ઇચ્છાવાળાએ શું કરવું ?” એના ઉત્તરમાં ધર્મ જ કરવો’ આ વિધાન વિરોધી જેવું નથી શું? આશય એ છે કે, “ધર્મ મોક્ષ માટે જ કરવો” એમ કહેવામાં 'જ'કાર, ધર્મ અર્થ-કામ માટે પણ કરાય” આ વાતનો છેદ ઉડાડી જ દે છે. એટલે કે ધર્મ અર્થ-કામ માટે પણ કરાય” એવું ન જ બોલી શકાય. (આ વાત તમે પણ માનો છો કેમકે તમે આગળ કહી ગયા છો કે ધર્મ અર્થ-કામ માટે ય કરાય” વગેરે અમારું પ્રતિપાદન નથી.) તો પછી અર્થ-કામ માટે પણ ધર્મ જ કરવો’ એવું શી રીતે બોલી શકાય ? અર્થાત, ‘ધર્મ અર્થ-કામ માટે પણ કરાય ?' આવું Page #13 -------------------------------------------------------------------------- ________________ ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ કોઈ પૂછે તો તમે સામાન્યથી “ના” જ પાડવાના કે “ના, ધર્મ અર્થ-કામ માટે ન કરાય.” તો “અર્થ-કામ માટે શું કરવું ?” એવા પ્રશ્નના ઉત્તરમાં, “અર્થ-કામ માટે પણ ધર્મ જ કરવો એવું તમે શી રીતે કહી શકો ? ઉ-૬ જેવી રીતે પ્રશ્ન ઊડ્યો હોય એ રીતે જવાબ અપાતો હોય છે. એમાં ક્યારેક સાવ વિરોધ જેવું દેખાતું હોવા છતાં વાસ્તવિક વિરોધ હોતો નથી. જેમકે કોઈ એમ પૂછે કે, પ્રભુનું નામસ્મરણ કરતાં કરતાં ચા પીવાય?' તો જવાબમાં ના” જ કહેવી પડે. પણ જો કોઈ એમ પૂછે કે ચા પીતાં પીતાં પ્રભુનું નામસ્મરણ કરાય ?' તો જવાબમાં ‘હા’ જ પાડવી પડે. બીજુ દષ્ટાન્ત : ઉપધાન કરનારે રાત્રીભોજન કરાય?' આ રીતે પ્રશ્ન ઉઠાવાય તો જવાબ “ના” માં જ આવે. પણ, “રાત્રીભોજન કરનારો ઉપધાન કરી શકે ? આ રીતે પ્રશ્ન ઊઠાવાયો હોય તો જવાબ 'હા'માં જ આપવો પડે. આમા ના” ને “હા” પરસ્પર સાવ વિરોધી હોવા છતાં જેમ વિરોધ નથી, એમ પ્રસ્તુતમાં જાણવું. “ધર્મ અર્થ-કામ માટે કરાય ?''એમ પૂછાય તો જવાબ “નામાં આવે, પણ, અર્થ-કામ માટે પણ ધર્મ જ કરાય ?' એમ પ્રશ્ન આવે ત્યારે જવાબ “હા” માં જ આવે. ધર્મ શા માટે કરવો ?' આવા સંભવિત પ્રશ્નમાં ધર્મનું પ્રયોજન પૂછાઈ રહ્યું છે ને તેથી ગીતાર્થ ગુરુ, મોક્ષ કે જે એનું શ્રેષ્ઠ પ્રયોજન છે એ જ શા માટે ન બતાવે? અર્થ-કામ જેવું તુચ્છ પ્રયોજન શા માટે ન નકારે ? (જેમકે કોઇ ભાવિક રોજ જિનપૂજા કરે છે કે કરવાની ભાવનાવાળો થયો છે ને ગીતાર્થ ગુરુને પૂછવા આવ્યો છે કે : “ગુરુદેવ! મારે જિનપૂજા શા માટે કરવી ?' તો ગુરુદેવ એને દોષનાશ-કર્મનિર્જર-ગુણપ્રાપ્તિ-મોક્ષનું જ ઊંચામાં ઊંચું પ્રયોજન જ બતાવે ને, “તારે જિનપૂજા કરવી છે ? તો તું, અર્થ-કામ માટે કર” એમ શા માટે અર્થ-કામનું તુચ્છ પ્રયોજન બતાવે ?) - પણ જ્યારે અર્થ-કામ માટે શું કરવું ?' આ રીતે પ્રશ્ન પૂછાઈ રહ્યો છે ત્યારે ધર્મનું પ્રયોજન નથી પૂછાઈ રહ્યું, કિન્તુ અર્થ-કામનો ઉપાય પૂછાઈ રહ્યો છે, ને તેથી ગીતાર્થ ગુરુ અર્થ-કામના નિરવધ-અમોઘ ઉપાય સ્વરૂપ ધર્મને શા માટે ન બતાવે ? કે જે ધર્મ આચરણ દ્વારા પણ સામા જીવને મોક્ષમાર્ગ પર ચડાવવાની-પ્રગતિ કરાવવાની શક્યતા છે. (શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રના અર્થદીપિકા નામના વિવરણમાં બે મિત્રોની વાત આવે છે. એક મિત્ર ગુણાકર” એવા યથાર્થ નામવાળો છે, જ્યારે બીજો ‘ગુણધર’ એવું નામ ધરાવે છે, બાકી તુચ્છવૃત્તિવાળો Page #14 -------------------------------------------------------------------------- ________________ અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ છે. આ બન્ને ઇષ્ટસંપત્તિ મેળવવા નીકળ્યા છે. ગીતાર્થગુરુને જોઈ ગુણાકર નમસ્કારપૂર્વક એનો ઉપાય પૂછે છે. ત્યારે ગુરુએ જવાબ આપ્યો છે : “જેમ ફળનું મુખ્ય કારણ બીજ છે તેમ ધન વગેરેનું મુખ્ય અમોધ-કારણ ધર્મ છે, સાહસ-વ્યાપાર વગેરે તો ધનપ્રાપ્તિનાં સહકારી કારણો છે જેમકે જળસિંચન વગેરે ફળપ્રાપ્તિનાં સહકારી કારણો છે. આ સહકારી કારણો તો ક્યારેક નિષ્ફળ પણ જાય છે.'' વળી આગળ પણ ત્યાં ગુરુએ કહ્યું છે કે “ખરેખર ધન વગેરે રૂપ કાર્યના અર્થીને કારણમાં જ પ્રયત્ન કરવો જોઈએ. જેથી ધન વગેરેના અર્થીએ પણ ધર્મ કરવો જોઈએ... ધનના અર્થી માણસે વિશેષે પ્રકારે સુપાત્રદાનાદિમાં પ્રયત્ન કરવો જોઈએ. કેમ કે ક્યાંય પણ ન આપેલી વસ્તુ મળતી નથી કે ન વાવેલી ચીજ લણી શકાતી નથી.) આ અને શાસ્ત્રોમાં મળતાં આવા અન્ય અધિકારો પરથી, કેટલાક દ્વારા ઊઠાવાતી શંકાઓને રદિયો મળી રહે છે. * સાધુભગવંતોએ અર્થ-કામને અનર્થંકર તરીકે જાણીને તો એનો ત્યાગ કર્યો છે, માટે કોઈ અર્થ-કામનો ઉપાય પૂછવા આવે તો એ વખતે ‘“સાધુઓએ, આ ઉપાય અમને ન પૂછાય એવું જણાવવું જોઈએ,” અથવા “મૌન રહેવું જોઈએ’’અથવા ‘‘એ ઉપાય તરીકે ધર્મ તો ન જ દર્શાવાય'' વગેરે વાતો ઊભી રહી શકતી નથી. * વિશિષ્ટ યોગ્યતા જાણી હોય તો જ તેવી વ્યક્તિને અર્થ-કામના ઉપાય તરીકે ધર્મ દર્શાવી શકાય એવું પણ કેટલાકો જે કહે છે તે બરાબર નથી, કારણ કે અહી ગીતાર્થગુરુએ ગુણાકર અને ગુણધર એ બન્નેને ઉપાય તરીકે ધર્મની વાત કરી છે, જેમાં ગુણધરની ભૂમિકા જણાવવા માટે ગ્રન્થકારે તુચ્છવૃત્તિવાળો-નામથી જ ગુણધર વગેરે શબ્દો વાપર્યા છે. ૫ “આ રીતે ધનવગેરેના ઉપાય તરીકે ધર્મ દર્શાવવાની વાત વ્યક્તિગત કરી શકાય, પણ સભાસમક્ષ ન કરી શકાય'' એવું પણ કેટલાક વિદ્વાનો જે માને છે તે અનુચિત છે, કારણ કે મનોરમા કથાના અધિકારમાં આચાર્ય શ્રીપ્રિયંકરસૂરિ १. धर्मो धनादेर्व्यभिचारवन्ध्यो बीजं फलस्येव हि मुख्यहेतुः । उपक्रमाद्याः सहकारिणोऽम्भः सेकादिवत्ते व्यभिचारिणोऽपि ॥ २. कार्यार्थिना हि खलु कारणमेषणीयं धर्मो विधेय इति तत्त्वविदो वदन्ति ॥ विशिष्य पात्रदानादौ यतनीयं धनार्थिना । नादत्तं लभ्यते कापि, नानुप्तमपि लूयते ॥ Page #15 -------------------------------------------------------------------------- ________________ ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ મહારાજે ૩જો તમે ધનઋદ્ધિને ઇચ્છો છો, જો તમે ગુણપ્રાપ્તિને ઇચ્છો છો, જો તમે જગતમાં સુપ્રસિદ્ધિને ઇચ્છો છો તો શ્રીજિનેશ્વરદેવોની પ્રતિમાઓની સુગંધી દ્રવ્યો વડે ગંધપૂજા કરો” વગેરે જે ઉપદેશ આપ્યો છે તે સમુદ્રદત્ત સહિતના નગરલોકો સમક્ષ આપ્યો છે. * “અર્થ-કામના ઉપાય તરીકે ધર્મ દર્શાવવો કે આચરવો એમાં ધર્મની આશાતના છે, એવો ધર્મ નિયાણારૂપ બને છે, એ વિષાનુષ્ઠાન બને છે..” વગેરે વગેરે પણ જે કહેવાય છે તે બધી વાત પણ ખોટી જાણવી, કારણ કે જો એવું હોત તો ગીતાર્થ ગુરુભગવંતે એ ઉપાય તરીકે ધર્મને જે દર્શાવ્યો છે તે દર્શાવત નહીં. પ્ર-૭ તમે ડોક્ટર-દવા વગેરેની જે વાત કરી એમાં, ડૉક્ટર અને દર્દી બન્ને જાણતા હોય છે કે દવા રોગનાશ-આરોગ્ય પ્રાપ્તિ માટે જ લેવાની હોય. એમ પ્રસ્તુતમાં પણ ધર્મ મોક્ષ માટે જ કરાય” એવી જાણકારી તો બન્નેની હોવી જોઈએ ને ? ઉ-૭] તમે કહી એ જાણકારી ડૉક્ટરને તો ચોકકસ હોય જ છે. પણ દર્દી માટે એવો નિયમ આવશ્યક નથી, કારણકે કેટલીકવાર દર્દીને દર્દની ખબર ન હોવા છતાં ને તેથી એ નાબુદ કરી આરોગ્ય પ્રાપ્તિની કલ્પના ન હોવા છતાં પણ કરુણાસંપન્ન ડૉક્ટર જે એ રોગને પરખી જાય તો એને દવા આપે પણ છે જ. રોગ - એની ભયંકરતા વગેરે કાંઈ ન સમજતું નાનું બાળક ઈનકાર કરતું હોવા છતાં પરાણે પણ એને દવા પીવડાવી દેવાતી નથી શું ? પ્રિ-૮] “અર્થ-કામની ઇચ્છા હોય તો પણ ધર્મ જ કરવો જોઈએ” ઇત્યાદિ તમારું જે વિધાન છે એને કોઈ શાસ્ત્રાધાર છે ખરો ? [૬૮] “જો તમે ધનશુદ્ધિને ઈચ્છો છો. તો ગંધપૂજા કરો'એવો મનોરમા કથાનો અધિકાર પૂર્વે દર્શાવી ગયો. એમ ઉત્તરાધ્યયનસૂત્રવૃત્તિમાં “અર્થકામાભિલાષિણાપિ ધર્મે એવ યતિતવ્યમ” (=અર્થ-કામના ઇચ્છુકે પણ ધર્મમાં જ ઉદ્યમ કરવો જોઈએ) આવી વાત આવે છે. આ જ રીતે અન્યત્ર પણ અનેક વિધાનો આવે છે. પ્ર-૭ ગ્રન્થકારોનાં આવાં જે વચનો મળે છે એ ધર્મ કરવાની પ્રેરણા માટેના ३. जइ इच्छह धणरिद्धिं गुणसंसिद्धिं जयम्मि सुपसिद्धिं । तो गंधुद्धरगंधेहिं महह जिणचंदनिवाइं ॥२३६॥ मणोरमा कथा ॥ Page #16 -------------------------------------------------------------------------- ________________ અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ નથી, કિન્તુ માત્ર મહિમા દર્શાવવા માટેના છે, એવું એનું તાત્પર્ય નથી ? કારણ કે અર્થ-કામને અનર્થકર માનનારા ગ્રન્થકારો, એ જ અર્થ-કામ મેળવવા માટે ધર્મ કરવાનું વિધાન કરે એમ શી રીતે માની શકાય ? [ઉ-૯] ‘અર્થ-કામના ઇચ્છુકે ધર્મ કરવો જોઈએ કે ન કરવો જોઈએ' આ બેમાંથી કયો વિકલ્પ ગ્રન્થકારના મનમાં રહ્યો છે એ વિચારીએ. ‘‘કરવો જોઈએ’’ એવો વિકલ્પ જો રહ્યો હોય તો આવાં વચનો, ધર્મ કરવો જોઈએ એવું જ જણાવનારાં બની રહેશે, એટલે કે અર્થ-કામની ઇચ્છાવાળાને પણ એ માટે ધર્મ કરવાની પ્રેરણા કરનારાં બની રહેશે, માત્ર મહિમાદર્શક નહીં, એ સ્પષ્ટ છે. ‘“અર્થ-કામના ઇચ્છુકે ધર્મ તો ન જ કરાય'' આવો અભિપ્રાય જ ગ્રન્થકારના દિલમાં રહ્યો હોય તો એમ જરૂર કહી શકાય કે, ‘અર્થ-કામનો ઇચ્છુક એ ઇચ્છાથી ધર્મ કરે' એ માટે ગ્રન્થકાર આવું વાક્ય નથી કહી રહ્યા, પણ માત્ર ધર્મનો મહિમા દર્શાવવા કહી રહ્યા છે. પણ તો પ્રશ્ન એ ઊભો થશે કે, ‘અર્થ-કામના ઇચ્છુકે ધર્મ તો ન જ કરાય' આવું જેમના દિલમાં હોય તેઓ ‘અર્થ-કામના ઇચ્છુકે પણ ધર્મ જ કરવો જોઈએ' એવું બોલે ખરા ? ‘ન કરવો જોઈએ’ એવું જણાવવા માટે ‘કરવો જોઈએ’ એવો શબ્દપ્રયોગ કરુણાસંપન્ન ગ્રન્થકાર કરી શી રીતે શકે ? શું તેઓ શ્રદ્ધાળુ શ્રોતાને ઠગવા બેઠા છે કે જેથી ‘અર્થ-કામની ઇચ્છાથી કરાયેલો ધર્મ નુકશાનકર્તા હોવાથી અકર્તવ્ય છે’એવું દિલમાં માનતા હોવા છતાં બહાર ‘‘કરવો જોઈએ'' એમ બોલે ? કરુણાસંપન્ન સંવિગ્ન ગીતાર્થગુરુ ઠગાઈ નથી કરી રહ્યા એ તો સ્પષ્ટ જ છે. માટે જો તેઓ ‘“અર્થ-કામના ઇચ્છુકે પણ ધર્મ જ કરવો જોઈએ’’ એવો વચનપ્રયોગ કરે છે તો તેઓના દિલનું તાત્પર્ય પણ એ જ માનવું પડે કે એ રીતે પણ ધર્મ કર્તવ્ય છે જ, અકર્તવ્ય નહીં. વળી, ‘અર્થ-કામના ઇચ્છુકે ધર્મ તો ન જ કરાય'' આવું જ જો ગ્રન્થકારોનું તાત્પર્ય હોય તો જુદા જુદા અનેક ગ્રન્થોમાં આવતા અનેક ગ્રન્થાધિકારોમાં ક્યાંક તો સ્પષ્ટ લખેલું મળવું જોઈએ ને કે “અર્થ-કામાભિલાષિણા ધર્મસ્તુ નૈવ કર્તવ્ય:'' (અર્થ-કામના અભિલાષીએ ધર્મ તો ન જ કરાય). આવો એક પણ શાસ્ત્રપાઠ ક્યાંય દૃષ્ટિગોચર થયો નથી તો એવો પ્રચાર શી રીતે કરી શકાય ને એને શાસ્ત્રાનુસારી શી રીતે માની શકાય ? ΟΥ શંકા - વિષાનુષ્ઠાન વગેરેનું નિરૂપણ જ આવા શાસ્રપાઠ રૂપ નથી ? સમાધાન - એ નિરૂપણ પરથી, “તું ધર્મ કરી રહ્યો છે. તો એમાં અર્થકામની ઇચ્છા ન રાખીશ” એ રીતે નિષેધ માની શકાય... પણ, ‘તને અર્થ Page #17 -------------------------------------------------------------------------- ________________ ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ કામની અભિલાષા છે? તો ધર્મ તો ન જ કરીશ” એવો નિષેધ તો નહીં જ. શંકા - આ બે નિષેધમાં શું ફેર છે ? સમાધાન - પૂર્વે દર્શાવી ગયો તેમ.. “તું પ્રભુસ્મરણ કરી રહ્યો છે, તો એ વખતે ચા પીવી વગેરે અન્ય ક્રિયા ન કરીશ..” એમ કહી શકાય... પણ, તું ચા પી રહ્યો છે? તો એ વખતે પ્રભુનું સ્મરણ ન જ કરીશ” એમ ન કહી શકાય. એટલે અર્થકામાભિલાષિણાપિ ધર્મ એવયતિતવ્ય” આવાં શાસ્ત્રવચનો અર્થ કામના ઇચ્છુકે પણ ધર્મ જ કરવો જોઈએ એવી સ્પષ્ટ પ્રેરણા કરનારાં છે એ નિશ્ચિત થયું. ને તેથી જ્યારે શાસ્ત્રકારોએ જ આવો ઉપદેશ આપ્યો છે ત્યારે, અર્થ-કામની ઇચ્છાથી પણ ધર્મ જ કરવો જોઈએ આમાં વિષાનુષ્ઠાન, નિયાણાનો દોષ, આ ધર્મ ભૂંડો છે, પાપાનુબંધી પુણ્ય બંધાવનારો છે, આ ઉપદેશ અર્થકામના ઉપદેશરૂપ છે, સાધુથી ન આપી શકાય, સાધુના ચોથા ને પાંચમાં મહાવ્રતનો નાશક છે, વગેરે કોઈ વાત ઊભી રહી શકતી નથી, કેમ કે એવું જો હોત તો જ્ઞાની પુરુષો આવો ઉપદેશ આપત જ નહીં. શંકા - અર્થ-કામ તો વિષ જેવા છે. તેથી જેમ ભૂખ્યાને પણ વિષમિશ્રિત દૂધપાક ખાવાની પ્રેરણા ન હોય તેમ અર્થ-કામના ઇચ્છુકને પણ અર્થ-કામ માટે ધર્મ કરવાની પ્રેરણા ન હોય, ને તેથી, જો તમે ધનઝદ્ધિને ઈચ્છો છો તો ગંધપૂજા કરો' વગેરે વચનો ધર્મ કરવાની પ્રેરણા રૂપ નથી, પણ માત્ર મહિમાદર્શક છે. - સમાધાન - વિષમિશ્રિત દૂધપાકનું તો એક જ પરિણામ છે : મોત. માટે એને ખાવાની પ્રેરણા ન જ હોય. જ્યારે અર્થ-કામની ઇચ્છાથી થયેલા ધર્મથી તો લાભ થવાની શક્યતા જ્ઞાનીઓ નિહાળે છે. એ વાત આગળ સ્પષ્ટ થશે. તો એની પ્રેરણા શા માટે ન હોય ? છતાં, એકવાર માની લઈએ કે અર્થ-કામ માટે કરાતો ધર્મ વિષમિશ્રિત દૂધપાક જેવો જ છે, તો પણ આ વચનો મહિમા દર્શાવવા કહેવાયાં છે એવું તો સિદ્ધ થઈ શકશે નહીં, જેમ વિષમિશ્રિત દૂધપાક ખાવાની પ્રેરણા ન હોય તેમ શું ‘વિષમિશ્રિત દૂધપાક ખાવાથી તૃપ્તિ થાય છે વગેરે રૂપે મહિમા પણ દર્શાવાય ખરો ? ‘દૂધપાક ખાવાથી તૃમિ થાય એવું વાક્ય મહિમા દર્શાવી શકે, પણ ‘વિષમિશ્રિત દૂધપાક ખાવાથી તૃમિ થાય એવું વાક્ય નહીં. પ્રિ-૧૦ મનોરમ કથામાં જ આચાર્ય ભગવંતે અર્થ-કામને અનર્થકર પણ Page #18 -------------------------------------------------------------------------- ________________ અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ જણાવ્યા જ છે તો શ્રોતા પણ એને અનર્થકર જાણે જ છે. ને તેથી અનર્થકર એવા અર્થ-કામ માટે ધર્મ કરવાની વાત સંભવી જ ન શકે. તેથી જ આ વચનોને મહિમાદર્શક ન માનવા જોઈએ? ઉ-૧૦ એ ગ્રન્થમાં અર્થ-કામ અનર્થકર છે વગેરે વાતો પછી આવે છે, ને ‘તમે ધનઋદ્ધિને ઇચ્છો છો. તો ગંધપૂજા કરો” વગેરે વચનો પહેલાં આવે છે. એટલે શ્રોતા અર્થ-કામને અનર્થકર માને જ છે. એવું માની ન શકાય. છતાં શ્રોતા અર્થ-કામને અનર્થકર માનનારો છે, એમ માની લઈએ તો તો આ વાક્યોને મહિમાદર્શક પણ માની નહી જ શકાય, કારણ કે આવું વાક્ય ‘ધર્મ કરનારને અર્થ-કામ મળે છે. આ રીતે મહિમા દર્શાવે છે. એમ તમારી માન્યતા છે. એટલે અર્થ-કામને અનર્થકર માનનારા શ્રોતાને તો એમ જ થશે કે ધર્મકરનારને અનર્થકર ચી જ મળે છે. તો આ મહિમા થયો કે નિન્દા ? પ્ર-૧૧] “અર્થ-કામના ઈચ્છકે પાગ ધર્મ જ કરવો જોઈએ...' આવા શાસ્ત્રવચનો અંગે કેટલાક પંડિતપુરુષો એમ કહે છે કે “આ વચનો અર્થ-કામની ઇચ્છાથી ધર્મ કરવાની પ્રેરણા કરનારા પણ નથી કે મહિમા દર્શાવનારા પણ નથી. કિન્તુ કાર્ય-કારણ ભાવ દર્શાવનારાં છે. એટલે કે, જેમ રાત્રીભોજનથી નરક થાય.. ઝેર ખાવાથી મોત થાય. આવાં વચનો, પ્રેરક કે મહિમાદર્શક નથી, પણ, રાત્રીભોજન એ કારણ છે ને નરક એનું કાર્ય (ફળ) છે. ઝેર એ કારણ છે ને મોત એ કાર્ય છે. આમ કાર્ય-કારણ ભાવ દર્શાવે છે એમ આવાં વચનો પણ, ધર્મ એ કારણ છે અને અર્થ-કામ એ કાર્ય છે. એમ કાર્ય-કારાણભાવ દર્શાવનાર છે.” એટલે “અર્થ-કામના ઇચ્છુકે પણ ધર્મ જ કરવો જોઈએ’ આવા શાસ્ત્રવચનો ધર્મ કરવાની પ્રેરણા કરનારા છે. એમ શી રીતે માની શકાય ? - ૬-૧૧] આવું કહેનારા પંડિતોની પંડિતાઈને ધન્યવાદ ! આ પંડિતોને પૂછવું જોઈએ કે “મોક્ષના ઇચ્છકે ધર્મ જ કરવું જોઈએ” આવા શાસ્ત્રવચનને તેઓ પ્રેરક માને છે કે માત્ર કાર્ય-કારણભાવ દર્શાવનાર ? શંકા - આમાં પૂછવા જેવું શું છે ? મોક્ષ માટે ધર્મ કરવાની વાત તો પ્રેરણા રૂપ જ હોય ને .. સમાધાન તો પછી, “અર્થ-કામના ઇચ્છુકે પણ ધર્મ જે કરવો જોઈએ. આવું વચન પાળ એ વચનને સમાન હોવા છતાં એમાં કોઈ એવો વિશેષ ભેદ ન હોવા છતાં) એને પ્રેરક ન માનતા માત્ર કાર્ય-કારાણભાવદર્શક માનવું એવો ભેદ શા માટે ? Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ શંકા - મોક્ષની ઇચ્છાથી ધર્મ કરે એને કોઈ નુકશાન થતું ન હોવાથી એની પ્રેરણા હોવામાં કોઈ બાધક નથી. પણ અર્થકામની ઈચ્છા હોય અને ધર્મ કરે તો એનાથી અનર્થ થતો હોવાથી આમ પુરુષો એની પ્રેરણા કરે એ અસંભવિત છે. માટે આવા વચનને માત્ર કાર્ય-કારણભાવદર્શક માનવા આવશ્યક બને છે. સમાધાન - જો એનાથી અનર્થ થતો હોય તો આવો વચનપ્રયોગ થઈ જ ન શકે. જેમ કે અબ્રહ્મસેવન એ વિષયસુખનું કારણ છે. છતાં, વિશાળ શ્રુતસાગરમાં ક્યાંય પણ, કાર્ય-કારણભાવ દર્શાવવા રૂપે પણ કોઈ પણ શાસ્ત્રકારે વિષયસુખના અર્થીએ અબ્રહ્મસેવન કરવું જોઈએ” આવું કહેલું જોવા મળતું નથી, કારણ કે અબ્રહ્મસેવનથી વિષયસુખ મળતું હોવા છતાં પરિણામે મોટું અનિષ્ટ થાય છે. અને તેમ છતાં જો કોઈ આવો વાક્યપ્રયોગ કરે તો એમનું આપણું જ ન રહે. જેનું પરિણામ મહાઅનર્થ દેખાતું હોય એ કરવું જોઈએ એવું આમપુરુષ કહે જ નહીં એ સ્પષ્ટ છે. એટલે અર્થ-કામનો ઇચ્છુક ધર્મ કરે એનાથી જો પરિણામે અનર્થ થતો હોય તો, કાર્ય-કારણભાવ દર્શાવવા રૂપે પણ આમ એવા શાસ્ત્રકાર એવો વચન પ્રયોગ કરી શકે જ નહીં. પણ આવાં શાસ્ત્રવચનો તો ઠેર ઠેર જોવા મળે છે. માટે જણાય છે કે એ રીતે કરેલો ધર્મ અનર્થકર હોતો નથી. ને એ જો અનર્થકર નથી, તો, “મોક્ષના ઇચ્છુકે ધર્મ જ કરવો જોઈએ' એવા વચનની જેમ ‘અર્થ-કામના ઇચ્છુકે પણ ધર્મ જ કરવો જોઈએ’ એવા વચનને પણ પ્રેરક માનવું જ પડે છે, માત્ર કાર્ય-કારાણભાવદર્શક નહીં. ધર્મ કરનારને અર્થ-કામ મળે છે આવા વચનને કાર્ય-કારાગભાવદર્શક માની શકાય, પણ વિધ્યર્થવાળા ‘અર્થ-કામના ઇચ્છુકે પણ ધર્મ જ કરવો જોઈએ” એવા વચનપ્રયોગને તો પ્રેરક જ માનવું પડે છે. પ્રિ-૧૨ ‘અર્થ-કામના અભિલાષીએ પણ ધર્મ જ કરવો જોઈએ’ આવા શાસ્ત્રવચનને પ્રેરક તરીકે માની લઈએ તો, એ વાક્ય 'જ' કારવાળું હોવાથી ધર્મ જ કરવાનું વિધાન માનવું પડે. તો શું શાસ્ત્રકાર એવું જણાવવા માગે છે કે તમે દેરાસરમાં બેસી ભકિત જ કર્યા કરો - નવકારવાળી ગણ્યા કરો. વેપારધંધો વગેરે કશું કરવાનું નહીં ..? પણ આવું માની શકાતું નથી, કારણ કે આ રીતે ધર્મ કરનારા પણ પાછા વેપાર-નોકરી વગેરે કરતાં તો હોય જ છે. એટલે અહી ધર્મ જ કરવાનું જે જણાવાય છે તે પ્રભુભક્તિ રૂપ ધર્મ વગેરે નહીં, પણ ધંધામાં નીતિ-પ્રામાણિકતા જાળવવી વગેરે રૂપ ધર્મ જ... ને જ Page #20 -------------------------------------------------------------------------- ________________ અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ કારથી બાદબાકી પણ જે છે તે વેપારધંધા વગેરેની નહીં, પણ અનીતિ વગેરે અધર્મની જ. ૬િ-૧૨ ઉપદેશક મહાત્મા, અહીં “ધર્મ જ કરવાનું જે કહે છે તે અનીતિ વગેરે અધર્મનો જ નિષેધ કરવા માટે- ને નીતિ વગેરે ધર્મનું જ વિધાન કરવા માટે... આવો તમારો જે અભિપ્રાય છે તેના પરથી એવું તાત્પર્ય નીકળે છે કે વેપાર વગેરેમાં થતા આરંભ-સમારંભનો નિષેધ ઇચ્છતા નથી. એ એમને માન્ય છે.. માત્ર અનીતિ જ અમાન્ય છે. પણ આવું તાત્પર્ય બરાબર નથી. કારણ કે ગૃહસ્થો કોઈ પણ પાપ આચરે એમાં ગીતાર્થ ગુરુની સંમતિ હોય જ નહીં. એટલે તો ન્યાયસંપન્ન વૈભવ વગેરેના વિધાનમાં પણ ગીતાર્થગુરુનું વિધાન માત્ર ન્યાય અંશમાં જ હોય છે, વૈભવ અંશમાં નહીં એવું શાસ્ત્રકારોએ સ્પષ્ટીકરણ કરી આપ્યું છે. શંકા - પણ તો પછી, માત્ર ધર્મનું વિધાન છે, વેપાર વગેરેમાં થતા આરંભાદિ પાપોનો પણ નિષેધ છે, એવું માનીએ તો તો ગીતાર્થગુરુ અશક્ય વાત કરી રહ્યા છે એવું જ માનવાનું રહ્યું ને.. કારણ કે પ્રભુભક્તિ વગેરે ધર્મ માત્ર કાંઈ અર્થ-કામની ઈચ્છા પૂર્ણ કરી શકતો નથી, એના માટે વેપાર વગેરે તો કરવાના રહેવાના જ છે... સમાધાન - ધર્મમાં ઈષ્ટ ધન વગેરે આપવાનું સામર્થ્ય નથી એવું શું તમે માનો છો ? અને તો પછી શ્રીશાન્ત સુધારસ વગેરે ગ્રન્થોમાં “તવ પારિવામિતfસદ્ધિ' (હે ધર્મ ! તારી કૃપાથી સઘળી ઈચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ થાય છે) વગેરે જે કહેવાયું છે તે તેમજ શ્રીગૌતમસ્વામીના રાસમાં પરઘર વસતાં કાંઈ કરીને, દેશદેશાંતર કાંઈ ભમીજે, કવણ કાજ આયાસ કરો. પ્રહ ઊઠી ગોયમ સમરીજે, કાજ સમગ્ગહ તતખિણ સીઝ, નવનિધિ વિલસે તાસ ઘરે” વગેરે જે કહેવાયું છે એને તો તમે હમ્બગ જ માનતા હશો ? વાહ ! ધન્ય તમારી શ્રદ્ધાને ! શંકા • પણ જો ધર્મથી જ બધું મળી જવાનું હોય તો તો વેપાર ધંધો વગેરે કશું કરવાનું જ નહીં રહે... ને ઘરમાં ઢગલે ઢગલો જ થવા માંડવા જોઈએ... સમાધાન હા, એ પણ થાય.. એવો જોરદાર ધર્મ થાય તો કશું જ કર્યા વગર અપાર વૈભવ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ જ શકે છે. શાલીભદ્રને રોજ હવે પેટી ઉતરતી હતી ને ! એટલે ધર્મમાં તો અચિન્ય સામર્થ્ય છે જ... પણ સામાન્યથી Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ એક તો એવો જોરદાર ધર્મ બધા કરતા હોતા નથી, ને બીજા નંબરમાં આર્થિક મુશ્કેલીમાં મૂકાઈ ગયેલ આદમી પણ સામાન્યથી, પોતે કશું કરવું જ ન પડે ને માત્ર ધર્મના પ્રભાવે જ બધું મળી જાય એવી આશા-ઇચ્છાવાળો નથી હોતો, પણ પોતાની નોકરી છૂટી ગઈ હોય તો ધર્મના પ્રભાવે પાછી સારી નોકરી મળી જાય, વેપારમાં કંઈક અંતરાય ઊભા થયા હોય તો એ દૂર થાય. ને વેપાર બરાબર ચાલે... વગેરે આશાવાળો જ હોય છે. એટલે એ પ્રયાસો તો એ ચાલુ રાખવાનો જ હોય છે. પ્રભુભક્તિ વગેરે ધર્મ એણે કર્યો એના પ્રભાવે એનું એવું પુણ્ય ઊભું થયું કે જેથી અનેક ઉમેદવારોની નોકરી માટે આવેલી અરજીઓમાંથી એની અરજી પાસે થઈ જાય ને એની આજીવિકાનો પ્રશ્ન હલ શૂઈ જાય. નહીંતર કદાચ અરજી પાસ કરાવવા માટે લાંચ-રુશવત વગેરે પાપનો સહારો પણ એ લેત. પ્રભુભક્તિ વગેરે ધર્મ કર્યો તો આ પાપથી બચી ગયો. બાકી, “અર્થ-કામની ઇચ્છાથી અહીં જે ધર્મ કરવાની વાત છે તે પ્રભુભક્તિ વગેરે ધર્મની નહીં, પણ નીતિ જાળવવી વગેરે ધર્મની જ અને તેથી અર્થ-કામની ઇચ્છા હોય તો પ્રભુભક્તિ વગેરે ધર્મ તો કરાય જ નહીં” આવી માન્યતા બિસ્કુલ શાસ્ત્રાનુસારી તો છે જ નહીં. કારણ કે મનોરમાકથા વગેરે અનેક ગ્રન્થોમાં, જો તમે ધનચ્છદ્ધિને ઇચ્છો છો તો તમે શ્રીજિનેશ્વર દેવની ગંધપૂજા કરો” વગેરે જે કહ્યું છે તેમાં એ ધર્મ તરીકે પૂજા વગેરે સ્પષ્ટ રીતે કહેલા જ છે. બેશક, નીતિ વગેરે જાળવી રાખે એ તો ગ્રન્થકારોને ઈષ્ટ છે જ. પણ માત્ર એ જ ઇષ્ટ છે ને પૂજા વગેરે નહીં. એ વાત ખોટી છે. આમ, અર્થ-કામના ઇચ્છકે પણ ધર્મ જ કરવો જોઈએ” આવું જણાવનાર શાસ્ત્રવચન ધર્મ કરવાની પ્રેરણા રૂપ જ છે એ વાત જ શાસ્ત્રસિદ્ધ થાય છે. આ શાસ્ત્રસિદ્ધ હકીકતનો સ્વીકાર કરવાનો ઈનકાર કરીને પછી ને જાતજાતના અર્થ કરવાના ગમે એટલા ફાંફાં મરાય. કોઈ અર્થ સાચો-નિર્દોષ ઠરતો નથી, કારણ કે ગ્રન્થકારોએ ઉક્ત પ્રેરણા કરવાના અભિપ્રાયથી જ જ્યારે એ વાત કરી હોય ત્યારે એનો બીજો અભિપ્રાય શી રીતે વાસ્તવિક હોઈ શકે ? એટલે કહેવાતા વિદ્વાનો અને પંડિતો આ શાસ્ત્રપાઠના અર્થ તરીકે જે જે નવા ફતવા બહાર પાડે ને સ્વશ્રદ્ધાળુવર્ગને ઊંધે પાટે ચડાવે એ બધાના આ રીતે શાસ્ત્રાનુસારી તર્કસંગત સમાધાન શક્ય હોવા છતાં હવે પ્રાયઃ એ માટે પ્રયાસ કરવો આવશ્યક લાગતો નથી, કેમકે જેમણે પકડેલું ટટ્ટ છોડવું નથી ને કંઈક ને કંઈક કુતક જ લડાવ્યા કરવા છે તેમના કુતકનો કોઈ છેડો હોતો નથી, Page #22 -------------------------------------------------------------------------- ________________ અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ ૧૩ તેમજ એ કુતર્કોની ફેંકાબાજી તત્ત્વનિર્ણય માટે હોતી નથી. જેણે ખરેખર તત્ત્વનિર્ણય કરવો હોય એને તો, આ શાસ્ત્રપાઠના આજ સુધી જે જે આવા અર્થો થયા છે એ બધા કોઈ ને કોઈ રીતે અસંગત ઠરતા જોઈને જ વાસ્તવિક અર્થનો નિર્ણય થઈ જ જશે કે અર્થ-કામની ઇચ્છા હોય તો પણ ધર્મ જ કરવો જોઈએ એવી પ્રેરણા કરવાના અભિપ્રાયથી જ આ શાસ્ત્રવચન કહેવાયું છે. પ્ર-૧૩ શ્રી હરિભદ્રસૂરિ મહારાજે વિષાનુષ્ઠાન, ગરાનુષ્ઠાન, અનનુષ્ઠાન, તહેતુ અનુષ્ઠાન અને અમૃતઅનુષ્ઠાન એમ પાંચ પ્રકારનાં અનુષ્ઠાનોની પ્રરૂપણા કરી છે. ને એમાંથી પ્રથમ ત્રણને હેય = ત્યાજ્ય અકર્તવ્ય જણાવ્યાં છે. આલોક સંબંધી લબ્ધિ વગેરે અપેક્ષાથી અનુષ્ઠાન કરાતું હોય તો એ વિષાનુષ્ઠાન છે ને પરલોક સંબંધી અપેક્ષાથી અનુષ્ઠાન કરાતું હોય તો એ ગરાનુષ્ઠાન છે. આ બન્નેને ત્યાજ્ય જણાવ્યા છે. એનાથી જ શું સૂચન નથી થઈ જતું કે ભૌતિક અપેક્ષાથી કરાતું અનુષ્ઠાન વિષ કે ગર હોઈ અકર્તવ્ય છે ? ઉ-૧૩ આ પ્રશ્નનો જવાબ વિચારતા પહેલાં એક વાસ્તવિકતા સમજી લેવી જોઈએ. તે તે શાસ્ત્રવચનો કયા સંદર્ભમાં આવ્યા છે તે વિચારવું જોઈએ. હું અહીં ત્રણ સંદર્ભો બતાવવા આવશ્યક માનું છું. (૧) નવા જીવોને ધર્મમાં જોડવા માટે- સ્થિર કરવા માટે અપાતા ઉપદેશનો અધિકાર (૨) જેને કોઈ ભૌતિક અપેક્ષા ઊભી થઈ છે એવો જીવ, એ અપેક્ષાના ઉપાયની જિજ્ઞાસાથી ગીતાર્થ ગુરુ પાસે આવ્યો હોય એ વખતનો અધિકાર (૩) જેઓ ધર્મમાં જોડાઈ ગયા છે, સ્થિર થઈ ગયા છે તેવા જીવોને આશયશુદ્ધિ વગેરે કરાવવાનો અધિકાર. આમાં ત્રીજા પ્રકારનો અધિકાર જે છે એમાં ‘ધર્મ મોક્ષ માટે જ કરવો જોઈએ', ‘ધર્મ કર્મનિર્જરા માટે જ કરવો જોઈએ’, ‘ધર્મમાં કોઈ ભૌતિક અપેક્ષા ઘુસવીઘુસાડવી ન જોઈએ’, ‘ધર્મ આલોક-પરલોક માટે ન કરવો જોઈએ' વગેરે વાતો જરૂર આવે, પણ પ્રથમ બે અધિકારમાં આ બધી વાતો અપ્રસ્તુત કરે છે. એક ધર્મપરિણત શ્રાવકના બે પુત્રોમાંથી એક નિયમિત પૂજા કરનારો છે જ્યારે બીજો પૂજા કરતો નથી. બન્ને પુત્રના હિતેચ્છુ પિતાનું બન્ને પુત્રોને અપાતું માર્ગદર્શન જુદા જુદા પ્રકારનું હશે એ શું કલ્પી શકાય એમ નથી ? પ્રથમ પુત્રને એ શ્રાવક જરૂર કહેશે કે, ‘“તું આ પ્રભુપૂજા ડરે છે એ ખૂબ સુંદર વાત છે. પણ જો જે, એમાં કોઈ પૌદ્ગલિક ઇચ્છા ન રાખીશ, નિરાશંસભાવે કરો તથા કોઈ અવિધિ ન થાય એની કાળજી રાખજે, નહીંતર પૂજાનું જોઈએ એવું ફળ નહીં મળે, કદાચ સાવ નિષ્ફળ પણ જાય...'' વગેરે. પણ જે પૂજા કરતો જ નથી Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ એવા બીજા પુત્રને પણ શું એ શ્રાવક આ જ વાતો કરશે ? કે પછી એને તો એમ કહીને પૂજામાં જોડવાનો પ્રયાસ કરશે કે “જો ભાઈ ! આલોકમાં સુખશાંતિ જોઈતા હોય તો પણ તારે પ્રભુપૂજા કરવી જ જોઈએ, એનાથી જ આલોકપરલોકમાં બધે સુખ-શાંતિ-સ્વસ્થતા વગેરે પ્રાપ્ત થાય છે.' એમ કોઈકને કંઈક ભૌતિક અપેક્ષા ઊભી થયેલી છે ને એ માટે કંઈક કરવા તો એ ધારે જ છે. પણ ગીતાર્થ ગુરુનું માર્ગદર્શન લેવા આવ્યો છે. તો આ અધિકારમાં પણ ધર્મ અર્થ-કામ માટે ન કરવો’ ‘ધર્મ મોક્ષ માટે જ કરવો વગેરે વાતો અપ્રસ્તુત બની રહે છે એ સ્પષ્ટ છે. ધર્મ શા માટે કરવો જોઈએ” એવી જિજ્ઞાસાના અધિકારની આ વાતો “ભૌતિક ઇચ્છા હોય તો શું કરવું ?' એવી જિજ્ઞાસા હોય ત્યારે શી રીતે પ્રસ્તુત બને ? વિષાનુષ્ઠાન વગેરે પાંચ અનુષ્ઠાનોની પ્રરૂપણા યોગબિન્દુ વગેરે યોગગ્રન્થોમાં ધર્મમાર્ગે જોડાયેલા જીવોને આશયશુદ્ધિ વગેરે દ્વારા આગળ વધારવાના અધિકારમાં આવે છે. એટલે એમાં કરેલા નિષેધથી, નવા જીવોને ધર્મમાં આકર્ષવાના અધિકારમાં આવતી વાતનો નિષેધ પણ થઈ જ જાય એમ માની લેવાય નહીં. નહીંતર તો આશયશુદ્ધિના અધિકારમાં ધર્મ ધન વગેરે ભૌતિક ચીજો માટે ન કરવો' વગેરે કહેનારા ગ્રન્થકારોએ ખુદ નવા જીવોને ઉપદેશના અધિકારમાં જો તમે ધનત્રદ્ધિ વગેરેને ઇચ્છો છો તો પણ ધર્મ જ કરો''વગેરે જે કહ્યું છે તે કહી શી રીતે શકે ? એમના જ વચનોમાં વિરોધ નહીં થાય ? ઉપરની ભૂમિકામાં ત્યાજ્ય કહ્યું હોવા માત્રથી નીચલી ભૂમિકામાં પણ પુષ્યને ત્યાજ્ય થોડું કહી દેવાય ? આ તો, વિષાનુકાન વગેરેના નિષેધ દ્વારા અર્થકામાભિલાષિણા ધર્મસ્તુ નૈવ કર્તવ્યઃ' એવો નિષેધ સૂચિત કરવા તમે જે પ્રયાસ કર્યો તે અંગે જવાબ આપ્યો. પણ બીજી મહત્ત્વની વાત એ છે કે ભૌતિક અપેક્ષા રહેલી હોય એટલા માત્રથી અનુષ્ઠાન વિષ’ કે ‘ગર’ બની જાય એવું માની લેવું એ અધૂરી સમજ છે. કારણ કે ભૌતિક અપેક્ષા હોવા છતાં અનુષ્ઠાન ‘તહેતુઅનુષ્ઠાન' પણ બની શકે છે જેને ગ્રન્થકારોએ ઉપાદેય બતાવ્યું છે. તીવ્રભવાભિવંગવાળા (=સંસાર પ્રત્યેની ગાઢ આસક્તિવાળા) અભવ્ય વગેરે જીવો અપ્રજ્ઞાપનીય હોય છે એટલે કે ગમે એટલી સમજણ આપવામાં આવે તો પણ સમજે જ નહીં એવા હોય છે. આવા જીવોને જે ભૌતિક ફળની અપેક્ષા હોય છે એ અબાધ્યકક્ષાની ભૌતિકફળાપેક્ષા હોય છે અને તેઓ મુક્તિ પ્રત્યે દ્વેષ ધરાવતા હોય છે. આવા જીવોને શાસ્ત્રકારોએ ઉપદેશ માટે અયોગ્ય બતાવ્યા છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ પણ, જેઓનો ભવાભિષ્યંગ કંઈક પણ મોળો પડ્યો છે એવા અપુનર્બન્ધક વગેરે જીવો પ્રજ્ઞાપનીય હોય છે. મુક્તિ પ્રત્યે કંઈક અનુરાગવાળા બનેલા અથવા તો મુક્તિ પ્રત્યેના દ્વેષથી મુક્ત બનેલા (મુક્તિનો અદ્વેષ ધરાવનારા) તેઓની બાધ્યકક્ષાની ફળાપેક્ષા સદનુષ્ઠાનનો રાગ કરાવનારી હોય છે અને તેથી એવી બાધ્યફળાપેક્ષાથી થતું અનુષ્ઠાન તદ્વૈતુઅનુષ્ઠાન (અમૃત અનુષ્ઠાનનું કારણ બનતું અનુષ્ઠાન) બને છે જે ઉપાદેય છે. ગીતાર્થગુરુના ‘‘જો તમે ધનઋદ્ધિને ઇચ્છો છો તો તમે ગંધપૂજા કરો'' વગેરે ઉપદેશનો જે વિષય બન્યો છે તે તીવ્રભવાભિષ્યંગવાળો અભવ્યાદિ જીવ તરીકે નિશ્ચિત થયેલો તો નથી જ (કેમ કે એને તો ઉપદેશ જ આપવાનો ન હોય) કિન્તુ અપુનર્બન્ધકઅવસ્થા વગેરે પામેલા જીવ તરીકે જ એ સંભાવિત છે. તો એના ભૌતિક અપેક્ષાથી થતા અનુષ્ઠાન પર, ભૌતિક અપેક્ષા હોવા માત્રના કારણે વિષાનુષ્ઠાનનું લેબલ શી રીતે મારી દઈ શકાય કે એને નિષિદ્ધ શી રીતે કહી દેવાય ? ગીતાર્થગુરુ ભૌતિક અપેક્ષાથી પણ ધર્મ જ કરવાનું જે કહે છે તેને ‘વિષાનુષ્ઠાન કરવાનો ઉપદેશ આપી રહ્યા છે' એમ જો નથી કહેવાતું તો, એ ઉપદેશને અનુસરીને અપુનર્બન્ધક જીવ ધર્મ આચરે તો એ ધર્મને ભૌતિક અપેક્ષા રહી હોવા માત્રથી ‘વિષાનુષ્ઠાન' શી રીતે કહી દેવાય ? એ ભૌતિક અપેક્ષા બાધ્યફળાપેક્ષા રૂપ ન જ હોય ને તેથી અનુષ્ઠાન તહેતુ અનુષ્ઠાન ન જ હોય એવું કેમ કહી શકાય ? ને જો એ તહેતુઅનુષ્ઠાન છે તો એ તો કર્તવ્ય છે જ. એટલે ‘અર્થ-કામના અભિલાષીએ ધર્મ જ કરવો જોઈએ' વગેરેનો નિષેધ વિષાનુષ્ઠાન વગેરે દ્વારા થતો નથી એ નિશ્ચિત થયું. એ પણ ધ્યાનમાં લેવા જેવું છે કે ભૌતિક અપેક્ષા હોવા માત્રથી અનુષ્ઠાન વિષાનુષ્ઠાન બની જતું નથી, પણ એ અપેક્ષા એવી તીવ્ર હોય કે જેનાથી સચ્ચિત્તનું મારણ વગેરે થાય તો જ અનુષ્ઠાન વિષાનુષ્ઠાન બને છે એ વિષાનુષ્ઠાન વગેરેની વ્યાખ્યાથી સ્પષ્ટ છે. એમાં જણાવ્યું જ છે કે લબ્ધિવગેરેની અપેક્ષાથી સચ્ચિત્તનું મારણ વગેરે થવાના કારણે અનુષ્ઠાન વિષાનુષ્ઠાન બને છે. એટલે અપેક્ષા રહી હોવા છતાં જો સચ્ચિત્તનું (મનના શુભપરિણામનું) મારણ થતું ન હોય તો અનુષ્ઠાન વિષાનુષ્ઠાન બનતું નથી. ४. अपि बाध्या फलापेक्षा सदनुष्ठानरागकृत् । सा च प्रज्ञापनाधीना मुक्त्यद्वेषमपेक्षते ॥ २१ ॥ मुक्त्यद्वेषद्वात्रिंशिका । ૧૫ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ અને અપેક્ષા હોવા માત્રથી જ શુભ પરિણામનો નાશ થઈ જ જાય” એવો કોઈ નિયમ નથી. ગ્રન્થકારે જ ખુદ મુક્તિઅષસહકૃત બાધ્યકક્ષાની પ્રજ્ઞાપનાધીન અપેક્ષાને સદનુષ્ઠાનનો આદર પેદા કરનારી કહી છે. " એમ, જે ભાવુકની આજીવિકા છીનવાઈ ગઈ છે ને હવે એ માટે શું કરવું એનો પ્રશ્ન ઊભો થયો છે ત્યારે એ વિચારે છે કે, “મારે બીજો શું વિચાર કરવાનો ? મારે મારા ભગવાનની ભક્તિ જ કરવાની, એનાથી જ મારાં બધાં કામો સરી જશે... આવો વિચાર કરી એ પ્રભુભક્તિ કરે છે. તો આ એના મનનો શુભ ભાવ જ છે, અશુભભાવ નહી કે જેથી સચ્ચિાનું મારણ કહી શકાય. ઉપાધ્યાયશ્રી યશોવિજ્ય મહારાજે સમ્યકત્વની ૬૭ બોલની સઝાયમાં “જિનભકતે જે નવિ થયું તે બીજાથી નવિ થાય રે' વગેરે બોલવું એને વચનશુદ્ધિ કહી છે તો આવો વિચાર મનની અશુદ્ધિ શી રીતે કહેવાય? ભૌતિક અપેક્ષા છે ? વિષાનુષ્ઠાનનું લેબલ મારી દો” આવી વૃત્તિ ધરાવનારાઓએ શાસ્ત્રસિદ્ધ વાતોને પણ અસત્ય જાહેર કરી દેવી.. વગેરે કેવી ધૃષ્ટતાઓ આચરવી પડે છે તે જાણવું હોય તો જુઓ તસ્વાવલોકન (ધર્મસ્વરૂપદર્શન પુસ્તકની પ્રસ્તાવના) પૃ.૧૩૦. આજે આખા સંઘમાં જે વાત પ્રસિદ્ધ છે, દરેક સમુદાયના આચાર્ય ભગવંતો વગેરે મહાત્માઓ વ્યાખ્યાનમાં આયંબિલ તપ વગેરેનો મહિમા દર્શાવવા જે પ્રસંગ કહે છે, ખુદ સ્વ.આ.શ્રી વિજયરામચન્દ્રશું. મહારાજે પણ વ્યાખ્યાનમાં અનેકવાર જે વાત કરી છે કે શ્રી નેમિનાથ ભગવાને દ્વારિકાના દાહનું નિવારણ કરવા આયંબિલ વગેરે ધર્મ કરવાનો ઉપદેશ આપ્યો હતો” તે વાતને શ્રી કીર્તિયશ વિજયે મહારાજે અસત્ય હોવી જણાવી છે. તસ્વાવલોકનમાં તેઓ જણાવે છે કે નેમિનાથ ભગવાને આવો ઉપદેશ આપ્યો છે. એ વાત અસત્ય છે, ભગવાને આવો કોઈ ઉપદેશ આપ્યો નથી.' વળી તસ્વાવલોકનના પૃ.૧૩૧ પર ‘વિષાનુષ્ઠાન કેમ ન કહેવાય?’ એમ હેડીંગ મારીને દ્વારિકાના લોકોએ એ જે આયંબિલ વગેરે કર્યા હતા તેને વિષાનુષ્ઠાન તરીકે તેઓએ જાહેર કર્યા છે, કારણ કે દાહ નિવારણ સ્વરૂપ ભૌતિક અપેક્ષાથી એ કરાયા હતા ને ! - શ્રી નેમિનાથ ભગવાને આ ઉપદેશ આપ્યો છે એ વાત તો પાંડવચરિત્રમાં પણ કહી છે. દ્વારિકાના દાહના વૃત્તાન્તમાં ત્યાં જણાવ્યું છે કે “સ્વભાવથી, ५. स्वभावतो ममादेशादुपदेशादपि प्रभोः । बभुव धर्मकर्मैकसज्जो द्वारवतीजनः ॥ Page #26 -------------------------------------------------------------------------- ________________ - ૧૭ અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ મારા (શ્રીકૃષ્ણના) આદેશથી અને શ્રીનેમિનાથપ્રભુના ઉપદેશથી દ્વારિકાની જનતા ધર્મકાર્યોમાં ઉદ્યમશીલ બની.” તથા જે જે ગ્રન્થોમાં આ પ્રસંગનું વર્ણન છે તેમજ મહાત્માઓ પણ વ્યાખ્યાનમાં આ પ્રસંગનું જે વર્ણન કરે છે તે એક પ્રશંસનીય કાર્ય તરીકે જ કરે છે, નહીં કે નિન્દ કાર્ય તરીકે. જો આ ધર્મ વિષાનુષ્ઠાન હોત તો એનું પ્રશંસનીય કાર્ય તરીકે વર્ણન શી રીતે થઈ શકે ? છતાં શ્રી કીર્તિયશ વિજય મહારાજ અને વિષાનુષ્ઠાન તરીકે જાહેર કરી શ્રી નેમિનાથ ભગવાન પર આરોપ કરી રહ્યા છે કે ભગવાને વિષાનુષ્ઠાનનો ઉપદેશ આપ્યો. વળી શ્રીશંખેશ્વર પાર્શ્વનાથનો મહિમા ગાતા ચૈત્યવંદન-સ્તવન વગેરેમાં આ વાત તો પ્રસિદ્ધ છે જ કે જરાસંઘે મૂકેલી જરાવિઘાથી મૂચ્છિત થઈ ગયેલા સૈન્યને પાછું હોંશમાં લાવી યુદ્ધ ખેલી વિજ્ય મેળવવાના પ્રયોજનથી શ્રીકૃષ્ણ શ્રીનેમિનાથ ભગવાનને પ્રશ્ન પૂછયો તો પ્રભુએ અઠમ કરી, શ્રી પાર્શ્વનાથ પ્રભુનું બિમ્બ મેળવી, સ્નાત્ર કરી સ્નાત્ર જળ છાંટવાનો ઉપાય દર્શાવ્યો, શ્રીકૃષ્ણ એ મુજબ કર્યું ને સૈન્ય હોંશમાં આવ્યું. અહીં પણ અઠમ વગેરે ભૌતિક આશયથી થયા હોવાથી શ્રી કીર્તિયશ વિજય મહારાજના મતે વિષાનુષ્ઠાન જ હશે ને નિન્દ જ હશે ? ને તેથી શ્રી નેમિનાથપ્રભુએ આ જે ઉપાય દર્શાવ્યો તે, શ્રીકૃષ્ણ ભૌતિક અપેક્ષાથી સ્નાત્ર વગેરે કર્યા છે અને પૂર્વાચાર્યોએ આ પ્રસંગને મહિમા રૂપે ગાયો તે.. આ બધું પણ શ્રી કીર્તિયશ વિજય મહારાજના મતે ગંભીર ભૂલ જ હશે “એક અસત્યવાતનું પૂછડું પકડ્યું છે માટે મારે શાસ્ત્રસિદ્ધ તથા આખા સંઘમાં પ્રચલિત વાતને અસત્ય જાહેર કરવી પડે છે, ને શ્રીનેમિનાથ ભગવાન પર પણ વિષાનુષ્ઠાનનો ઉપદેશ આપવાનો આરોપ કરવા સુધીની હદે જવું પડે છે, તેથી હવે મારે આ, ભૌતિક અપેક્ષા માટે કરાતું અનુષ્ઠાન વિષાનુષ્ઠાન જ હોય એવા કદાગ્રહને તિલાંજલિ આપી દેવી જોઈએ” એટલો વિચાર એમને મળે એવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના..... તથા, એમના પર શ્રદ્ધા ધરાવનારાને પણ એક સૂચન કે તેઓએ પોતાના માનેલા સુગુરુને આ પ્રશ્નો પૂછવા જોઈએ કે- તદ્ધતું અનુષ્ઠાન પણ ભૌતિક અપેક્ષાથી થતું અનુષ્ઠાન છે? ને ઉપાદેય છે ? જો એમાં પણ ભૌતિક અપેક્ષા રહેલી છે, તો ભૌતિક અપેક્ષાથી થતું અનુષ્ઠાન વિષાનુષ્ઠાન કે ગરાનુકાન જ હોય ને તેથી અકર્તવ્ય જ છે. આવી ખોટી સમજ અમને શા માટે આપી ? તથા, શ્રીનેમિનાથ ભગવાને આવો ઉપદેશ આપ્યો નથી વગેરે ખોટી વાતો જે એમણે તત્ત્વાવલોકનમાં કરી છે તેને વર્ષોથી શાસ્ત્રવિપરીત હોવી જાણવા છતાં Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ જો તેઓ આત્મહિતેચ્છુ અને પાપભીરુ છે તો હજુ જાહેરમાં મિચ્છામિ દુક્કડમ કેમ નથી દીધા ? એ પૂછવું જોઈએ. તથા પોતાના માનેલા એ સુગુરુની ભાવકરુણા ચિંતવી એમને આ બધી અસત્ય વાતોનું પ્રાયશ્ચિત્ત કરવા ઉલ્લાસિત કરવા જોઈએ. પ્રિ-૧૪ તમે હમણાં ત્રણ પ્રકારના સંદર્ભે બતાવી ગયા. એમાં તમે જણાવ્યું કે ધર્મમાં જોડાઈ ગયેલા જીવોને આશયશુદ્ધિ વગેરેની વાત કરવાની હોય છે ને નવા જીવોને ધર્મમાં જોડવાના હોય તો “અર્થ-કામના ઇચ્છુકે પણ ધર્મ જ કરવો જોઈએ” વગેરે ઉપદેશ દેવાનો હોય છે. તો તમે આ નિરૂપણ જે કરી રહ્યા છો તે શું નવા જીવો વાંચવાના છે ને ધર્મમાં જોડાવાના છે ? | ઉ-૧૪] આ પ્રશ્ન મહત્વનો છે. સામાન્યથી આપણી વ્યાખ્યાન સભાઓમાં આવનારો વર્ગ “અર્થ-કામ માટે શું કરવું ?' એ જિજ્ઞાસા લઈને વ્યાખ્યાનમાં આવતો નથી, પણ કંઈક અધ્યાત્મની વાતો, વૈરાગ્યવર્ધક વાતો, દોષનાશ-ગુણપ્રાપ્તિના ઉપાયો, તત્ત્વની જાણકારી વગેરે જિજ્ઞાસાથી આવતો હોય છે. એટલે તેઓને ‘અર્થ-કામ માટે પણ ધર્મ જ કરવો જોઈએ” વગેરે ઉપદેશ આપવાનો પ્રશ્ન જ હોતો નથી. અને તેથી જ અમે ચાતુર્માસના કે શેષકાળના વ્યાખ્યાનમાં સામાન્યથી આ ઉપદેશ આપતા હોતા જ નથી, પણ ઉપરથી ધર્મ તો કેવળ આત્મશુદ્ધિ અર્થે જ કરવાનો છે વગેરે વાતોને જ ભારપૂર્વક જણાવીએ છીએ. સુગૃહીતનામધેય ગુરુદેવ સ્વ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજનું ઉપદેશામૃત દિવ્યદર્શનના સેંકડો અંકોમાં પ્રકાશિત થયેલું છે, એ પણ જોઈ જાવ, એમાં પણ આશયશુદ્ધિ, વિધિશુદ્ધિ વગેરે અંગેનું જ માર્ગદર્શન જોવા મળશે. પ્ર-૧૫ તમારી આ વાત સાચી છે અને તેથી જ મૂંઝવણમાં વધારો કરે છે, પ્રવચનમાં તમે અર્થ-કામને ભારે અનર્થકર તરીકે વર્ણવો છો, ધર્મસાધનામાં બીજો ત્રીજો કોઈ આશય ન ભળી જાય એનું બીજાઓ કરતાં પણ કયારેક અધિક સચોટ પ્રતિપાદન કરો છો ને આ પુસ્તક વગેરે સાહિત્યમાં પાછું “અર્થ-કામ માટે પણ ધર્મ જ કરવો જોઈએ” વગેરે ઉપદેશ આપો છો. એમ દિવ્યદર્શનમાં પણ વર્ષોથી, ભલભલા ભોગવિલાસી યુવાનોને પણ રોમેરોમમાં વૈરાગ્ય ખીલી ઊઠે એવું માર્ગસ્થ લખાણ આવતું હતું. ને છેલ્લે છેલ્લે જ કેટલાક વખતથી ‘અર્થકામ માટે પણ ધર્મ જ કરવો જોઈએ વગેરે લખાણ આવવા માંડ્યું. એટલે સહજ મનમાં પ્રશ્ન ઊઠે છે કે પોતે આજ સુધી જે લખી આવ્યા છે એનાથી વિર૮ ઉપદે શ હવે આપી રહ્યા છે. માટે ખોટા જ હશે ને ? Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૯ અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ ઉ-૧૫ “ધર્મ મોક્ષ માટે જ કરવો જોઈએ” વગેરે ઉપદેશ અને “અર્થ-કામ માટે પણ ધર્મ જ કરવો જોઈએ વગેરે વિધાન.. આ બે વચ્ચે પરસ્પર વિરોધ નથી એ પૂર્વે જણાવી ગયો છું. માટે, ‘વિરુદ્ધ ઉપદેશ આપી રહ્યા છે' વગેરે વાત બરાબર નથી. તમારે પ્રશ્ન તો એમ ઊઠાવવો જોઈએ કે, “આ પુસ્તકના વાચકો, ક્યારેક તમે આ જ વિષય પર વિશેષ વ્યાખ્યાન ગોઠવો છો તેના શ્રોતાઓ તથા છેલ્લા કેટલાક વખતથી ક્યારેક દિવ્યદર્શન સાપ્તાહિકમાં પણ ‘અર્થ-કામ માટે પણ ધર્મ જ કરવો જોઈએ એનું સમર્થન કરતાં જે લેખો આવે છે તેના વાંચકો. આ બધા શું નવા જીવો છે કે જેથી એમને ધર્મમાં જોડવા માટે ઉપદેશ રૂપે આ બધું નિરૂપણ થઈ રહ્યું છે ?” ને આ જ પ્રશ્ન હોય તો એનો જવાબ એ છે કે આ બધું નિરૂપણ ઉપદેશરૂપે અમે કરી રહ્યા જ નથી. પ્રિ-૧૬ હૈ ! તમે આ બધો ઉપદેશ નથી આપી રહ્યા ? ઉ-૧૬ હમણાં જણાવી ગયો એમ વ્યાખ્યાનમાં આવનારા શ્રોતા વગેરે તો અધ્યાત્મ વગેરેની જિજ્ઞાસાથી આવતા હોય છે, અર્થ-કામની ઇચ્છા હોય તો શું કરવું ? એવી જિજ્ઞાસાથી નહીં. એટલે અર્થ-કામની ઇચ્છા હોય તો શું કરવું ?' એનો ઉપદેશ એમને આપવાની જરૂર જ હોતી નથી. તે પ્રિ-૧૭ તો પછી આ બધું નિરૂપણ તમે શા માટે કરી રહ્યા છો ? ઉ-૧૩] આ વાત બીજી રીતે સમજાવું. ‘શરદી થઈ હોય તો સુંઠ ફાકવી જોઈએ આ માર્ગદર્શન વૈદ શરદીના દર્દીને આપે એ બરાબર છે. પણ જેના શરીરની પ્રકૃતિ ગરમ છે ને સામાન્ય રીતે શરદી થતી ન હોય એવી વ્યક્તિને આ ઉપદેશ આપવાની જરૂર રહેતી નથી તે સમજાય એવી વાત છે. તેમ છતાં, ગરમ તાસીરવાળી વ્યક્તિને પણ શરદી થઈ હોય તો સુંઠ જ ફાકવી જોઈએ” એવું નીચેની પરિસ્થિતિઓમાં સમજાવવું આવશ્યક બનતું હોય છે. જ એ વ્યક્તિને પણ ચિકિત્સાશાસ્ત્રની જાણકાર બનાવવા માટે વિવિધ રોગો, એની દવા..... વગેરેની જાણકારી આપવાની હોય. જ શરદી થઈ હોય તો સુંઠ તો ફકાય જ નહીં' આવો ખોટો પ્રચાર જોરશોરથી થઈ રહ્યો હોય તો...(કારણ કે આજે ભલે એને શરદી નથી થતી, પણ કાલે ઊઠીને એને શરદી થાય કે બીજી કોઈ શરદીનો દરદી એને કંઈક પૂછતો આવે ત્યારે, આવા ભ્રામક પ્રચારના કારણે ‘સૂંઠ તો ફકાય જ નહી” એવા ભ્રમના Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ કારણે સાચા ઔષધથી એ દૂર ન ભાગે એ માટે) * “શરદી થઈ હોય તો સૂંઠ ફાકવી જોઈએ” આવું જણાવનારા કુવૈદ્ય છે ને ‘શરદી થઈ હોય તો સૂંઠ તો ફકાય જ નહી” એ રીતે નિષેધ કરનારા સુવૈદ્ય છે” એવો બિલકુલ વિપરીત પ્રચાર કોઈ ઊંટવૈદો દ્વારા થતો હોય તો સાચા સુવૈદ્ય ને કુવૈદ્ય કોણ એની વાસ્તવિક જાણકારી આપવા માટે. પ્રસ્તુતમાં પણ, ચાતુર્માસાદિમાં વ્યાખ્યાનમાં આવતા શ્રોતા વગેરે સામાન્યથી ધર્મમાં જોડાઈ જ ગયા હોવાથી અને એમને વૈરાગ્યની વાતો વગેરેની જિજ્ઞાસા હોવાથી “અર્થ-કામ માટે પણ ધર્મ જ કરવો જોઈએ” એવા ઉપદેશની જરૂરિયાત ન હોવા છતાં, એમને શાસ્ત્રીય તત્ત્વોના જાણકાર બનાવવા માટે, “અર્થ-કામની ઇચ્છાવાળાએ ધર્મ તો કરાય જ નહીં' આવો ખોટો પ્રચાર જોરશોરથી થતો હોવાથી એને રદિયો આપવા માટે અને ‘અર્થ-કામના ઇચ્છુકે પણ ધર્મ જ કરવો જોઈએ’ આ વાત શાસ્ત્રીય હોવા છતાં એ શાસ્ત્રીયસત્ય રજુ કરનારા કુગુરુ છે ને ‘અર્થકામના ઇચ્છુકે ધર્મ તો કરાય જ નહી આ વાત બિલકુલ શાસ્ત્રવિપરીત હોવા છતાં એવું કહેનારાઓ સુગુરુ છે આવો વિપરીત પ્રચાર જે થઈ રહ્યો છે તે દૂર કરી સાચા સુગુરુ કોણ ને ખરા કુગુરુ કોણ એની જાણકારી ભાવુકજીવોને આપવાની આવશ્યકતા ઊભી થઈ હોવાથી આ શાસ્ત્રીય સત્યની રજુઆત આ પુસ્તિકામાં, ક્યારેક વ્યાખ્યાનમાં અને દિવ્યદર્શન' સાપ્તાહિકના કેટલાક અંકોમાં કરવામાં આવી છે. એટલે આ વાત અમે ઉપદેશ રૂપે કહી રહ્યા છીએ ને તેથી શ્રોતાઓની ભૂમિકાને અયોગ્ય ઉપદેશ આપી રહ્યા છીએ વગેરે ભ્રાન્તિ મગજમાંથી કાઢી નાખવી, કારણ કે અમે હાલ આ બધું જે નિરૂપણ કરી રહ્યા છીએ તે ઉપદેશ તરીકે નથી. નહીંતર તો અર્થ-કામની અનર્થકરતા વગેરેની જેમ આ વાત પણ વ્યાખ્યાનાદિમાં ને દિવ્યદર્શન સાપ્તાહિક વગેરેમાં હંમેશા આવ્યા કરતી હોત. ક્યાંય પણ આ વાત ઉપદેશ-માર્ગદર્શન રૂપે હોય તો એ ક્યાં તો જીવોને ધર્મમાં જોડવાસ્થિર કરવા માટે હોય યા એવી પરિસ્થિતિમાં ઉપાયની જિજ્ઞાસાથી આવેલા જીવ માટે હોય એમ સમજવું. ને સામાન્યથી દિવ્યદર્શનાદિમાં આશયશુદ્ધિ અંગેનું જે નિરૂપણ આવે છે તે ધર્મમાં જોડાઈ ગયેલા જીવોને આગળ વધારવા માટે છે. એટલે પૂર્વના અને હવેના નિરૂપણમાં વિરોધ છે વગેરે વાતો વાહિયાત જાણવી. પ્રિ-૧૮ તમે પૂર્વે જણાવી ગયા કે ધર્મ શા માટે કરવો ?' આ પ્રશ્ન ઊઠ્યો Page #30 -------------------------------------------------------------------------- ________________ અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ હોય તો ધર્મ મોક્ષ માટે જ કરવો’ એવો 'જ' કાર યુક્ત જવાબ આપવામાં કોઈ વાંધો નથી. એટલે તમે પણ જે, “ધર્મ મોક્ષ માટે જ કરવો જોઈએ” એમ 'જ' કાર સાથે કહો છો તો સામો પક્ષ પાણ એ જ કહેતો હોવાથી તમારે વિરોધ શાનો છે? ઉ-૧૮] “ધર્મ મોક્ષ માટે જ કરવો જોઈએ” એ વાતમાં અમારે કોઈ વિરોધ છે નહીં. પણ, “અર્થ-કામનો ઇચ્છુક એ ઇચ્છાથી જે ધર્મ કરે છે તે મહાભૂંડો છે, સંસાર વધારનારો છે, રિબાવી રિબાવીને મારનારો છે” વગેરે જે શાસ્ત્રવિરુદ્ધ વાતો જોરશોરથી પ્રચારાય છે તેનો વિરોધ છે. પ્ર-૧૯ “અર્થ-કામની ઇચ્છાથી આરાધાયેલો ધર્મ મહાભૂંડો છે” વગેરે વાતમાં ખોટું શું છે ? ઉિ-૧૯ મહાભૂંડો-ભંડો.. આ શબ્દો ઘણો ખરાબ-વધારે ખરાબ એવા અર્થની શ્રોતાને પ્રતીતિ કરાવે છે એ અનુભવસિદ્ધ વાત છે. એટલે ‘અર્થ-કામની ઈચ્છાથી આરાધાયેલો ધર્મ ઘણો ખરાબ છે' એવો જે અર્થ પ્રતીત થાય છે એમાં ઘણો ખરાબ” એટલે કોની અપેક્ષાએ ઘણો ખરાબ ? આ વિચારીએ તો બે વિકલ્પો ઉપસ્થિત થાય છે. (૧) અર્થ-કામની ઇચ્છાથી થતા પાપ કરતાં કે (૨) નિરાશસભાવે કરાતા ધર્મ કરતાં ? આમાંનો પ્રથમ વિકલ્પ ઉચિત નથી. કારણ કે ભૌતિક ઇચ્છાથી કરાતા પાપ કરતાં પણ ધર્મને વધારે ખરાબ કહેવાનો અર્થ એવો થાય કે, ‘આરોગ્ય જાળવવાની ઇચ્છાથી કરાતો ઈંડાત્યાગ રૂપ ધર્મ, ઈંડા ભક્ષણ સ્વરૂપ પાપ કરતાં વધારે ખરાબ છે !” “સંપત્તિ માટે નીતિ-પ્રામાણિકતા વગેરે ધર્મ સેવવો એ અનીતિ-માયાપ્રપંચો આચરવા કરતાં વધારે ખરાબ છે !! એમ નોકરી માટેનું ફોર્મ ભરતી વખતે ત્રણ નવકાર ગણીને ફોર્મ ભરવું એ, એ ફોર્મ પાસ થઈ જાય એ માટે લાંચ આપવી એના કરતાં વધારે ખરાબ છે !!! જો આ વાતો અનુચિત લાગતી હોય તો ભૌતિક ઇચ્છાથી કરાતો ધર્મ, પાપ કરતાં ભૂંડો છે એવો પ્રથમ વિકલ્પ માની શકાય નહીં. શાસ્ત્રોમાં પણ આવું જ જણાવ્યું છે. શ્રીસ્વાર્થકારિકામાં છ પ્રકારના જીવોનું વર્ણન કરેલું છે. શ્રી તીર્થંકરદેવો ‘ઉત્તમોત્તમ છે. મોક્ષની અભિલાષાવાળા જીવો ઉત્તમ છે. દરેક જીવો સુખને તો ચાહે જ છે, એટલે જે જીવોને મોક્ષસુખ હજુ રુચ્યું નથી, તે જીવો પૌગલિક સુખના અર્થી હોય જ એ સહજ છે. એવા Page #31 -------------------------------------------------------------------------- ________________ ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ જીવોના, પ્રવૃત્તિને અનુસરીને ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે. આ લોકમાં પણ નિન્જ ગણાય ને પરલોકને પણ નુકશાનકર્તા હોય એવી ચોરી-લૂંટફાટ વગેરે પાપપ્રવૃત્તિમાં રચ્યાપચ્યા રહેનારા જીવો અધમાધમ છે. આલોકમાં (લૌકિક દષ્ટિએ) નિન્ય ન ગણાતા હોવા છતાં પરલોકને બગાડનારાં હોય એવાં આરંભ સમારંભમાં કારખાનાં ચલાવવા વગેરે પાપ કાર્યોમાં વ્યસ્ત રહેનારા જીવો અધમકક્ષામાં આવે છે. આ લોકમાં પોતાના સુખ સગવડને આંચ ન આવે એવી પ્રવૃત્તિ કરતાં હોવા છતાં પોતાનો પરલોક પણ બગડી ન જાય, ને ત્યાં પણ બધી પૌદ્ગલિક અનુકૂળતાઓ પ્રાપ્ત થાય એ માટે દાન-પુણ્યનાં કાર્યો પણ કરનારાં જીવો વિમધ્યમ છે. પરલોકમાં ખૂબ જાહોજલાલી મળે એ માટે આલોકના બધા પૌલિક સુખોને ફગાવી દઈ તાપસ' વગેરેનું તપ-ત્યાગમય જીવન જીવનારા જીવો મધ્યમ છે. - આ ચારેય પ્રકારના જીવો પૌદ્ગલિક સુખો માટે મથી રહ્યા હોય છે. પણ એ માટે પાપ કરનારા જીવોને અધમાધમ તથા અધમ કહ્યા છે જ્યારે એ માટે દાન-પુણ્ય કે તપ- ત્યાગાદિ ધર્મ કરનારા જીવોને વિમધ્યમ-મધ્યમ કહ્યા છે. જો પૌલિક સુખો માટે કરાતો ધર્મ, પાપ કરતાં ભૂંડો હોત તો આ જીવોને વિમધ્યમ-મધ્યમ ન કહેતાં અધમાધમ-અધમ કહેત ને પાપ કરનારા જીવોને વિમધ્યમ-મધ્યમ કહેત. પણ એ પ્રમાણે કહ્યું નથી. માટે જણાય છે કે “ભૌતિક ઇચ્છાથી કરાતો ધર્મ, પાપ કરતાં વધારે ખરાબ = ભૂંડો છે.' એવો પ્રથમ વિકલ્પ ઉચિત નથી. “નિરાશસભાવે કરાતા ધર્મ કરતાં એ ઘણો ખરાબ છે'' આવો બીજો વિકલ્પ હવે વિચારીએ. “અ” કરતાં “બ” ઘણો ખરાબ છે” આ વાક્યપ્રયોગથી ‘બ ઘણો ખરાબ છે ને એ ઓછો ખરાબ છે” આવી પ્રતીતિ શ્રોતાને થવાની શક્યતા નકારી શકાતી નથી. એટલે, “નિરાશસભાવે કરાતા ધર્મ કરતાં ભૌતિક ઇચ્છાથી કરાતો ધર્મ ઘણો ખરાબ છે એવા વાક્યપ્રયોગથી ‘ભૌતિક ઇચ્છાથી કરાતો ધર્મ ઘણો ખરાબ ને નિરાશસભાવે કરાતો ધર્મ ઓછો ખરાબ” આવી પ્રતીતિને નકારી શકાય નહીં જે અનુચિત છે. કારણ કે નિરાશ ભાવનો ધર્મ ખરાબ નથી પણ સારો જ છે' એ ઉભયસિદ્ધ છે. બીજી રીતે પણ વિચારીએ - અવિરતિ ખરાબ છે. સર્વવિરતિ સર્વશ્રેષ્ઠ છે, દેશવિરતિ બેની વચમાં છે. બેશક, દેશવિરતિ, સર્વવિરતિની અપેક્ષાએ ઓછી સારી છે, છતાં દેશવિરતિ ભૂંડી છે' એમ બોલી શકાતું નથી, કારણ કે ભંડ શબ્દ “ઓછું સારું અર્થને જણાવતો નથી પણ ઘણું ખરાબ” અર્થને જ જણાવે Page #32 -------------------------------------------------------------------------- ________________ અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ છે. એટલે દેશવિરતિ ભૂંડી છે' એવો વાક્યપ્રયોગ દેશવિરતિ અવિરતિ કરતાં પણ ખરાબ છે એવો જ અર્થ પ્રતીત કરાવી શકે જે અનુચિત હોવાથી એવો વાક્યપ્રયોગ થતો નથી. આ જ રીતે પૌદ્ગલિક સુખો માટે કરાતા પાપ ખરાબ છે. નિરાશસભાવે કરાતો ધર્મ સર્વશ્રેષ્ઠ છે. પૌદ્ગલિક સુખો માટે કરાતો ધર્મ બેની વચમાં છે, એટલે દેશવિરતિની જેમ એને પણ ભૂંડો કહી શકાતો નથી. નહીંતર, ભૌતિક અપેક્ષાથી કરાતા ધર્મને ભૂંડો કહેવામાં આવે તે “એ પાપ કરતાં પણ ખરાબ છે' એવી જ પ્રતીતિ થવાની શક્યતા છે જે ઉપર જણાવ્યા મુજબ બિલકુલ અનુચિત છે. “ભૂંડો’ શબ્દ ઓછો સારો’ અર્થ જણાવી શકતો નથી જ, ને તેથી નિરાશસભાવે કરાતા ધર્મ કરતાં આશંસાથી કરાતો ધર્મ ઓછો સારો છે એવો અર્થ ભંડો’ શબ્દ વાપરવાથી નીકળી શકતો ન હોવાથી બીજો વિકલ્પ પણ ઉચિત નથી. માટે, અર્થ-કામની ઇચ્છાથી આરાધાયેલો ધર્મ મહાભૂંડો છે' આવું વચન બન્ને વિકલ્પોથી અનુચિત કરતું હોવાથી બોલી શકાય નહીં. પ્રિ-૨) ભૌતિક અપેક્ષાથી કરાતો ધર્મ પાપ જેટલો (કે પાપથી વધુ) ખરાબ ભલે નથી. પણ ખરાબ ( ઓછો ખરાબ) તો છે જ. એટલે ખરાબ છે એટલું જણાવવા માટે જ ‘ભંડો’ શબ્દ વાપરીએ તો શું વાંધો ? ઉ-૨૦) ભૂંડો’ શબ્દ ઓછું ખરાબ અર્થને જણાવી શકતો નથી. પણ ‘ઘણો ખરાબ” અર્થને જ જણાવે છે, માટે એ શબ્દ વપરાય નહી. વળી, ભૌતિક અપેક્ષાથી કરાતો ધર્મ થોડો ખરાબ પણ ક્યાં છે ? કે જેથી એવું જણાવવા ભંડો’ શબ્દ વાપરવો પડે. જો આ ધર્મ ખરાબ હોત તો “અર્થકામના અભિલાષીએ પણ ધર્મ જ કરવો જોઈએ વગેરે ઉપદેશ શાસ્ત્રકારોએ આપ્યો ન હોત. ઓછી ખરાબ ચીજ પણ પાપરૂપ તો છે જ, પાપ કરવાનો ઉપદેશ જ્ઞાનીઓ આપે નહીં. સ્વ. આ. શ્રી રામચન્દ્રસૂરિ મહારાજે પણ, મોક્ષ માટે જ મથવાની ઉત્તમતા ન આવી હોય તો, વિમધ્યમ પ્રકૃતિ કેળવવાનો એટલે કે પૌદ્ગલિક સુખો માટે ધર્મ કરતા રહેવાનો ઉપદેશ આપ્યો છે, તેમજ આવો ધર્મ કરનારાને પણ લાભ થઇ જવાનો સંભવ ઘણો છે એમ તેઓએ જણાવ્યું છે. જે આ ધર્મ ખરાબ " હોત તો આ બધું સંભવે નહીં. જુઓ આત્મોન્નતિનાં સોપાન - ભાગ-૩ માંના તેમના જ શબ્દો : Page #33 -------------------------------------------------------------------------- ________________ XXX ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ (૧) વિમધ્યમ પ્રકૃતિના જીવો પૌદ્ગલિક સુખના અર્થી હોય. એ જેમ આલોકના પૌદ્ગલિક સુખના અર્થી હોય, તેમ પરલોકના પૌદ્ગલિક સુખના અર્થી હોય. (૨) પરલોકના પૌદ્ગલિક સુખો પામવાની અપેક્ષાએ આલોકનાં પૌદ્ગલિક સુખોને તજી દઈને તપ-ધ્યાન આદિમાં લાગી ગયેલા ત્યાગી જીવો તો મધ્યમ પ્રકૃતિાવાળા જીવોમાં ગણાય. વિમધ્યમ પ્રકૃતિવાળા જીવો તો એવા કે એમને આલોકના સુખનો લોભેય ઘણો અને પરલોકના સુખનો લોભય ઘણો. (૩) ઊલટું વિમધ્યમ પ્રકૃતિવાળાને સદ્ગુરુનો સુયોગ આદિ મળી જતાં ઉત્તમ બનતાં પ્રાયઃ વાર લાગે નહિ, જ્યારે અધમાધમ પ્રકૃતિવાળા તો ધર્મ સાંભળવાની લાયકાતથી પણ વિમુખ હોય છે. (૪) જેમને એમ થતું ના હોય કે “મારે તો એક મોક્ષ જ જોઈએ' તેમણે પણ વિમધ્યમ પ્રકૃતિવાળા બનવાનો પ્રયત્ન કરવા જેવો છે. મિથ્યાત્વ ગાઢ હોય તો મોક્ષની ઇચ્છા ન જન્મે એવું પણ બને, પણ એવા જીવોય જો વિમધ્યમ પ્રકૃતિવાળા બની જાય તો એમનું ભવિષ્ય સુધરવાનો સંભવ ઘણો છે. અહીં પરલોકને આંખ સામે રાખીને જીવે, પરલોક બગડે નહિં એ માટે ભૂંડાં કામોથી બચતો રહે અને પરલોક સુધરે એ માટે પુણ્યનાં કામ રસપૂર્વક કર્યા કરે. એવા જીવોની ભવિતવ્યતા જો સારી હોય તો એ જીવો પરલોકનું સુધારીને સારે ઠેકાણે જન્મી જાય. ત્યાં સદ્ગુરુ આદિની સુંદર સામગ્રી પામી જાય. એથી મિથ્યાત્વ ગળી જાય અને ભગવાને કહેલ માર્ગને એ પામી જાય એવું પણ બને. (૫) પણ વિધ્યમ પ્રકૃતિ કેળવીને પોતાના પરલોકને સુધારવાને મથનાર જીવોને આવો લાભ થવાનો સંભવ ઘણો મોટો, એમ જરૂર કહી શકાય. (૬) અસલ તો મોક્ષ માટે જ મથવું જોઈએ, પણ એવી ઉત્તમતા ન આવી હોય અને આ લોકમાં સુખે જીવવા સાથે પરલોકમાં સુખ પામવાની ઇચ્છા હોય તોય પોતાની પાસે જે કાંઈ હોય અને પોતાને જે કાંઈ મળે તેનાથી પુણ્યનાં કામ કર્યા કરવાનું મન તો થયા જ કરવું જોઈએ ને ? XXX આમાં વિધ્યમ પ્રકૃતિ કેળવવાનો- એટલે કે આલોક અને પરલોક બન્નેમાં પૌદ્ગલિક સુખો મળ્યા કરે એ માટે ધર્મ કરવાનો - ઉપદેશ છે એ સ્પષ્ટ છે. ૨૪ જુઓ, જૈન શાસનમાં દેવ-ગુરુ અને ધર્મ આ ત્રણે તત્ત્વ સમાન રીતે ઉપાસ્ય છે. એટલે જે વાત ધર્મને લાગુ પડે એ દેવ-ગુરુને પણ લાગુ પડે એ સહજ છે. એટલે, ભૌતિક અપેક્ષાથી આરાધાયેલા દેવને અમે ભૂંડો ન કહેતા હોવાથી ભૌતિક અપેક્ષાથી આરાધાયેલા ગુરુ અને દેવને ભૂંડા કહેવાની જરૂર અમને ઊભી થતી નથી. પણ જેઓ ભૌતિક અપેક્ષાથી આરાધાયેલા ધર્મને ભૂંડો કહે છે તેઓ Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૫ અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ પોતાના ગુરુ અને દેવને ભૂંડા કહેશે ? અર્થાત્ તેઓ, ‘ભૌતિક ઇચ્છાથી આરાધાયેલો ધર્મ ભંડો છે' એની જેમ, ‘ભૌતિક ઇચ્છાથી આરાધાયેલા શ્રીરામચન્દ્રસૂરિ મ. ભૂંડા છે, સંસાર વધારનારા છે, રીબાવી રીબાવીને મારનારા છે...' આવો બધો પ્રચાર કરશે ખરા ? ને એ જ રીતે શ્રી વીરપરમાત્માને ભૂંડા કહેશે ખરા ? પ્રિ-૨૧] કોઈ આવીને ભૌતિક અપેક્ષાથી આ.શ્રીરામચન્દ્ર સુ.મ.ને વંદન કરી જાય ને એનો સંસાર વધી જાય તો, એમાં કાંઈ શ્રી રામચન્દ્ર સુ.મ. કારણ નથી, પણ એવું ભૌતિક અપેક્ષાથી થયેલું વંદન જ કારણ છે, માટે આચાર્યશ્રીને સંસારવર્ધક શી રીતે કહેવાય ? ફિ-૨૧] આ વંદનથી એનો સંસાર વધી જ જાય” આ વાત માની લેવાય તેવી નથી. છતાં એક વાર એ માની લઈને કહું છું કે, કોઈ આવીને નિરાશસભાવે આચાર્યશ્રીને વંદન કરી જાય ને એનો સંસારમાંથી ઉદ્ધાર થઈ જાય તો ત્યાં પાગ વસ્તુતઃ એ નિરાશસભાવના વંદનના કારણે જ ઉદ્ધાર થયો છે, તો શું આચાર્યશ્રીને ‘ભવોદધિતારક' નહીં કહેવાય ? એ જ રીતે પરમાત્માને “સંસારનાશક' વગેરે ન કહેવાય ? ને તો પછી પૂર્વપુરુષોએ પ્રભુના સંસારતારક, વગેરે જે વિશેષણો વાપર્યા છે તે ખોટાં છે ? એટલે, જો ભૌતિક અપેક્ષાથી વંદનાદિ કોઈ કરી જાય ને એ ડૂબતો હોય તો આ.શ્રી રામચન્દ્ર સુ.મ.ને તમારે ‘ભંડા” કહેવા જ પડે. પણ વાસ્તવિકતા એ છે કે, કોઈ પણ સારું થાય એનો જશ દેવ-ગુરુધર્મની કૃપા છે' એમ ઉપાસ્ય તત્વસ્વરૂપ દેવ-ગુરુ-ધર્મને આપવો, અને કાંઈ પણ ખરાબ થાય તો એમાં મારી ભૂલ છે' એમ પોતાના પર દોષ લઈ લેવો એ શિષ્ટાચાર છે. ધર્માત્માને જેમ દેવ અને ગુરુ એ આદરણીય તત્વ છે એમ ધર્મ પણ આદરણીય તત્વ છે જ, અને તેથી જેમ દેવ અને ગુરુને ‘ભંડા” વગેરે ગાળ ન અપાય એમ ધર્મને પણ ભંડો' વગેરે ગાળ ન જ આપી શકાય. બાકી ધર્મ ભૂંડો હોય તો તો એનાથી દુઃખ જ આવે, અને તો પછી “સુખ ધર્માત દુઃખ પાપાતું” એ સનાતન સત્યનું શું થાય ? માટે, ધર્મ ભૂંડો નથી. પ્રિ-૨૨] વિષમિશ્રિત દૂધપાક આરોગવાથી મૃત્યુ પામનાર માટે જેમ લોકવ્યવહારમાં દૂધપાકથી મયો” એમ કહેવાય છે એમ ભૌતિક આશંસાથી કરેલા ધર્મથી સંસાર વધ્યો એમ શા માટે ન કહેવાય ? Page #35 -------------------------------------------------------------------------- ________________ ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ ઉ-૨૨] દૂધપાક એ કાંઈ આદરણીય ચીજ નથી કે જેથી ‘એનાથી મો એમ કહેવામાં આપણા દિલમાં એના પ્રત્યે રહેલા આદરને ધક્કો લાગવાનો ને તેથી આપણને નુકશાન થવાનો પ્રશ્ન ઊભો થાય. પણ ધર્મ તો આદરણીય તત્ત્વ છે, આપણા દિલમાં જેટલો એના પ્રત્યે આદરભાવ એટલો આપણને અધિક લાભ. આ આદરભાવને ધક્કો લગાડ્યા વિના એને ભૂંડો કહી શકાય નહીં. ‘ભૌતિક અપેક્ષાથી આરાધાયેલા આચાર્યશ્રી રામચન્દ્ર સૂ.મ. ભૂંડા છે‘ ‘ભૌતિક અપેક્ષાથી આરાધાયેલા શ્રી વીરપરમાત્મા ભૂંડા છે' આ વાક્યો અંગે જે દલીલ કરવાનું મન થાય છે કે “એમાં આચાર્ય શ્રી કે પરમાત્મા ભૂંડા નથી, પણ ભૌતિક અપેક્ષા ભૂંડી છે. વગેરે’ તે જ સૂચવે છે કે આ વાક્યો સાંભળતાં જ દિલમાં ખટકો લાગે છે, મન એને સ્વીકારવા તૈયાર થતું નથી. આ વાક્યોને એમના પ્રત્યે આદરભાવ ધરાવનારાઓ શું સંકોચ- ખેદ-આઘાત વિના બોલી શકે ? નહીં જ બોલી શકે, કારણ કે દિલમાં રહેલો આદરભાવ જીભને ઉપડવા જ નહીં દે. એ જ રીતે ધર્મ તત્ત્વ પર જો આદરભાવ રહેલો હોય તો જો ધર્મતત્ત્વ પ્રત્યે ખરો અનુરાગ હોય તો એને ભૂંડો કહેવા માટે જીભ ઉપડવી ન જ જોઈએ. ને સાંભળવા માટે મન તૈયાર ન જોઈએ. ને છતાં, જેણે ધર્મ તત્ત્વ માટે કહેવું જ છે કે, ‘‘ભૌતિક અપેક્ષાથી આરાધાયેલો ધર્મ ભૂંડો છે' તેણે, ‘‘ભૌતિક અપેક્ષાથી આરાધાયેલા શ્રીરામચન્દ્ર સુ.મ. ભૂંડા છે'' વગેરે પ્રચાર પણ જોરશોરથી કરવો જ જોઈએ ને ?! ૨૬ પ્ર-૨૩ તમે આગળ, શ્રીકૃષ્ણે રાવિદ્યાના નિવારણ માટે અટ્ઠમાદિ કર્યા હતા એ જણાવ્યું. એમ ઘણીવાર તમે, શ્રીપાળકુંવરનું દૃષ્ટાન્ત ટાંકો છો કે ‘વીણાવાદનમાં પોતાને જીતે એને પરણવું' એવા નિયમવાળી રાજકુમારી અંગેના કૌતુકથી ત્યાં શીઘ્ર પહોંચવા માટે શ્રીપાળકુંવરે નવપદજીનું ધ્યાન ધર્યું હતું. વગેરે. પણ આ બધા ઉત્તમ પુરુષો છે. તેઓ અર્થ-કામને હેય માનતા હોય છે એટલે અપવાદપદે એમને વ્યક્તિગત રીતે, આવી ભૌતિક અપેક્ષા ઊભી થઈ હોય તો પણ ધર્મ કરવાનું કહી શકાય, પણ એ સિવાય જે તેને આવું માર્ગદર્શન શી રીતે આપી શકાય ? [૬-૨૩ આવો પ્રશ્ન ઊઠાવનારાઓ, પોતાની જ વાતમાં કેવો વિરોધાભાસ ઊભો કરી રહ્યા હોય છે ! એક બાજુ તેઓ કહેતા હોય છે કે આ ઉપદેશ Page #36 -------------------------------------------------------------------------- ________________ અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ બાળ-મુગ્ધજીવો માટે છે, શ્રાવકો માટે નથી. ને બીજી બાજુ આવા દુષ્ટાતો આપવામાં આવે ત્યારે, એ તો ઉત્તમ પુરુષો હતા માટે વાંધો નહીં. તો પછી વાંધો કોઈની પણ માટે રહ્યો નહીં જ ને ? ને વાંધો ન જ હોવો જોઈએ ને ? કારણ કે અર્થ-કામ માટે પણ ધર્મ જ કરવો જોઈએ” આ વાક્ય ધર્મ કરવાના વિધાન કરતાં અધર્મ-પાપનો નિષેધ કરવા પર વધારે ભાર મૂકવા માટે છે, ને પાપ તો કોઈ પણ ભૂમિકામાં નિષિદ્ધ છે જ ને! આ વાત બરાબર સમજીએ. સીતા રામની પત્ની હતી. ‘દ્રૌપદી યુધિષ્ઠિરની પત્ની હતી.” આ બે વાક્યોનો કોઇ વિરોધ નહીં કરે. ‘સીતા રામની જ પત્ની હતી” આ વાક્યને પણ શ્રોતા સ્વીકારી લેશે. પણ દ્રૌપદી યુધિષ્ઠિરની જ પત્ની હતી” આ વાક્યને કોઈ સુજ્ઞ શ્રોતા સ્વીકારશે નહીં', તૂર્ત એનો નિષેધ કરશે. કારણ કે મનમાં યુધિષ્ઠિર સિવાયના ભીમ વગેરે પણ રહ્યા છે. સીતા માટે રામ સિવાય બીજું કોઈ મનમાં નથી, માટે ત્યાં નિષેધ નથી કરાતો. એટલે નક્કી થયું કે જેને 'જ' કાર લાગ્યો હોય તેના સિવાયનું બીજું કશુંક મનમાં રહ્યું હોય તો જ એ વાક્યનો નિષેધ થઈ શકે, અન્યથા નહીં'. પ્રસ્તુતમાં, અર્થ-કામ માટે પણ ધર્મ જ કરવો જોઈએ' આ વાક્યનો વિરોધ ત્યારે જ થઈ શકે જો મનમાં ધર્મ સિવાયની ચીજ (=અધર્મ =પા૫) કરી શકાય? એવું રહ્યું હોય તો. જેઓ આ ધર્મ જ કરવાનું જણાવનાર વાક્ય ખોટું હોવું જણાવે છે તેઓ મુખથી બોલે કે ન બોલે, તેઓના મનમાં, ‘અર્થ-કામ માટે અધર્મ પણ કરી શકાય એવું બેસેલું જ હોવું જોઈએ. “ના, અધર્મ તો ન જ કરાય” એવું જ બેસેલું હોય તો, સ્પષ્ટ રૂપે બોલે કે ન બોલે, “અર્થ-કામ માટે પણ ધર્મ જ કરવો જોઈએ’ આ વાતને તેઓએ મનોમન સ્વીકારવી જ પડે. રામની પત્ની હોવાની વાત તો 'જ' કાર વિનાના સીતા રામની પત્ની હતી’ એવા વાક્યથી પણ થઈ જાય છે. સીતા રામની જ પત્ની હતી... આ જ' કારવાળું વાક્ય તો સીતા રામની પત્ની હોવાની વાત કરતાં, રામ સિવાય અન્ય કોઈની પત્ની નહોતી એ વાત પર ભાર મૂકવા માટે જ છે એ પ્રતીતિસિદ્ધ છે. એમ અર્થ-કામ માટે પણ ધર્મ જ કરવો આવું વાક્ય “અધર્મ તો ન જ કરવો’ એ વાત પર ભાર મૂકવા માટે છે, જે કોઈપણ ભૂમિકાના જીવ માટે ઉચિત છે. જેઓ આ વાક્યનો વિરોધ કરતા હોય તેઓને પૂછવું કે 'તો, અર્થકામ માટે શું અધર્મ કરી શકાય ?' (આ પ્રશ્નના ઉત્તરમાં બીજી-ત્રીજી વાત પર ચડી જવાબ ઉડાડી ન દે એ માટે હા કે ના માં જવાબ મેળવવાનો જ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ આગ્રહ રાખવો. હા માં જવાબ આપી નહીં શકે ને ‘ના’ માં જવાબ આપે એટલે ‘ધર્મ જ કરવો’ એ વાત સ્વીકારી લીધેલી જ જાણવી.) ઇષ્ટફળસિદ્ધિ અંગે જે સમાધાન થયેલું (કે જેનું લખાણ આગળ આપેલું છે) તેમાં પણ જણાવ્યું છે કે '‘આ પ્રયોજન જીવનનિર્વાહ વગેરે ઇહલૌકિક આશયવાળું હોય તો ય એના માટે ધર્મ જ ઉપાદેય છે, આમ કહેવામાં જ્ઞાનીઓનો આશય તે જીવોને પાપમાંથી છોડાવી શુદ્ધ ધર્મમાં પ્રવૃત્તિ કરાવવાનો છે.'' પૂર્વે જણાવી દીધેલી વાત ફરીથી જણાવી દઉં -- ઉત્તમ જીવોને વિશેષ અવસર માં કોઈ એવી જિજ્ઞાસા જાગી હોય તો વ્યક્તિગત માર્ગદર્શન તરીકે ભૌતિક અપેક્ષા માટે પણ ધર્મ જ કરવાનું કહેવાય. તેઓને જનરલ ઉપદેશ તરીકે આ વાત કહેવાની જરૂર હોતી નથી, કારણ કે તેઓ ધર્મમાં જોડાયેલા જ હોય છે. ઉપદેશ તરીકે તો નવા જીવોને ધર્મમાં જોડવા માટે આ વાત કરવાની હોય છે. પ્ર-૨૪] ધર્મના બદલામાં ભૌતિક ચીજ માગી લેવી એ તો નિયાણું કહેવાય છે. તો ભૌતિક અપેક્ષાથી કરાતા ધર્મમાં નિયાણાંનો દોષ નહીં લાગે ? ઉ-૨૪ નિયાણાની વ્યાખ્યા સમજવાથી આવો કોઈ પ્રશ્ન ઊભો નહીં રહે. ચૈત્યવંદન મહાભાષ્યમાં કહ્યું છે કે ‘“જેણે સારી રીતે સુધર્મ કર્યો છે. તે, પછી એ ધર્મના બદલામાં ભવોભવ શબ્દ વગેરે વિષયો ભોગવવા માટે માગી લે તો એ ભોગનિયાણું જાણવું.'' સંવેગ રંગશાળામાં કહ્યું છે કે – “સંયમશિખરે આરૂઢ થયેલો, દુષ્કરતપકારક અને ત્રણ ગુપ્તિથી ગુપ્ત એવો પણ જે આત્મા પરીષહથી પરાભવ પામ્યો હોવાના કારણે અજોડ એવા શિવસુખની અવગણના કરીને અત્યંત તુચ્છ વિષયસુખ માટે આ પ્રમાણે નિયાણું કરે છે તે કાચમણને માટે વૈડુર્ય મણિનો નાશ કરે છે.'' આ બધાં શાસ્રવચનો પરથી સ્પષ્ટ છે કે, પહેલાં નિરાશંસભાવે સુંદર ધર્મ આરાધ્યો હોય ને પછી એના બદલામાં ભૌતિક સુખ માગી લેવાનું હોય તો ६. जो पुण सुकयसुधम्मो पच्छा मग्गइ भवे भवे भोतुं । सद्दाइकामभोगे भोगनियाणं इमं भणियं ॥ चे . म. ८५९ ।। '૭. संजमसिहरारूढो य विहियदुक्करतवो तिगुत्तो वि । अवगत्रिऊण सिवसुहमसमं पि परीसहाभिहओ ॥९१४०॥ एवं नियाणबंधं जो कुणइ सुतुच्छविसयसुहहेउं । सो कायमणिकरणं वेरुलियमणिं पणासेइ ॥ ९१४१|| Page #38 -------------------------------------------------------------------------- ________________ અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ ૨૯ તે નિયાણું કહેવાય છે. જ્યારે “અર્થ-કામની ઇચ્છાથી પણ ધર્મ જ કરવો જોઈએ.' આમાં તો પહેલાં અર્થ-કામની ઇચ્છા છે ને પછી ધર્મકરણી છે. ટૂંકમાં, પહેલાં નિરાશસભાવે ધર્મ ને પછી ભૌતિક ઇચ્છા-માગણી હોય ત્યાં નિયાણાંનો દોષ લાગવાની વાત આવે, પણ પહેલાં ભૌતિક ઇચ્છા ને પછી એને ઉપાય તરીકે ધર્મ આચરણ હોય ત્યાં નિયાણું કર્યાનો દોષ લાગતો નથી. પ્રિ-૨૫ ઇચ્છા ધર્મકરણીની પૂર્વે હોય કે પછી, શું ફેર પડે છે ? ઉ-૨૫ ઘણો. પહેલાં નિરાશ ભાવનો ધર્મ કર્યો છે એટલે કે એનાથી મોક્ષ મેળવવાનો હતો. એ મોક્ષની અવગણના કરીને કામ-ભોગાદિ માગવાનું થાય છે જે જીવને ઘણો નીચે ઉતારે છે. - જ્યારે પહેલેથી એવી આવશ્યકતાના કારણે અર્થ-કામની ઇચ્છા ઊભી થયેલી છે, એટલે સામાન્યથી સંસારી જીવ અર્થ-કામની પ્રાપ્તિ માટે આરંભ-સમારંભ કરવાનો હતો, એના બદલે હવે, એ આરંભ-સમારંભના પાપોને છોડીને ધર્મ કરી રહ્યો છે. આમ સારો વિકલ્પ અપનાવાઈ રહ્યો હોવાથી એ નિષિદ્ધ નથી. કશું ન કમાનારો લાખ રૂા. કમાય એ પ્રગતિ છે, પણ વર્ષે પાંચ લાખ કમાનારો એ વર્ષે લાખ કમાય તો એ પીછેહઠ છે. એમાં પ્રથમ નિરાશંસ ભાવે ધર્મ કરનારો પછી ભૌતિક આશંસામાં પડે તો એ પીછેહઠ હોવાથી નિયાણું છે. પણ જેને અર્થ-કામની ઇચ્છા ઊભી થઈ જ ગયેલી છે એ હવે, “અર્થ-કામની ઇચ્છાથી પણ ધર્મ જ કરવો જોઈએ” એવા શાસ્ત્રવચનને અનુસરીને શ્રદ્ધાપૂર્વક ધર્મ કરવાની ઇચ્છા કરી રહ્યો છે તો એ પ્રગતિ સ્વરૂપ હોવાથી નિયાણું નથી જ. નહીંતર તો, ‘જો તમે ધનઋદ્ધિને ઇચ્છો છો તો જિનપૂજા કરો' વગેરે જે ઉપદેશ પૂર્વાચાર્યોએ આપ્યો છે તે નિયાણું કરવાનો ઉપદેશ આપ્યો છે એવો તેઓ પર આરોપ મૂકવાનું થાય. વળી, સાભિવંગ (= ભૌતિક ઇચ્છાવાળું) અનુષ્ઠાન ભૌતિક અપેક્ષાથી થતું હોવા છતાં બહુમાનપૂર્વક થતું હોવાના કારણે શુભ અધ્યવસાય જાગે છે જેના કારણે જીવ બોધિબીજ પામે છે. તથા આ તપના પ્રભાવે ભવૈરાગ્ય પણ પેદા થાય છે. માટે, ભૌતિક ઇચ્છાપૂર્વક કરાતું હોવા છતાં એ નિયામાં સ્વરૂપ બનતું નથી. આ પ્રમાણે તપપંચાશકમાં સ્પષ્ટ જણાવાયું છે. પ્રિ-૨ "અર્થ-કામની ઇચ્છાથી પણ ધર્મ જ કરવો જોઈએ’ આવા વચનને ८. एएसु वट्टमाणो भावपवित्तीए बीयभावाओ । सुद्धासयजोगेणं अणियाणो भवविरागाओ ॥ पंचाशक १९-४१ ॥ Page #39 -------------------------------------------------------------------------- ________________ ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ અનુસરીને કોઈ ધર્મ કરે, તો એટલા માત્રથી એને પોતાની ઇચ્છિત વસ્તુ મળી જ જાય એવું થોડું છે ? ને એટલે જો કદાચ એને પોતાની ઇચ્છિત વસ્તુ નહીં મળે તો ધર્મ પ્રત્યે અશ્રદ્ધા નહીં થઈ જાય ? ૩િ-૨૬ એને અશ્રદ્ધા થઈ જશે કે નહીં એ વાત પછી, તમને તો અશ્રદ્ધા નથી ને ? “ધર્મથી સર્વ ઈચ્છિતની પ્રાપ્તિ થાય છે” આવી શ્રધ્ધા તમને તો છે ને ? ઉપા. શ્રી વિનયવિજ્ય મહારાજે શાંતસુધારસ ગ્રન્થમાં ધર્મને ઉદ્દેશીને કહ્યું છે કે “તારી કૃપાથી બધી ઇચ્છિત વસ્તુઓની સિદ્ધિ થાય છે - “ત થારિવામિતસદ્ધિઃ' આ વચન પર તમને તો શ્રદ્ધા છે ને ? તો પછી આવો પ્રશ્ન કેમ ઊઠે છે ? શંકા - પણ છતાં, એનાં અંતરાયકમ જોરદાર હોય ને ધર્મ એટલો પાવરફુલ ન હોય તો ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ ન પણ થાય. અને તો પછી એને અશ્રદ્ધા નહીં થઈ જાય ? એ ધર્મ કરવાનું છોડી નહીં દે ? સમાધાન - પાણીથી આગ ઓલવાય, પણ આખું મકાન ભડભડ બળતી અગન જ્વાળાઓથી ઘેરાઈ ગયું હોય ને કોઈ પાણીનો મારો ચલાવે છે. છતાં એ મારો એટલો જોરદાર ન હોવાથી આગ ઓલવાતી નથી. પાગ એટલા માત્રથી, ‘પાણીથી આગ ઓલવાય’ એવી વાત પરથી એ પોતાની શ્રદ્ધા ઉડાવી દે ને પાણીનો મારો ચલાવવાનું બંધ કરી દે તો એ એનો દોષ છે. અને તેથી આગ ઓલવવાની ઇચ્છા હોય તો પાણી છાંટવું જોઈએ” એવું માર્ગદર્શન આપવાનું સજનો બંધ થોડું કરી દે ? એમ પ્રસ્તુતમાં જો કોઈ ધર્મ કરવાનું છોડી દે તો એ એની મૂર્ખતા છે. પણ એટલા માત્રથી માર્ગદર્શન આપવાનું કાંઈ બંધ ન કરાય. બીજી વાત, અર્થ-કામની પ્રાપ્તિ તો હજુ સહેલી છે, મોક્ષની પ્રાપ્તિ તો ઘણી દુષ્કર છે, કેટલાય ભવ સુધી પણ ન થાય. અને તો પછી મોક્ષ માટે ધર્મ કરનારને અશ્રદ્ધા થવાની શક્યતા ને એ ધર્મ કરવાનું છોડી દે એવી શક્યતા, તમારા અભિપ્રાય મુજબ તો હજારોગણી વધારે બની જ જશે. ને તેથી તમારે તો ‘મોક્ષની ઇચ્છા હોય તો ધર્મ જ કરવો જોઈએ' એવો પણ ઉપદેશ અપાશે નહીં. ત્રીજી વાત, “અશ્રદ્ધા થઈ જવાથી એ ધર્મ છોડી દેશે' એવો ભય રાખીને ધર્મ કરવાનું નિષેધતા તમે તો અત્યારથી જ એને ધર્મ છોડાવી રહ્યા છો.. આ શું ઉચિત છે ? ચોથી વાત, આવી અશ્રદ્ધાની વાત ને ધર્મ છોડી દેવાની વાત ને આગળ Page #40 -------------------------------------------------------------------------- ________________ અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ ૩૧ ન કરીને પણ, ‘અર્થ-કામની ઇચ્છાથી પણ ધર્મ જ કરવો જોઈએ’’ એવો ઉપદેશ આપવો અનુચિત બની જતો હોય તો, શાસ્ત્રકાર પણ તેવો ઉપદેશ આપત નહીં, પણ આપ્યો તો છે. તે જણાવે છે કે આવું બહાનું કાઢીને એ ઉપદેશ ન આપવો એ ખોટી વાત છે તથા એવા ઉપદેશને જિનાજ્ઞાથી વિપરીત માનવો એ, (આવો ઉપદેશ આપનારા) પૂર્વપુરુષો પર જિનાજ્ઞાથી વિપરીત ઉપદેશ દેવાનો આરોપ કરવા સમાન છે. પ્ર-૨૭] ‘અર્થ-કામની ઇચ્છાથી પણ ધર્મ જ કરવો જોઈએ’. આવા ઉપદેશ વચનને અનુસરીને કોઈ ધર્મ કરે, ને એના પ્રભાવે એને અર્થ-કામ મળી ગયા.. તો પછી અર્થ-કામ મેળવવાથી એ વધુ પાપ કરશે ને વધારે દુઃખી થશે. માટે આવો ઉપદેશ ન આપવો જોઈએ ને ? ઉ-૨૭] અર્થ-કામ મળવા માત્રથી વધુ પાપ કરશે એ નિશ્ચિત છે ? શંકા - હા, કેમ નહીં ? કેમકે સામગ્રી વધુ મળે એટલે પાપ વધુ થાય જ. સમાધાન તો તો નિરાશંસભાવે પણ ધર્મ ન જ કરવો જોઈએ. કારણ કે અર્થ-કામની ઇચ્છાથી થતાં ધર્મથી જેટલી અર્થ-કામની સામગ્રી મળશે એના કરતાં નિરાશંસ ભાવે થતાં ધર્મથી જેટલી અર્થ-કામની સામગ્રી મળશે એ નિઃશંક ઘણી જ વધારે હોવાથી અત્યંત વધારે પાપ કરાવશે જ. શંકા - ‘અર્થ-કામ મળવા માત્રથી પાપ થાય જ’ એવું નથી. પરંતુ ‘મિલન આશયથી કરેલા ધર્મથી જે અર્થ-કામ મળે તેનાથી પાપ થાય’ એવું છે. નિરાશંસભવે કરાયેલો ધર્મ કાંઈ મલિન આશયથી થયેલો નથી કે જેથી એ ધર્મથી મળેલા અર્થકામ પાપ જ કરાવે એવું માનવું પડે. - સમાધાન - એક આદમીને ધનની આવશ્યકતા ઊભી થઈ. એની નજર સામે દાણચોરી, અનીતિ, વેપાર, નોકરી, લોટરી વગેરે ઉપાયો જેમ આવે છે એમ આવું શાસ્ત્રવચન પણ આવે છે કે “ધર્મ ધન વગેરેનું અમોઘ કારણ છે, જેમ કે બીજ ફળનું મુખ્ય કારણ છે. સાહસ, વ્યાપાર વગેરે તો ધનપ્રાપ્તિનાં સહકારી કારણો છે, જેમ કે ફળપ્રાપ્તિનાં જળસિંચન વગેરે સહકારી કારણો, તે સહકારી કારણો વ્યભિચારી = અનૈકાન્તિક = ‘ક્યારેક કાર્ય ન પણ કરી આપે' એવા ९. धर्मो धनादेर्व्यभिचारवन्ध्यो बीजं फलस्येव हि मुख्यहेतुः । उपक्रमाद्याः सहकारिणोऽम्भः सेकादिवत्ते व्यभिचारिणोऽपि ||४६ || श्री श्राद्धप्रतिक्रमणसूत्र अर्थदीपिकावृत्तौ । Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ હોય છે.'' આ બધા ઉપાયો નજર સામે આવવા પર તરત એ વિચારે છે કે, મારે બીજો વિચાર શું કરવાનો ? મારા ભગવાનની ભક્તિના પ્રભાવે જ મને મારાં બધાં ઈષ્ટની પ્રાપ્તિ થઈ જશે. પ્રભુભક્તિ જ સર્વશ્રેષ્ઠ છે, પ્રભુ ભક્તિથી જે ઇષ્ટપ્રાપ્તિ ન થાય તો કશાથી નહીં થાય... માટે હું તો પ્રભુભક્તિ જ કરીશ. આવી સચોટ શ્રદ્ધા સાથે એ પ્રભુભક્તિ કરે છે ને પરિણામે ઇષ્ટપ્રાપ્તિ કરે છે. સમ્યક્ત્વની ૬૭ બોલની સજ્ઝાયમાં શ્રી યશોવિજયજી મહારાજે કહ્યું છે કે‘જિનભક્તે જે નવિ થયું તે બીજાથી નિવ થાય રે; એવું જે મુખે ભાખવું તે વચનશુદ્ધિ કહેવાય રે--'' આ જો વચનશુધ્ધિ છે તો ઉપર કહેલી વિચારધારાને અશુદ્ધિ કહી શકાય નહીં, પણ ઉપરથી મનની શુદ્ધિ - શુદ્ધભાવના જ કહેવી પડે. શ્રીપાળરાજાના રાસમાં ‘ગુણસુન્દરી' ની પ્રતિજ્ઞાનો વૃત્તાન્ત સાંભળીને શ્રીપાળકુંવર શું કરે છે તેનો આવો અધિકાર છે કે - ‘આવ્યો નિજ આવાસે કુંવર મન ચિંતવે હો લાલ, નયર રહ્યું તે દૂર તો કિમ જાણ્યું હવે હો લાલ, તો દૈત વિધાતા પાંખ તો માણસ રૂઅડાં હો લાલ, તો ફરી ફરી કૌતુક જોત જુવે તિમ સુખડાં હો લાલ. જુવે ગા સિદ્ધચક્ર મુજ એહ મનોરથ પૂરશે હો લાલ, મનો એહિ જ મુજ આધાર વિઘ્ન સવિચૂરશે હો લાલ ‘વીણાવાદનમાં જે મને જીતે એને જ પરણીશ' એવી પ્રતિજ્ઞાવાળી રાજકુમારી સંબંધી કૌતુક જોવા વગેરેના મનોરથ પૂરવા અંગે શ્રીપાળકુંવરે સિદ્ધચક્રને જ આધાર માનીને એનું ધ્યાન ધર્યું હતું. ને, ‘‘સિદ્ધચક્ર જ મારા મનોરથને પૂરશે' એ જ મારે આધાર છે. એ જ સકલ વિઘ્નોને ચૂરશે’’ આવી શ્રીપાળકુંવરની વિચારધારા શુભભાવ સ્વરૂપ જ છે. અશુભભાવ સ્વરૂપ નહીં. (માટે તો રાસકારે મહિમા ગાવા આ પ્રસંગનો પણ સમાવેશ કર્યો છે.) (તેમ છતાં જો કોઈ એમ કહે કે આ શ્રીપાળકુંવરનો અશુભભાવ જ છે તો તેને પૂછવું કે કયા શાસ્ત્રના આધારે આ ભાવને મિલન કહો છો ? કારણ કે સિરિસિરિવાલકથામાં તથા શ્રીપાળરાજાના રાસમાં તો આ અને આવા અન્ય પ્રસંગો, શ્રીપાળકુંવરના દિલમાં શ્રી સિદ્ધચક્રભગવંત પ્રત્યે કેવી અપાર શ્રદ્ધા-ભક્તિ હતી તેના સૂચક તરીકે જ વર્ણવેલા છે.) એટલે શ્રીપાળકુંવરનો આ શુભભાવ જ છે... ને એમ જેને આજીવિકા વગેરે Page #42 -------------------------------------------------------------------------- ________________ અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ ભૌતિક આવશ્યકતા ઊભી થઈ છે તે મારે તો પ્રભુભક્તિ જ આધારભૂત છે- એ જ મારા મનોરથને પૂરશે” . આવો વિચાર ધરાવે તો એ, એનો શુભ આશય જ છે, મલિન આશય નહીં અને તેથી આવા શુભ આશયથી કરેલા ધર્મના પ્રભાવે પ્રાપ્ત થનાર અર્થ-કામ પાપ જ કરાવે એમ કહી શકાય નહીં. વળી શ્રદ્ધાપૂર્વક કરેલું ધર્માનુષ્ઠાન ઉત્તરોત્તર શ્રદ્ધાને પ્રબળ બનાવે છે ને એના પ્રભાવે અર્થ-કામની ઇચ્છા મોળી પડતી આવે છે, જેથી પછી નિરાશસભાવે ધર્મ થાય છે. આ વાત તપપંચાશક વગેરે ગ્રન્થોના અધિકારથી આગળ સ્પષ્ટ થશે. એટલે આ રીતે કરાતો ધર્મ પણ અકર્તવ્ય નથી જ. બેશક, નિરાશં ભાવ તો ખૂબ ઊંચો છે જ, પણ એટલા માત્રથી, અર્થ-કામ સ્વરૂપ ઇષ્ટની પ્રાપ્તિના સચોટ ઉપાય તરીકે ધર્મને જ જોવાના શ્રદ્ધાભાવને મલિન કે અશુભ કહી શકાય નહીં, કે એના પ્રભાવે મળતા અર્થ-કામ પાપ જ કરાવે એમ કહી શકાય નહીં. વળી, બીજી એક વાત ‘અર્થ-કામની ઇચ્છાથી ધર્મ તો કરાય જ નહીં' આવો નિષેધ કરવામાં આ છે કારણ આપવામાં આવે છે કે, “એ ધર્મથી એને અર્થ-કામ મળશે ને તેથી પછી એ પાપ કરશે’ એ કારણ પણ વિચારણીય છે. આવશ્યક અર્થ-કામની પ્રાપ્તિના ઉપાય તરીકે કરાતા ધર્મને ભૂંડો સમજીને જો આચરવામાં નહીં આવે તો, બાકીના ઉપાય તરીકે તો કોઈ પણ પાપપ્રવૃત્તિ જ રહેશે. કારણ કે આપણી મન-વચન-કાયાની કોઈ પણ પ્રવૃત્તિ ક્યાં તો ધર્મરૂપ હોય છે ત્યાં અધર્મ સ્વરૂપ હોય છે. જે પ્રવૃત્તિ ધર્મસ્વરૂપ ન હોય તે અધર્મપાપ સ્વરૂપ જ હોય -- આમાં ત્રીજો કોઈ વિકલ્પ નથી. વળી, આજીવિકા વગેરે આવશ્યક ચીજ માટે કાંઈક ને કંઈક ઉપાય તો અજમાવવો જ હોય છે. તો એ ઉપાય તરીકે જો ધર્મ ન અજમાવવાનો હોય તો આરંભ-સમારંભ વગેરે સ્વરૂપ અધર્મ જ અજમાવવાનો રહેશે. એટલે આ તો ઊલમાંથી ચૂલમાં પડવાનું થયું. ભવિષ્યમાં પાપ થવાના ભયથી તમે ધર્મ કરવાનો નિષેધ કર્યો ને એને વર્તમાનમાં જ પાપમાં જોડવાનું થયું. માટે, ઉપર કહ્યા પ્રમાણે, પ્રબળ શ્રદ્ધાયુક્ત ભાવ હોવાના કારણે, એ ધર્મથી જે અર્થ-કામ મળશે એનાથી તો પાપ થવાના નથી. પણ, વર્તમાનમાં પણ પાપથી બચવા મળે છે. તેથી, શાસ્ત્રકારો અને (એમને અનુસરીને) અમે આ કહીએ છીએ કે અર્થ-કામની ઇચ્છાથી પણ ધર્મ જ કરવો જોઈએ.” બાકી, “અર્થ-કામની ઇચ્છા હોય તો ધર્મ જ કરવો જોઈએ - આવા ઉપદેશવચન ને અનુસરીને કોઈ ધર્મ કરે, અર્થ-કામ પામે, એના દ્વારા પાપો Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ કરે ને પછી દુર્ગતિમાં ધકેલાઈ જાય. એટલે આવો ઉપદેશ આપનારાઓ શ્રોતાનું ભયંકર અહિત કરી રહ્યા છે-- વગેરે કહેનારાઓને કહેવું કે તમે આ બધું શાસ્ત્રકારોને - જ્ઞાની પુરુષોને કહો ને, અમને શા માટે કહો છો ? કારણ કે જ્ઞાની પુરુષોએ ઠેર ઠેર અર્થ-કામની ઈચ્છાથી પણ ધર્મ જ કરવાનું કહ્યું છે, ‘અર્થ-કામની ઇચ્છા છે ? તો ધર્મ તો કરાય જ નહીંએમ ધર્મ ન કરવાનું કશે કહ્યું નથી. પ્ર-૨૮) અર્થ-કામની અપેક્ષાથી કરાતા ધર્મથી પુણ્યબંધના કારણે અર્થ-કામની ભલે પ્રાપ્તિ થઈ જાય, પણ આત્માની દૃષ્ટિએ તો, એ ધર્મથી કશો. લાભ થઈ શકતો નથી. કારણ કે એ ધર્મ ભૌતિક અપેક્ષાથી થઈ રહ્યો છે. એટલે આત્મિક દષ્ટિએ જે સર્વથા નિરર્થક છે એનો ઉપદેશ પણ સાધુઓ શી રીતે આપી શકે ? ઉિ-૨૮] “ભૌતિક અપેક્ષાથી કરાતો હોવા માત્રના કારણે, એ ધર્મ આત્મિક દષ્ટિએ કશો લાભ કરાવી ન શકે” આ માન્યતા જ ભૂલભરેલી છે, આ માન્યતા શાસ્ત્રજ્ઞાનની અપૂર્ણતાને ને ધર્મના અચિત્ય માહાસ્યના અજાણપણાને સૂચવે છે. કારણ કે શાસ્ત્રમાં તો ઠેર ઠેર આવી ભૌતિક ઇચ્છાની પૂર્તિ માટે ઉપાય તરીકે કરાતા ધર્મને પણ લાભકર્તા જણાવ્યો છે. ૧૪૪ ગ્રન્થોના રચયિતા શ્રી હરિભદ્રસૂરિ મહારાજે અષ્ટક પ્રકરણમાં પ્રત્યાખ્યાન અષ્ટકમાં નીચે મુજબ કહ્યું છે - પચ્ચખાણ બે પ્રકારનું કહેવાયું છે, દ્રવ્યથી અને ભાવથી. જે પચ્ચકખાણ ભૌતિક અપેક્ષા વગેરેથી કરાય છે તે દ્રવ્યપચ્ચકખાણ છે. અને એ સિવાયનું પચ્ચખાણ ભાવપચ્ચખાણ છે. ૧૧ દ્રવ્યપચ્ચકખાણ સર્વથા નિરર્થક છે ? ના, (ભૌતિક અપેક્ષાની પૂર્તિ વગેરે માટે કરાતું હોવાથી) જે પચ્ચકખાણ દ્રવ્યપચ્ચકખાણ રૂપે ગ્રહણ થઈ રહ્યું છે કે, આ પચ્ચકખાણ મારા ભગવાને કહ્યું છે' એવી સદ્ભક્તિના યોગે તેનું દ્રવ્યપણું દૂર થઈ રહ્યું હોવાના કારણે, ભાવ પચ્ચકખાણનું કારણ બને છે. (આમ ભાવપચ્ચખાણનું કારણ બનતું હોવા १०. द्रव्यतो भावतश्चैव प्रत्याख्यानं द्विधा मतम् । अपेक्षादिकृतमाद्यमतोऽन्यच्चरमं मतम् ॥१॥ ૨૨. પ્રત્યાયાન મિનર્થમે ? ન, રૂત્યા -- जिनोक्तमिति सद्भक्त्या ग्रहणे द्रव्यतोऽप्यदः । बाध्यमानं भवेद् भावप्रत्याख्यानस्य कारणम् ॥८॥ Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૫ અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ રૂપે એ સાર્થક છે, સર્વથા નિરર્થક નથી.) યોગબિન્દુ અને દ્વાન્નિશદ્યાવિંશિકા ગ્રન્થમાં પાંચ અનુષ્ઠાનના નિરૂપણમાં તન્હેતુઅનુકાનનું સ્વરૂપ વિચારીએ તો જણાય છે કે, “વિવક્ષિત અનુષ્ઠાન સૌભાગ્ય વગેરે ભૌતિક અપેક્ષાથી કરાતું હોવા છતાં, જો એ અપેક્ષા બાધ્યકક્ષાની હોય, પ્રજ્ઞાપનાધીન હોય અને મુક્તિ પ્રત્યે દ્વેષ ન હોય તો એ અનુમાન પ્રત્યે રાગ પેદા કરે છે અને તેથી એ અનુષ્ઠાન હેતુ = અમૃત અનુષ્ઠાનનું કારણભૂત અનુષ્ઠાન બને છે. જે અનુષ્ઠાન, અમૃત અનુષ્ઠાનને લાવી આપનારું બની રહે છે, એને એમાં ભૌતિક અપેક્ષા ભળેલી હોવા માત્રના કારણે નિરર્થક શી રીતે કહી શકાય ? સૂરિપુરંદરથી હરિભદ્રસૂરિ મહારાજે પચાશકજી અતર્ગત તપપંચાશકમાં સૌભાગ્ય વગેરેની અપેક્ષાથી દેવતાના ઉદ્દેશથી કરાતા રોહિણી વગેરે અનુકાનને પણ ૧૩ જેમાં કષાયોનો નિરોધ છે, બ્રહ્મચર્યનું પાલન છે, જિનપૂજા છે અને અનશન = આહારત્યાગ છે એ બધું અનુષ્ઠાન “તપ” છે (અને તેથી હિતકર છે), વિશેષ કરીને મુગ્ધલોકમાં એ હિતકર બને છે” આમ જગાવવા દ્વારા હિતકર જણાવ્યું છે. આગળ પણ એ ગ્રન્થમાં જણાવ્યું છે કે૧૪“ભલે આ (રોહિણી વગેરે) તપ તે તે ગ્રન્થમાં કહ્યા હોય, છતાં એ १२. अपि बाध्या फलापेक्षा सदनुष्ठानरागकृत् ।। सा च प्रज्ञापनाधीना मुक्त्यद्वेषमपेक्षते ॥२५॥ १३. जत्थ कसायनिरोहो बंभं जिणपूयणं अणसणं च । सो सञ्चो चेव तवो, विसेसओ मुद्धलोयम्भि ॥२६॥ १४. पढिओ तवविसेसो अण्णेहिं वि तेहिं तेहिं सत्थेहिं । मग्गपडिवत्तिहेऊ हंदि विणेयाणुगुण्णेणं ॥२९।। वृत्ति :- किमिति ? आह -- पठितः = अधीतस्तपोविशेषः = तपोभेदः अन्यैरपि ग्रन्थकारैः तेषु तेषु शास्त्रेषु = नानाग्रन्थेष्वित्यर्थः । नन्वयं पठितोऽपि साभिष्वंगत्वान्न मुक्तिमार्ग इत्याशंक्याह - मार्गप्रतिपत्तिहेतुः = शिवपथाश्रयकारणं, यश्च तत्प्रतिपत्तिहेतुः स मार्ग एवोपचारात् । कथमिदमिति चेद् ? उच्यते - हंदीत्युपप्रदर्शने विनेयानुगुण्येन = शिक्षणीयसत्त्वानुरूप्येण, भवन्ति हि केचित् ते विनेया ये साभिष्वंगानुष्ठानप्रवृत्ताः सन्तो निरभिष्वंगानुष्ठानं लभन्ते, इति गाथाद्वयार्थः ॥२९।। Page #45 -------------------------------------------------------------------------- ________________ સાભિવંગ = ભૌતિક ન સમાધાન આ મુજ ભાત છે અને તેથી ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ સાભિવંગ = ભૌતિક ચીજની ઇચ્છાવાળા હોવાથી મોક્ષમાર્ગ સ્વરૂપ નહી બને ? આવી જો શંકા હોય તો એનું સમાધાન આ મુજબ જાણવું – આ અનુષ્ઠાન સાભિળંગ હોવા છતાં માર્ગપ્રાપ્તિના કારણભૂત છે અને તેથી એ પણ ઉપચારથી મોક્ષમાર્ગ સ્વરૂપ જ છે (આમાં પણ કારણ દર્શાવતા ગ્રન્થકાર આગળ જણાવે છે, કેટલાક જીવો એવા હોય છે કે સાભિવંગઅનુષ્ઠાનમાં = ભૌતિક અપેક્ષાવાળા અનુષ્ઠાનમાં પ્રવૃત્ત થતાં થતાં નિરભિવંગ અનુષ્ઠાન = નિરાશસભાવવાળું અનુષ્ઠાન કરતા થાય છે. વળી આ પણ તેઓશ્રીએ જણાવ્યું છે કે, ભૌતિક અપેક્ષાવાળું અનુષ્ઠાન પણ અપેક્ષાપૂર્વક થતું હોવા છતાં આદરબહુમાનપૂર્વક થતું હોવાના કારણે શુભભાવ દ્વારા બોધિબીજ, ભવૈરાગ્ય વગેરેનું કારણ બને છે. આ જ અધિકારમાં પૂર્વે એ પણ ગ્રન્થકાર જણાવી ચૂક્યા છે કે મુગ્ધજીવો સૌપ્રથમ કર્મક્ષયના ઉદ્દેશથી પ્રવૃત્તિ કરતા નથી, પણ કોઈક સૌભાગ્ય વગેરે ભૌતિક અપેક્ષાથી પ્રવૃત્તિ કરે છે ને પછી એવું અનુષ્ઠાન કર્યા કરવાના અભ્યાસથી આગળ કર્મક્ષયના ઉદ્દેશથી પ્રવૃત્તિ કરતા થાય છે. આ બધા ગ્રન્થાધિકારો પરથી સ્પષ્ટ છે કે ભૌતિક આશંસાવાળું અનુષ્ઠાન પણ ક્રમશઃ એ આશંસાને તોડતું આવે છે ને એ રીતે લાભકર્તા બને જ છે. આ જ પ્રમાણે, શ્રીપાળકુંવર-શ્રીકૃષ્ણ વગેરેને જ્યારે ભૌતિક અપેક્ષા ઊભી થઈ છે ત્યારે તેઓએ નવપદજીનું ધ્યાન ધરવું વગેરે ધર્મ કર્યો છે ને સુવિહિત ગ્રન્થકારોએ એ પ્રસંગોનું એમના ગુણગાન-મહિમા માટે વર્ણન કર્યું છે. જો એ રીતે કરેલો ધર્મ નિરર્થક જ હોત તો એવા નિરર્થક અનુષ્ઠાન કરવા રૂપે ગુણગાન ન હોત. તથા શ્રી હરિભદ્રસૂરિ મહારાજે શ્રી અટક પ્રકરણમાં જણાવ્યું છે કે પ્રભુ જ્યારે વર્ષીદાન દેતા હોય છે ત્યારે જાતજાતની યાચના કરવાની ઇચ્છાથી યાચકો આવતા હોય છે. પણ પ્રભુનો એવો અચિન્તપ્રભાવ હોય છે કે યાચકોનાં લોભમોહનીયકર્મ વગેરે મોળાં પડી જાય છે. અને સંતોષ થઈ જવાથી કેટલાક તો યાચના જ કરતા નથી. ને કેટલાક બહુ અલ્પયાચના કરે છે. ટૂંકમાં, ભૌતિક ઇચ્છાથી પોતાની પાસે આવનાર જીવની ઇચ્છાને પણ મોળી પાડતાં પાડતાં १५. मुग्धलोको हि तथाप्रथमतया प्रवृत्तः सन्नभ्यासात् कर्मक्षयोद्देशेनापि प्रवर्त्तते, न पुनरादित एव तदर्थं प्रवर्तितुं शक्नोति, मुग्धत्वादेवेति । Page #46 -------------------------------------------------------------------------- ________________ અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ ૩૭ કમશઃ દૂર કરી દેવી એવું અચિન્ય માહાભ્ય શ્રી તીર્થંકર પરમાત્માનું છે, છે, ને છે જ. (આ વાત જ, ‘ભૌતિક ઇચ્છાવાળાને દહેરાસરનાં પગથિયાં ચડવાનો અધિકાર નથી', વગેરે જે નિરૂપણ થાય છે તે કેટલું અજ્ઞાનભરેલું છે તે સ્પષ્ટ કરી આપે છે.) આ બધા અધિકારોનો વિચાર કરીએ તો જણાય છે કે આશંસાવાળું પણ અનુષ્ઠાન કયા કારણે લાભકર્તા બને છે અને નિરાશસ અનુષ્ઠાન સુધી પહોંચાડે છે એનું આમાં માર્ગદર્શન છે. એમાં (૧) પચ્ચકખાણ અષ્ટકના અધિકારમાં મારા ભગવાને કહેલું આ અનુષ્ઠાન છે' એવી સદ્ભક્તિને, (૨) તદ્ધતુ અનુષ્ઠાનમાં સનુષ્ઠાનનો રાગ પેદા થવાને (૩) તપપંચાશકમાં આશંસાવાળા પણ અનુષ્ઠાનના અભ્યાસને તથા એ અનુષ્ઠાન પ્રત્યેના આદર-બહુમાનને, આશંસાવાળું પણ અનુષ્ઠાન ક્રમશઃ નિરાશ અનુષ્ઠાન જે લાવી આપે છે તેના કારણ તરીકે જણાવેલ છે. એટલે, સાભિવંગ (આશંસાવાળું) અનુષ્ઠાન કરવાવાળા જીવને નિરભિવંગ (નિરાશસભાવવાળા) અનુષ્ઠાન સુધી પહોંચાડવાની કરુણા ધરાવતા ગીતાર્થ ગુરુની શું આ ફરજ નથી થઈ પડતી કે એ જીવના દિલમાં ભક્તિ વિકસાવવી, અનુષ્ઠાન પ્રત્યેનો રાગ વધારવો ને એ પુનઃ પુનઃ બહુમાનપૂર્વક અનુષ્ઠાન કરવાનો અભ્યાસ પાડે એમ કરવું . જો આ થાય, તો આ સર્ભક્તિ વગેરે જ એના અભિવંગને મોળો પાડવાનું • દૂર કરવાનું કામ કરી નિરભિવંગ અનુષ્ઠાન પમાડી દેશે. આ જ કારણ છે કે પૂર્વના મહાપુરુષોએ ધર્મનો - અનુષ્ઠાનોનો ખૂબ ખૂબ મહિમા ગાયો છે. ને દરેક કાર્યમાં ધર્મને આગળ કરવાનું જણાવ્યું છે. એટલે જ જ્ઞાનીઓએ “બસ મને બવાનો સંસાર તfi ગુરૂ જેના હૈયે શ્રીનવકાર તેને શું કરશે સંસાર...' જેવા સૂત્રો દ્વારા નવકારને ખૂબ ગાયો છે. ઊઠતા-બેસતાં-ખાતા-પીતાં-આવતા-જતાં... બસ નવકાર-નવકાર ને નવકાર.. સંસાર તમને કશું કરી શકશે નહીં... ખૂબ નવકાર ગણો - નવકાર સાથે ખૂબ પ્રીત કરો- નવકારને આત્મસાત કરો... સંસારને છૂટ્યા વિના આરો નથી.. સંસાર ગમે એટલો ભયંકર ને જોરાવર હોય.... નવકાર એના કરતાં પણ વધારે સામર્થ્ય ધરાવે છે ને સંસારને નિર્બળ બનાવી દે છે. આ નવકારનો મહિમા જ્ઞાનીઓએ શાસ્ત્રોમાં ઠેર ઠેર ગાયો છે. હવે આની સામે, “નવકાર, સંસાર સામે અસમર્થ છે, નિર્બળ છે, સંસારને તોડવાની કોઈ તાકાત ધરાવતો નથી”, આવું સૂચવનારો જેના હૈયે છે સંસાર, Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ તેને શું કરશે નવકાર?” વગેરે સર્વથા શાસ્ત્રવિપરીત પ્રચારો જેઓ કરે છે તેઓને અજ્ઞાની જ માનવાના રહ્યા ને? નવકારે તો તેઓનું પણ કશું બગાડ્યું નથી, કંઈક પણ સુધાર્યું જ હશે, છતાં આવા પરમ પવિત્ર મહામંત્રના નિષ્કારણ વૈરી બનવાનું તેઓને કેમ સૂઝતું હશે? એ તો જ્ઞાની જાણે. ષત્રિંશત્ જલ્પ નામના ગ્રન્થના ૨૫ માં બોલમાં (=અધિકારમાં), આ રીતે નવકારનું નબળું બોલનારા મૂઢ જીવો શાસ્ત્રવચનોનું ઉલ્લંઘન કરી રહ્યા છે ને પોતાનું કેવું ભયંકર અહિત કરી રહ્યા છે એ સચોટ તર્કપૂર્વક નિરૂપણ કર્યું છે. એટલે પોતાની જાતને દુર્ગતિની ઘોર ગર્તામાં ધકેલી દેનારા આવા શાસ્ત્રવિરુદ્ધ નિરૂપણોથી અટકવાની તેઓને સદબુદ્ધિ મળે એવી ભાવનાથી અચિન્ય મહિમાવંત નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરીએ. શંકા - પણ ભવાભિનંદી જીવોને તો નવકાર પણ કશો લાભ કરી શકતો નથી જ ને ? સમાધાન - જેના હૈયે છે સંસાર તેને શું કરશે નવકાર આવું જેઓ કહી રહ્યા છે તે ભવાભિનંદીજીવોને કહી રહ્યા છે કે અપુનર્બન્ધક વગેરે સ્વરૂપ ધર્મશ્રવણની યોગ્ય ભૂમિકાને પામી ગયેલા જીવોને ? જો ભવાભિનંદી જીવોને કહી રહ્યા હોય તો, તેઓ શાસ્ત્રવિરુદ્ધ પ્રવૃત્તિ જ કરી રહ્યા છે, કારણ કે શાસ્ત્રમાં ભવાભિનંદીજીવોને ઉપદેશ માટે અયોગ્ય ગણ્યા છે. વળી આનો અર્થ એવો પણ થાય કે આવો ઉપદેશ આપનારા ઉપદેશકો પર શ્રદ્ધા ધરાવનારા શ્રોતાઓ ભવાભિનંદી છે ને એ ઉપદેશકો એવા ભવાભિનંદી જીવોના ગુરુ છે.. જે આ વાત અમાન્ય હોય તો સ્વીકારવું જ જોઈએ કે તેઓ અપુનર્બન્ધક વગેરે જીવોને ઉપદેશ આપી રહ્યા છે. ને એવા જીવોના સંસારને તોડવાની તાકાત તો નવકારમાં છે જ. એટલે એવા જીવોને પણ જેના હૈયે છે સંસાર તેને શું કરશે નવકાર’ એવું કહી શકાય જ નહીં. માટે કોઈપણ જીવોને આ વાક્ય કહી શકાતું ન હોવાથી એ જ્ઞાનીઓને માન્ય નથી જ. અને તેથી જ વિશાળશ્રુતસાગરમાં આવું વાક્ય ક્યાંય જોવા મળતું નથી, અસ્તુ.. પ્રસ્તુતમાં આવીએ.. જુદા જુદા ગ્રન્થાધિકારોને વિચારીએ તો સ્પષ્ટ છે કે “મારા ભગવાને કહેલું આ અનુષ્ઠાન છે' એવી સદ્ભક્તિ, અનુષ્ઠાન પ્રત્યેનો અનુરાગ, ને આદરબહુમાનપૂર્વક અનુષ્ઠાનનો અભ્યાસ, સાભિવંગ અનુકાનમાંથી નિરભિવંગઅનુષ્ઠાનમાં લઈ જનારા કારણો તરીકે આ બધાં કહેવાયેલા છે એ આપણે જોઈ ગયા. Page #48 -------------------------------------------------------------------------- ________________ અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ ૩૯ અર્થ-કામની ઇચ્છા છે ? તો, ભલે ને જિનપૂજા વગેરે ભગવાને કહેલો ધર્મ હોય, એ ભૂંડો છે, સંસાર વધારનારો છે વગેરે ઉપદેશ સદ્ભક્તિ વધારનારો છે કે, “અર્થ-કામની ઇચ્છા હોય તો પણ ધર્મ જ કરવો જોઈએ - એ જ હિતકર છે વગેરે ઉપદેશ સદ્ભક્તિ વધારનારો છે ? એમ ભૂંડો ભૂંડો કહીને નિષેધવાથી ધર્મ પર અનુરાગ કેળવાય કે ધર્મને જ કર્તવ્ય કહેવાથી એ કેળવાય ? તથા ભંડોભંડો કહેવાથી શ્રોતા ધર્મને વારંવાર આચરી અભ્યાસ કેળવે કે ડગલે ને પગલે ધર્મને જ આગળ કરવાનું કહેવાથી ? શ્રીજિનોક્ત ધર્મને ભૂંડો કહેવાથી સર્ભક્તિ-અનુષ્ઠાનરાગ કે અભ્યાસ તો રંધાઈ જ જાય એ સ્પષ્ટ છે. તો શું આવું કહેનારાઓ, ભવ્યાત્માઓ નિરાશસભાવનું અનુષ્ઠાન પામી ન શકે એવું ચાલી રહ્યા છે ? બીજી એક વાત આ પણ નોંધનીય છે કે “ભૌતિક આશંસાવાળું અનુષ્ઠાન પણ લાભકર્તા બને છે કારણ કે સદ્ભક્તિથી કરાઈ રહ્યું છે - (અથવા અનુષ્ઠાન પરના આદર-બહુમાનથી કરાઈ રહ્યું છે, વગેરે આ ગ્રન્થોમાં કહેવાયું છે, પણ કારણ કે એને કરનારો અર્થ-કામને અનર્થકર માને છે' એવું કહેવાયું નથી. બેશક, અર્થ-કામને એ અનર્થકર માનતો હોય તો ઘણી જ સારી વાત છે. પણ આશંસાવાળા અનુષ્ઠાનને નિરાશ અનુષ્ઠાન બનવા માટે એવી માન્યતા જોઈએ જ એવું કોઈ ગ્રન્થમાં કહેલું જોવા મળ્યું નથી.. ગ્રન્થોમાં તો એ માટે સર્ભક્તિ વગેરેને જ આવશ્યક તરીકે કહ્યા છે. “સર્ભક્તિથી અનુષ્ઠાન કરી રહ્યા છો, એ લાભકર્તા બનશે જ...” એમ શાસ્ત્રકારભગવંતો કહે છે. માટે ગીતાર્થ ઉપદેશકે તો સભક્તિ વગેરે કેમ વધે ? એવો જ ઉપદેશ આપવો ઉચિત છે એ બે ને બે ચાર જેવી સ્પષ્ટ વાત છે. પ્ર-ર ભલે, સદ્ભક્તિ વગેરે વધે એવો ઉપદેશ આપવો જ ઉચિત છે એ સ્વીકારીએ છીએ. ને તેથી, ધર્મને ભૂંડો ભૂંડો વગેરે ગાળો ભાંડવી-અને એ રીતે ધર્મ પ્રત્યેની શ્રદ્ધા-આદરને મોળા પાડતા રહેવું એ સર્વથા અયોગ્ય છે એ પણ માનીએ છીએ. છતાં એવી ભૌતિક ઇચ્છાવાળો જીવ ધર્મ કરવા તૈયાર થયો હોય કે કરી રહ્યો હોય તો એને અર્થ-કામની અનર્થકારકતા પણ સમજાવવી તો જોઈએ જ ને..? એ સમજાવવામાં ન આવે તો ઇચ્છા ખસે જ શી રીતે ? ઉિ-૨ અર્થ-કામ અનર્થકર છે એ વાત તો કોઈ પણ યોગ્ય જીવને સમજાવવી જ જોઈએ. એમાં બેમત નથી. પણ બધી જ વખતે સામા જીવની એ સમજવાની Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ કે એ સમજીને ઇચ્છાને દૂર કરવાની ભૂમિકા હોય જ એવો નિયમ નથી. એટલે, એવો અવસર ન હોય તો ગીતાર્થ ગુરુ એને એ વખતે એ સમજાવતા નથી એવું ઘણા ચારિત્રગ્રન્થોમાં જોવા મળે છે. શંકા - પણ ઉપદેશક ગુરુનો એવો ઉપદેશ ન મળે તો, ગમે એટલી સદ્ભક્તિશ્રદ્ધાપૂર્વક ધર્મ આચરવામાં આવે, અર્થ-કામની ઇચ્છા મોળી ન પડવાથી નિરાશસભાવનું અનુષ્ઠાન શી રીતે એ પામી શકે ? સમાધાન - “અર્થ-કામ અનર્થકર છે”. એવા મારા ઉપદેશ વિના, એની ઇચ્છા ખસી શકે જ નહીં- ભલે ને ગમે એવી સચોટ શ્રદ્ધાથી ધર્મ કરાયો હોય'આવું જો કોઈ ઉપદેશક મહાત્માઓ વિચારતા હોય તો એ તેઓનું મિથ્યા અભિમાન છે - એ તેઓની ખોટી ભ્રમણા છે ને તેઓએ ધર્મના અચિન્ત મહિમાને તથા શાસ્ત્રોનાં રહસ્યોને જાણ્યા નથી એમ સખેદ કહેવું પડે છે. આજીવિકા વગેરે પ્રશ્ન મૂંઝાયેલા જીવને, જિનપૂજા-નવકારમંત્રનો જાપ વગેરે ધર્મના અનુષ્ઠાનો પર ખૂબ જ શ્રદ્ધા-ભાવોલ્લાસ પ્રગટે એ રીતે એનો મહિમા વર્ણવીને ઉલ્લસિત કરવો જોઈએ. આ રીતે ઉલ્લાસથી કરેલો ધર્મ એની ભૌતિક ઈચ્છાને મોળી પાડવાખસેડવા અત્યંત સક્ષમ છે; છે ને છે જ. આ જ જિનોક્ત અનુષ્ઠાનોનું એક અચિન્ય માહાત્મ છે. વળી બીજી એક મહત્વની વાત એ છે કે આવી પ્રબળ શ્રદ્ધા પૂર્વક કરેલું અનુષ્ઠાન એની આવશ્યકતાની પૂર્તિ કરે છે, એટલે જીવ એ ઉપદેશક મહાત્માના અધિક પરિચયમાં આવે છે ને તેથી ઉત્તરોત્તર ઉપદેશ પામતાં એ રીતે પણ એની ભૌતિક ઇચ્છાઓ ખસવાની ઉજળી તકો નિર્માણ થાય છે. એટલે કરુણાસંપન્ન ઉપદેશક મહાત્માનું આ મહત્વનું કર્તવ્ય છે કે, સંસારમાં મૂંઝાયેલા જીવને ધર્મ પર અડગ શ્રદ્ધાવાળો બની એ ધર્મ આચરવા માંડે એવો સચોટ ઉપદેશ આપવો. પ્રિ-30 અર્થ-કામની ઇચ્છાવાળો જીવ એ માટે જે ધર્મ કરવા તૈયાર થયો છે એ ધર્મ, એને સમજાવી એની ઇચ્છા દૂર કરી નિરાશં ભાવે કરાવવામાં જ વધુ લાભ છે ને ? તેથી આ ધર્મથી તને તારી ઈચ્છિત વસ્તુ તો મળી જ જવાની છે, તો તું નિરાશસભાવે જ ધર્મ કર ને !” એમ એને સમજાવવું ન જોઈએ ? ઉ-૩૮ી જો ઇચ્છા ખસી જાય ને નિરાશ ભાવ આવી જાય તો તો ઘણું ઉત્તમ જ છે. પણ આવું બનવું ઘાગું જ દુષ્કર હોય છે, માટે જ આવો પ્રસંગ ઉપસ્થિત થયો હોય ત્યારે ગીતાર્થ ગુરુએ, સામાં જીવને એ ઇચ્છા દૂર કરવાનું સમજાવવા માંડ્યું હોય એવું નોંધાયેલું શાસ્ત્રમાં લગભગ ક્યાંય જોવા મળ્યું નથી. Page #50 -------------------------------------------------------------------------- ________________ અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ લગભગ એવા દરેક પ્રસંગોમાં ગુરુએ એ અપેક્ષાથી પણ ધર્મ જ કરવાનું માર્ગદર્શન આપ્યાનું ઠેર ઠેર શાસ્ત્રોમાં જોવા મળે છે. આમાં એક મહત્ત્વનું કારણ એ પણ હોઈ શકે કે, આ રીતે ભૌતિક અપેક્ષાથી કરેલો ધર્મ પણ, એ જીવના મોહનીયકર્મને મોળો પાડી દે અને તેથી પછી ઇચ્છા ખસવી વધુ સરળ બને. શ્રી ઋષભદેવ ભગવાન તો કેવલજ્ઞાનથી બાહુબલીનો અહંકાર જાણતા જ હતા, છતાં એક વરસ બાદ પ્રભુએ બ્રાહ્મી સુંદરીને મોકલી, પહેલાં નહીં. પહેલાં પ્રતિબોધ ને કેવલજ્ઞાન શક્ય હોત તો પ્રભુએ એમ જ કર્યું હોત. નાના ભાઈઓને વંદન ન કરવું પડે એવા અહંકાર પ્રેરિત વિચારથી બાહુબલીજી કાઉસ્સગ્નમાં ઊભા રહી ગયા છે ને બાર મહીના તપ વગેરે કર્યા છે. આવી અપેક્ષાથી કરેલા ધર્મથી પણ એક વિરસ બાદ કર્મલઘુતા થઈ - વિશિષ્ટ યોગ્યતા પ્રગટ થઈ એટલે પ્રભુએ બહેનોને વીરા મોરા ગજ થકી હેઠા ઉતરો...” પ્રતિબોધ આપવા મોકલી. . બાકી તો તમારા મનમાં પણ રહ્યું જ છે કે એમ ઇચ્છા ખસી જવી સહજ શક્ય નથી. નહીંતર, જે ઇચ્છા ખસી જ ગઈ હોય તો હવે એ બીજી કોઈ અપેક્ષા રહી ન હોવાથી 'તને તારી ઇચ્છિત વસ્તુ તો મળી જ જવાની છે વગેરે આવાસન શા માટે આપવું પડે ? એ વસ્તુની ઇચ્છા જ ન રહી હોય તો એ મળે કે ન મળે શું ફેર પડે છે ? ઊલટું, 'તને તારી ઇચ્છિત વસ્તુ તો મળી જ જવાની છે ને” એવું આશ્વાસન આપવા પર એ જ સામેથી નહીં કહી દે કે હવે મારે ક્યાં જોઈએ છે ? કે તમે મને આવું ખોટું આશ્વાસન આપો છો... વળી એમ ઇચ્છા ખસી જવી શક્યા હોત તો ગણધર ભગવંતો ઇફલસિદ્ધિ પદ જ ન મૂકત. પ્રિ-૩૧ અર્થ-કામની ઇચ્છા ઊભી થઈ હોય ને એના ઉપાય તરીકે જે ધર્મ કરવામાં આવે તે ધર્મથી પાપાનુબંધી પુણ્ય પેદા થતું હોવાથી જ એ ધર્મ ત્યાજ્ય નથી ? ઉ-૩૧ આ ધર્મથી પાપાનુબંધી પુણ્ય જ બંધાય એવો કોઈ શાસ્ત્રપાઠ જોવામાં આવ્યો નથી. વળી, જો એનાથી પાપાનુબંધી પુણ્ય જ બંધાતું હોય તો, “અર્થ કામના ઇચ્છુકે પણ ધર્મ જ કરવો જોઈએ” વગેરે ઉપદેશ શાસ્ત્રકારો આપત નહીં. એમ આવા ભૌતિક અપેક્ષા પૂર્વક કરાયેલા ધર્મથી પણ નિરાશસભાવના ધર્મની પ્રાપ્તિ વગેરે શક્ય છે ને એ રીતે એ હિતકર છે એવું પૂર્વાચાર્યોએ જે પ્રતિપાદન કર્યું છે તે કરત નહી. વિમધ્યમ-મધ્યમ જીવો પૌગલિક આશંસાથી જ દાન પુણ્યાદિ કાર્યો કરતા હોય છે તે છતાં એમને સુધરવાનો સંભવ ઘણો Page #51 -------------------------------------------------------------------------- ________________ ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ છે એવું સ્વ.આ.શ્રી રામચન્દ્ર સુ.મ. ખુદ કહી ગયા છે. જો પાપાનુબંધી પુણ્ય જ બંધાતું હોય તો આ બધું શી રીતે સંભવે ? પ્રિ-૩૨ ધન વગેરે સાંસારિક ચીજ માટે શું કરવું ?’ આવો પ્રશ્ન કોઈ પૂછવા આવે ત્યારે સંસારત્યાગી સાધુભગવંતોએ જેવાબે જ ન આપવો એ યોગ્ય ન કહેવાય? ઉ-૩૨ જુઓ, પૂર્વે જણાવી ગયો તેમ આપણે દરેક પ્રશ્નોના જવાબ શાસ્ત્રવચનોને અનુસરીને વિચારવાના છે. શાસ્ત્રોમાં શું કહ્યું છે તે પૂર્વાચાર્યોએ શું કર્યું છે એ જ આપણે જોવાનું, એ સિવાય આપણી બુદ્ધિથી યોગ્ય-અયોગ્યનો વિચાર કરવો તો સર્વથા અયોગ્ય જ છે. અને શાસ્ત્રોનો વિચાર કરીએ તો, ‘જો તમે ધનદ્ધિને ઇચ્છો છો તો શ્રી જિનેશ્વરદેવની ગંધપૂજા કરો” વગેરે વિધાનો સ્પષ્ટરૂપે મળે છે. એમ ગણધર-ગુણાકરનું દષ્ટાન્ત, ધમિલનું દષ્ટાન્ત વગેરેમાં આવા પ્રશ્ન સંવિગ્નગીતાર્થ ગુરુને પૂછાયા છે અને ગુરુભગવંતે પણ, એ વખતે નથી મૌન સેવ્યું, કે નથી ‘અમને આવો પ્રશ્ન ન પૂછાય” એમ ઈનકાર ક્ય. સર્વત્ર ધર્મ કરવાનો ઉપદેશ આપ્યો જ છે. શંકા - એ તો ગુરુભગવંત વિશેષ જ્ઞાની હશે ને તે તે જીવને આ રીતે પણ લાભ થવાનું જોયું હશે માટે ધર્મ કરવાનું કહ્યું હશે. ના સમાધાન - જે જે ગ્રન્થમાં આ અધિકાર આવે છે તેમાં સર્વત્ર ગુરુભગવંતે એકદમ જનરલ ઉપદેશ આપ્યો હોવાનું જણાય છે જે ધર્મ એ ધન વગેરેનો વ્યાભિચારશૂન્ય હેતુ છે” “સમૃદ્ધિ માટે શાસ્ત્રોમાં અનેક ઉપાયો દર્શાવેલા છે” વગેરે. વળી, કો'ક વિશિષ્ટ જીવને જ લાભ જઈને ગુરુભગવંતે આ પ્રમાણે ધર્મ કરવાનું કહ્યું હોય, બાકી સામાન્ય રીતે આવા પ્રશ્નના ઉત્તર તરીકે જે ધર્મ કરવાનું જણાવવાનો નિષેધ હોય તો આવો પ્રશ્ન સાધુ ભગવંતને ન પૂછાય અથવા આવો પ્રશ્ન આવે ત્યારે સાધુભગવંતે ધર્મ કરવાનો ઉપદેશ ન અપાય” આવો ઉલ્લેખ ક્યાંક તો જોવા મળે ને ? ક્યાંય આવો ઉલ્લેખ જોવા મળતો નથી. | બાકી, “અર્થ-કામ સાંસારિક ચીજ હોવાથી એ અંગે સાધુઓએ કશું માર્ગદર્શન ન અપાય” આવી વાત તો બિલકુલ શાસ્ત્રવિપરીત છે, કારણ કે શાસ્ત્રોમાં ન્યાયસંપન્ન વૈભવ, ઉચિતવિવાહ વગેરેનું માર્ગદર્શન આપ્યું જ છે. આમાં, જ્ઞાનીઓનો એ આશય જણાય છે કે, “ગૃહસ્થ છે, માટે સંપત્તિ તો રાખવાનો જ છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ ૪૩ તો એમાં ન્યાયસંપન્નતા જાળવી રાખે એ ગણતરીથી જેમ ન્યાયસંપન્નતાનું વિધાન ગુરુભગવંતોએ કરવું નિષિદ્ધ નથી, એમ, ગૃહસ્થ છે માટે અર્થ-કામ તો મેળવવાનો જ, તો એ મેળવવામાં પાપપ્રવૃત્તિ ન આચરતાં ધર્મ જ આચરે એવું વિધાન નિષિદ્ધ શી રીતે હોઈ શકે ? એટલે, “અર્થ-કામ માટે શું કરવું?' આવો પ્રશ્ન ગુરુભગવંત સમીપ ઉપસ્થિત થઈ શકે છે, ને ગુરુભગવંત એનો નિરવધ જવાબ આપી શકે છે એ વાત શાસ્ત્રવિરુદ્ધ નહીં, બલ્ક શાસ્ત્રસિદ્ધ છે. ને એવા પ્રશ્નનો, “અર્થ-કામ માટે પણ ધર્મ જ કરવો જોઈએ” એવો જ સુવિહિત સાધુઓનો ઉત્તર શાસ્ત્રાનુસારી બની રહે છે. અર્થ-કામ માટે ધર્મ તો ન જ કરી શકાય એવો ઉત્તર તો પાપ કરવાનું વિધાન કરતો હોવાથી શાસ્ત્રવિપરીત છે એ સ્પષ્ટ છે. પ્રિ-૩૩ શ્રી જયવીયરાય..' સૂત્ર અન્તર્ગત “ઇઠફલસિદ્ધી પદથી શાની પ્રાર્થના કરવામાં આવી છે ? ઉ-૩૩વૃન્દાવૃત્તિમાં આવો પાઠ છે કે “પ્રાપ્તિ = થિનિષ્પત્તિઃ પીતી જિવાથ્ય મવતિ' અર્થ: “ઈષ્ટફળસિદ્ધિ એટલે ઐહિક પદાર્થની પ્રાપ્તિ, જેનાથી ઉપગૃહીત થનારાનું ચિત્ત સ્વસ્થ થાય.” - આમ અહીં ઈષ્ટફળસિદ્ધિ તરીકે ઐહિક પદાર્થની - એટલે કે આવશ્યક ભૌતિક ચીજની પ્રાપ્તિ એવો અર્થ કર્યો છે એ સ્પષ્ટ છે. ને તેથી, ઇષ્ટફળ તરીકે ભગવાન પાસે ભૌતિક ચીજ માગી ન જ શકાય” આવી વાત ઊભી રહી શકતી નથી. આ જ વાત લલિતવિસ્તરા, યોગશાસ્ત્ર, સંઘાચારવૃત્તિ, પંચાલકજી વગેરે અનેક ગ્રન્થોમાં કરેલી છે. પ્રશ્નોત્તર ચિન્તામણિ' માં તો એકદમ સ્પષ્ટ રીતે જણાવ્યું ___ प्र.- जयवीयरायमध्ये 'इष्टफलसिद्धि' इति वाक्येन किं मुक्तिफलं मार्गितं वाऽन्यदिति ? __ उ.- वृन्दारुवृत्त्यायनुसारेण ज्ञायते धर्मानुष्ठानाचरणनिर्विघ्नहेतुभूतमिहलोकनिर्वाहकरं द्रव्यादिसुखं मार्गितमिति ॥ ' અર્થઃ પ્ર. જ્યવીયરાયસૂત્રમાં ઇટફલસિદ્ધિ' એ વાક્યથી શું મોક્ષની માગણી કરી છે કે બીજી કોઈ વસ્તુની ? | ઉ- વૃન્દાવૃત્તિ વગેરેને અનુસરીને જણાય છે કે ધર્માનુષ્ઠાનોનું આચરણ નિર્વિઘ્નપણે થઈ શકે એમાં કારણભૂત આ લોકમાં નિર્વાહ કરી આપે એવું દ્રવ્યાદિ Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ = પૈસા વગેરેનું સુખ માગ્યું છે. પ્રિ-૩૪ જો ભગવાન્ પાસે પૈસા વગેરે ભૌતિક ચીજ માગવામાં આવે તો સંસારમાં રખડવાનું નહીં થાય ? કારણ કે દૂહામાં કહ્યું છે કે – સાંસારિક ફળ માગીને રખડ્યો બહુ સંસાર... ઉ-૩૪ શ્રી જયવીયરાય” સૂત્રમાં ગણધરભગવંતોએ ઇઠફલસિદ્ધિ પદ મૂક્યું છે અને જ્ઞાની પુરુષોએ એનો અર્થ તરીકે ભૌતિક ચીજની માગણી જણાવી છે ત્યારે આ માગણી થી સંસારમાં ભટકવાનું થાય એ માની શકાય નહીં. વળી દુહા વગેરેમાં આવું, સાંસારિક ફળની માગણીથી સંસારભ્રમણ થવાનું જણાવ્યું છે. એટલે આ બે વચ્ચે સમન્વય સાધવાનો પ્રામાણિક પ્રયાસ કરવો જોઈએ, એ સમન્વય માટેનાં સમાધાનો આવાં હોઈ શકે - જ અબાધ્યકક્ષાની ફળાપેક્ષાવાળી માગણી હોય તો સંસારભ્રમણ થાય ને બાધ્યકક્ષાની ફળાપેક્ષાવાળી હોય તો ન થાય. અથવા.... * જીવનનિર્વાહકર આવશ્યક ભૌતિક ચીજની માગણી હોય તો સંસારભ્રમણ ન વધે ને માત્ર લોભથી જ લાખો-કરોડો રૂપિયા વગેરેની માગણી હોય તો સંસારભ્રમણ વધે. - ભૌતિકચીજની પ્રાર્થના પણ પરમાત્મા પાસે જ કરવાની જ્ઞાનીઓએ જે આ અનુજ્ઞા આપી છે તે અંગે સ્પષ્ટતા થઈ જવી જરૂરી છે. જીવનનિર્વાહાદિની આવશ્યક જે ચીજ ન મળવાથી મન અસ્વસ્થ રહેતું હોય ને તેથી ધર્માનુષ્ઠાનમાં અંતરાયો ઊભા થતા હોય.... ને એ ચીજની પ્રાપ્તિ થઈ જવાથી મન સ્વસ્થ બનવાના કારણે ધર્માનુષ્ઠાન નિર્વિનયા થવા શક્ય બને. એવી ચીજ માગવાની વાત છે. બહુ સુંદર પ્રભુભક્તિ થઈ. જો કરોડ રૂપિયા મળી જાય તો કોટ્યાધિપતિ બની જાઉ” આવી ઇચ્છા પેદા થઈ. તેથી કરોડ રૂપિયા પ્રભુ પાસે માગી લઉં.. આવી માગણી ઈઠફલસિદ્ધી” પદથી અનુજ્ઞાત નથી. કરોડ રૂપિયાની ઇચ્છા આવશ્યકતાને કારણે પેદા નથી થઈ. પણ લોભના કારણે પેદા થઈ છે. માટે એ માગી ન શકાય. વળી, લોભ માટે તો એવું છે કે “જહા લાહો તહાં લોહો, લાહા લોહો પવઢઇ..” જેમ જેમ પ્રાપ્તિ થતી જાય છે તેમ તેમ લોભ વધતો જાય છે. એટલે કદાચ કરોડ રૂપિયા મળી જાય તો પછી દસ કરોડની ઇચ્છા જાગે છે ને તેથી મન વધુ અસ્વસ્થ બનવાથી નિર્વિતા ધર્મ આચરણની વાત તો દૂર Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૫ અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ રહી જાય છે. તેથી એવી ચીજ માગવાની અહીં વાત નથી એ જાણવું. એટલે, શ્રાવક આત્મહિત માટે જે અનેકવિધ આરાધનાઓ કરતો હોય છે એમાંનું એક પ્રભુની દ્રવ્ય-ભાવ ભકિત કરવાના અંતે આવતા આ જયવીયરાય સૂત્રના ‘ઇફલસિદ્ધિ પદથી કરોડ રૂપિયા વગેરે જેવી ચીજની માગણી કરે તો એ માગણી દ્વારા એનું સંસારભ્રમણ થાય એમ સમજવું યોગ્ય લાગે છે. પ્ર-૩૫ દેરાસરમાં 'નિસિહી' કહીને પ્રવેશ કરતી વખતે જે શ્રાવક સંસારસંબંધી બધી વાતોનો નિષેધ કરે છે. ને હવે જયવીયરાયસૂત્રમાં જો સાંસારિક ચીજની પ્રાર્થના હોય તો આ નિમિહીનો ભંગ થયો ન કહેવાય ? ઉ-૩૫ (નિસિહી' થી સંસારસંબંધી બધી વાતોનો ત્યાગ કરવામાં આવે છે આ એક સ્કૂલ વાત છે. કારણ કે ગભારામાં પેસતી વખતે પણ નિસિપી બોલવામાં આવે છે ને એનાથી તો દેરાસરસંબંધી વાતોનો ત્યાગ થાય છે. એમ ચૈત્યવંદન કરતી વખતે ત્રીજી નિસિપી જે બોલવામાં આવે છે તેનાથી દ્રવ્યપૂજા સંબંધી વાતોનો ત્યાગ કરવામાં આવે છે. ને તેમ છતાં, ક્યારેક સ્તવનમાં - દસ વીસ ત્રીસ ચાલીસ ભલી રે લાલ, પચાસ પુષ્પની માળ અતિસારી રે... તો શું આ બોલવાથી નિમિહીનો ભંગ થઈ ગયો ? હકીકત એ છે કે, જ્યારે જે યોગ ચાલતો હોય એમાં વિક્ષેપ કરનાર વાતનો ‘નિસિહી’ શબ્દથી ત્યાગ થતો હોય છે. દસ વીસ વગેરે પંક્તિ બોલતી વખતે ભાવોલ્લાસ વધતો હોવાથી ભાવપૂજામાં વિક્ષેપ તો થતો નથી, ઉપરથી વેગ આવે છે. માટે “નિસિહી' નો ભંગ નથી. એમ, શ્રી જયવીયરાયસૂત્ર બોલતી વખતે કરાતા પ્રણિધાનમાં ભવનિર્વેદ વગેરેની પ્રાર્થના સાથે ઇષ્ટફળસિદ્ધિની પ્રાર્થના કરવાથી પણ વિક્ષેપ થતો ન હોવાથી 'નિસિહી’ નો ભંગ નથી. બાકી તો, શ્રી ગણધર ભગવંતોએ ઇઠફલસિદ્ધિ પદ સૂત્રમાં જે મૂક્યું છે તેનો દરેક પૂર્વાચાર્યોએ આજીવિકા વગેરેની પ્રાર્થનાનો જ જ્યારે અર્થ કર્યો છે ત્યારે એ પ્રાર્થનાથી 'નિસિહી' નો ભંગ થતો ન જ હોય એ સ્પષ્ટ છે. પ્ર-૩૬ જ્યારે તમારી આ બધી વાતો વાંચીને-સાંભળીને સમજીએ છીએ ત્યારે તમારી વાત સાચી લાગે છે કે જ્યારે સામા પક્ષની વાતો સાંભળીએ છીએ ત્યારે એમની વાતો સાચી લાગે છે. આવું કેમ ? ઉ-૩૬ “અમારી વાતો જાણવા મળે ત્યારે સાચી લાગે છે” આટલી વાત આનંદપ્રદ છે. કેમકે એમાં તમારું માધ્ય સૂચિત થાય છે જે આત્મહિત અંગે અત્યંત આવશ્યક છે. નહીંતર, આજે કેટલાક વર્ગ એવા કદાગ્રહમાં પડ્યો છે Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ કે એ કોઈ વાત સાંભળવા જ તૈયાર નથી, “અર્થ-કામ માટે પણ ધર્મ જ કરવો જોઈએ' આવું સાંભળવા વાંચવા મળવાથી જ, આ બધું ઉસૂત્ર પ્રરૂપણ છે,” વગેરે વિચારી એને ફગાવી દે છે, પણ વિચાર કરવા તૈયાર નથી હોતો કે શાસ્ત્રપંક્તિઓ આપેલી છે, એના પર વિચારણાઓ કરેલી છે, કદાચ એમાં ઉસૂત્ર હોય તો શું શાસ્ત્રવિપરીત છે એ મારી મધ્યસ્થ બુદ્ધિથી વિચારું... આવી કોઈ તૈયારી જ હોતી નથી, બસ એક જ વાત, અમારી માન્યતાથી જુદું લખ્યું છે ને તો એ શાસ્ત્રવિપરીત જ હોય. એ વાંચવા-વિચારવા-સમજવાનો પ્રયાસ પણ અમારા સમ્યકત્વને મલિન કરનારો છે. આવા લખાણનો તો વિરોધ જ કરવાનો. કેટલાકની તો એવી દયાજનક હાલત હોય છે કે આવી કોઈપણ વાત નીકળે એટલે જોરજોરથી એનો વિરોધ કરવા બેસી જાય. “તમે બધું શાસ્ત્રવિપરીત કહો છો, આ શાસ્ત્રવચનોનું તાત્પર્ય તમે સમજતા નથી. એનું તાત્પર્ય તો આવું છે.” વગેરે વગેરે વાતો એવી કરે કે જાણે તેઓ જ બધું સમજતા હોય.. ને પછી, શાંતિથી અમે શું કહી રહ્યા છીએ એ સમજાવવા માંડીએ. એટલે ક્યાં તો, “મહારાજ સાહેબ ! આ બધી વાત બહુ સૂક્ષ્મ છે, અમે કાંઈ એટલી શાસ્ત્રની વાતો જાણતા નથી.” વગેરે કહીને સમજણને ટાળવાનો પ્રયાસ કરે (પણ બિચારા એ વિચારવા તૈયાર નથી હોતા કે જો આપણે શાસ્ત્રની વાતો જાણતા નથી, તો પોતે જ જાણકાર ન હોય તેમ જોરજોરથી વિરોધ કરવા કેમ બેસી જઈએ છીએ ?) ને કયાં તો હો હા કરીને-કંઈક આડેધડ કુતર્ક ફેંકીને ઝનુન ફેલાવીને ઊભા થઈ જાય.. વળી કોઈક તો, જે પ્રશ્ન પૂછયો હોય ને એનો સંતોષકારક જવાબ આપીએ જેના પર એને પણ કોઈ પ્રશ્ન ન રહે, છતાં વારંવાર એ જ પ્રશ્ન કે એ જ વાત દોહરાવ્યા કરી વિલંબ કર્યા કરે. પછી કડક થઈને અટકાવીએ એટલે “મહારાજ ગુસ્સે થઈ જાય છે” એમ કરીને ઊભા થઈ જાય. ને પછી બહાર પણ એ જ વાત ફેલાવે. બીજું કશું ન કહે.. આવા બધાની ભાવકરુણા ચિંતવીએ ને એમને પણ બુદ્ધિ-માધ્યચ્ય પ્રાપ્ત થાય એવું પરમાત્માને પ્રાથીએ. - હવે, જ્યારે સામા પક્ષની વાતો સાંભળીએ છીએ ત્યારે એમની વાતો સાચી લાગે છે” આવું તમે જે કહ્યું એનો વિચાર કરીએ, આનાથી એક તો એ સૂચિત થાય છે કે અમે કોઈ-કદાગ્રહી વર્ગ તૈયાર કર્યો નથી, ને એમાં પણ કારણ એ છે કે, આપણા આશ્રિત કે શ્રદ્ધાળુ વર્ગના ભવિષ્યની ઐસી તૈસી.... એ આપણો જ અનુરાગી રહેવો જોઈએ, આપણા પક્ષમાંથી જરાય ચસકવો ન જોઈએ, એ Page #56 -------------------------------------------------------------------------- ________________ અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ' ૪૭ માટે પહેલેથી એને એ રીતે તૈયાર કરો- કદાગ્રહી બનાવી ધો...' વગેરે અમારો મુદ્રાલેખ નથી. એક ખુલાસો કરી દઉં. તત્ત્વનિર્ણય માટેની આ વિચારણામાં ક્યાંય કર્કશ ભાષા ન આવી જાય, કોઈને આઘાત લાગે એવા શબ્દો ન આવી જાય એવી બધી કાળજી લેવાનો પ્રયાસ કર્યો છે, પણ કેટલાક પ્રશ્નો એવા હોય છે, કે જેનો વાસ્તવિક જવાબ આપવાનો જો પ્રયાસ કરાય, તો ગમે એટલી સૌમ્યભાષા વાપરો, એ જવાબ જ કેટલાયને આઘાતજનક લાગે. પ્રસ્તુતમાં પણ એવું જ કંઈક થવાની દહેશત છે, ને તેથી, પહેલેથી જ, કોઈને પણ આનાથી દુઃખ થાય તો તેનું મિચ્છામિ દુકકડમ્ દઈ દઉં છું. આમ તો એમ થાય કે, આવા પ્રશ્ન ને એના જવાબ જ ટાળી દેવા જોઈએ, પણ છતાં ટાળી શકાતા નથી, કારણ કે ઘણા જિજ્ઞાસુઓ આવો પ્રશ્ન કરતા હોય છે. સામા પક્ષની વાતો સાંભળીએ ત્યારે એમની વાતો સાચી લાગે છે, એટલે કે અમારી વાતો શાસ્ત્રવિપરીત હોય એવું લાગે છેઆવું થવાનાં કારણો વિચારીએ સૌથી મહત્ત્વનું વ્યાપક કારણ એ છે કે ચર્ચા વિચારણા માટે સામા પક્ષમાં પણ પ્રામાણિકતા-નિર્દભતા હોવી જોઈએ. એ એમનામાં છે કે નહીં એનો નિર્ણય હું વાંચકો પર છોડી દઉં છું. આ નિર્ણય માટે નીચેના મુદ્દાઓ વિચારવા (૧) નિર્દન્મ - પ્રામાણિક વાદી શાસ્ત્રપાઠીમાં કાપકૂપ કરે નહીં. ફેરફાર કરે નહીં કે શાસ્ત્રપાઠ અધૂરો રજૂ કરે નહી. સામા પક્ષની કેટલીક વાતો વિચારી લ્યો... (અ) નવાંગી ગુરુપૂજનનું સમર્થન કરવા સામા પક્ષે એક પુસ્તિકા બહાર પાડી છે “શાસ્ત્રદષ્ટિના દર્પણમાં ગુરુપૂજન” નામની આ પુસ્તિકામાં આચારાંગ નિર્યુકિતનો જે પાઠ આપ્યો છે તેમાંથી “યુપ્રધાનના' શબ્દને ઉડાડી દેવામાં આવ્યો છે. આ શબ્દ પ્રીન્ટીંગ મિસ્ટેકથી રહી ગયો છે એવું નથી, કારણ કે એ પાઠનો અર્થ કરવામાં પણ એટલો અંશ ત્યજી દેવાયો છે. સામાન્યથી કોઈપણ મહાત્માનું પ્રતિદિન પૈસા વગેરેથી ગુરુપૂજન કરવું એ શ્રાવકનું શાસ્ત્રવિહિત કર્તવ્ય છે.” એવું તેઓએ જે સિદ્ધ કરવું છે કે, આ યુગપ્રધાનાનાં' શબ્દ સહિતનો શાસ્ત્રપાઠ તો સિદ્ધ કરી શકતો જ નથી, કારણ કે એમાં તો યુગપ્રધાનોના ગુરુપૂજનની જ વાત છે. તે છતાં તેઓએ એ શાસ્ત્રપાઠ પોતાની માન્યતાના સમર્થનમાં આપવો તો છે જ. “એટલે શાસ્ત્રપાઠ પર કાતર ચલાવીને યુગપ્રધાનાનાં શબ્દ જાણીબુઝીને ઉડાડી દીધો” આવી કલ્પના શું વિદ્વાનોને ન આવી શકે? Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ (બ) આ જ પુસ્તિકામાં અનેક ગ્રન્થોના સવિવરણ પાઠો આપેલા છે. પણ શ્રીહરિભદ્રસૂરિમહારાજના શ્રીપંચાશકજીનો ‘ગુરુપૂયાકરણઈ... (૭-૫) શ્લોક આપી એનો ‘ગુરુપૂજા કરવાની રુચિવાળો...' વગેરે અર્થ આપ્યો છે, પણ એની વૃત્તિનો પાઠ કે એનો અનુવાદ આપ્યો નથી. એની વૃત્તિ આ પ્રમાણે છે (-તથા જીવઃ पूज्या लौकिका लोकोत्तराश्र, लौकिकाः पित्रादयो वयोवृद्धाश्च लोकोत्तरास्तु धर्माचार्यादयस्तेषां पूजाकरणे = यथोचितविनयाद्यर्चाविधौ रतिः = आसक्तिर्यस्य સ તયંતિ !) અર્થ : તથા ગુરુઓ લૌકિક અને લોકોત્તર એમ બે પ્રકારે જાણવા. પિતા વગેરે તથા વયોવૃદ્ધ વ્યક્તિઓ લૌકિક ગુરુ છે, ને ધર્માચાર્ય વગેરે લોકોત્તર ગુરુ છે. તેમની યથાયોગ્ય વિનય વગેરે સ્વરૂપ પૂજાવિધિમાં રતિવાળો હોય... હવે, આ પાઠ પરથી પણ પૈસા વગેરેથી ગુરુપૂજન કરવાની વાત ગ્રન્થકારને અભિપ્રેત હોવાની સિદ્ધિ તો થતી નથી જ. એટલે ગ્રન્થકારના અભિપ્રાયને સ્પષ્ટ કરનાર વૃત્તિપાઠ આપ્યો જ નહીં, ને ખાલી મૂળ ગ્રન્થના ‘ગુરુપૂયાકરણઈ’ એટલા પાઠ પરથી એવો આભાસ ઊભો કરવાનો પ્રયાસ થયો કે પંચાશકજીમાં પણ ગુરુપૂજન કહ્યું છે. (ક) ‘જિનપૂજા સ્વદ્રવ્યથી જ કરવી જોઈએ' આવી ‘જ’કાર સહિતની સ્વમાન્યતાને પુષ્ટ કરવા દ્રવ્યસમતિકા વગેરેનો જે પાઠ રજુ કરવામાં આવે છે તે પણ ‘àવષ્ણુદ્દે લેવપૂનાપિ સ્વદ્રત્યેૌવ યાશક્તિ હ્રાf’ એવો અધુરો આપવામાં આવે છે. - ‘દેવદ્રવ્યથી પૂજા કરનારને દેવદ્રવ્યભક્ષણનો દોષ લાગે' એવી પોતાની માન્યતાનો, આ પાઠની આગળ-પાછળના વાક્યાંશથી - અધિકારથી વિરોધ થઈ જશે આવો કોઈ ભય શું આગળ-પાછળના અધિકારની રજુઆતમાં નડતર બનતો હશે ? - (ડ) પંન્યાસશ્રી ચન્દ્રગુપ્ત વિ. મહારાજના નામે ‘શ્રી જિનશાસનની મોક્ષૈકલક્ષિતા નામની પ્રકાશિત થયેલી પુસ્તિકામાં પૃષ્ઠાંક ૭૫ પર નીચે મુજબ જણાવ્યું છે xxx વિધિવાક્યોની સર્વત્ર પ્રવર્તકતાને સિદ્ધ કરવા માટે જે ‘ધર્મપરીક્ષા’નો પાઠ અપાય છે તે પાઠ વસ્તુતઃ પૂર્વાપરના અનુસંધાનથી શૂન્ય છે.' અપવાદ પદે નદી ઉતરવા વગેરેની પ્રવૃત્તિ સ્થળે પણ જો વિધિવાક્યોને પ્રવર્તક માની લઈએ તો તે તે પ્રવૃત્તિપ્રસંગે થતી હિંસાદિની અનુમોદનાનો પ્રસંગ આવશે. તેથી આવા સ્થળે વિધિવાક્યો પ્રવર્તક મનાતા નથી, પણ જ્ઞાપક જ મનાય છે. તાદશ વિધિવાક્યાર્થના જ્ઞાનથી તેના જ્ઞાતાઓ તે તે ક્રિયાઓમાં પોતે જ પ્રવૃત્તિ કરે Page #58 -------------------------------------------------------------------------- ________________ અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ ૪૯ છે...'' ઇત્યાદિ વસ્તુને માનનારાઓની (પૂર્વપક્ષની) માન્યતાનું નિરાકરણ કરવા માટે ‘વિધેઃ પ્રવર્તકત્વાદેવ,.. ' ઇત્યાદિ પાઠ ધર્મપરીક્ષામાં છે. સર્વત્ર વિધિવાક્યોની પ્રવર્તકતાને સિદ્ધ કરવા માટે એ પાઠ નથી -- આ વાત, એ જ ગ્રન્થમાં વર્ણવેલા પ્રવર્તકત્વના સ્વરૂપનું અનુસંધાન કરવાથી સારી રીતે સમજી શકાય છે. xxx શ્રીજિનશાસનની મૌલૈકલક્ષિતા પુસ્તકમાં લખેલી આ વાત પર વિચાર કરતાં પહેલાં ધર્મપરીક્ષાનો એ અધિકાર સમજી લઈએ. ‘ધર્મપરીક્ષા’ના ગ્રન્થકાર છે મહોપાધ્યાયશ્રી યશોવિજય મહારાજ. બીજા એક વિદ્વાન કે જેઓ પૂર્વપક્ષ કરી રહ્યા છે. તેઓની માન્યતા એવી છે કે ‘તપઃ કર્તવ્યમ્' વગેરે ઉત્સર્ગપદે થયેલાં વિધાનોમાં રહેલ વિધિપ્રત્યય (=‘કરવો જોઈએ’ એવા અર્થને જણાવનાર પ્રત્યય) પ્રેરક = પ્રવર્તક =પ્રવૃત્તિ કરાવનાર છે. પણ, ‘વિશેષ કારણ પ્રસંગે સંયમ રક્ષા વગેર માટે નદી ઉતરવી જોઈએ' વગેરે અપવાદપદે થયેલાં વિધાનોમાં રહેલ વિધિપ્રત્યય પ્રવર્તક હોતો નથી, પણ માત્ર કલ્પ્યતાનો (આ નદી ઉતરવી એ મને કલ્પે છે એવો) બોધ કરાવે છે. એટલે કે એ માત્ર જ્ઞાપક હોય છે. ગ્રન્થકાર શ્રી ઉપાધ્યાયજી મહારાજે પૂર્વપક્ષની આ માન્યતાનું નિરાકરણ કરવા જણાવ્યું છે કે કલ્પ્યતાબોધક ઉપદેશ જ ઇષ્ટસાધનતા જ્ઞાન (‘આ મારા ઇષ્ટનું સાધન = ઉપાય છે’ એવું જ્ઞાન) કરાવનાર હોવાથી પ્રવર્તક છે. આવું ઇષ્ટસાધનતાનું જ્ઞાન કરાવવું એ જ સર્વત્ર વિધિપ્રત્યયનું પ્રવર્તકત્વ છે એમ શાસ્ત્રજ્ઞો કહે છે. આ અધિકાર પરથી સ્પષ્ટ છે કે અપવાદપદે કરેલાં વિધાનોમાં રહેલ વિધિપ્રત્યય પ્રવર્તક છે જ એ ઉપાધ્યાયજી મહારાજે જણાવ્યું છે. વળી ઉત્સર્ગપદે કરેલાં વિધાનોમાં રહેલ વિધિપ્રત્યય પ્રવર્તક હોય છે એની તો પૂર્વપક્ષીને પણ શંકા નથી જ. એટલે જ ઉપાધ્યાયજી મહારાજે વિધિપ્રત્યયનું સર્વત્ર પ્રવર્તકત્વ હોવું કહ્યું છે. ‘“અર્થ-કામના ઇચ્છુકે પણ ધર્મ જ કરવો જોઈએ' આવાં વચનોમાં જે વિધિપ્રત્યય વપરાયો હોય છે તે અર્થ-કામની ઇચ્છા હોય તો પણ ધર્મ જ કરવાની પ્રેરણા કરે છે એ સ્પષ્ટ છે. પણ એમાં માન્યતા ઘવાય છે. ‘‘પોતાની માન્યતા ઘવાતી તો ભલે ઘવાતી.. પણ, પોતાના પર શ્રદ્ધા ધરાવનાર વર્ગની ઠગાઈ થાય એવી રજુઆત તો ન જ કરાય.. આવો અભિગમ પાપભીરુ લેખક જ જાળવી શકે. ‘શ્રીજિનશાસનની મોક્ષૈકલક્ષિતા’ પુસ્તિકાના લેખકે કરેલી રજુઆત જોઈ લઈએ તેઓ લખે છે કે xxx સર્વત્ર વિધિવાક્યોની પ્રવર્તકતાને સિદ્ધ કરવા માટે ,, - Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ એ પાઠ નથી xxx ધર્મપરીક્ષા' ના એ પાઠમાં તો સ્પષ્ટ ‘સર્વત્ર' શબ્દ વાપરેલો છે ને છતાં તેઓ આવું લખે છે એટલે વિદ્વાનોને જો એમ લાગે કે એ શબ્દને આ લેખકે ઉડાડી દીધા છે તો એમાં વિદ્વાનોનો શો દોષ ? જુઓ ધર્મપરીક્ષાનો એ પાઠ આવો છે – વ દિ સર્વત્ર વિશે પ્રવર્તત્વમસ્યુપત્તિ રવિઃ '' “આ જ સર્વત્ર વિધિપ્રત્યયોનું પ્રવર્તકત્વ છે એમ શાસ્ત્રના જાણકારો માને છે.” ' જ હવે, પોતાના વર્ગમાં, ન્યાય અને તર્કમાં ખૂબ નિપુણ’ એવી છાપ ધરાવનારા આ લેખકની તર્કનિપુણતાને પણ ચકાસી લઈએ. આ કહેવાતા તર્કનિપુણ લેખક જણાવે છે કે “વિધિપ્રત્યય સર્વત્ર પ્રવર્તક હોય એવું નથી.' વળી અપવાદ પદે એ પ્રવર્તક હોય છે એવું તો ઉપાધ્યાયજી મહારાજે સ્વયં જણાવ્યું જ છે જે એ લેખકને પણ માન્ય છે. એટલે એ લેખકના મતે એવું સિદ્ધ થશે કે અપવાદપદે જે વિધાનો હોય તેમાં વપરાયેલાં વિધિપ્રત્યયો પ્રવર્તક હોય છે જ્યારે ઉત્સર્ગપદે જે જે વિધાનો હોય તેમાં વપરાયેલા વિધિપ્રત્યયો પ્રવર્તક હોતા નથી. હવે, આપણે આ લેખકને પ્રશ્ન પૂછીએ કે “અર્થ-કામના અભિલાષીએ પણ ધર્મમાં જ ઉધમ કરવો જોઈએ' આવા બધાં વિધિપ્રત્યયવાળાં જે વચનો મળે છે તે વચનોને તેઓ ઉત્સર્ગપદે કહેવાયેલાં માને છે કે અપવાદપદે કહેવાયેલાં? - જો ઉત્સર્ગપદે કહેવાયેલાં માનતા હોય તો તો તેઓએ આવા વચનોનો જોરશોરથી પ્રચાર કરવો જ જોઈએ, ઉત્સર્ગ કહેવાયેલી આ વાતને જાહેરમાં કહેવામાં ડર શું ? ને જો તેઓ એમ માનતા હોય કે આ વાક્યો અપવાદપદે કહેવાયેલાં છે, તો તો એમાં રહેલ વિધિપ્રત્યય પ્રવર્તક છે જ, માત્ર મહિમાદર્શક-જ્ઞાપક નથી જ, એ એમણે રવીકારવું જ પડશે, ને તો પછી આવાં વચનો સાંભળીને શ્રોતા એ રીતે ભૌતિક ઇચ્છાથી ધર્મમાં પ્રવૃત્ત થશે જ. બાકી તો “મોક્ષની ઇચ્છાથી ધર્મ કરવો જોઈએ” આ વાક્ય તો ઉત્સર્ગપદે કહેવાયેલું છે. એ નિર્વિવાદ છે જ. ને એમાં રહેલો વિધિપ્રત્યય પ્રવર્તક પણ છે જ, માત્ર જ્ઞાપક નથી જ, એમ એ લેખકે પણ સ્વીકારવું જ રહ્યું, કારણ કે મોક્ષેચ્છાથી ધર્મમાં પ્રવૃત્ત થવાનું તો તેઓ કહે જ છે. એટલે ઉત્સર્ગપદે પણ વિધિપ્રત્યય પ્રવર્તક બને જ છે. તેથી ઉત્સર્ગપદે તથા અપવાદપદે - બન્ને સ્થળે - એટલે કે સર્વત્ર વિધિ પ્રત્યય પ્રવર્તક બને જ છે એ એમણે અનિચ્છાએ પણ સ્વીકારવું જ પડશે. Page #60 -------------------------------------------------------------------------- ________________ અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ • વળી એ પુસ્તિકાના ઉપર આપેલા લખાણમાં લેખકે જે, xxx તે પાઠ વસ્તુતઃ પૂર્વાપરના અનુસંધાનથી શૂન્ય છે. xxx તથા xxx આ વાત, એ જ ગ્રન્થમાં વર્ણવેલા પ્રવર્તકત્વના સ્વરૂપનું અનુસંધાન કરવાથી સારી રીતે સમજી શકાય છે xxx આ બે વાતો જણાવી છે તે અંગે લેખકને એ પૂછવાનું કે જો તમને તમારું આ તારણ સાચું જણાતું હતું તો ધર્મપરીક્ષા ગ્રન્થના એ પૂર્વાપર અધિકારોના પાઠ આપવા પૂર્વક એમાં કેવા પ્રકારનું પ્રવર્તકત્વનું સ્વરૂપ વર્ણવેલું છે ને એનું કઈ રીતે અનુસંધાન કરવાનું છે વગેરે સ્પષ્ટ કરવું હતું ને ? એ બધું કર્યા વગર, ખાલી પોતાના વચન દ્વારા જ સ્વમાન્યતા ઠોકી બેસાડવી એ પોતાના વચન પર શ્રદ્ધા ધરાવનારા વર્ગની એ શ્રદ્ધાનો દુરુપયોગ જ છે ને ? શરણે આવેલા શ્રદ્ધાળુજીવોને શિરચ્છેદ કરવા કરતાં પણ જે વધારે ભયંકર કહેવાયું છે એવા પાપમાંથી બચવાની સબુદ્ધિ એમને મળો એવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ... ટૂંકમાં, ગ્રન્થકાર ઉપાધ્યાયજી મહારાજે વિધિપ્રત્યયનું આ જ સર્વત્ર પ્રવર્તકત્વ છે વગેરે જણાવ્યું છે જ્યારે પં શ્રીચન્દ્રગુપ્ત મહારાજે એ વાતમાંથી ‘સર્વત્ર શબ્દ ઉડાડી દીધો છે જે શાસ્ત્રવચનોનો સ્પષ્ટ કહ છે. (ઈ) વિ.સં. ૨૦૪૩ માં સ્વ.આ.શ્રી રામચન્દ્ર સુ.મ. અને સ્વ. ગુરુદેવ પૂજ્યપાદ આ.ભગવંત શ્રી ભુવનભાનુ સૂ.મ. ની સહી સાથે, ઘણી દીધચર્ચાને અંતે નિર્ણત થયેલ એક લખાણ “ઇષ્ટફળસિદ્ધિ તથા દેશના પધ્ધતિ વિષે ધર્મોપદેશકોને શાસ્ત્રાનુસારી માર્ગદર્શન” એવા મથાળા સાથે જાહેર થયેલું. આના મથાળામાં જ શાસ્ત્રાનુસારી” શબ્દ રહેલો છે. એટલે બન્ને આચાર્ય ભગવંતોને એ આખું લખાણ શાસ્ત્રાનુસારી તરીકે અભિપ્રેત હતું એ સ્પષ્ટ છે. તેમ છતાં, સામા પક્ષવાળા, પોતાના શ્રદ્ધાળુ વર્ગને - 'જિનવાણી પાક્ષિકના વાંચકોને – કેવું કેવું સમજાવે છે તે જોઈએ – તા. ૨૮-૮-૧૯૯૩ ના 'જિનવાણી” ના અંકમાં નીચે મુજબ લખાણ પ્રકાશિત કરાયું છે. - xxx પ્રસ્તુત ચર્ચામાં કોની વાતનો સ્વીકાર થયો અને કોની વાતનો સ્વીકાર ન થયો એ વિવાદમાં ઉતરવા કરતાં કઈ વાતનો બન્ને પક્ષે સ્વીકાર કરાયો અને જે વાતનો સ્વીકાર કરાયો તે શાસ્ત્રાનુસારી છે કે નહિ એ જ વાત વિચારવી મહત્ત્વની છે. એ વાત બન્ને પૂ.આ. ભગવંતો વચ્ચે થયેલા લખાણના નિષ્કર્ષરૂપે Page #61 -------------------------------------------------------------------------- ________________ પર. ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ લખાણના અંતિમ ફકરામાં જણાવી છે, જે નીચે મુજબ છે – આ રીતે મુકિતસુખ પમાડવાનો પવિત્ર આશય હૈયામાં રાખી ધર્મોપદેશકોએ જીવોના હૃદયમાં સંસારસુખનો રાગ સર્વથા નષ્ટ થઈ મુકિતનો ઉત્કૃષ્ટ રાગ પ્રગટે તે રીતે કેવલિભાષિત ધર્મની પ્રવૃત્તિ કરવાનો ઉપદેશ કરવાનો છે.” ઉપરનો નિષ્કર્ષ શાસ્ત્રાનુસારી છે તેમાં બેમત નથી. xxx “જિનવાણી” પાક્ષિક માં આવેલી આ વાત પર વિચાર કરીએ – બન્ને આચાર્ય ભગવંતો વચ્ચે જે દીર્ઘચર્ચા ચાલી એના નિષ્કર્ષ રૂપે જ એ આખું લખાણ હતું. છતાં અહીં નિષ્કર્ષ તરીકે એ લખાણનો માત્ર અંતિમ ફકરો જ આપવામાં આવ્યો છે. xxx જે વાતનો સ્વીકાર કરાયો તે શાસ્ત્રાનુસારી છે કે નહિ એ જ વાત વિચારવી મહત્ત્વની છે. xxx એમ જણાવીને માત્ર અંતિમ ફકરો નિષ્કર્ષ તરીકે આપી, xxx ઉપરનો નિષ્કર્ષ (=અંતિમ ફકરો) શાસ્ત્રાનુસારી છે તેમાં બેમત નથી. xxx એમ જિનવાણી' માં જણાવ્યું છે. કઈ વાત શાસ્ત્રાનુસારી છે એની વિચારણામાં માત્ર આ અંતિમ ફકરાને શાસ્ત્રાનુસારી જણાવીને એવી છાપ ઉપસાવવાનો પ્રયાસ કરાયો છે કે એ લખાણનો બાકીનો ભાગ શાસ્ત્રાનુસારી નથી. (જ્યારે બન્ને આચાર્ય ભગવંતોએ તો એ આખા લખાણને શાસ્ત્રાનુસારી જણાવ્યું છે.) વળી આ આખું લખાણ જ્યારે બન્ને આ.ભગવંતોની સહી સાથે તૈયાર થયું ત્યારે 'જિનવાણી’ અને ‘દિવ્યદર્શન’ બન્નેમાં છપાવવાનું નક્કી થયેલું. તદનુસાર 'દિવ્યદર્શન'માં તો એ આખું આવી ગયું. જિનવાણી” માં એ વખતે તો લખાણ પ્રકાશિત ન જ થયું, પણ વરસો બાદ ઉક્ત અંકમાં એ પ્રકાશિત થયું તે પણ માત્ર અંતિમ ફકરો જ. એટલે, અંતિમ ફકરાની ઉપરનું બધું લખાણ અશાસ્ત્રીય હોવાનું પ્રતીત થાય એવો પ્રયાસ, તેમજ બધું લખાણ પ્રકાશિત કરવાનું નક્કી થયું હોવા છતાં ઉપરનું બધું લખાણ પ્રકાશિત ન કરવું. આ બન્ને બાબતો “તેઓ, એ ઉપરના બધા શાસ્ત્રાનુસારી લખાણને ઉડાડવા માગે છે” એવો નિર્દેશ કરે છે કે નહીં એ સુજ્ઞોએ સ્વંય વિચારી લેવું. હવે, એ શાસ્ત્રાનુસારી લખાણને ઉડાડવાનું મન શા માટે થાય ? એ પણ વિચારી લઈએ - શાસ્ત્રાનુસારી માર્ગદર્શન આપતા એ લખાણમાં તો નીચે મુજબનું નિરૂપણ Page #62 -------------------------------------------------------------------------- ________________ અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ પણ છે. “તે છતાં પણ જૈનશાસ્ત્રકારો મુગ્ધ તથા બાળકક્ષાના (બાધ્યફળાપેક્ષાવાળા) જીવોને નીચેનાં કારણસર ઐહિક સુખ માટે પણ આ જિનોક્ત ધર્મ કરવાનો નિષેધ કરતા નથી.'' આ વાત કેવી રીતે પ્રકાશિત કરી શકાય ? કારણ કે ઐહિક સુખ માટે જિનોક્ત ધર્મ કરવાનો તો નિષેધ કરવો છે. એટલે ઉડાડવી જ પડે ને ! પછી આગળનો ફકરો “એ જીવો એ રીતે ધર્મપ્રવૃત્તિ કરવાથી પાપપ્રવૃત્તિથી હઠે છે. અને જીવનમાં શ્રીઅરિહંતને મુખ્ય કરે છે. તેમજ સાંસારિક પ્રયોજનના લૌકિક આશયવાળું પણ તે જીવોનું એ ધર્મઅનુષ્ઠાન મુક્તિઅદ્વેષજન્ય સદનુષ્ઠાનના રાગવાળું હોવાથી ક્રમશઃ સમજણ મળતાં એ જીવોતો સાંસારિક આશય બાધિત થઈ જઈ શુદ્ધ મોક્ષના આશયને પમાડનારું બને છે.'' - ૫૩ હવે, આમાં લૌકિક આશયવાળા અનુષ્ઠાનને પણ મોક્ષના આશયને પમાડનારું હોવા રૂપે લાભકર્તા જણાવ્યું છે, જ્યારે સામાપક્ષે તો આવા અનુષ્ઠાનને ભૂંડું સંસારવર્ધક કહેવું છે, એટલે આ વાત પણ તેઓને શી રીતે રુચે ?(અને નથી રુચતું ? તો ઊડાવો, ભલે ચીકણાં કર્મો બંધાતા ને સંસાર વધતો, આપણો મત તો ઊભો રહેશે ! આવો અભિગમ આત્માનું ઘોર અહિત કરનાર છે એવી સદ્ગુદ્ધિ એમને મળો.) વળી આગળ એક ફકરામાં જણાવ્યું છે કે ‘“સમ્યગ્દષ્ટિજીવો સંસારસુખને સર્વથા હેય માનનારા હોવાથી ચિત્તની અસમાધિ દૂર કરવા પ્રસંગવશ સાંસારિક પ્રયોજનની સિદ્ધિ માટે પણ ધર્મ કરે તો તે અહિતકર બનતો નથી. કારણ કે તેનો અંતિમ આશય તો મોક્ષ પામવાનો જ છે.'' - પૂર્વે બાળ-મુગ્ધ કક્ષાના જીવોની ઐહિક સુખ માટે પણ જિનોક્ત ધર્મ કરવાની વાત આવી અને અહીં સમ્યગ્દષ્ટિ જીવો માટે આવી. વળી બન્ને માટે એ અહિતકર નથી એ પણ જણાવ્યું. તો હવે કોના માટે એ નિષિદ્ધ રહી ? ને સામાપક્ષે તો એનો નિષેધ કરવો છે. એટલે આ ફકરો પણ ઉડાડવા સિવાય બીજો કયો રસ્તો એમની પાસે રહે? શંકા - તમે પણ આ સામા પક્ષવાળાની જેમ કંઈક ઊડાડવા માગો છો ? આની આગળનો ફકરો કેમ નથી જણાવતા ? એમાં મુક્તિપ્રત્યે દ્વેષવાળા-કદાગ્રહી Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૪. ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ જીવોના અનુષ્ઠાનોને હેય જણાવી નિષેધ કર્યો જ છે ને ? તેમજ તે લખાણના પ્રથમ ફકરામાં જણાવ્યું છે કે “સંસારબંધનથી છૂટી મોક્ષ પામવા માટે શ્રીજિનેશ્વદેવોએ શુદ્ધ ધર્મતીર્થની સ્થાપના કરી છે. આલોક પરલોકના સુખ માટે પણ ઉપાયભૂત આ શુદ્ધ ધર્મ છે.” તથા, “રાજમાર્ગ તો એકમાત્ર સંસાર બંધનથી છૂટી મોક્ષ પામવા માટે આરાધના કરવાનો છે.” આ બધું તમે નથી જણાવતા, એટલે મનમાં શંકા પડે છે. | સમાધાન • અમે કશું ઉડાડવા માગતા નથી ભાઈ મારા ! માટે તો દિવ્યદર્શનમાં એ આખું લખાણ પ્રગટ થઈ ચૂકયું છે. તથા તત્ત્વાવલોકનસમીક્ષા પુસ્તકમાં પણ એ છપાઈ ગયું છે. ને આ પુસ્તકમાં પણ છેલ્લે એ આખું લખાણ છાપેલું જ છે. • મુક્તિ પ્રત્યે દ્વેષવાળા-કદાગ્રહી અભવ્યાદિ જીવોનાં અનુષ્ઠાન હેય હોય જ છે. પણ તીવ્રભવાભિળંગવાળા જીવો તો ઉપદેશાદિને યોગ્ય જ હોતા નથી. એટલે શાસ્ત્રમાં ઉપદેશાદિ રૂપે જે વાત હોય તે અપુનર્બન્ધકાદિ અવસ્થા પામેલા જીવો વિશે જ હોય છે. એવા જીવોએ ભૌતિક અપેક્ષાથી કરેલું અનુષ્ઠાન વિષાનુષ્ઠાન જ હોય ને તેથી હેય જ હોય, એમ કહેવાય નહીં. એટલે એને નિષિદ્ધ ન માની લેવાય. અને શ્રી તીર્થંકરદેવોએ તીર્થની સ્થાપના જીવોને મોક્ષમાં પહોંચાડવા માટે જ કરી છે વગેરે વાતો તો અમને પણ માન્ય છે જ. આ વાત આ પુસ્તકના પ્રારંભે જ આવી ગઈ છે, તો પછી શા માટે અમારે ઉડાડવી પડે ? આમ, પોતાની માન્યતાઓનો છેદ ઉડી જતો હોવાથી તેઓએ એ અંતિમ ફકરા સિવાયનું ઉપરનું બધું લખાણ ઉડાડ્યું હોય એવી પૂરેપૂરી શક્યતા છે. ને આ જ કારણસર, નિશ્ચિત થયું હોવા છતાં, વર્ષો સુધી એ લખાણ જિનવાણી' પાક્ષિકમાં છપાવ્યું નહીં હોય એ પણ પૂરેપૂરું સંભવિત છે. શંકા - વર્ષો સુધી આ લખાણ નથી છપાવ્યું એનો ખુલાસો તો “જિનવાણી' પાક્ષિકમાં તેઓએ કર્યો જ છે ને કે - તાત્વિક ચર્ચામાં જય-પરાજયની ભાવના હોવી ન જોઈએ. તે છતાં હજુ તો સહી સૂકાઈ નથી, ત્યાં જ આ આખા લખાણનો જય-પરાજયના અભિગમથી પ્રચાર થવા લાગ્યો. એ લખાણ પરથી તમે, તમારી માન્યતા સાચી હતી, તમારા પક્ષનો વિજય થયો છે વગેરે પ્રચાર કરવા લાગ્યા. ને ‘અર્થ-કામની ઇચ્છાથી પણ ધર્મ જ કરવો જોઈએ.' ધર્મ ન કરાય તો શું અધર્મ કરાય ?' વગેરે નિરૂપણ પણ ચાલું રહ્યું. એટલે આ ગમથી 2 શાનો વિવ એટલે આ Page #64 -------------------------------------------------------------------------- ________________ અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ પપ લખાણના હાર્દને વફાદાર રહેવાની નિષ્ઠા ન જણાઈ, ને એ લખાણનો દુરુપયોગ કરી શાસ્ત્રવિપરીત સ્વમાન્યતાનો પ્રચાર થવાની સંભાવના લાગી. એટલે એ લખાણ છપાવ્યું નહીં. . સમાધાન - “હજુ તો સહી સૂકાઈ નહોતી ત્યાં જ એ લખાણનો જયપરાજયની ભાવનાથી પ્રચાર થવા લાગ્યો...' વગેરે વાત કોઈના જણાવવા માત્રથી માની શી રીતે લેવાય ? ને એમાં ય જેઓ શાસ્ત્રપાઠોમાં પણ બેધડક કાપકૂપ કરી દેતા હોય તેઓના વચન માત્રથી તો ન જ માની લેવાયા ને વસ્તુતઃ એ વખતે એ લખાણનો જય-પરાજયની દષ્ટિએ અમારા તરફથી તો પ્રચાર થયો હોવાનું ખ્યાલમાં નથી, એ લોકોએ કર્યો હોય તો કોને ખબર ? અમારે પક્ષે તો ઉભયપક્ષની સંમતિથી શાસ્ત્રીય સત્યનો નિર્ણય થયો એ જ આનંદપ્રદ બિના હતી. હવે, એ લખાણને જિનવાણી” માં પ્રકાશિત ન કરવા પાછળ બીજું કારણ જે જણાવવામાં આવ્યું છે એ પણ, ‘હા જી હા’ કરનારાને ઉલ્લુ બનાવવાનો પ્રયાસ નથી ને ? એ વિચારીએ -- સામાપક્ષવાળા એમ કહે છે કે એ શાસ્ત્રાનુસારી લખાણનો દુરુપયોગ કરીને શાસ્ત્રવિપરીત વાતો ફેલાવવામાં આવતી હતી, માટે એ લખાણને પ્રકાશિત ન હવે, મધ્યસ્થ બુદ્ધિથી દરેક સુજ્ઞજન વિચારે કે, શાસ્ત્રપાઠના નામે કોઈ વ્યક્તિ બિલકુલ શાસ્ત્રવિપરીત વાત ફેલાવતી હોય તો એ વખતે શાસ્ત્રના રાગી વિદ્વાનનું કરા ? કરવાથી એ વિપરીત વાત ફેલાતી અટકે ? પોતે એ શાસ્ત્રવચનોને પ્રકાશમાં લાવી એનો યથાર્થ અર્થ જાહેર કરે તો કે એ શાસ્ત્રવચનોને છૂપાવી દેવાનો પ્રયાસ કરે તો? જો પોતે એ શાસ્ત્રવચનોને છૂપાવી દે, તો તો શાસ્ત્રવિપરીત પ્રચાર કરનારાને ખુલ્લું મેદાન મળી ગયું, એ વધારે જોરથી પોતાનો પ્રચાર કરી શકે. એના બદલે જો પોતે, એ શાસ્ત્રવચનોને પ્રકાશિત કરે, અને એ વચનોનો તર્ક આદિની સહાયથી યથાર્થ અર્થ સ્પષ્ટ કરે, ને શાસ્ત્રવિપરીત પ્રચાર શા માટે આ યથાર્થ અર્થથી વિપરીત છે એની સમજણ આપતા જાય, તો જ શાસ્ત્રવિપરીત પ્રચારને પડકારી શકાય. એના બદલે આ તો, શાસ્ત્રાનુસારી વાતને જ દબાવી દેવાનો પ્રયાસ કર્યો.. એટલે દરેક સુજ્ઞને સહજ શંકા થાય જ કે “સ્વમાન્યતાનું સમર્થન કરનાર વાતને છે તો કોઈ દબાવે મહીં જ, નહીંતર તો સામા પક્ષે પણ તત્ત્વાવલોકને વગેરેમાં, Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ જે શાસ્ત્રપાઠો સ્વમાન્યતાનું સમર્થન કરનારા લાગ્યા, તે અર્થસહિત જે આપ્યા છે, તે પણ નહોતા આપવા ને ? કારણ કે શાસ્ત્રીય વચનોનો પણ કોઈ વિપરીત પ્રચાર કરી શકે છે !) જ્યારે આ લોકો તો શાસ્ત્રાનુસારી જે લખાણ થયું એને નિશ્ચિત થયું હોવા છતાં પ્રકાશિત કરતા નથી, એટલે જરૂર એ શાસ્ત્રાનુસારી લખાણ એમની માન્યતાનું ખંડન કરનારું હશે!'' અમે તો એ લખાણને ‘દિવ્યદર્શન’ વગેરેમાં પ્રકાશિત જે કર્યું છે એના પરથી જ સુજ્ઞપુરુષો ‘આ શાસ્ત્રાનુસારી લખાણ અને અમારું પ્રતિપાદન પરસ્પર વિરુદ્ધ નહીં હોય' એવી કલ્પના કરી જ લે છે. ને સામાપક્ષવાળાએ પણ, ‘એ લખાણનો અંતિમ ફકરો સ્વપક્ષની માન્યતાનું જ઼ સમર્થન કરનાર છે' એવી કલ્પના કરીને ‘જિનવાણી’ માં પ્રકાશિત કર્યો જ છે ને! તો જો, ‘એ આખું લખાણ સ્વમાન્યતાનું સમર્થન કરનાર છે' એવી એમને પ્રતીતિ થઈ હોત તો એનું પણ તેઓ પ્રકાશન શા માટે ન કરત ? ને હવે, ‘એ લખાણનો અંતિમ ફકરો અમારી માન્યતાનું જ સમર્થન કરનાર છે' એવી કલ્પનાથી સામા પક્ષવાળાએ જિનવાણી' પાક્ષિકમાં આ પ્રમાણે જણાવ્યું છે xxx અહીં એ વાતનો ખાસ ઉલ્લેખ કરવો જોઈએ કે -- ઉપરોક્ત નિષ્કર્ષને (૧) (ઉપરોક્ત નિષ્કર્ષ તરીકે તેઓને માત્ર અંતિમ ફકરો અભિપ્રેત છે. એ ધ્યાનમાં રહે) કેન્દ્રમાં રાખીને જ પ.પૂ. આ.ભગવંત શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ પોતાના સમગ્ર દીર્ઘ સંયમજીવન દરમ્યાન દેશના પ્રવાહ અવિરતપણે વહાવ્યો છે, તેઓશ્રી એ મધ્યવર્તી કેન્દ્રબિન્દુથી તસુભાર. પણ ક્યારેય ચલિત થયા નથી (૨) એ વાતની પ્રતીતિ તેઓશ્રીના ઉપલબ્ધ વિપુલ સાહિત્યથી બહુ સારી રીતે થાય છે. જ્યારે બીજી તરફ પૂ. ભુવનભાનુ સૂરિ મ. ના ઉપલબ્ધ સાહિત્યથી એ પ્રમાણે ખાત્રી થાય છે કે નહિ, તે નક્કી કરવાનું અમે સુજ્ઞ વાચકો પર છોડીએ છીએ (૩). xxx ‘જિનવાણી' પાક્ષિકમાં આ જે જણાવ્યું છે એમાં મેં (૧), (૨) અને (૩) નંબર આપેલા છે, એ અંગે કંઈક (૧) ઉપરોક્ત નિષ્કર્ષ તરીકે ‘જિનવાણી’માં માત્ર અંતિમફકરો આપેલો છે. એટલે આ અંતિમ ફકરાને કેન્દ્રમાં રાખીને સ્વ. આ.શ્રી રામચન્દ્ર સૂ. મહારાજે દેશના આપી છે એવું જણાવવા દ્વારા સામાપક્ષવાળા શું એવું સૂચન કરવા માગે છે કે સ્વ.શ્રી રામચન્દ્ર સૂ.મહારાજે એ શાસ્ત્રાનુસારી આખા લખાણના બાકીના Page #66 -------------------------------------------------------------------------- ________________ અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ - ૫૭ ભાગ પ્રત્યે આંખ મીચામણા કર્યા છે ? (૨) “પદ્ગલિક અપેક્ષાથી પણ ધર્મ જ કરવો જોઈએ” આવું આ. શ્રી રામચન્દ્ર સુ.મ. ક્યારેય બોલ્યા નથી એવી ધારણાથી તસુભાર પણ ક્યારેય ચલિત થયા નથી...' વગેરે અહીં લખ્યું છે. એટલે જે, આ જ પુસ્તકના અન્ય ભાગમાં “આત્મોન્નતિના સોપાન ભા.૩” ના જે કેટલાક અંશો આપ્યા છે કે જેમાં, મોક્ષસુખની જેને ઇચ્છા નથી. એવો જીવને પણ પૌલિક સુખ માટે દાનપુણ્ય કર્યા કરવાની સ્પષ્ટ પ્રેરણા કરી છે, તેનું અનુસંધાન કરી લેવાનું હું નમ્ર સૂચન કરું છું કે જેથી બધો ભ્રમ ભાંગી જાય. (૩) સર્વજ્ઞશાસ્ત્રોના મર્મજ્ઞ સ્વ. પૂજ્યપાદ ગુરુદેવશ્રી ભુવનભાનુ સૂ.મ. ના ઉપલબ્ધ સાહિત્યમાં, આ અંતિમ ફકરાથી વિપરીત પ્રરૂપણા પણ જોવા મળે છે ને તેથી આ અંતિમ ફકરાને માન્ય કરવામાં તેઓશ્રીએ પોતાની માન્યતાપ્રરૂપણા છોડી દેવી પડી છે... વગેરે વાત વાચકના મનમાં ઉપસાવવાનો આ એક પ્રયાસ છે એવું સ્પષ્ટ પ્રતીત થાય છે. અને તેથી જ સામાપક્ષવાળા અહીં પણ ભીંત ભૂલી રહ્યા છે. એક : સ્વ. પૂજ્યપાદ ગુરુદેવશ્રીને તો, બન્ને આચાર્યભગવંતોની સહી સાથે પ્રગટ થયેલું એ માર્ગદર્શન પહેલાં પણ માન્ય હતું જ ને પછી પણ હતું જ. એટલે જ તેઓશ્રીના ઉપલબ્ધ વિપુલ સાહિત્યમાં એ આખા લખાણથી વિપરીત કોઈ વાત જોવા મળતી નથી. બીજું : એ લખાણના અંતિમ ફકરામાં “આ રીતે મુકિતસુખ પમાડવાનો પવિત્ર આશય હૈયામાં રાખી ધર્મોપદેશકોએ.” ઇત્યાદિ જે જણાવ્યું છે. એના પરથી સામાપક્ષવાળા – “મોક્ષ માટે જ ધર્મ કરવો” આવો જ ઉપદેશ આપવો જોઈએ; “પદ્ગલિક સુખ માટે પણ ધર્મ જ કરવો' એવૈMઉપદેશ આપવો એ આ અંતિમ ફકરાના શબ્દોથી વિપરીત છે – એવી કલ્પના કરે છે, અને તેથી સ્વ.પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયભુવનભાનુ સૂરીશ્વરજી મ.સાહેબના ઉપલબ્ધ સાહિત્યમાં, આ અંતિમ ફકરાના શબ્દોથી વિપરીત નિરૂપણ પણ મળે છે. એવો આડકતરો નિર્દેશ કરે છે. પણ હકીકતમાં, “પૌદ્ગલિક સુખ માટે પણ ધર્મ જ કરવો” આવું કથન કરવામાં પણ, અંતિમ ફકરાના એ શબ્દોનો કોઈ વિરોધ નથી. જુઓ એમાં શું જણાવ્યું છે? “મુક્તિસુખ પમાડવાનો પવિત્ર આશય હૈયામાં રાખીને...” ગીતાર્થગુરુ Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ પૌલિક સુખ માટે પણ ધર્મ જ કરવો વગેરે જે કહે છે એમાં, સામો જીવ આ રીતે પણ ધર્મ કરીને, એ ધર્મ દ્વારા પૌલિક સુખની ઇચ્છા મોળી પડતી જવાના પ્રભાવે, પરંપરાએ મુક્તિસુખ પામે એવો આશય ધરાવતા જ હોય છે. સામો જીવ પૌદ્ગલિક સુખ પામી એમાં જ રાચતો થઈ જાય એવો અભિપ્રાય ગીતાર્થગુરુનો હોય જ નહીં, આ વાત અન્યત્ર કહેવાઈ ગઈ છે. અહીં આ પવિત્ર આશય હૈયામાં રાખવાની વાત કરી છે, ને એ હૈયામાં તો હોય જ છે, હોઠો પર પણ એ પવિત્ર આશયનો નિર્દેશ હોવો જ જોઈએ, એવું જણાવાયું નથી, એટલે પૌલિક સુખ માટે પણ ધર્મ જ કરવો” વગેરે કથનમાં મુક્તિ-સુખની વાત ન હોવા માત્રથી એ કથનને આ અંતિમ ફકરાથી વિપરીત ન કહી દેવાય. વળી, ગીતાર્થગુરુના દિલમાં આ પણ બેસેલું જ હોય છે કે, આ રીતે કરેલા ધર્મથી પણ જીવોના હૃદયમાં સંસારસુખનો રાગ કમશઃ ઘટતો આવે ને છેવટે સર્વથા નષ્ટ થઈ જાય, તેમજ મુક્તિનો રાગ પ્રગટ થતાં થતાં છેવટે ઉત્કૃષ્ટ રાગ પ્રગટે... આ માટે સ્તો તેઓ, પૌદ્ગલિક સુખ ઇચ્છતા જીવને પણ ધર્મમાંજ જોડે છે. વળી, એ પણ સમજવા જેવું છે કે, એ અંતિમ ફકરામાં સામાં જીવને મુક્તિસુખ પમાડવાનો પવિત્ર આશય ધર્મોપદેશકને હૈયામાં રાખવા માટે જણાવ્યું છે. એટલે કદાચ, તેવી ભૂમિકાના કારણે સામા જીવના હૈયામાં હજુ મુક્તિ સુખ પામવાનો પવિત્ર આશય પેદા ન થયો હોય તોય આ અંતિમ ફકરાનો વિરોધ થતો નથી. મૂળ વાત એ છે કે- ઉભયસંમત શાસ્ત્રાનુસારી લખાણનો પ્રારંભિક મોટો ભાગ, સામાપક્ષવાળાને, સ્વમાન્યતાથી વિપરીત ભાસવાથી, જિનવાણી’ પાક્ષિકમાં ઉડાડી દેવાનો પ્રયાસ થયો છે એવું સુજ્ઞ જીવોને પ્રતીત થયા વગર નહીં રહે. (૨) તસ્વનિર્ણય માટેની આ ચર્ચામાં સામો પક્ષ પ્રામાણિક છે કે નહીં ? એનો નિર્ણય મધ્યસથ જીવો કરી શકે એ માટેની વિચારણામાં શાસ્ત્રપાઠ વગેરેની તેઓ કેવી રજુઆત કરે છે એના નમુના જણાવ્યા. હવે એ નિર્ણય થવામાં સહાયક બને એવી બીજી વિચારણા :- અમારાં વાસ્તવિક નિરૂપણોમાં કોઈ દોષ રહ્યો ન હોવાથી એનું ખંડન શક્ય ન રહેવાના કારણે તેઓ, અમારાં નિરૂપણોને વિકૃત કરીને લોકો સમક્ષ રજુ કરે છે ને પછી એમાં દોષોદ્ભાવન કરી, લોકો આગળ એવું જાહેર કરે છે કે “અમે આવી આવી શાસ્ત્રવિપરીત Page #68 -------------------------------------------------------------------------- ________________ પ૯ અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ વાતો કરી રહ્યા છીએ.” - આવી અમારી કલ્પના સાચી છે કે નહીં એ માટે નીચેની વાતો વિચારવી : (અ) અમારું નિરૂપણ આ છે કે – “અર્થ-કામ માટે પણ ધર્મ જ કરવો જોઈએ.” છતાં, “આ લોકો તો, “અર્થ-કામ માટે જ ધર્મ કરવાનું કહે છે', “ધર્મ સંસાર માટે જ કરવાનું કહે છે, “અર્થ-કામનો ઉપદેશ આપે છે” વગેરે અનેક વિકૃત નિરૂપણો અમારા નામે રજુ કરવામાં આવે છે. (આ વાત અન્યત્ર કહી ગયો છું.) આના કેટલાક નમુના :તસ્વાવલોકન પૃષ્ઠ - ૧૦૯ પર જણાવ્યું છે - xxxહા, એક વાત જરૂર છે કે શ્રાવકો પોતાની પ્રત્યેક પ્રવૃત્તિમાં દેવ, ગુરુ, ધર્મને આગળ કરે જ, પરંતુ તે સાંસારિક સુખોને જ સિદ્ધ કરવા માટે નહી.xxx. શ્રાવક સાંસારિક સુખોને જ સિદ્ધ કરવા દેવ વગેરેને આગળ કરે” એવું “જ' કારસહિત અમે ક્યાંય પ્રતિપાદન કર્યું છે ? કે જેથી તેમણે એનો નિષેધ કરવો પડે. “શ્રાવક સાંસારિક સુખોને જ સિદ્ધ કરવા દેવ વગેરેને આગળ કરે એ વાત તો ખોટી છે જ. એટલે અમારું એવું નિરૂપણ ન હોવા છતાં, અમે એવું નિરૂપણ કરીએ છીએ એવો આભાસ ઊભો કરવાનો ને પછી નિષેધ કરવાનો. આવો માયાચાર શા માટે? આવો જ માયાચાર તત્વાવલોકન પૃ.૨૪ પર જે જણાવ્યું છે એમાં સેવાયો છે કે નહીં? એ વિચારી લેવું. ત્યાં જણાવ્યું છે કે xxx વ્યાપારમાં ફાવટ મેળવવા, ખંધાઈથી ક્ષમા રાખનારા, કપટથી નમ્રતા દાખવનારા, કપટ કરતાં ફસામણ જણાય તો સરળતા દાખવનારા અને વધારે મેળવવા, મળેલું જતું કરનારા આત્માઓની ક્ષમા વગેરે શું વખાણવા યોગ્ય છે ? આવા સ્વાર્થપ્રેરિત ક્ષમાદિ તો કસાઈ-પારધિ વગેરેમાં પણ જોવા મળે...xxx અર્થ-કામ માટે પણ ધર્મ જ કરવો જોઈએ’ આવા શાસ્ત્રવચનનું ને તદનુસાર અમારા કથનનું ખંડન કરવા માટે તત્વાવલોકન” લખાયું છે. અમે આવી ખંધાઈથી ક્ષમાં રાખવી વગેરે રૂપ ધર્મ કરવાનું કહી રહ્યા છીએ.” આવી છાપ ઉપસાવે તો અમને લોકોમાં સહજ રીતે હલ્કા ચીતરી શકાય ને ! પણ ખાંધાઈથી ક્ષમાં રાખવી વગેરેને કે કસાઈ વગેરેની ક્ષમાને કોઈ ધર્મ” માને છે કે જેથી ધર્મ કરવો જોઈએ” વગેરે વાક્યમાં રહેલા “ધર્મ' શબ્દના અર્થ તરીકે એને Page #69 -------------------------------------------------------------------------- ________________ ૬૦ પકડી શકાય ? (આ) તત્ત્વાવલોકનમાં પૃ.૨૮૬ પર ‘બત્રીસીના શ્લોકનો અનુચિત અર્થ’’ એવું મથાળું બાંધી જણાવ્યું છે કે xxx ૧૩ મી બત્રીસીના ૨૧ મા શ્લોકનો એવો અર્થ કરાય છે કે - સૌભાગ્યાદિ ફળની વાંચ્છા પણ બાધ્યસ્વભાવવાળી તથા સદનુષ્ઠાનનો રાગ કરાવનારી હોય છે અને તે ફળાપેક્ષાની બાધ્યતા ઉપદેશાધીન ન હોઈને કારણરૂપે મુક્તિઅદ્વેષ સાપેક્ષ છે. xxx ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ શ્રીકીર્તિયશવિજય મહારાજને પૂછીએ કે અમે આવો અર્થ ક્યાં કર્યો છે તે જણાવશો ? અમે આવો અર્થ ક્યાંય કર્યો જ નથી... પણ આવો અર્થ કર્યો હોવાનો આક્ષેપ કરે તો જ ‘‘સૌભાગ્યાદિ ફળની વાંચ્છા બાધ્યકક્ષાની હોય છે ને સદનુષ્ઠાનનો રાગ કરાવનારી હોય છે એમ આ લોકો કહે છે જે સર્વથા અનુચિત છે...'' વગેરે આરોપ કરી શકાય ને ! ‘“બાધ્યકક્ષાની સૌભાગ્યાદિ ફળની વાંચ્છા સદનુષ્ઠાનનો રાણ કરાવનારી હોય છે,' વગેરે જ અમે અર્થ કરીએ છીએ, જેમાં કોઈ દોષ રહ્યો ન હોવાથી ‘અમે શાસ્ત્રના અર્થ કરવામાં કેવી ગરબડ કરીએ છીએ' એવી હોહા મચાવી શકાય નહીં... પણ એ મચાવવી તો છે, એટલે ખોટા અર્થને અમારા નામે ચડાવવો જ પડે ને ! (ઇ) ‘તત્ત્વાવલોકન’ ના પૃ.૧૩૪ પર શ્રીકીર્તિયશવિજય મહારાજ જણાવે છે કે - xxx પરંતુ એટલા માથી નિયાણું કર્તવ્યરૂપે સિદ્ધ થઈ શકતું નથી. xxx આવું શા માટે લખવું પડે છે ? અમે ક્યાંય નિયાણાને ‘કર્તવ્ય’ કહ્યું છે ? “અમે નિયાણાંને કર્તવ્યરૂપે જણાવીએ છીએ'' એવી લોકોમાં છાપ ઉપસાવી, લોકોને અમારાથી વિમુખ કરવા માટે જ ને ? વળી, એ જ પૃષ્ઠ પર, શ્રીકીર્તિયશ વિ.મહારાજ પોતે લખે છે કે XXX ‘‘ચઉપન્ન મહાપુરુષ ચરિય’” શાસ્ત્રના આધારે એમ જરૂર કહી શકાય કે -- લલિતાંગે નિયાણું કરાવ્યું અને અનામિકાએ નિયાણું કર્યું. xxx અને પછી એ જ પૃષ્ઠ પર અનામિકાના નિયાણા અંગે આગળ લખે છે કે xxx આવી નિરાધાર અને શાસ્ત્રાધારોથી બાધિત થતી કલ્પનાઓથી કદી કોઈ વાત સિદ્ધ થઈ શકે નહીં xxx જો ચઉપન્ન મહાપુરુષચરિયું નો આધાર છે જ તો ‘નિરાધાર...’ વગેરે શા માટે લખવું પડે છે ? ‘અમે શાસ્ત્રાધાર વિના વાતો કરીએ Page #70 -------------------------------------------------------------------------- ________________ અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ છીએ' એવી હવા ફેલાવવા જ ને ? (ઈ) વિ.સં. ૨૦૪૪ માં અમદાવાદમાં થયેલા મુનિસંમેલનમાં દેવદ્રવ્ય અંગે જે ઠરાવ થયો એમાં, કલ્પિત દેવદ્રવ્યમાંથી દેરાસરસંબંધી કેસર વગેરે સામગ્રી વગેરેના ખર્ચની અનુજ્ઞા આપી છે. આ દેરાસરસંબંધી ખર્ચની જ અનુજ્ઞા આપી હોવાથી એ દ્રવ્ય સાધારણખાતાનું બની ગયું એવું તો છે જ નહીં, એ સ્પષ્ટ છે, કારણ કે સાધારણખાતાનું દ્રવ્ય તો સાતે ક્ષેત્રોમાં વાપરી શકાય છે. છતાં, સામાપક્ષે, ‘સંમેલનવાળા દેવદ્રવ્યને સાધારણમાં લઈ ગયા' વગેરે પ્રચાર કેવો જેરશોરથી કરાયેલો એ પ્રસિદ્ધ છે. (૩) સંમેલન બાદ સામા પક્ષે મોટા મોટા પોસ્ટરો છપાવી ગામેગામ મોકલીને વિરોધ કરેલો. એમાં કેટલીય બાબતો આવી હતી. જેમકે પૂ.પં. શ્રીજયસુંદર વિ.મ. નું દેવદ્રવ્ય વગેરે અંગે માર્ગદર્શન ‘દિવ્યદર્શન’ સામાહિકમાં સંમેલનપૂર્વે આવેલું, એમાં દેરાસર સિવાય હોસ્પીટલ વગેરેમાં ખર્ચી શકાય નહીં વગેરે જણાવ્યું છે. ‘દેરાસર અંગેના કાર્યોમાં પણ ન વપરાય' એવું- ક્યાંય જણાવ્યું નથી. છતાં, મોટા મોટા અક્ષરોમાં એ લખાણ છપાવી, ‘સંમેલન પૂર્વે શું કહેતા હતા ને હવે શું કહે છે ?' વગેરે પ્રશ્નો ઉઠાવી એવો આભાસ ઊભો કરવા સામો પક્ષ મળ્યો કે હવે સંમેલન બાદ આ લોકોએ પોતાની માન્યતાઓ ને નિરૂપણો બદલી નાંખ્યા છે. ખરેખર તો સંમેલનના નિર્ણયને બાધ પહોંચે કે તેની સાથે વિરોધ આવે એવું કશું એમાં હતું નહીં. (ઊ) એક શાસ્ત્રની પંક્તિ છે કે "" -- ૬૧ "" ‘જમ્સ મણે નવકારો, સંસારો તસ્સ કિં કુણઈ ?'' આનું ગુજરાતી રૂપાંતર આ પ્રમાણે પ્રસિદ્ધ છે કે “જેના હૈયે શ્રીનવકાર, તેને શું કરશે સંસાર...' આમાં, ‘“નવકારનું સામર્થ્ય, સંસારના સામર્થ્ય કરતાં ઘણું વધારે છે, ને તેથી શ્રીનવકારને હૈયે ધરનારને સંસાર કશું કરી શકતો નથી’’આવું જણાવવાનો શાસ્ત્રકાર મહર્ષિનો અભિપ્રાય સ્પષ્ટ છે. સામાપક્ષવાળાઓએ આ શાસ્રવચન સાથે પણ અડપલું કર્યું ને એને સાવ વિપરીત કરી નાખી આ રીતે છપાવ્યું કે “જેના હૈયે છે સંસાર, તેને શું કરશે નવકાર..’’ એટલે કે ‘‘નવકાર કરતાં સંસારનું સામર્થ્ય ઘણું વધારે છે'' વગેરે દ્વારા સંસારને વધારે સામર્થ્યવાન્ જણાવ્યો. શંકા તો એ પડે છે કે આ લોકો નવકારના સેવક છે કે સંસારના ? જેથી સંસારનો મહિમા નવકાર કરતાં વધુ ગાય છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ () શ્રી કુમારપાલભૂપાલવિરચિત સાધારણ જિનસ્તવનની ૩૩ મી ગાથાનો અર્થ કરવામાં “મતઃ ' આટલા શબ્દો ઉડાડ્યા. શ્રી શાસ્ત્રવાર્તાસમુચ્ચયના એક શ્લોકમાં “પંડિત પુરુષોએ હંમેશા મોક્ષ માટે વિશુદ્ધ ધર્મ જ આદરવો જોઈએ” આ પ્રમાણે જણાવ્યું છે, જ્યારે સામા પક્ષે 'જ' કારનો ફેરફાર કરીને એવો અર્થ કર્યો છે કે “પંડિત પુરુષોએ હંમેશા મોક્ષ માટે જ વિશુદ્ધ ધર્મ આદરવો જોઈએ.” એમ તપપંચાશકની ૨૩ મી ગાથામાં આવું જણાવ્યું છે કે “રોહિણી વગેરે સાભિળંગ તપ મુગ્ધજીવોને હિતકર જ છે...''જ્યારે સામાપક્ષે રોહિણી વગેરે સાભિળંગ તપ મુગ્ધજીવોને જ હિતકર છે” આવો અર્થ ઉપસાવ્યો છે. અષ્ટક પ્રકરણના - પ્રત્યાખ્યાન અષ્ટકની આઠમી ગાથામાં “બાધ્યમાન (=બાધા પામતું)” આવો શબ્દ રહેલો છે જેને બદલીને સામાપક્ષે “બાધિત ( બાધા પામી ચૂકેલું)' એવો ફેરફાર કર્યો છે. દ્વારિકાના દાહના નિવારણ માટે શ્રી નેમિનાથ પ્રભુએ ધર્મ કરવાનો ઉપદેશ આપ્યો છે એવું પાંડવચરિત્રમાં જણાવ્યું હોવા છતાં, 'પાંડવચરિત્રમાં આ વાત કશે જણાવી નથી” એવું જણાવીને પાંડવચરિત્રનો એ પાઠ ઉડાડવાનો પ્રયાસ કરાયો છે. આવી અનેક ગરબડો "તસ્વાવલોકન' નામે “ધર્મસ્વરૂપદર્શન” પુસ્તકની પ્રસ્તાવના જે પ્રકાશિત થઈ છે તેમાં કરવામાં આવેલી છે. સામાન્યથી, લોકો આ બધી ગરબડને પકડી શકતા ન હોવાથી, એ વિકૃત શાસ્ત્રપાઠોને સાચા શાસ્ત્રપાઠ સ્વરૂપ સ્વીકારી લઈને, "આ લોકો પોતાની વાતને કેવી શાસ્ત્રવચનો દ્વારા સિદ્ધ કરી આપે છે” એવું વિચારવા માંડે છે, ને તેથી સત્યતત્ત્વના નિર્ણયથી દૂર ફેંકાઈ જાય છે. શાસ્ત્રપાઠીમાં કાપકૂપ કરવી, ફેરફારો કરવો વગેરે રૂપે શાસ્ત્રવચનો સાથે ચેડાં કરનારાની માન્યતા સાચી હોઈ ન શકે એટલું કોઈપણ મધ્યસ્થ સુજ્ઞ સમજી શકે (૩) સામા પક્ષની, તસ્વનિર્ણય માટે પ્રામાણિક નિકા છે કે નહીં ? એના નિર્ણય માટે ત્રીજી વિચારણા - જેનો ઉપનય ઘટી શકતો ન હોય એવા પણ આડેધડ લૌકિક દષ્ટાન્તથી પોતાની વાત શ્રદ્ધાળુવર્ગમાં ઠોકી બેસાડવાનો પ્રયાસ પ્રામાણિક માણસો ન કરે એ સ્પષ્ટ છે. સામાપક્ષે આ બાબતમાં શું કર્યું છે એ જોઈ લ્યો - વર્ધમાનતપ આરાધક પૂ.આ.શ્રી પ્રભાકર સૂ.મ. સાહેબે મારા તત્વાવલોકન સમીક્ષા’ પુસ્તક સામે લગભગ ૧૨-૧૩ પૃષ્ઠ જેટલું લખાણ કરી એની ઝેરોક્સ Page #72 -------------------------------------------------------------------------- ________________ / પહેલો વિકલ્પ મળી પડવું, એમ નવા નવી ક્રિય અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ ફેલાવેલી... એમાંના કેટલાંક વિધાનો - xxx કોઈ અપવાદ માર્ગે દષ્ટાંત હોય પરંતુ તેનો રાજમાર્ગો ઉપયોગ કરે તો તારાજી કરે. કોઈ લંગડો માણસ ચોથે માળથી પડ્યો હોય અને કદાચ પગ સાજો થઈ જાય તેથી દરેક લંગડાએ ચોથે માળેથી પડવું એ વ્યાજબી નથી. xx આમાં, લંગડા માણસે ચોથા માળથી પડવું એ અપવાદ છે તો ઉત્સર્ગ શું? સાજા માણસે ચોથા માળથી પડવું એ કે લંગડા માણસે દવા વગેરે કરાવવા એ ? પહેલો વિકલ્પ માની શકાય એમ નથી, બીજો જ વિકલ્પ માનવો પડશે, એ સ્પષ્ટ છે. હવે, આ વાત, ‘અર્થ-કામના ઇચ્છુકે પણ ધર્મ જ કરવો જોઈએ” આ વિધાન આપવાદિક છે એમ જણાવવા માટે કરાઈ રહી છે, એટલે, આપણે આચાર્યશ્રીને પૂછીએ કે તમે ઉત્સર્ગ શું માની રહ્યા છો ? મોક્ષના ઇચ્છુકે ધર્મ કરવો એ કે અર્થ-કામના ઇચ્છુકે અધર્મ કરવો એ ? (કારણ કે અર્થ-કામના ઇચ્છુકે ધર્મ કરવો એને તો અપવાદ માનો છો.) આમાં પહેલો વિકલ્પ માનવામાં. મોક્ષનો ઈચ્છક એટલે સાજે માણસ.. ને ધર્મ કરવો એટલે ચોથે માળથી પડવું, એમ ઉપનય ઘટાવવો પડે જે અયોગ્ય છે. કારણ કે ધર્મ કરવો એ કાંઈ ચોથે માળથી પડવા જેવી ક્રિયા નથી. બીજો વિકલ્પ પણ માની શકાય એમ નથી, કારણ કે અર્થ-કામની ઇચ્છાથી પાપ કરવું એવું વિધાન ઉત્સર્ગપદે જ્ઞાનીઓ શી રીતે કરી શકે ? ટૂંકમાં, લંગડા માણસે ચોથા માળથી પડવું એ અપવાદ છે એમ કહીને આચાર્યશ્રી અર્થ-કામના ઈચ્છકે ધર્મ કરવો એ અપવાદ છે આવું જણાવવા જે મળી રહ્યા છે, એમાં ઉપનય આવો કરવો પડે કે, લંગડો માણસ = અર્થ કામનો ઇચ્છુક ચોથા માળથી પડવું =ધર્મ કરવો. જે બિલકુલ અનુચિત છે એ સ્પષ્ટ છે. આચાર્યશ્રીનું બીજું એક આવું જ ઢંગધડા વગરનું નિરૂપણ xxx બજાર વચ્ચે નગ્ન ન કરાય, પરંતુ કોઈ ડોક્ટર પાસે શરીરના આરોગ્ય માટે શરીર બતાવવા નગ્ન થવું પડે. તેથી બજારમાં નગ્ન થઈને ફરાય તેવું કહેનારો મહાન વિપ્લવ જગાડનારો છે. તેવી રીતે અર્થ-કામ માટેની આપવાદિક વાત કહેનારા મહાન વિપ્લવ કરનારા છે. xxx અર્થ-કામ માટે પણ ધર્મ જ કરવો જોઈએ, આ વાત આપવાદિક છે, માટે ગીતાર્થગુરુએ જાહેરમાં ન કહેવાય, પણ એવા યોગ્ય જીવ પાસે એકાંતમાં કહી Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૪ ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ શકાય... આવું જણાવવાનો આચાર્યશ્રીનો આશય છે. હવે ઉપરના દષ્ટાંત સાથે આનો ઉપનય ઘટાવવા જઈએ તો એવું ફલિત થાય કે સામો જીવ એ ડોક્ટર તુલ્ય છે ને ગીતાર્થગુરુ એકાંતમાં એની પાસે, પોતાના આરોગ્ય માટે “અર્થકામ માટે પણ ધર્મ જ કરવો જોઈએ” એવી વાત કરવા રૂપે પોતે નાગા થાય છે... આવો ઉપનય બિલકુલ અનુચિત છે. એ સ્પષ્ટ છે. વળી તેઓશ્રીનો એક ઓર તુક્કો – xxx પાછો અવસર આવે એટલે અર્થકામની ભયાનકતા સમજાવી અર્થ-કામની લાલસા છોડાવી દે છે. ધાવતા બાળકને જેમ ધાવણ છોડાવી દે તેમ. xxx ધાવતા બાળકને એ અવસ્થામાં ધાવણ તો લાભકર્તા ને ઉપાદેય જ હોય છે, એમ આચાર્યશ્રી શું એવું જણાવવા માગે છે કે અર્થ-કામની લાલસા લાભકર્તા ને ઉપાદેય જ હોય છે ? સ્વ. આચાર્યશ્રી રામચન્દ્ર સુ.મ.નું પણ ઘણી પ્રસિદ્ધિ પામેલું, પણ કોઈ રીતે ઉપનય ન બેસે એવું એક નિરૂપણ આવું છે – xxxકડવી દવા પાવા માટે હજી સાકરની લાલચ બતાવાય, પણ ઝેર પાવા માટે કંઈ સાકરથી ન લલચાવાય, સંસારના સુખની લાલચ બતાવીને એ સુખની ભયાનકતા અંગે સાવ મૌન સેવનારો સાકર બતાવીને ઝેર પીવડાવવાનો ધંધો કરે છે. આવો ધંધો કરવાની ભગવાને અમને સાફ સાફ ના પાડી છે.” xxx આમાં કડવી દવા, સાકર અને ઝેર એમ ત્રણ વાતો દષ્ટાન્તમાં છે. આ ત્રણનો ઉપનય શું છે ? એ તો કોઈ અપૂર્વ (!) વિદ્વાન જ જણાવી શકે. પૂ.ઉપા. શ્રીયશોવિજય મહારાજ વગેરે ગ્રન્થકારોએ પ્રતિમાશતક વગેરે ગ્રન્થોમાં ગુડજિલિકા ન્યાય દ્વારા ગોળ (સાકર) તરીકે ભૌતિક સુખ ને કડવી દવા તરીકે ધર્મનો ઉપનય કરી દર્શાવ્યો છે. પણ ઝેર તરીકે ધર્મને કહ્યો નથી. બાળકને ‘ગાથા ગોખશે તો પેંડો આપીશ” એ રીતે પ્રોત્સાહિત કરનારી એ વખતે “પેડો ભયંકર છે એવું સમજાવતા તો નથી. એટલે શું ઝેર પાવાનું કામ કરી રહ્યા છે ? અને, જો એ વખતે, પેંડો ભયાનક ચીજ છે' એવું સમજાવવામાં આવે તો તો, બાળક ગાથા ગોખવાનો હશે તે પણ છોડી જ દે કે બીજું કાંઈ ? કારણકે “ગાથા ગોખીશ તો તો આ ભયાનક ચીજ આવી પડશે” એવું જ એને પ્રતીત થવાથી એવો ભય ટાળવાના પ્રયાસ રૂપે એ ગાથા ગોખવાનું જ ન માંડી વાળે ? Page #74 -------------------------------------------------------------------------- ________________ અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ ૬૫ શંકા - ઉપરના ‘કડવી દવા...' વગેરે નિરૂપણમાં અર્થ-કામની લાલચ એ સાકરની લાલચ બતાવવા જેવી છે, ને એ માટે ‘અર્થ-કામની ઇચ્છા હોય તો પણ ધર્મ જ કરવો જોઈએ' આ રીતે ધર્મ કરાવવો, એ ઝેર પાવાનું કામ છે, કારણકે એવો ધર્મ વિષાનુષ્ઠાન (વિષ) છે. આમ ઉપનય સ્પષ્ટ જ છે તો તમે કેમ ‘આનો ઉપનય કોઈ બતાવી ન શકે' એવા ભાવનું જણાવો છો... સમાધાન - આવો ઉપનય ભાસે ખરો... પણ એ અસંગત છે. કારણ કે સાકરની લાલચ ન હોય તો પણ ઝેર તો ઝેર જ છે, ‘એ સ્વયં અમૃત હતું, પણ સાકરની લાલચ છે માટે ઝેર બની જાય છે' એવું કાંઈ છે નહીં. જ્યારે પ્રસ્તુતમાં, ‘“ધર્મ સ્વયં તો અમૃત તુલ્ય જ છે, પણ, અર્થ-કામની લાલચ (આશંસા) છે, માટે એ ઝેર બને છે'' આવું તમે માનો છો. એટલે બે સાવ વિપરીત હોવાથી ધર્મને ઝેર જેવો શી રીતે કહી શકાય ? બાકી તો ‘અર્થ-કામની...’ વગેરે વચનને અનુસરીને કોઈ શ્રદ્ધાળુ જીવ ધર્મ કરે તો એ વિષાનુષ્ઠાન બનતું નથી વગેરે વાતો આ પુસ્તકમાં અન્યત્ર ચચેલી જ છે. (૪) તત્ત્વનિર્ણય ન થઈ શકવાના પરિબળો વિચારાઈ રહ્યા છે. એમાં ચોથું પરિબળ અમારી શાસ્ત્રીય માન્યતાનું સમર્થન કરવા માટે અમે જે કાંઈ શાસ્ત્રપાઠો વગેરે આપેલા હોય એના પર, “આ શાસ્રપાઠો આપવામાં કંઈ ગરબડ કરી છે ? એનો અર્થ બરાબર કર્યો નથી ?, એના પર ચલાવેલા તર્ક એ તર્ક નથી પણ કુતર્ક છે ? એનો તાત્પર્યાર્થ જે બતાવ્યો છે તે પૂર્વાપર વિરુદ્ધ છે ?'' વગેરે કશું સામો પક્ષ દર્શાવતો નથી, દર્શાવી શકતો નથી... એટલે ખાલી ‘‘આવી વાત શાસ્રમાન્ય હોય શકે નહીં, આવું શાસ્ત્રકારો કહે નહીં, આવું વિપરીત અર્થઘટન ક્યારેય શાસ્રમાન્ય બની શકે નહીં... વગેરે માત્ર કહી દે છે ને એમના પર અંધશ્રદ્ધા રાખનારો વર્ગ અમારાં નિરૂપણને શાસ્રવિપરીત વગેરે માની લે છે. ,, * મારા ‘તત્ત્વાવલોકન સમીક્ષા' પુસ્તકની સામે ઉપર કહેલી ઝેરોક્સ આ.શ્રીપ્રભાકર સૂ.મ. સાહેબે ફેલાવેલી છે. પણ એ ઝેરોક્સના લખાણમાં, એવો એક પણ નિર્દેશ સુધ્ધાં નથી કર્યો કે મેં કયો શાસ્ત્રપાઠ ખોટો આપ્યો છે, અથવા એનો અર્થ કરવામાં ગરબડ કરી છે. વગેરે. ‘‘જૈનશાસન’” સાપ્તાહિકમાં તો ‘તત્ત્વાવલોકન સમીક્ષા' પુસ્તક અંગે અનેક લેખો આવી ગયા છે, પણ એકેમાં શાસ્ત્રાધારપૂર્વક તર્કપૂર્ણ રીતે, મેં એ પુસ્તકમાં ભૂલ કરી હોય તો કઈ ભૂલ કરી છે ? વગેરે દર્શાવેલું જોવામાં આવ્યું નથી. Page #75 -------------------------------------------------------------------------- ________________ ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ * પ્રખર શાસનપ્રભાવક પૂજ્યપાદ પં.પ્રવર શ્રીચન્દ્રશેખરવિજય ગણિવર્યો લખેલ ધાર્મિક દ્રવ્ય વહીવટ વિચાર’ પુસ્તકના પરિશિષ્ટમાં મરા બે લેખો આવ્યા છે. આની સમીક્ષા તા. ૨૬-૧૦-૯૩ ના જૈનશાસન' સાપ્તાહિકમાં જે આવેલી છે તે નીચે મુજબ છે – xxx આ પુસ્તકમાં અભયશેખર વિ.જી પણ ઝળક્યા છે, એમને એટલું જ કહેવાનું કે તમારી વિદ્વત્તા કોણ જાણે કયા માર્ગે જઈ રહી છે? તમે જે શાસ્ત્રપાઠી રજુ કર્યા છે અને એના અર્થો કર્યા છે એ પૂ. રામચન્દ્રસૂરિ મહારાજે નહીં જોયા હોય ? એને અથ કરવાની ક્ષમતા એમનામાં નહીં હોય ? બધું જ હતું, પણ તમારા જેવી છોકરમત તેમનામાં ન હતી. વગેરે વગેરે. xxx છે આમાં કાંઈ પણ શાસ્ત્રપાઠ રજુ કરવામાં યા એનો અર્થ કરવામાં મેં કાંઇ ગરબડ કરી હોય તો શું કરી છે ? એનું નિરૂપણ ? શ્રી કીર્તિયશ વિ.મ.ના 'તત્વાવલોકન” માં તો આવું ઠેરઠેર જોવા મળશે. આનો પણ એક નમુનો દર્શાવી દઉં- 'તત્વાવલોકન” ના પૃ.૨૪ર પર તેમણે આ મુજબ જણાવ્યું છે xxx પોતાની ઉપર મુજબની વિચારધારાના સમર્થન માટે તેમના દ્વારા શ્રી યોગબિન્દુના કેટલાક શ્લોકોનો આધાર લેવામાં આવ્યો છે, પરંતુ પ્રામાણિકપણે વિચારતાં શ્રીયોગબિન્દુના તે શ્લોકો તેમની વિચારધારાને લેશ પણ પુષ્ટિ આપતા નથી. xxx શ્રી કીર્તિયશ વિ.મહારાજે આ પ્રમાણે જણાવ્યું છે, પણ શ્રીયોગબિન્દુના જે શ્લોકોનો આધાર લેવાયો છે એ શ્લોકો આપીને સામી વ્યક્તિ પોતાની (અમે અમારી) વિચારધારાનું એના આધારે કઈ રીતે પ્રતિપાદન કરે છે, એમાં ક્યાં ભૂલ થાય છે કે જેથી એ વિચારધારા અપ્રામાણિક કરે, અને એ અપ્રામાણિક છે તો એ શ્લોકો પરથી તેમને પ્રામાણિક તરીકે અભિપ્રેત વિચારધારા કઈ રીતે નીકળે છે ? આ બધું તો કાંઈ જ દર્શાવ્યું નથી. (૫) "તમારી શાસ્ત્રાધારો સહિત તર્કપૂર્વક રજુ કરાયેલી વાતો જાણવા મળે ત્યારે તમારી વાતો સત્ય સમજાય છે... પણ જ્યારે સામા પક્ષની વાતો વાંચીએસાંભળીએ ત્યારે એ વાત પણ સાચી લાગે છે.'' આવી ઘણાની મૂંઝવણને ટાળવા સત્ય હકીકતો રજુ કરાઈ રહી છે. કોઈપણ પક્ષ વારંવાર જુઠાણાઓનો આશ્રય લે તો એ અત્યંત આઘાતજનક કમનસીબ બિના છે. સામો પક્ષ જુઠાણાઓનો આશ્રય લેવામાં સંકોચ અનુભવે છે કે નહીં ? એનો નિર્ણય વાંચકો સ્વયં કરી લે – Page #76 -------------------------------------------------------------------------- ________________ અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ ૬૭ - શ્રી નેમિનાથ ભગવાને દ્વારિકાના દાહના નિવારણ માટે ધર્મ કરવાનો ઉપદેશ આપ્યાની વાત પાંડવચરિત્રમાં જણાવેલી છે ને લભગભ દરેક સમુદાયોમાં પ્રસિદ્ધ છે, વ્યાખ્યાનોમાં પણ ઠેર ઠેર કહેવાય છે. છતાં સામાપક્ષે આવી વાત ચલાવી કે - આ વાત કોઈ શાસ્ત્રમાં કહી નથી. વગેરે. તા. ૨૮--૯૩ ને “જૈનશાસન સપ્તાહિકમાં સ્વ.આ. શ્રી રવિચન્દ્ર. મ.ના શિષ્ય શ્રી જયદર્શનવિ.મ.નો ‘વિચારવસંત’ નામે એક લેખ આવ્યો છે. એમાં એક વાર્તા આપી છે જે ટૂંકમાં આવી છે - નાની ઉમરમાં બાળલગ્ન કરીને કાશીમાં ભણવા ગયેલો લલ્લશંકર પંડિત થઈને પાછો ફરતો હતો. એના મિત્રને એની પરીક્ષા લેવાનું મન થયું. એ મિત્ર સામો આવીને એને કહે છે કે “એક માઠા સમાચાર છે.” “શું ?' “તારી પત્ની રાંડી છે.' પેલો તો પોક મૂકવા માંડયો. એની વિધવા બહેન પોક મૂકવાનું કારણ પૂછે છે. તો આ લલ્લુશંકર જણાવે છે કે મારી પત્ની રાંડી માટે પોક મૂકું છું. એની બહેન કહે છે. “અલ્યા ગાંડો છે ? તારા જીવતાં કાંઈ તારી પત્ની રાંડતી હશે ?'. તો આ લલુશંકર કહે છે : કેમ ? મારા જીવતાં તું રાંડી તો મારી બૈરી કેમ ન રાડે ? આટલો ટૂચકો વર્ણવ્યા બાદ પોતાની જાતને જ લહુશંકર ઠેરવતા શ્રી જયદર્શન વિજયજી, આમ લખે છે કે – આજે કોઈ પણ માણસ (એટલે કે સ્વ.પૂ. ગુરુદેવ આ.ભગ.શ્રી ભુવનભાનુસૂ.મ.સા. વગેરે અમે) લોકોને પૂછી શકે છે : સ્વદ્રવ્યથી જિનપૂજા થાય તો દેવદ્રવ્યથી શા માટે ન થાય, બોલો જોઉં ?'' આ પંડિતોને (એમના શબ્દોમાં પઠિત મૂખને-લલ્લશંકરોને) અમારી માન્યતાને ખોટી સાબિત કરી શકે એવા કોઈ તર્ક તો મળતા નથી એટલે આવા તુક્કાઓ લડાવે છે. દેવદ્રવ્યથી પણ જિનપૂજા થઈ શકે છે એવું અમે શા માટે જણાવીએ છીએ એ જાણી શકવાની બિચારાઓની ભૂમિકા ન હોવાથી કરે પણ શું ? સંખ્યાબંધ શાસ્ત્રપાઠો (જે ધા. વ. વિચારમાં આપેલા છે તે)માં જણાવ્યું છે માટે અમે કહીએ છીએ કે દેવદ્રવ્યથી પણ જિનપૂજા થઈ શકે છે. સ્વદ્રવ્યથી જિનપૂજા થઈ શકે છે, માટે દેવદ્રવ્યથી પણ થઈ શકે” એવું અમે ક્યાંય જણાવ્યું નથી. આમ, 'સ્વદ્રવ્યથી જિનપૂજા થાય છે માટે દેવદ્રવ્યથી પણ થઈ શકે' એવું અમે કહેતા ન હોવા છતાં અમે એવું કહીએ છીએ એવો જુઠ્ઠો આરોપ સામો પક્ષ બેધડક મૂકી શકે છે એ વાત સામાપક્ષની ભૂમિકાને છતી કરવા માટે સક્ષમ છે. દેવદ્રવ્યનો લોપ કરનારો (એ દ્રવ્યથી થનારાં) પૂજા-સ્નાત્ર મહોત્સવ વગેરેનો Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ લોપ કરી રહ્યો છે” આવું જણાવનારા ઢગલાબંધ શાંઢપાઠો મળે છે. એના પર વિચાર કરીએ- દેવદ્રવ્યનો લોપ થાય તો પૂજા-સ્નાત્ર મહોત્સવ વગેરેનો લોપ ક્યારે થાય ? દેવદ્રવ્યમાંથી એ થતાં હોય તો જ ને? જો એ નહીં થઈ શકતા હોય તો દેવદ્રવ્યનો લોપ થવા માત્રથી પૂજા વગેરેનો લોપ કઈ રીતે થઈ જાય ? જેમ દેવદ્રવ્યમાંથી ગ્રન્થપ્રકાશન થઈ શકતું નથી, તો દેવદ્રવ્યનો લોપ કરનારો ગ્રન્થપ્રકાશનનો લોપ કરી રહ્યો છે એવું કહી શકાય ? - એટલે આ શાસ્ત્રપાઠો "દેવદ્રવ્યમાંથી પાણ પ્રભુપૂજા વગેરે થઈ શકે છે એવું સૂચન કરનારા છે ને માટે અમે એ કહીએ છીએ. નહી કે સ્વદ્રવ્યથી એ થઈ શકે છે માટે.... તા. ૨-૧૧-૯૩ ના જૈનશાસનના અંકમાં તત્ત્વાવલોકન સમીક્ષાના અસત્ય પ્રચારથી સાવધાન” એવા મથાળા સાથે એક લેખ આવેલો છે જેમાં તસ્વાવલોકનસમીક્ષાના પ્રકાશકોએ પોતાનું પ્રકાશકીય મંતવ્ય જે રજુ કર્યું છે એ અંગે કંઈક લખાણ કરવામાં આવ્યું છે. વિ.સં. ૨૦૪૭ના ચાતુર્માસમાં મલાડમાં એક વખત તપના પારણાના પ્રસંગે તપ-સંયમનિષ્ઠ પૂ.આ. શ્રી જગન્દ્રસૂ.મ. તથા શ્રી નયવર્ધનવિજયજીને ભેગા પ્રવચન કરવાનો પ્રસંગ આવ્યો. એ વખતે પૂ.આ.શ્રીના પ્રવચનબાદ શ્રી નયવર્ધનવિજયજીએ ઘણાં ચોંકાવનારાં પ્રતિપાદનો કરેલાં – જેવાં કે - મોક્ષનો અભિલાષ ન હોય તેને દેરાસરનાં પગથિયાં ચડવાનો પણ અધિકાર નથી. વગેરે. પોતાની નિશ્રામાં આવા જિનવચનનિરપેક્ષ વિધાનો થયાં એનું આચાર્યભગવંતને ઘણું દુ:ખ થયું. એટલે તેઓએ શ્રી નયવર્ધનવિજયજી પાસે લેખિત સ્પષ્ટતા મંગાવી. લેખિત સ્પષ્ટતા તો ન થઈ. પણ રૂબરુમાં આ અંગે લગભગ બે કલાક વિચારવિનિમય થયો. અને મુનિશ્રીને એમનાં એકાન્તિક પ્રતિપાદનોમાં રહેલા દોષો શાસ્ત્રવચનો, તર્કયુક્તિઓ વગેરેથી દર્શાવવામાં આવ્યા વગેરે વાતો. એ પ્રકાશકીયનિવેદનમાં રજુ કરવામાં આવી છે. જ્યારે જૈનશાસન’ના એ અંકમાં આવેલા એ લખાણમાં (સાવ અસત્ય વાત રજુ કરી છે ને એ ચર્ચાને વિકૃત રૂપે રજુ કરવામાં આવેલી છે. તેમાં) એ જણાવ્યું છે કે – મુનિશ્રીની હાજરીમાં જ પૂ. આચાર્ય ભગવંતે મોક્ષના મહત્વને ગૌણ કરતાં અને મૌસૈકલક્ષી પ્રવચન પદ્ધતિનો ઉપહાસ કરતાં અમુક વાક્યો ઉચ્ચાર્યા. અને તેથી મુનિશ્રીએ પોતાની અપરિહાર્ય ફરજ સમજીને પોતાના પ્રવચનમાં એની તર્કક્તિ-શાસ્ત્રીય સમીક્ષા કરી હતી. પછી ચૈત્યપરિપાટીના પ્રસંગે મુનિશ્રી પૂ.આ. Page #78 -------------------------------------------------------------------------- ________________ અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ ભગવંતશ્રીને ભેગા થયા હતા ત્યારે આ ચર્ચા છેડાઈ હતી. ત્યારબાદ પણ મુનિશ્રી આ. ભગવંતશ્રીની સુખશાતા પૂછવા ઉપાશ્રયે ગયેલા ને આ. ભગવંતે આ પ્રશ્ન ઉપાડ્યો. મુનિશ્રીએ કહ્યું કે વિષય રહેવા દો. પણ કદાચ શ્રાવકોની ગેરહાજરીની આ તકને ઝડપીને જ પતાવટ કરી લેવાના મૂડમાં આચાર્ય ભગ. હશે કે શું ? તેમણે આ તક જતી કરી જ નહીં. ત્યારેય મુનિશ્રીએ સુંદર રીતે પ્રશ્નોના જવાબ આપ્યા હતા ને એકેક શાસ્ત્રનિરપેક્ષ રજુઆતનો શાસ્ત્રીય વચનો દ્વારા રદિયો અપાતો જ જતો હતો. વગેરે.. (પછી આગળ એ લેખમાં જણાવ્યું છે કે –) મુનિશ્રીનું એક વખતનું પ્રવચન અને પછીની બે વખતની ચર્ચા. આ બધામાં હાજર હતા એવા પૂ.મુ.શ્રી ચારિત્રરતિવિ.મ. તથા તે તે પ્રસંગે ઉપસ્થિત શ્રાવકભાઈઓ આજે પણ આ વાતનું ગૌરવ અનુભવે છે કે - પરમાત્મભાષિત વચનો અને પૂ. ગુરુભગવંત આ. શ્રી વિજયરામચન્દ્ર સૂ.મ. દ્વારા ઘૂંટી ઘૂંટીને સમજાવાયેલ આ પરમસત્યોનો કેવો પ્રભાવ કે સામે પ્રશ્નોની ઝડી વરસાવવામાં બાકી નહિ રાખવામાં આવી છતાં ય સત્યો પૂરા અણનમ જ રહ્યા છે. આમ તસ્વાવલોકસમીક્ષા'ના પ્રકાશકીય નિવેદનમાં એ જણાવ્યું છે કે વગર નિમિત્તે મુનિશ્રીએ મનઘડત વિધાનો કર્યા ને તેથી પૂ.આ. ભગવંતે ખુલાસા મંગાવ્યા.. જ્યારે જૈનશાસન'ના એ લેખમાં એમ જણાવ્યું છે કે પહેલાં આચાર્ય ભગવંતે શાસ્ત્ર વિપરીત વિધાનો કર્યા ને મુનિશ્રીએ એનાં નિરાકરણ કર્યા. આ બેમાં સાચું કોણ ? એ હવે વિચારીએ – પૂ.આ. ભગવંતશ્રી પ્રશાંતમૂર્તિ છે ને વગર પ્રયોજને આ ચર્ચા છેડવાનો એમને કોઈ રસ નથી, એ પ્રસિદ્ધ છે. જ્યારે શ્રીનયવર્ધનવિજ્યજી આવાં આડેધડ વિધાનો કરવા માટે એમના વર્ગમાં પણ પ્રસિદ્ધ છે. એટલે શરૂઆત એમણે જ કરી હોવાની પ્રકાશકોની વાત સત્ય હોવાની શકયતા વધુ છે. (અને એમણે જ શરૂઆત કરી હતી એ વાત એમના પત્રવ્યવહારથી સ્પષ્ટ જ છે.) બીજું, જૈનશાસનના એ લેખમાં મુનિશ્રીએ, આચાર્યશ્રીનાં વિધાનોની પોતાના પ્રવચનમાં તર્કયુકત શાસ્ત્રીયસમીક્ષા કરી હતી. આ વાત સત્ય હોવાની તો સંભાવના પણ કેવી રીતે કરી શકાય? કેટલાય ગ્રન્થો ને શાસસંદભ જોઈ લેવાનો પૂરો અવસર મળ્યો હોય ને પછી જ મુદ્રિત સાહિત્ય પ્રકાશિત થતું હોય એવા 'તત્વાવલોકન” વગેરે સાહિત્યમાં પણ સામો પક્ષ તર્કપૂર્ણ શાસ્ત્રીય સમીક્ષા કરી શકતો નથી તો અચાનક ઉપસ્થિત થયેલા પ્રવચનમાં એ શી રીતે કરી શકે ? ત્રીજું, એ લેખ આખો કાલ્પનિક રજુઆત કરનારો છે એની પ્રતીતિ એમાં Page #79 -------------------------------------------------------------------------- ________________ ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ કરેલા પૂર્વાપર વાક્યોથી થાય છે. એમાં આગળ જણાવ્યું છે કે “પણ કદાચ શ્રાવકોની ગેરહાજરીની આ તકને ઝડપીને જ પતાવટ કરી લેવાના મૂડમાં આ.ભગ. હશે કે શું? ” વગેરે ને પછી જણાવ્યું છે “તે તે પ્રસંગે ઉપસ્થિત શ્રાવકભાઈઓ આજે પણ આ વાતનું ગૌરવ અનુભવે છે કે..” ઇત્યાદિ. પહેલાં શ્રાવકોની ગેરહાજરી જણાવી ને પછી ‘ઉપસ્થિત શ્રાવકો એમ જણાવ્યું... જેમ છાબડીથી કયારેય સૂર્ય ઢંકાતો નથી. એમ આવું છાપી દેવા માત્રથી સત્ય પણ કયારેય ઢંકાતું નથી. આ હકીકતની પ્રતીતિ આ લેખ વાંચનાર તટસ્થ વ્યકિતને થયા વગર નહિ રહે.” આ છેલ્લું વાક્ય એ લેખમાં જે લખ્યું છે એ, એ લેખ માટે અક્ષરશ: સત્ય લાગે છે ને ? ચોથું – એ લેખમાં, મુનિશ્રી શ્રાવકોની હાજરીમાં જ ચર્ચા કરવાનું ઇચ્છતા હતા... વગેરે જે વારંવાર જણાવ્યું છે એ પણ કેટલું સત્ય છે ? વગેરે વાતો, એ વખતે પૂ. આચાર્ય ભગવંત ને મુનિશ્રી વચ્ચે થયેલા પત્રવ્યવહારથી સ્પષ્ટ થઈ જશે. માટે હવે એ પત્રવ્યવહારના આવશ્યક અંશો જોઈ લઈએ મલાડ ભા.સુ.૭ પરમારાધ્ધપાદ પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય જગચ્ચન્દ્રસૂરીશ્વરજી મ.સા. તરફથી વિયાદિ ગુણોપેત મુનિશ્રી નયવર્ધનવિજ્યજી જોગ, અનુવંદના, સુખશાતા, શાતામાં હશો. ગઈકાલે બાબુભાઈના ઘરે થયેલું તમારું વ્યાખ્યાન સાંભળ્યું. તેમાં કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થયેલા. સમયના અભાવે ત્યારે ખુલાસા ન પૂછાયા. નીચેની બાબતોના ખુલાસા કરવા યોગ્ય કરશો. (આ પત્રમાં, ત્યારબાદ, મોક્ષના આશય વિનાની દ્રવ્યક્રિયાની કોડીની ય કિંમત નથી, મોક્ષનો આશય ન હોય એને દેરાસરના પગથિયાં ચડવાનો પણ અધિકાર નથી. વગેરે મુનિશ્રીનાં વિવાદાસ્પદ વિધાનો અંગે લખાણ છે.) મુનિરાજશ્રી નયવર્ધનવિજયજીના ઉત્તરના મહત્ત્વના અંશો - ભા.વ.૧ મંગળવાર રત્નપુરી ઉપાશ્રય. પ્રશાંતમૂર્તિ આચાર્યદેવશ્રી વિજય જગચ્ચન્દ્રસરીશ્વરજી મહારાજ તથા Page #80 -------------------------------------------------------------------------- ________________ 99 અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ મુનિરાજશ્રી મુક્તિવલ્લભવિજયજી મહારાજ ! આપ સૌ શાતામાં હશો... વિ.સુ. બાબુભાઈના નિવાસસ્થાને શ્રીસિદ્ધિતપના પારણાના પ્રસંગે થયેલ મારા પ્રવચનના કેટલાંક વિધાનો પરત્વે આપે ખુલાસો કરવા સમાધાન પૂછતો પત્ર લખ્યો હતો. ત્યારબાદ તો ચૈત્યપરિપાટી પ્રસંગે શ્રીહીરસૂરીશ્વરજી ઉપાશ્રયમાં આપણે રૂબરુમાં પણ તત્ત્વગોષ્ઠી થઈ હતી. હવે આ બાબતમાં જણાવવાનું કે - આપે પૂછેલા પ્રશ્નોના સમાધાન મેળવવા જો આપની ઇચ્છા હોય તો આપ સાધુઓ તથા અમે અત્રે રામલીલા મેદાનના હોલમાં આપણે આવતીકાલે ભાદરવા વદ-૨ બુધવારના બપોરે ૨-૦૦ કલાકે મળીએ તેમ મને અનુકૂળ છે. તો આ બાબતમાં આપ જણાવશો. આ પત્રોના અંશોનો વિચાર કરીએ તો જણાય છે કે, આ.ભ.ના પત્રમાં જે જણાવ્યું છે કે... ‘તમારું વ્યાખ્યાન સાંભળ્યું, તેમાં કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થયેલ. વગેરે” એનો મુનિશ્રી નયવર્ધનવિ. એ કોઈ નિષેધ નથી કર્યો, અને ઉપરથી સમાધાન આપવાની તૈયારી દર્શાવી છે. “આચાર્ય ભગવંતના પ્રવચનમાં ચોંકાવનારા વિધાન થયા ને એનું શાસ્ત્રાનુસારી નિરાકરણ કરનારું પ્રવચન મુનિશ્રીએ કર્યું.” એવું જૈનશાસન' સાપ્તાહિકમાં જે જણાવ્યું છે તે જ સાચું હોત તો મુનિશ્રીએ આચાર્યશ્રીના પત્રના ઉત્તરમાં આ પ્રમાણે કંઈક જણાવ્યું હોત કે “આપના પ્રવચનમાં વિકૃત રજુઆત થઈ એટલે મેં એનું નિરાકરણ કરવા એ વખતે શાસ્ત્રાધારો સહિત તર્કપૂર્વક રજુઆત કરેલી. ને તેથી એનાં સમાધાન આપવાની મારે કોઈ જરૂર રહેતી નથી. ઉલટું, આપશ્રીએ જે વિધાનો કર્યાં હતાં એના ખુલાસા આપવા આવશ્યક છે...' વગેરે. વળી મુનિશ્રી નયવર્ધનવિ. એ પોતાના પત્રમાં અંતે લખ્યું છે કે “આપશ્રી કોઈ શ્રાવકને સાથે લઈ પધારશો તો પણ અમને વાંધો નથી.” આનાથી સ્પષ્ટ 'જણાય છે કે શ્રાવકોની હાજરીમાં ચર્ચા-વિચારણા કરવાની મુનિશ્રીની ઇચ્છા હતી, આવું જૈનશાસન'ના એ લેખમાં જે જણાવ્યું છે તે સત્યથી વેગળું છે. - (૬) સામાપક્ષ તરફથી અવસરે અવસરે આવેલાં નીચેના કેટલાંક નિરૂપણો પણ વિચારી લેવા જેવા છે - (અ) સ્વ૦ પૂ.આ.શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા.ના મધ્યસ્થબોર્ડને લખાયેલા પત્રને, એમાં સ્વમાન્યતાથી ભિન્ન વાતો લખાયેલી હોવાથી– એ તો કાચા ખરડારૂપ Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ હતો ને તેથી પ્રમાણભૂત નથી- એમ જાહેર કરી, એ પત્ર લખાયાને દાયકાઓ વીત્યા બાદ, ને એને લખનાર વ્યક્તિના સ્વર્ગવાસ બાદ, હવે સામાપક્ષે એને અશાસ્ત્રીય ઠેરવ્યો. (પછી ભલે ને એ લખનારા સિદ્ધાન્ત મહોદધિ હોય ને પોતાનો સંસારમાંથી ઉદ્ધાર કરનારા તારણહાર ગુરુદેવ હોય) (બ) સ્વ૦ પૂ.આ.શ્રી રવિચન્દ્ર સૂ.મ. સાહેબે કલ્યાણ ના જુલાઈ-ઓગષ્ટ ૧૯૮૩ ના અંકમાં પ્રશ્નોત્તર કર્ણિકા-વિભાગ માં “અષ્ટપ્રકારી પૂજાની ઉછામણી, સ્વપ્નદ્રવ્ય વગેરે કલ્પિત દેવદ્રવ્ય છે ને એનો ઉપયોગ દેરાસરસંબંધી જિનપૂજા વગેરે સર્વ કાર્યોમાં થઈ શકે છે” આ વાત જણાવી છે. વિ.સં. ૨૦૪૪ માં થયેલા ઐતિહાસિક મુનિસંમેલનના ઠરાવમાં પણ આવી જ વાત હતી. વિરોધપક્ષે વિરોધ તો કરવો જ પડે ને? વિરોધ ચાલુ કરી દીધો. સ્વપ્નદ્રવ્ય વગેરે કલ્પિત દેવદ્રવ્ય નથી. ઈત્યાદિ, એટલે એમની સામે સ્વ૦ પૂ.આ.શ્રી રવિચન્દ્ર સુ.મ. ના પ્રસ્તુત લખાણને ધરવામાં આવ્યું. આ તો મુશીબત ઊભી થઈ. હવે શું કરવું ? કાંઈ નહીં... એ આચાર્ય મહારાજ હવે ક્યાં જીવતા છે? જાહેર કરી દો – એમની એ ભૂલ હતી... આજ સુધી એ ભૂલરૂપ નહોતું લાગ્યું, ને હવે એ ભૂલરૂપ લાગવા માંડ્યું! ને આ જ પૂર્વ આચાર્યશ્રી માટે સામો પક્ષ છ મહિના પહેલાં જ આવા મતલબનું લખી ચૂક્યો હતો કે – આ પશ્નોત્તરકર્ણિકા વિભાગથી અનેક જિજ્ઞાસુઓ શાસન અને સિદ્ધાન્તને સાચી રીતે સમજીને સત્યને સ્વીકારવામાં કટિબદ્ધ બની. રહ્યા છે. તથા જિનપૂજા વગેરે અંગે તેઓશ્રીએ સવેળાનું, સચોટ અને નિર્ભયનીડર જે માર્ગદર્શન આપ્યું છે અને આપી રહ્યા છે એ દસ્તાવેજી અને શાસ્ત્રીય પુરાવાઓના સંગ્રહ સમું બની રહે એવું છે. - ને હવે, આ આચાર્યમહારાજનું નિરૂપણ પણ અશાસ્ત્રીય લાગવા માંડ્યું? અને જો એ સત્ય લાગતું હોય તો જાહેર કરવું જોઈએ કે સ્વપ્નાદિ ઉછામણીનું દ્રવ્ય કલ્પિતદેવદ્રવ્ય છે. (ક) એક પક્ષના ગણ્યાગાંઠ્યા આચાર્યાદિ સિવાય વર્તમાન લગભગ બધા સમુદાયોના આચાર્યાદિ-પદસ્થોએ દીર્ઘચર્ચા-વિચારણા કરીને સાધુ-મહારાજના કાળધર્મ બાદ અગ્નિસંસ્કાર વગેરેની ઉછામણી જીવદયામાં લઈ જવાય એવો ઠરાવ કર્યો. સામા પક્ષે પોતાની રીતરસમ મુજબ વિરોધ ચાલુ કર્યો. અને એમનો તો શાસ્ત્રપાઠો માગવાનો જ અધિકાર, શાસ્ત્રપાઠો આપવાની કોઈ ફરજ નહીં.. Page #82 -------------------------------------------------------------------------- ________________ અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ ૭૩ અગ્નિસંસ્કારનું દ્રવ્ય જીવદયામાં જઈ શકે એનો શાસ્રપાઠ માગે ખરા... પણ સંમેલને ઠરાવ્યું છે, હવે જો એ નહીં જઈ શકતું હોય- એમાં શાસ્ત્રનો વિરોધ હોય તો, કેમ ન જઈ શકે એનો શાસ્ત્રપાઠ આપો તો એ આપવાની એમની કોઈ ફરજ નહીં... એ જ રીતે ‘સ્વપ્નદ્રવ્ય કલ્પિતદેવદ્રવ્ય નથી' એવું કયા શાસ્ત્રના આધારે કહો છો ? એવું એમને પૂછો તો એમની શાસ્ત્રપાઠ આપવાની કોઈ ફરજ નહીં... બસ ! તમે શાસ્ત્રપાઠ આપો કે ક્યા પાઠના આધારે એ કલ્પિત દેવદ્રવ્ય બને ? અગ્નિસંસ્કારની ઉછામણી જીવદયામાં લઈ જવા અંગે વિરોધ શરૂ કર્યો... ને પછી ખબર પડી કે એમના જ ચુસ્ત રાગી ટ્રસ્ટી કાર્યકર્તાઓ ધરાવનાર શ્રીપાળનગર-મુંબઈ ખાતે એમના જ આચાર્ય શ્રી રવિચન્દ્ર સૂ.મ.સા. ના અગ્નિસંસ્કાર સંબંધી કેટલીક ઉછામણીઓ જીવદયામાં લઈ ગયેલા. હવે શું કરવું ? આ તો પોતાના જ પગ નીચે રેલો આવ્યો.. એટલે, જાણવા મળ્યા મુજબ ટ્રસ્ટીઓએ જાહેરાત કરી કે અમારી ભૂલ થઈ ગયેલી ને હવે એટલા પૈસા દેવદ્રવ્ય ખાતે ભરાવી દઈશું. જો કે ટ્રસ્ટીઓએ તો જાહેરાત કરતી વખતે એમ જણાવેલું કે ‘“અમે પૂ.આ.શ્રી રામચન્દ્ર સૂ.મ.સા. ને જીવદયામાં લઈ જવાની આ વાત કરેલી અને તેઓએ ત્યારે જ અમને અમારી ભૂલ બતાવી એટલી રકમ દેવદ્રવ્યમાં ભરપાઈ કરવા સૂચન કરી જ દીધેલું... વગેરે'' પણ ટ્રસ્ટીઓના આવા વચન પર લોકોને વિશ્વાસ ન પડ્યો, કારણ કે, (૧) આ જાહેરાત પગ નીચે રેલો આવ્યા બાદ લઈ ગયા ને ઘણો કાળ વીત્યા બાદ કરાઈ હતી. (૨) લોકોની દલીલ આવી હતી કે - આ ભૂલ થયા બાદ તો આ.શ્રી. રામચન્દ્ર સૂ.મ. સા. નું ચાતુર્માસ થયું. જો તેઓ આ સંઘ દેવદ્રવ્યના દેવામાં છે એવું જાણતા હોય તો એમણે ચોમાસા દરમ્યાન એ ભરપાઇ કેમ ન કરાવ્યું ? એમના જેવી સમર્થ પુણ્યશાળી વ્યક્તિ-એમના પર અત્યંત શ્રદ્ધા ધરાવનાર ને ખૂબ સ્થિતિસંપન્ન સંઘ-અને એમના ચાતુર્માસ દરમ્યાન લાખો રૂપિયાનો થયેલો ખર્ચો- આ બધું જોતાં તેઓએ જે દેવદ્રવ્યની ભરપાઈની વાત મૂકી હોય તો એ ભરપાઈ ન થઈ શકે એ બને જ નહીં. પણ ભરપાઈ થઈ નહોતી; એટલે માનવું પડે કે તેઓએ આ વાત મૂકી જ નહીં હોય. ને સ્વયં જાણવા છતાં, - ઉક્ત રકમને જીવદયામાં Page #83 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ તેઓએ જો આ વાત મૂકી ન હોય ને પોતાની જ જાહોજલાલી થવા દીધી હોય તો તો એનો અર્થ એવો થાય કે ‘‘દેવદ્રવ્યની રક્ષા માટે પોતે ખૂબ જ કાળજીવાળા છે- એ માટે ગમે એવો સંઘર્ષ ખેલવા તૈયાર છે- પોતે જ દેવદ્રવ્યની રક્ષા કરનારા છે’’ વગેરે વાતો માત્ર બોલવા માટે ને છાપાઓમાં છપાવવા માટે જ છે. બાકી એમના દિલમાં દેવદ્રવ્યનું કોઈ જ મહત્ત્વ નથી... મહત્ત્વ પોતાની જાહોજલાલીનું જ છે... લોકોના પૈસા દેવદ્રવ્યની ભરપાઈ તરફ વળી જાય તો તો પોતાની એટલી જાહોજલાલી ઓછી થાય ને...? આવી ગણતરીથી એમણે જાણવા છતાં, એ અંગે પ્રેરણા નહીં કરી હોય. લોકો જ કહેતા કે અમારી આ કલ્પનાને સાચી માની શકાય ? જો સાચી ન હોય તો એનો અર્થ એવો કરવો પડે કે તેઓ આ અંગે જાણતા જ નહોતા. ને તેથી ટ્રસ્ટીઓએ જે જાહેરાત કરી કે “અમે પૂ.આ.શ્રી રામચન્દ્ર સૂ.મ. ને જીવદયામાં લઈ જવાની વાત કરેલી...'' વગેરે... એ જાહેરાત ખોટી હતી, માત્ર પોતાના બચાવ માટે- લોકોને ઠગવા માટે કરેલી હતી. આવી દલીલ કરીને લોકોએ તો ટ્રસ્ટીઓની એ જાહેરાત પર વિશ્વાસ મૂક્યો ન હતો. વળી લોકો આ પ્રસંગને બીજી રીતે પણ વિચારે છે ટ્રસ્ટીઓએ એ ઉછામણીઓ જીવદયામાં લઈ જવાનો જે નિર્ણય કર્યો હતો એ એવી પોતે પૂર્વે પણ ક્યારેક પ્રવૃત્તિ કરી હોય એના આધારે કે નવી જ પ્રવૃત્તિ શરૂ કરવા રૂપે ? જો એ પ્રવૃત્તિ પૂર્વે પણ કરી હોય તો એનો અર્થ એ થાય કે એવી પરંપરા પહેલેથી જ હતી, ને બધા ટ્રસ્ટીઓ-કાર્યકર્તાઓ વગેરેને માન્ય હતી. 2. જો એ નવી પ્રવૃત્તિ શરૂ કરવા રૂપ હતું તો એ વખતે એમણે પોતે માનેલા ગીતાર્થ ગુરુઓને પૂછ્યા વગર સ્વમતિથી કરેલું કે પૂછીને કરેલું ? “પૂછીને કરેલું' એવું જે માનીએ તો એનો અર્થ એવો થાય કે એમના માનેલા સુગુરુઓ પણ એ રકમ જીવદયામાં જઈ શકે એવું માનતા-કહેતા જ હતા. અને જો એવું માનીએ કે તેઓએ પૂછ્યા વગર જ કરેલું.. તો એનો અર્થ એવો કેમ ન થાય કે “કાંઈ પણ નવું કરો તો ગુરુઓને પૂછીને-શાસ્ત્રાનુસારે કરો...’' આવું ભારપૂર્વક માર્ગદર્શન સામો પક્ષ જે આપે છે તે દુનિયાને દેખાડવા જ, પોતાના જ ગણાતા ટ્રસ્ટીઓ આવા માર્ગદર્શનને ક્યાં તો ગણકારતા નથી ને ક્યાં તો એ ટ્રસ્ટીઓને, ‘પોતાના માનેલા એ સુગુરુ ખરેખર શાસ્ત્રાનુસારી Page #84 -------------------------------------------------------------------------- ________________ અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ ૭૫ માર્ગદર્શન આપશે’ એવો વિશ્વાસ નથી, ને તેથી એમને પૂછવાનું આવશ્યક માનતા નથી... આ બધી કલ્પનાઓમાંથી સાચી વાસ્તવિકતા કઈ એનો નિર્ણય લોકોએ જ કરવાનો રહે... (ડ) સ્વ૦ પૂ.આ.શ્રી મુક્તિચન્દ્ર સૂ.મહારાજે સ્વર પૂજ્યપાદ ગુરુદેવશ્રી દ્વારા શ્રીલલિતવિસ્તરા મહાગ્રન્થના વિવેચનરૂપે લખાયેલા ‘પરમતેજ’- એક અજોડ ગ્રન્થ- ના બીજા ભાગની પ્રસ્તાવના લખેલી. આ પ્રસ્તાવનામાંથી, ‘“ભૌતિક ઇચ્છા હોય તો પણ ધર્મ જ કરવો જોઈએ” એવો ધ્વનિ સૂચિત થાય છે એવો લગભગ દરેક વાચકનો અભિપ્રાય ઘડાતો. (આ વાતને શ્રી કીર્તિયશવિ. મહારાજે પણ સ્વીકારી છે.) શંકા સ્વ૦ પૂ. આચાર્યશ્રીએ આ જે પ્રસ્તાવના લખેલી એમાં એમના કથનનું હાર્દ એવું ન હતું.. ‘ભૌતિક ચીજ માટે ધર્મ ન કરાય' એવી જ એમની માન્યતા હતી. અને એમની પ્રસ્તાવનામાંથી પણ આવો અર્થ કાઢવો હોય તો કાઢી શકાતો હતો. એ માટે એના ગૂઢ હાર્દ સુધી પહોંચવું પડે. આ હાર્દ તેઓશ્રીએ ખુદ શ્રી કીર્તિયશ વિ. મહારાજ સાથેના તાત્ત્વિક વાર્તાલાપમાં ખોલેલું... ને એની માહિતી ખુદ શ્રી કીર્તિયશવિજય મહારાજે જ તેઓશ્રીના, કલ્યાણ માસિક તરફથી પ્રકાશિત થયેલા શ્રદ્ધાંજલિ ગ્રન્થમાં આપેલી છે. તો હવે તમે કેમ એમ કહો છો કે ભૌતિક ઇચ્છાથી પણ ધર્મ જ કરવાની વાત તેઓશ્રીએ લખેલી પ્રસ્તાવનામાંથી ધ્વનિત થાય છે. - સમાધાન - શ્રીકીર્તિયશવિ. મહારાજે આ વાર્તાલાપની માહિતી આપી છે ખરી.. પણ વિદ્વાનોને આ વાર્તાલાપની આખી વાત માત્ર સ્વકલ્પનાથી ઉપજાવી કાઢેલી ન હોય ? એવી શંકા પડે છે. આ માટે વિદ્વાન પુરુષો આવી દલીલ આપે છે (૧) આવો વાર્તાલાપ થયાની વાત પણ, પૂ.આ.શ્રી ના સ્વર્ગવાસ બાદ પ્રકાશિત કરવામાં આવી છે. (૨) એ લેખમાં શ્રીકીર્તિયશવિજય મહારાજે અનેકશઃ આવા ભાવનું જણાવ્યું છે કે - સંસારના સુખ માટે પણ ધર્મ થાય.. આવો અર્થ ઘણાને પ્રતીત થાય છે. એ સિવાય એનો બીજો અર્થ પણ શો થાય ? (અર્થાત્ ન થાય.) પોતે પણ એવો જ અર્થ કરેલો... ને તેથી એ અંગેનો ખુલાસો કરવાનું પણ વિચારી Page #85 -------------------------------------------------------------------------- ________________ ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ રાખેલું. વગેરે. એટલે એ પ્રસ્તાવના પરથી ‘અર્થ-કામ માટે પણ ધર્મ જ થાય' એવો અર્થ જ ધ્વનિત થાય છે એવી લગભગ દરેક વાંચકની જે પ્રતીતિ છે એને ખોટી તો નહીં જ કહી શકાય. તેમ છતાં, એ વાર્તાલાપના લેખમાં શ્રી કીર્તિયશવિજય મહારાજે આ જણાવ્યું છે કે સ્વ.પૂ.આ.શ્રી મુકિતચન્દ્રસૂરિ મહારાજ, અર્થ-કામની ઈચ્છા હોય તો ધર્મ તો કરાય જ નહી” એવો જ અભિપ્રાય ધરાવતા હતા અને એવા જ અભિપ્રાયનું પ્રતિપાદન કરવા માટે એમને પ્રસ્તાવનામાં આવું નિરૂપણ કર્યું છે. એટલે વિદ્વાનો લોકો સમક્ષ બે વિકલ્પ મૂકે છે – (૧) ક્યાં તો સ્વ.આ.શ્રી મુક્તિચન્દ્ર સૂ.મહારાજ વિદ્વાન નહીં હોય, પણ અજ્ઞાન હશે. કારણ કે “અર્થકામની ઈચ્છા હોય તો ધર્મ તો કરાય જ નહી” એવી પોતાની માન્યતા રજુ કરવા માટે કયા શબ્દો-વાક્યો લખવા જોઈએ એનું એમને જ્ઞાન નહોતું. ને તેથી એવું લખી માર્યું કે જે પોતાની માન્યતાથી સાવ વિપરીત - “અર્થ-કામની ઇચ્છા હોય તો પણ ધર્મ જ કરાય” એવું બધાને સમજાવે. (૨) (પણ સ્વ.૦ આ.શ્રી ને કયા શબ્દો – વાક્યો વાપરવા એનું પણ ભાન નહોતું – એવું માનવાની જો તૈયારી ન હોય તો માનવું જોઈએ કે) શ્રી કીર્તિયશ વિ. મહારાજ જેવા વિદ્વાને પણ ‘અર્થ-કામ માટે પણ ધર્મ જ કરાય” એવો જ અર્થ જેનો કરેલો એ વાક્યોનો એવો જ અર્થ સ્વ.આચાર્યશ્રીના મનમાં હતો, ને એવું જ જણાવવા માટે તેઓશ્રીએ એ નિરૂપણ કરેલું... અને તેથી આ વાર્તાલાપની જે વાત છે તે માત્ર ઉપજાવી કાઢેલી કલ્પના સિવાય કશું નથી. હવે આ બેમાંથી કયો વિકલ્પ સાચો છે એ તો શ્રી કીર્તિયશવિ. મહારાજ જ જણાવી શકે... પણ, આ અ, બ, ક અને ડ વગેરે વાતો એવી છે કે કોઈ પણ વિચારકને સામાપક્ષની પ્રામાણિકતા માટે વિચાર કરતો કરી દે. તથા, વિચારકો સામા પક્ષ માટે આવું પણ કહે છે કે એમને સ્વ. પૂજ્યપાદ આ. ભગવંતશ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા. સ્વ. પૂજ્યપાદ આ.ભગવંતશ્રી મુક્તિચન્દ્રસૂરીશ્વરજી મ.સા. સ્વ. પૂજ્યપાદ આ.ભગવંતશ્રી રવિચન્દ્રસૂરીશ્વરજી મ.સા. ના જે લખાણો પોતાની માન્યતાથી વિપરીત લાગ્યા એ અંગે ‘તેઓ ભૂલ્યા.' એવું જેનાથી Page #86 -------------------------------------------------------------------------- ________________ અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ પ્રતીત થાય એવું જો સામો પક્ષ પ્રતિપાદન કરે છે, તો, સ્વ. આ.શ્રીરામચન્દ્રસૂ.મ.સાહેબે પણ દેવદ્રવ્યમાંથી પણ પૂજાની સામગ્રી ઉપકરણો વગેરે લાવી શકાય છે એવું જણાવતું જે પ્રતિપાદન વિચારસમીક્ષામાં કર્યું છે, કે જે સામાપક્ષની માન્યતાથી વિપરીત છે તે અંગે પણ સ્વ. આશ્રી રામચન્દ્રસૂરિ મ.ની એ ભૂલ હતી’ એવું જાહેરનામું સામો પક્ષ ક્યારેક બહાર પાડશે. આ બધી બાબતો “સામાપક્ષની પ્રામાણિકતા છે કે નહી” એને જણાવવા સક્ષમ છે, એટલે વધારે બાબતો આપવાથી સર્યું. પ્ર-૩૭ “જિનવાણી” પાક્ષિકના તા. ૧૫-૧૧-૯૩ ના અંકમાં જિજ્ઞાસા અને તૃપ્તિ’ વિભાગમાં ‘અર્થ-કામ માટે શું કરવું? ધર્મ જે’ આ વાતને ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કહી છે એનું શું ? ઉં-૩૭ સત્ય વાતનો નિષેધ કરવાની ધૂન જ્યારે મગજ પર સવાર થાય છે ત્યારે માનવીએ કેવાં કેવાં હવાતિયાં મારવા પડે છે એનો આ જિજ્ઞાસાતૃમિ વિભાગનું લખાણ એ ઉત્તમ નમુનો છે. ' “ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ'; “અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ' આ બે વાક્યો વચ્ચે વિરોધ છે તો એમાંથી કયા વિધાનને શાસ્ત્રાનુસારી સમજવું ? આવી શંકા ઉઠાવીને એનો જવાબ એ વિભાગમાં આપવામાં આવ્યો છે. પણ એ જવાબ આપવામાં જરાય માધ્યથ્ય જાળવવામાં આવ્યું નથી એ સ્પષ્ટ છે. આ બે વચનો વચ્ચે પરસ્પર વિરોધ કેમ નથી ? એ વાત મેં સવિસ્તર તત્વાવલોકનસમીક્ષામાં નિરૂપેલી છે. પણ એના પર વિચાર કરતાં પણ આ મહાનુભાવો ડરે છે, એટલે એને સ્પર્શતા જ નથી ને પોતાના મનઘડત જવાબો લખી દે છે કે “અર્થ-કામ માટે પણ ધર્મ જ કરવો’ આ વાત શાસ્ત્રાનુસારી નથી. વળી એમાં લખે છે કે પાંચ મહાવ્રતધારી મહાત્મા અર્થ-કામના ઉપાયો બતાવી પોતાના ચોથા અને પાંચમા મહાવ્રતને અને તેના પરિણામ રૂપે સઘળાં મહાવ્રતોને દૂષિત કરે-ખંડિત કરે એવી પ્રવૃત્તિમાં પડે નહીં... વગેરે. એમને પૂછીએ કે – “અર્થ-કામાભિલાષિણાપિ ધર્મ એવ યતિતવ્યમ” એવા શાસ્ત્રવચનોને અનુસરીને ‘અર્થ-કામના ઇચ્છુકે પણ ધર્મ જ કરવો જોઈએ” એ નિરૂપણ થાય છે તો એ શાસ્ત્રવચનાનુસારી કેમ નહીં ? વળી આવા શાસ્ત્રવચનો પણ પાંચ મહાવ્રતધારી મહાત્માઓએ જ કહ્યાં છે, તો શું તેઓના મહાવ્રતો દૂષિત થઈ ગયાં ? ન્યાયસંપન્નવૈભવ, ઉચિત વિવાહ વગેરેનું માર્ગદર્શન આપનારાં Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ મહાત્માઓના મહાવ્રતો શું ભાંગી ગયા હતા? વળી આ જિજ્ઞાસાઓનાં સમાધાન(તૃમિ) આપનારાઓના ક્ષયોપશમની મંદતા પણ કેટલી કરુણાસ્પદ છે. માત્ર ત્રણ જ પૃષ્ઠોમાં મોટા મોટા ટાઈપમાં છાપેલા લખાણમાં પણ પૂર્વાપર વિરોધ થાય એવું લખે છે ને એ દોષને પકડી પણ શકતા નથી! પહેલાં (પૃ. ૬૦ પર) જણાવે છે કે અર્થપ્રાપ્તિના ઉપાય દર્શાવવામાં મહાવ્રતો દૂષિત થઈ જાય ને પાછળથી (પૃ. ૫૮ પર) જણાવે છે કે ઉપાયો દર્શાવવાનો શાસ્ત્રવિહિત ઉપદેશ આપે જ છે. (ત્રણ પેજનું મેટર પૃકાંક ૬૦, ૫૮, ૫૯ના વાંકા ક્રમે આપ્યું છે, સીધું ૫૮, ૧૯, ૬૦ના ક્રમે નહીં. આ પણ શું દિલની વક્રતાનું પ્રતિબિંબ હશે ? કે પછી, આડેધડ કરાયેલા પોતાના લખાણમાં દોષ તો હશે જ, તેથી વાંચક પાનાં આગળ-પાછળ કરવામાં વ્યસ્ત બની જાય ને દોષ પકડી ન શકે... આવી કલ્પના હશે ? કે પછી બીજું કોઈ કારણ હશે?) પૂ. ૫૮ પર તેઓ લખે છે કે xxx ધર્મગુરુઓ સંસારી જીવોને, અર્થકામની જરૂર પડે તો તે માટે બને ત્યાં સુધી અભ્યારંભી અને અલ્પપરિગ્રહી બનીને આજીવિકા માટે શકય તેટલા નિરવદ્ય ઉપાયોનું સેવન કરે અને તે પણ નીતિ આદિ ધમોને જાળવીને અને પોતાની નિત્યની આવશ્યક ધર્મપ્રવૃત્તિઓ સદાય નહિ તે રીતે કરે, આવા પ્રકારનો શાસ્ત્રવિહિત ઉપદેશ આપે જ છે. xxx પહેલાં, અર્થપ્રાપ્તિના ઉપાયો દર્શાવે તો મહાવ્રતો દૂષિત થવાની વાત કરી, ને તેથી એ ઉપાયો દર્શાવાય જ નહીં એમ જણાવ્યું, ને હવે ધર્મગુરુઓ શકય એટલા નિરવઘ ઉપાયોનું સેવન કરવાનો ઉપદેશ આપે” એમ જણાવ્યું, આમાં પૂર્વાપરવિરોધ સ્પષ્ટ છે. * અર્થ-કામ માટે પણ ધર્મ જ કરવો જોઈએ” એમ અમે શાસ્ત્રાનુસારે ધર્મનો ઉપાય દર્શાવીએ છીએ. તો શું ધર્મ એ નિરવઘ ઉપાય નથી ? ધર્મ સિવાય બીજો કયો નિરવધ ઉપાય છે એ મુનિશ્રીએ કેમ જણાવ્યું નહી? વળી, તેઓ આગળ લખે છે કે xxx એ શાસ્ત્રવિહિત ઉપદેશમાં પણ ધર્મગુરુઓ તો, આરંભની અલ્પતા, પરિગ્રહની અલ્પતા, ઉપાયોમાં નિરવઘતા, નીતિ આદિ ધર્મોની જાળવણી, આવશ્યક ધર્મ પ્રવૃત્તિઓને સીદવા ન દેવી - વગેરેમાં જ વિધાન હોય છે – એ વાત ખાસ લક્ષ્યમાં રાખવા જેવી છે. xxx હવે, આના પર વિચાર કરીએ – ‘આરંભની અલ્પતાનું વિધાન એટલે શું? અલ્પ આરંભ કરવો તેનું વિધાન કે વધારાનો આરંભ ન કરવો તેનું ?' અલ્પ Page #88 -------------------------------------------------------------------------- ________________ અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ પણ આરંભ સમારંભ કરવાનું વિધાન ધર્મ ગુરુ કરે નહીં એ તો સ્પષ્ટ છે. એટલે ‘વધારાના આરંભના ત્યાગનો આ ઉપદેશ છે” એમ જ માનવું પડે. ને, આ વધારાના આરંભનો ત્યાગ એ શું ધર્મ નથી ? એટલે, અર્થપ્રાપ્તિના ઉપાય તરીકે આ ધર્મ જ દર્શાવ્યો ને ? તો પછી, ‘અર્થ-કામ માટે પણ ધર્મ જ કરવો જોઈએ? એવા શાસ્ત્રાનુસારી કથનનો વિરોધ શા માટે? આ ત્રણ પૃષ્ઠના લખાણમાં આવા તો કેટલાય દોષો રહેલા છે. પણ હવે બધા દર્શાવવા આવશ્યક નથી. જેઓએ પોતાના લખાણમાં રહેલા દોષો પર તેમજ એ દોષો કઈ રીતે આવી રહ્યા છે ? વગેરે પર વિચાર જ કરવો નથી, અને આડેધડ નવું નવું લખ્યા કરવું છે એમને દોષો દર્શાવવાથી સર્યું, ને અન્ય મધ્યસ્થ સુજ્ઞ વાંચકો તો, ‘આ લોકો જે કાંઈ નવું નવું સ્વમતને પકડી રાખવા માટે લખે છે એ બધામાં કંઈક ને કંઈક દોષો તો એમાં રહેલો જ હશે.. એવું કલ્પી જ લે છે. | દિલમાં કરુણા તો એ ઉભરાય છે કે તેઓ જેઓનું માનતા હોય તેવા કોઈ હિતેચ્છુ તેમને સલાહ આપે કે : ભઈલા ! હવે આ આડેધડ ને અનેક દોષોથી ભરેલું લખવાનું બંધ કર... તું જે કાંઈ લખે છે એ અનેક દોષોથી ભરેલું હોય છે ને એ દોષો વિદ્વાનોની નજરમાં આવી ગયા વિના રહેતા નથી. તો હવે, આ બધું લખવાનું બંધ કર, ને આત્મહિતમાં મસ્ત બન. ને આવી સોનેરી સલાહ તેઓ અપનાવી પોતાના ઘોર અહિતથી બચવા પ્રયાસ કરે ને પ્રભુકૃપાના પ્રભાવે એમાં સફળતા પામે... પ્ર-૩૮) ૩૦-૪-૯૫ ના ‘જિનવાણી” પાક્ષિકમાં જણાવ્યું છે કે સ્વ. આ શ્રી પ્રેમસૂરીશ્વરમ.સા. દ્વારા મધ્યસ્થબોર્ડને લખાયેલા જે પત્ર પરથી તમે દેવદ્રવ્યમાંથી પણ પૂજારીનો પગાર-કેસર વગેરેની વ્યવસ્થા થઈ શકે એમ જણાવો છો તે પત્ર તિથિ કે તારીખ વગરનો હોવાથી જણાય છે કે એ પત્ર નથી, પણ કાચો ખરડો છે. તથા એ અંકમાં, એ પત્ર કાચો ખરડો હતો ને તેથી એમાં લખેલી વાતો અશાસ્ત્રીય છે એવું પણ ઉપસાવ્યું છે. એટલે સ્વ.પૂ.આ.ભગ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા.નો આ પત્ર તેઓને માન્ય નથી, તો તમે કેમ દેવદ્રવ્ય જિનપૂજા વગેરેમાં વાપરી શકાય’ એવી માન્યતાના સમર્થનમાં એ પત્રનો ઉપયોગ કરો છો ? - ઉિ-૩૮] જુઓ, 'જિનવાણી' પાક્ષિકમાં તો એટલી બધી ગરબડવાળી વાતો આવે છે કે જેથી એના ભરોસે એ પત્ર કાચો ખરડો હતો ને તેથી અશાસ્ત્રીય Page #89 -------------------------------------------------------------------------- ________________ ८० ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ હતો એવો નિર્ણય બાંધી લેવો એ આંધળુકિયા કરવા જેવું કહેવાય... તમે જણાવ્યું એ જ અંકની જિજ્ઞાસા-તૃપ્તિની વાત વિચારીએ – પૃ. ૨૨૭ પર ઉભી પહેલી કોલમમાં આ પ્રમાણે જિજ્ઞાસા-તૃપ્તિ જણાવ્યા છે. xxx જિŌ ‘સતિ દેવાદિ દ્રવ્યે...' વગેરે શાસ્ત્રમાં આવતા પાઠોના આધારે શ્રાવકો માટે દેવદ્રવ્યમાંથી પૂજાની વ્યવસ્થા થઈ શકે ? તૃ. ન થઈ શકે. સતિ દેવાદિદ્રવ્ય... આદિ શાસ્ત્રપાઠો દેવદ્રવ્યની વ્યવસ્થા માટેના છે. પણ શ્રાવકોની પૂજા વિધિ માટેના નથી. xxx હવે આના પર વિચારણા કરીએ. (આ વિચારણામાં આપણે એમનો ‘પૂર્વપક્ષ’ તરીકે ઉલ્લેખ કરીશું, કારણ કે એમણે પોતાની આ માન્યતા રજુ કરી છે. અને આપણો ‘ઉત્તરપક્ષ’ તરીકે ઉલ્લેખ કરીશું.. આપણે એમની આ રજુઆત પર એમને એક પ્રશ્ન પૂછીએ છીએ કે – “આ શાસ્ત્રપાઠો શ્રાવકોની પૂજાવિધિ માટેના નથી-દેવદ્રવ્યની વ્યવસ્થા(ઉપયોગ) શું કરવી એ જણાવવા માટેના છે- '' એવું શા માટે માનો છો ? પૂ. - શ્રાવકોને જિનપૂજાનો જ્યાં ઉપદેશ આપ્યો છે ત્યાં સ્વવિભવોચિત મૂલ્ય વડે સ્વશક્તિઅનુસારે કરવી વગેરે ગ્રન્થોમાં ઠેર ઠેર જણાવ્યું છે. જ્યારે આ પાઠમાં તો ‘દેવદ્રવ્ય હોય તો જીર્ણોદ્ધાર-પૂજા વગેરે સંભવિત બને' એમ જણાવ્યું છે. એટલે આવો વિભાગ માનવો પડે છે કે આ પાઠો દેવદ્રવ્યના ઉપયોગને જણાવનારા છે, પણ શ્રાવકે પોતે પૂજા કરવી હોય તો એની વિધિ જણાવનારા નથી. ઉ. - (૧) એટલે, ‘‘દેવદ્રવ્યનો ઉપયોગ જીર્ણોદ્ધારમાં થઈ શકે, જિનપૂજામાં ન જ થઈ શકે” આવું તમે જે જોરશોરથી આજ સુધી બોલતા હતા તે તો ખોટું જ ઠરી ગયું ને ? (૨) તમારા અહીંના આ બે વાકયોમાં જ પૂર્વાપરિવરોધ છે. ‘ન થઈ શકે' એમ જણાવીને તમે ‘દેવદ્રવ્યમાંથી પૂજાની વ્યવસ્થા ન થઈ શકે’ એમ જણાવ્યું ને પછી તરત જ ‘સતિ દેવાદિદ્રવ્યે... આ શાસ્ત્રપાઠો દેવદ્રવ્યની વ્યવસ્થા માટેના છે' એમ જણાવીને એ વ્યવસ્થા તરીકે જીર્ણોદ્ધાર-પૂજા વગેરે જણાવી જ દીધા, કારણ કે ‘સતિ હિ દેવદ્રવ્ય પ્રત્યહં ચૈત્યસમારચન-મહાપૂજા-સત્કારસંભવ:' આવો આ પાઠ છે જેમાં ‘દેવદ્રવ્ય હોય તો પ્રતિદિન જીર્ણોદ્ધાર-મહાપૂજા-સત્કાર સંભવિત બને એમ જણાવીને એના ઉપયોગ તરીકે મહાપૂજા વગેરે પણ જણાવ્યા જ છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ ૮૧ પૂ. - એ તો જ્યાં અન્યથા ભગવાન્ અપૂજ રહી જવાના હોય તો ભગવાન્ એ માટે દેવદ્રવ્યનો ઉપયોગ કરી શકાય. પણ શ્રાવક અપૂજ ન રહી જાય પોતે એ દેવદ્રવ્યથી પૂજા ન કરી શકે... ઉ. - દેવદ્રવ્યમાંથી જિનપૂજાની આ જે વ્યવસ્થા થઈ હોય તેનાથી પૂજા શ્રાવક ન કરે તો કોણ કરે ? પૂ. - કેમ ? પૂજારી.. એ જિનપૂજાની વિધિ સાચવી લે... ઉ. - એ પૂજારીને પગાર શેમાંથી આપવાનો ? જ્યાં કેસર વગેરે સામગ્રી માટે પણ અન્યદ્રવ્ય ઉપલબ્ધ ન હોવાથી દેવદ્રવ્ય વાપરવું પડે છે ત્યાં પૂજારીના પગાર માટે અન્યદ્રવ્ય ઉપલબ્ધ ન હોય એ સમજી શકાય છે... . પૂ. - એ પગાર પણ દેવદ્રવ્યમાંથી આપવાનો... ઉ. - તો ‘દેવદ્રવ્યમાંથી પૂજારીને પગાર આપી ન જ શકાય' એવું તો ન રહ્યું ને ? વળી, આવા સ્થળે કોઈ શ્રાવક જ એ પૂજાવિધિ સાચવી લે તો પૂજારીને પગાર આપવા જેટલું દેવદ્રવ્ય બચી શકે.. તેમજ પૂજારી જેવી વિધિ સાચવેભક્તિ કરે એના કરતાં શ્રાવક વધારે સારી કરે એ પણ ઘણું જ સંભવિત છે. તેથી શ્રાવક એ પૂજાવિધિ સાચવે તો એનો નિષેધ ન જ થઈ શકે. એટલે દેવદ્રવ્યથી પ્રાપ્ત થયેલી સામગ્રીથી શ્રાવક પૂજા ન જ કરી શકે એવું ક્યાં રહ્યું ? બાકી તો દર્શનશુદ્ધિ ગ્રન્થમાં શ્રાવકો પણ દેવદ્રવ્યથી પૂજા કરે એ વાત કરેલી જ છે. પૂ. - પણ આ તો ભગવાન્ અપૂજ ન રહી જાય એ માટેની શ્રાવકે પૂજા કરી કહેવાય, પોતાના કર્તવ્ય રૂપ પૂજા કરી ન કહેવાય, કારણ કે આ પૂજાથી એને કશો લાભ થતો નથી... ઉ. - ભગવાનને તો કાંઈ પૂજા જોઈતી નથી.. ને તમે કહો છો એમ શ્રાવકને આ પૂજાથી કોઈ લાભ થતો નથી... તો પછી જેનાથી કશો લાભ થતો નથી એવી પૂજા કરવાની ને એમાં દેવદ્રવ્ય વાપરવાની જરૂર શી છે ?. પૂ. પણ ભગવાન્ અપૂજ રહે તો આશાતનાનો દોષ લાગે ને... ઉ. - એ કોને લાગે ? શ્રાવકને કે ભગવાનને ? ભગવાનને તો લાગતો નથી. એટલે શ્રાવકને લાગે એમ જ તમે માનો છો ને ? તો પછી ભગવાનની પૂજાથી ‘આશાતના ન લાગવાનો' લાભ શ્રાવકને ન થયો કહેવાય ? વળી, આ રીતે પ્રભુપૂજા કરવામાં પણ શ્રાવક ભક્તિભાવ અનુભવે તો એનો લાભ એને - Page #91 -------------------------------------------------------------------------- ________________ S1 બી. ८२ ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ શા માટે ન મળે ? એટલે ‘આ એણે જિનપૂજા કરી ન કહેવાય” એવું કહી શકાય નહીં. તથા ‘ભગવાન અપૂજ ન રહી જાય” એ પણ શ્રાવકનું જ કર્તવ્ય છે. એટલે દેવદ્રવ્યથી શ્રાવક પોતાનું કર્તવ્ય ન જ બજાવી શકે એમ પણ કહી શકાય નહીં. - હવે બીજી વાત.. આ ‘સતિ હિ દેવદ્રવ્ય....' ઇત્યાદિ જે શાસ્ત્રપાઠો છે, તે, જ્યાં અન્યથા ભગવાન અપૂજ રહેવાના હોય એવા જ સ્થળે પ્રભુપૂજાની વિધિ જળવાઈ રહે એ માટે દેવદ્રવ્યનો ઉપયોગ પ્રભુપૂજામાં કરવાની અનુજ્ઞા આપે છે, અન્યત્ર નહીં, એવું તમે જે જણાવ્યું એ પણ કયા શાસ્ત્રના આધારે ? પૂ. - આ તો સહજ સમજી શકાય એવી વાત છે, એમાં શાસ્ત્રના આધારની જરૂર શી ? નહીંતર, અન્યત્ર પણ એ ઉપયોગ થઈ શકે છે એવું તમે શાના આધારે કહો છો ? ઉ. - દર્શનશુદ્ધિમાં કહ્યું છે કે - તથા તેન પૂના-મોવાઢિપુ ના નિયમો જ્ઞાન-ન-રાત્રિા રથને તે અર્થ :- “તેનાથી (દેવદ્રવ્યથી શ્રાવકો પૂજામહોત્સવ વગેરે કરતા હોય તો જ્ઞાન-દર્શન-ચારિત્ર ગુણો દીપી ઊઠે છે. આમાં મહોત્સવ વગેરે કરવાની પણ વાત છે. ભગવાન અપૂજ ન રહી જાય. એટલા માટે જ જો પૂજાવિધિની જાળવણીની છૂટ આપી હોય તો મહોત્સવ વગેરે કરવાનો તો પ્રશ્ન જ ન રહે. એટલે, દેવદ્રવ્યનો ઉપયોગ ખાલી પૂજાવિધિ જળવાઈ રહે એ માટે જ થઈ શકે એવી તમારી વાત શાસ્ત્રવિરુદ્ધ છે. તથા, આમાં, દેવદ્રવ્યથી પૂજા કરાતી હોવા છતાં જ્ઞાનાદિ ગુણો દીપી ઊઠવાનો લાભ જણાવ્યો છે. એટલે તમે પૂર્વે જે જણાવેલું કે દેવદ્રવ્યથી પૂજા કરવામાં શ્રાવકોને કશો લાભ થતો નથી. એ આ શાસ્ત્રપાઠથી પણ ખોટું ઠરે છે. પૂ. - અરે ! આ તો તમે આંધળે બહેરું કૂટી રહ્યા છો. 'જિનવાણી પાક્ષિકના એ જ અંકમાં એ જ ૨૨૭ માં પૃષ્ઠ પરની ઊભી બીજી કોલમમાં અમે જણાવ્યું જ છે કે દર્શનશુદ્ધિ-શ્રાદ્ધદિનકૃત્ય-ઉપદેશપદ-ધર્મસંગ્રહ-શ્રાદ્ધવિધિ તથા દ્રવ્યસપ્તતિકા વગેરે દરેક ગ્રન્થોમાં “સતિ હિ દેવદ્રવ્ય....' ઇત્યાદિ જે પાઠ મળે છે તે શ્રી જિનભક્તિના ઉત્સવ-મહોત્સવ, યત્રા, સ્નાત્ર, આંગી પૂજા આદિ માટે તે તે પ્રકારના દેવદ્રવ્યના નિધિમાં શ્રાવકે સ્વશકિત અનુસાર સદા વૃદ્ધિ કરતા રહેવું જોઈએ જેથી તે તે કાર્યો સુંદર પ્રકારે સદા થતા રહે.. એવું જણાવનારા છે. અર્થાતુ પ્રભુભક્તિના આ કાર્યો સુંદર રીતે થતા રહે એ માટે અવધારણ Page #92 -------------------------------------------------------------------------- ________________ અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ ૮૩ બુદ્ધિએ જે ભંડોળ ઊભું કર્યું હોય એ દેવદ્રવ્ય સંબંધી આ વાત છે, ને એમાંથી પછી પૂજા વગેરે થાય એમ તો અમે પણ કહીએ જ છીએ. એટલે જ તો 'જિનવાણી” પાક્ષિકના એ અધિકારમાં અમે આ પણ જણાવ્યું છે કે “આજે પણ અનેક સંઘોમાં આવા પ્રકારના પ્રભુભક્તિના નિમિત્તના ભંડોળ દ્વારા તે તે ભાગ્યશાળીઓ તરફથી તે તે દિવસોમાં પૂજા, આંગી, પ્રભાવના, ઉત્સવ, મહોત્સવ, રથયાત્રા આદિ કાર્યો સુંદર પ્રકારે થયા કરે તેવી વ્યવસ્થા દરેક સંઘોમાં ચાલુ જ છે. એ જ રીતે પોતાની નિત્યપૂજાની કરણી માટે શ્રીજિનભક્તિના ભંડોળમાં પોતાનો યથાયોગ્ય ફાળો નોંધાવી સ્વદ્રવ્યથી પૂજા કરવાનો લાભ વિવેકી શ્રાવકો લઈ રહ્યા છે.” એટલે, પ્રભુભક્તિનાં પોતાનાં કર્તવ્યો સારી રીતે થઈ શકે એ માટે ઊભા કરેલા ભંડોળ રૂપ દેવદ્રવ્યની આ શાસ્ત્રપાઠોમાં વાત છે, ને એમાંથી પૂજા-મહોત્સવ વગેરે થઈ શકે એનો ઈનકાર તો અમે પણ કરતા નથી જ. પણ અષ્ટપ્રકારી પૂજાના ચઢાવા વગેરે ઉછામણીથી પ્રાપ્ત થયેલ દેવદ્રવ્યથી એ કરવાનો જ અમે નિષેધ કરીએ છીએ. ઉ. 'જિનવાણી” પાક્ષિકમાં કેવી પૂર્વાપરવિરુદ્ધ વાતો આવ્યા કરતી હોય છે એનો આ પણ એક વધુ ઉત્તમ નમુનો છે. એ જ અંકના એ જ ૨૨૭ મા પૃષ્ઠ પર પ્રથમ કોલમમાં જે જિજ્ઞાસા-તૃપ્તિ છે કે જેના પર હમણાં જ આપણે વિચારણા કરી ગયા.) તેમાં તમે જણાવ્યું કે “સતિ હિ દેવદ્રવ્ય...' ઇત્યાદિ શાસ્ત્રપાઠો દેવદ્રવ્યની વ્યવસ્થા જગાવનારા છે, શ્રાવકના પોતાના કર્તવ્ય રૂપ જે પૂજા-મહોત્સવ વગેરે છે તે પૂજાવિધિ અંગેના નથી.. ને હવે જણાવો છો કે આ શાસ્ત્રપાઠો, શ્રાવકોએ પોતાના પૂજા-મહોત્સવ વગેરે કર્તવ્યો સારી રીતે થયા કરે એ માટે ભંડોળરૂપે અવધારણબુદ્ધિથી દેવદ્રવ્ય એકઠું કરવું જોઈએ -ને એમાંથી સારી રીતે પૂજા વગેરે કાર્યો કરતા રહેવું જોઈએ એમ પૂજાવિધિ જણાવનારા છે. હવે, જો ખરેખર પાપભીરુતા-શાસ્ત્રવિપરીતભાષણનો ડર વગેરે હોય તો આવા પૂર્વાપરવિરુદ્ધ નિરૂપણોનું જાહેરમાં મિચ્છામિ દુક્કડમ્ દઈને પોતાના ઘોર અંહિતથી અટકવું જોઈએ. શાસ્ત્રવિપરીત વાતનો તંત પકડાયા પછી કેવા કેવા હવાતિયાં મારવા પડે છે એનો અને જિનવાણી” પાક્ષિકમાં કેવી ગરબડવાળી વાતો આવે છે એનો એક અન્ય પણ અધિકાર જોઈ લઈએ. Page #93 -------------------------------------------------------------------------- ________________ ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ ‘પરદ્રવ્યથી કે દેવદ્રવ્યથી જિનપૂજા થઈ ન જ શકે' એવી શાસ્ત્રવિરુદ્ધ વાત પકડનારા પૂર્વપક્ષને ઘણા સુશો આ પૂછતા હોય છે કે ‘તો પછી તમે તમારા માર્ગદર્શનવાળા દેરાસરોમાં પણ શા માટે કેસર વગેરે સામગ્રીની ઉછામણી વગેરે બોલી સગવડ કરાવો છો ? ૮૪ આ પ્રશ્નનો યુક્તિસંગત કોઈ જવાબ ન હોવાથી કેવો ઉડાઉ જવાબ જિનવાણી પાક્ષિકમાં આપ્યો છે તે વિચારી લઈએ. એમાં જણાવ્યું છે કે xxx અનેક કારણોસર જેઓ પૂજાદિની સામગ્રી રોજ લાવી ન શકતા હોય તેઓ દેરાસરમાં તૈયાર રખાયેલી જેટલી સામગ્રી વાપરે .તેટલું દ્રવ્ય કે તેનાથી અધિક તે ભંડારમાં નાખી તેને સ્વદ્રવ્ય બનાવી સ્વદ્રવ્યથી પ્રભુપૂજા કર્યાનો આનંદ અનુભવે તે માટે એ (સામગ્રી) મૂકાવે છે xxx ‘જિનવાણી’ પાક્ષિકના વાંચકોને એક સૂચના કરવાનું મન થાય છે - દેરાસરમાં રખાયેલા કેસર વગેરેથી પૂજા કરનારા બધા જ (કે મોટા ભાગના પણ) શ્રાવકો એટલી રકમ ચૂકવવા રૂપે એ ભંડારમાં નાખતા હોય એવું કેટલે ઠેકાણે જોવા મળ્યું ? જો એ જોવા નથી મળતું, તો આ પૂછવું જોઈએ કે - અમારી સાથે આ ઠગાઈ શા માટે ? વળી આવો જવાબ આપનારા એમને આ પણ પૂછવું જોઈએ કે (૧) જો શ્રાવકો જેટલી સામગ્રી વાપરે એટલું કે તેનાથી અધિક દ્રવ્ય ભંડારમાં નાખી દે છે તો દરવર્ષે ચઢાવા શા માટે બોલાવો છો ? કારણ કે પૂજકો રકમ ભંડારમાં નાખી દેતા હોવાથી બીજા વર્ષે તો એ રકમ સામગ્રી માટે ઉપલબ્ધ જ હોવાથી ઉછામણી બોલાવવી વ્યર્થ થઈ જાય. (૨) કેસર વગેરે સામગ્રીના જેઓ પાંચ-દસ હજાર રૂપિયા બોલે છે ને તેથી પ્રભુપૂજામાં વપરાનાર કેંસરનો લાભ લેનાર તરીકે એમનું જે નામ આવે છે એ મોટું જુઠાણું કહેવાશે, કારણ કે શ્રાવકોએ જે કેસર વાપર્યું છે એનું દ્રવ્ય ભંડારમાં નાખીને એ કેસરને તો સ્વદ્રવ્ય જ બનાવી દીધું છે. અર્થાત્ પૂજામાં વપરાયેલું તે કેસર તો તે તે પૂજક શ્રાવકનું પોતાનું જ છે. આ પાંચ-દસ હજાર રૂપિયા બોલનાર શ્રાવકનું નહીં... (૩) તથા ભંડારમાં એટલી રકમ નાખી દેવા માત્રથી જો એ (દુકાનેથી પૈસા આપીને ખરીદવાની જેમ) સ્વદ્રવ્ય બની જતું હોય તો તો કોઈ શ્રાવક એટલી કે અધિક રકમ નાખી લઈ કેસર લઈ ઘરે કેસરિયા દૂધ કરીને પીવા ચાહે તો Page #94 -------------------------------------------------------------------------- ________________ અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ પણ તમે એને અનુજ્ઞા આપશો ને ? ના નહી કહો ને ? (૪) કોઈ સજ્જન મહેમાન બનીને કોઈને ઘરે જાય, ત્યાં એ ગૃહસ્થ એને પ્રેમથી ભોજન કરાવે છે. પોતે પાંચ રૂપિયાનું ખાધું હોવા છતાં એ સજજન એ ઘરના બાળકના હાથમાં ૧૦ રૂ.ની નોટ આપીને જાય છે. પણ એટલા માત્રથી મારું જ ખાધું પીધું’ એમ એ સજ્જન ન કહે. ત્યાં એમ જ કહેવાનો વ્યવહાર છે કે “એમનું ભોજન કર્યું. એમ પ્રસ્તુતમાં, જે પૂજકો રકમ ભંડારમાં નાખી દે તેઓ માટે પણ સ્વદ્રવ્યથી પૂજા કરીએવો વ્યવહાર શી રીતે થાય ? અનેકવિધ ગરબડવાળી વાતો પીરસનાર પાક્ષિક 'જિનવાણી” એવા પવિત્ર નામને ધારણ કરી કલંકિત શા માટે કરતું હશે ? પણ, આવી ગરબડ ચલાવનાર પાક્ષિકના ભરોસા પર સ્વ. પૂ.આ.શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાના એ પત્રને માત્ર કાચા ખરડારૂપ માની લઈ શકાય નહીં એ સ્પષ્ટ છે. છતાં, એકવાર એને કાચા ખરડારૂપ માની લઈએ તો પણ, સામા પક્ષને પૂછવું જોઈએ કે “શું સ્વપૂ.પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ એ કાચો ખરડો પોતાની માન્યતા મુજબનો બનાવેલો કે એનાથી સાવ વિપરીત ? અર્થાત્ એ ખરડામાં દેવદ્રવ્યમાંથી પૂજારીને પગાર આપી શકાય, પૂજા મહોત્સવાદિ કરી શકાય વગેરે જે જણાવેલું છે એવી જ એમની માન્યતા હતી કે એનાથી વિપરીત ? પોતાની માન્યતાથી સાવ વિપરીત ખરડો બનાવે એવું તો મનાય જ નહીં. એટલે એમની પણ આ જ માન્યતા હતી એ સ્પષ્ટ છે. હવે જો, શાસ્ત્રોમાં આ બાબતનો સખત નિષેધ હોય ને એવું કરવામાં દેવદ્રવ્યભક્ષણનો ભયંકર દોષ લાગવાનું શાસ્ત્રોમાં જણાવ્યું હોય તો, શાસોની એ વાતને તેઓશ્રી સમજી શક્યા નહતા ને સાવ વિપરીત અર્થ જ સમજી એવી માન્યતા બાંધી હતી એવું શું તમે માનો છો? એટલે કે એમનો શાસ્ત્રના તમે કહો છો એવા સ્પષ્ટ નિષેધને સમજી શકવાનો જરા સરખોય ક્ષયોપશમ ન હતો.... એટલી પણ એમની બુદ્ધિ નહોતી. એમ શું તમે કહેવા માગો છો ? વાહ ! ધન્ય તમારી ગુરુભક્તિ ! ને ગુરુપ્રત્યેની શ્રદ્ધા ! અને તમારા અભિપ્રાયે જે આટલી બુદ્ધિહીન છે એવી વ્યક્તિને ‘સિદ્ધાન્ત મહોદધિ = સિદ્ધાન્તના શાસ્ત્રોના સાગર જેવા’ બિરુદ આપનાર એમના ગુરુદેવ સકલાગમ રહસ્યવેદી સ્વ.આ.શ્રી વિજય દાનસૂરીશ્વરજી મહારાજાને પણ તમારે બુદ્ધિના કાચા Page #95 -------------------------------------------------------------------------- ________________ (૬ ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ હોવા માનવા પડશે, કારણ કે એમણે શાસ્ત્રોના આવા સાવ વિપરીત ને ભારે અનર્થકર અર્થ કરનારી વ્યક્તિને આવી પદવી આપી.. પોતાના કદાગ્રહને માન્ય ન કરનારા પોતાના ગુરુ (શ્રી વીરપ્રભુ) માટે “ભગવાન્ (=મારા ગુરુ) ભૂલ્યા” એવું કહેનારા નિહ્નવ જમાલિની જમાતમાં પેસી જવા જેવા આ દુઃસાહસથી અટકવાની તમને સત્બુદ્ધિ મળે એવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના... એટલે, કદાચ એ પત્રને કાચા ખરડા રૂપે સ્વીકારી લઈએ, તો પણ, તમે પણ જેમને ‘મહાગીતાર્થ’ તરીકે ‘જિનવાણી’ પાક્ષિકમાં નવાજ્યા છે, એ સ્વ. પૂજ્યપાદ આ.ભગવંતશ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સાહેબે એમાં જે લખાણ કરાવ્યું છે તે શાસ્રસિદ્ધ જ છે ને એમાં કશું જ શાસ્ત્રવિપરીત નથી એવું તમારે તમારા આત્મહિતને નજરમાં રાખીને પણ સ્વીકારવું જ જોઈએ. એટલે એને પત્ર કહો કે કાચો ખરડો... એના લખાણને તમારે પણ માન્ય જ કરવું આવશ્યક હોવાથી એ પત્રનો ઉપયોગ શા માટે ન થઈ શકે ? પ્ર-૩૯] ‘ધાર્મિક વહીવટ વિચારની અશાસ્ત્રીયતા’-નામે, લેખક તરીકે પંન્યાસ શ્રી ચન્દ્રગુપ્ત વિજયજી ગણીના નામવાળી પુસ્તિકા હાથમાં આવી છે તો શું શાસ્ત્રીય સમજવું ? ઉ-૩૯] એના ત્રીજા પૃષ્ઠ પર લેખક જણાવે છે કે મારી સાથે આ અંગે રૂબરૂમાં શાસ્ત્રીય વિચારણા કરી લેવાના સૂચનને પણ એમણે (પં.શ્રી ચન્દ્રશેખર વિ.મહારાજે) ‘‘ચન્દ્રગુપ્ત વિ.નો સ્વભાવ ઉગ્ર હોવાથી મારે એમની સાથે વાત કરવી નથી'' જેવી અંગત અને અપ્રસ્તુત વાત આગળ ધરી ફગાવી દીધું. આવું જણાવીને એમણે જે એવો ભાવ ઊપસાવવાનો પ્રયાસ કર્યો હોય કે ‘‘પં.શ્રી ચન્દ્રશેખર વિ.મહારાજે હારી જવાના ભયથી મારી સાથે ચર્ચા-વિચારણા કરવાનું ટાળ્યું છે.” તો એ બરાબર નથી. શ્રીકૃષ્ણે નીચ યુદ્ધ કરવાનો ઈનકાર કર્યો હતો એટલા માત્રથી કાંઈ એવું ન માની લેવાય કે શ્રીકૃષ્ણે હારી જવાના ભયથી એ ઈનકાર કર્યો હતો. વળી, આમાં તો ઉગ્રસ્વભાવ એ એક જ કારણ દર્શાવેલું છે. પણ આ પુસ્તિકા જોતાં તો અન્ય કારણો પણ ‘એમની સાથે ચર્ચા વિચારણા કરવી યોગ્ય નથી' એવું સૂચવ્યાં વિના રહેતા નથી. શું શાસ્ત્રીય છે ને શું અશાસ્રીય છે એનો નિર્ણય કરવા માટે સૌ પ્રથમ તો Page #96 -------------------------------------------------------------------------- ________________ અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ ૮૭ શાસ્ત્રવચનોનો આધાર લેવો જોઈએ. પ્રસ્તુત પુસ્તિકામાં મુખ્યતયા દેવદ્રવ્ય-ગુરુદ્રવ્ય અંગે વિચારણા છે... અને લેખકની વિચિત્રતા જુઓ.... આખી પુસ્તિકામાં આ અંગેનો એક પણ શાસ્ત્રપાઠ આપ્યો નથી. શાસ્ત્રવચનોનો આધાર લઈ એના પરથી તસ્વનિર્ણય માટે ચાલન ને પ્રત્યવસ્થાન (પ્રશ્ન ઊઠાવવા ને ઉત્તર મેળવવા) ના નામે શુદ્ધતર્કને પણ આવશ્યક મનાયો છે. પણ પુસ્તિકામાં લગભગ ક્યાંય શુદ્ધ તર્ક છે નહીં. મૂળમાં શાસ્ત્રવચનોનો આધાર જ લીધો નથી તો પછી, શુદ્ધતર્કની તો આશા જ ક્યાંથી રાખી શકાય? આશ્ચર્ય તો એ છે કે, “અમે તો શાસ્ત્રવચનોને જ અનુસરીએ. શાસ્ત્રો શું કહે છે તે કહો.. '' વગેરે ખાલી લોકોને ઉલ્લુ બનાવવા માટેનો ઘોંઘાટ જ છે કે બીજું કાંઈ ? નહીંતર, આવી તત્વની ચર્ચા આવે ત્યારે તો પોતાની માન્યતાનું સમર્થન કરનારા ને અન્ય માન્યતાનું નિરાકરણ કરનારા શાસ્ત્રપાઠો તો સૌ પ્રથમ જોઈએ, એ શું સમજાવવાની વાત છે ? (પણ, આવા શાસ્ત્રપાઠી મળતા જ ન હોય એટલે બિચારા કરે પણ શું?) આ પુસ્તિકામાં આવશ્યક શાસ્ત્રપાઠ કે શુદ્ધતર્ક જોવા મળતા નથી. ને ગાળાગાળી ઠેર ઠેર દષ્ટિગોચર થાય છે. એટલે આ પુસ્તિકાના લેખક આવી કોઈ માન્યતા ધરાવતા હોય એ શક્ય છે કે “તત્ત્વનિર્ણય માટે, શાસ્ત્રવચનો કે શુદ્ધ તકની કાંઈ જરૂર નથી, તસ્વનિર્ણય તો ખાલી ગાળાગાળી કરવાથી જ થઈ જાય..” પણ, તો એ માન્યતા એમને મુબારક ! પણ આવી માન્યતાવાળા સાથે ક્યારેય ચર્ચા-વિચારણા કરી શકાય નહીં એ સહુ કોઈ સુજ્ઞ સમજી શકે એમ છે.. છતાં, સામા પક્ષવાળા આ પુસ્તિકાને પોતાની માન્યતાના નિરૂપણ ને અન્ય માન્યતાના નિરાકરણ માટે સ્વીકાર્ય માનતો હોય તો એ અંગે કંઈક કહેવું આવશ્યક લાગે છે. એટલે કંઈક વિચારી લઈએ. (૧) પુસ્તિકામાં આવશ્યક એકેય શાસ્ત્રપાઠ આપ્યો નથી એ જણાવે છે કે પોતાના સમર્થનમાં સામા પક્ષને કોઈ શાસ્ત્રપાઠ શોધ્યો જડતો ન હોવો જોઈએ. ને તેથી માત્ર પોતાની કદાગ્રહગર્ભિત કલ્પનાના આધાર પર જ ફેંકાફેંક કરવી પડી છે. | (૨) શાસ્ત્રપાઠ તો આખા નથી. પણ ક્યાંક ક્યાંક તે તે શાસ્ત્રપાઠ શું જણાવવા માગે છે એનો ગુજરાતીમાં ઉલ્લેખ થયો છે. પણ એમાં પણ, પૂર્વે જણાવી ગયો એમ, પોતાની માન્યતાને ધક્કો લગાડનારા ભાગો ઉડાડી મૂકાયા છે. જેમકે Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ ધાર્મિક વહીવટ વિચાર પુસ્તકમાં પરિશિષ્ટમાં દેવદ્રવ્ય અંગેના મારા લેખમાં મેં જણાવ્યું છે કે “સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઈએ? આવો વ્યાપક પ્રચાર કરનારા એ માટે જે દ્રવ્યસતતિકાનો શાસ્ત્રપાઠ રજુ કરે છે એ સાવ અધુરો રજુ કરે છે. એક આખા અધિકારના એક લાંબા વાક્યમાંથી ખાલી એક નાના અંશને રજુ કરે છે. વગેરે..” એટલે આ પુસ્તિકામાં એમણે એ પાઠના થોડા વધારે ભાગનું અનુસંધાન કર્યું છે ખરું. પણ, “માયાચારની કુટેવ છોડી દેવી ને શ્રદ્ધાળુઓને ઉન્માર્ગે તાણી જવાનું બંધ કરવું” આવું સત્વ તો કો'ક વિરલા જ ફોરવી શકે છે. લેખકે એ પુસ્તિકામાં ફરીથી અધૂરું અનુસંધાન જ રજુ કર્યું છે. તેઓ જણાવે છે કે xxx સાચી વાત તો એ છે કે દ્રવ્ય અતિકામાં ઉપર જણાવ્યા મુજબ મુધાજનપ્રશંસા, અવજ્ઞા અને અનાદરાદિ દોષોના વર્ણનથી દેવદ્રવ્યથી પૂજા કરવાના દોષનું (એટલે કે એમના મતે દેવદ્રવ્યભક્ષણના દોષનું) પણ વાર્ણન “આદિ' પદથી આવી જાય છે. એવા વખતે શ્રાવકને સૌથી પ્રથમ લોકોની નજરે ચઢે એવો દોષ મુધાજનપ્રશંસા હોવાથી તેનો ઉલ્લેખ કરી અન્ય અવજ્ઞાદિ દોષો “આદિ પદથી દર્શાવ્યા છે.xxx હકીકત એ છે કે, દેવદ્રવ્યભક્ષણનો દોષ જો લાગતો હોય તો એ સૌથી ભયંકર દોષ હોવાથી એનો જ ઉલ્લેખ કરવો ગ્રન્થકારને આવશ્યક બને ને બીજા દોષ “આદિ’ પદથી સમાવિષ્ટ કરી શકાય. 'ઝેર પીવાથી શું થાય ?' આ જણાવવાનું હોય ત્યારે, (માથું ઘુમવા માંડે વગેરે નાના નુકશાનો છે ને મોત એ મોટું નુકશાન છે, તો) વર્ણન શું કરાય ? “માથું ઘુમવા માંડે’ એ કે “મોત થાય’ એ ? બાકી, એ આખા અધિકારનું અનુસંધાન કરવાની એ લેખકે પ્રામાણિકતા દાખવી હોત તો દેવદ્રવ્યથી પૂજા કરવાના દોષનું પણ વર્ણન આદિ પદથી આવી જાય છે એવી જુઠી વાત ફેલાવી શકી નહીં. કારણ કે એ અધિકારમાં આ વાત આવે જ છે કે, ગૃહમંદિરવાળા શ્રાવકે પોતાના ગૃહમંદિરમાં ધરેલા ચોખા, સોપારી, નૈવેદ્યના વેચાણથી પ્રાપ્ત થયેલ પુષ્પભોગ વગેરે ચીજ સંઘમંદીરમાં પોતાના હાથે ન ચડાવવી, પણ તેની વ્યવસ્થા જણાવીને પૂજારી-અન્ય પૂજકના હાથે ચડાવડાવવી. ને પૂજારી વગેરે ન હોય તો બધા આગળ “આ ગૃહમંદિરમાં ચડાવેલી ચીજમાંથી પ્રાપ્ત થયેલ પુષ્પભોગ વગેરે છે, મારા પોતાના નવા દ્રવ્યથી આવેલ પુષ્પભોગ વગેરે નથી' ઇત્યાદિ સ્પષ્ટ રીતે જણાવીને પોતાના હાથે ચડાવવું, Page #98 -------------------------------------------------------------------------- ________________ અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ re નહીં તો લોકમાં પોતાની વૃથા પ્રશંસા (ઓ હોહો ! આ શ્રાવકની કેવી પ્રભુભક્તિ છે. પોતાના ગૃહમંદિરમાં તો પ્રભુની સુંદર ભક્તિ કરે છે ને અહીં સંઘમંદિરમાં પણ આવા સુંદર દ્રવ્યોથી ભક્તિ કરે છે...' ઇત્યાદિ પ્રશંસા) વગેરે થવાથી પોતાને દોષ લાગે. પોતાના ગૃહમંદીરમાં ચડાવેલી ચીજ દેવદ્રવ્ય તો બની જ ગઈ છે. આ જ ચીજને અન્ય પાસે ચડાવડાવવામાં કે સ્વયં યોગ્ય જાહેરાત કરીને ચડાવવામાં એનું દેવદ્રવ્યપણું કાંઈ દૂર થઈ જતું નથી. ને છતાં એ રીતની અનુજ્ઞા શાસ્ત્રકારોએ આપેલી જ છે. તો, દેવદ્રવ્યથી પૂજા કરી, માટે દેવદ્રવ્ય ભક્ષણનો દોષ લાગ્યો એમ શી રીતે કહી શકાય ? એટલે આમાં દેવદ્રવ્યભક્ષણનો દોષ છે જ નહીં. છતાં ‘એ દોષ લાગે જ' એવો કદાગ્રહ પકડ્યો હોય તો આ અધિકારને રજુ કરવાની હિંમત ક્યાંથી આવે ? (જુઓ એ અધિકારનો પાઠ स्वगृहचैत्यढौकितचोक्षपूगीफलनैवेद्यादिविक्रयोत्थं पुष्पभोगादि स्वगृहचैत्ये न व्यापार्यं नापि चैत्ये स्वयमारोप्यं, किन्तु सम्यक्स्वरूपमुक्त्वाऽर्चकादेः पार्श्वात् तयोगाभावे सर्वेषां स्फुटं स्वरूपमुक्त्वा स्वयमारोपयेत् । अन्यथा मुधा जनप्रशंसादिदोषः । ) અને આ તાર્કિકંમન્યનું તર્કકૌશલ્ય કેવું છે એ આગળ તો દર્શાવી ગયો છું જ, ફરીથી અહીં જોઈ લઈએ... ઉપરોક્ત અધિકારથી, દેવદ્રવ્યથી પણ પ્રભુપૂજા કરવાનું અનુજ્ઞાત છે એ સ્પષ્ટ જણાય છે, ને તેથી, એ દેવદ્રવ્યથી પ્રભુપૂજા કરવામાં દેવદ્રવ્યભક્ષણનો દોષ નથી, માત્ર યોગ્ય જાહેરાત કરવામાં ન આવે તો વૃથા પ્રશંસા વગેરેનો દોષ લાગે છે. આ ભાગ્યશાળી આ પુસ્તિકાના પૃ.૨૩ પર તર્ક કરે છે કે “જો પોતાના ગૃહમંદીરના અક્ષતાદિથી પૂજા કરવામાં ખાલી લોકો ખોટી પ્રશંસા કરે એટલો જ દોષ લાગતો હોય, દેવદ્રવ્યભક્ષણનો દોષ લાગતો ન હોય, તો એ અક્ષતાદિને શ્રાવક ખાઈ જાય તો એમાં પણ દેવદ્રવ્યભક્ષણનો દોષ ન લાગવો જોઈએ, માત્ર ચોરીનો દોષ જ લાગવો જોઈએ..'' ભલા આદમી ! પૂજા કરવી અને ખાઈ જવું એ બે શું એક સરખી ક્રિયા છે કે જેથી એ અક્ષતાદિથી પૂજા કરવામાં દેવદ્રવ્યભક્ષણનો દોષ ન લાગતો હોવા માત્રથી એ અક્ષતાદિને ખાઈ જવામાં પણ દેવદ્રવ્યભક્ષણનો દોષ ન લાગે ? એ અક્ષતાદિ ‘દેવદ્રવ્ય’ તો છે જ, ને શ્રાવક એને ખાઈ જાય તો દેવદ્રવ્યભક્ષણનો દોષ લાગે જ.. આવી બે ને બે ચાર જેવી વાત પણ જેઓ સમજી શકતા ન હોય તેઓ પુસ્તિકા લખવાની ધૃષ્ટતા શી રીતે કરતા હશે ? ને એની અનુજ્ઞા આપનાર તેમના ગુરુઓ - Page #99 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ વડીલોને ગીતાર્થ માનવા માટે મન તૈયાર શી રીતે થાય ? (૩) તત્વનિર્ણય માટેની જિજ્ઞાસા-તૈયારીથી, અશાસ્ત્રીયતાને જણાવનાર આ પુસ્તિકા લખાઈ નથી એનું સૂચન કરનાર એક હકીકત એ છે કે, દેવદ્રવ્યમાંથી પણ પૂજા થઈ શકે છે એવું સૂચન કરનારા ઉપદેશપદ, શ્રાદ્ધદિનકૃત્ય, શ્રાદ્ધવિધિ, ધર્મસંગ્રહ, દ્રવ્ય-સપ્રતિકા, દર્શનશુદ્ધિ, વસુદેવહિંદી, મૂળશુદ્ધિપ્રકરણ વગેરે ગ્રન્થોનાં શાસ્ત્રવચનો ધાર્મિક વહીવટ વિચાર’ પુસ્તકમાં આપેલા છે. આટલા બધા લગભગ એક સરખા શાસ્ત્રપાઠો પરથી, દેવદ્રવ્યથી પણ પૂજા-સ્નાત્ર વગેરે થઈ શકે છે એવું સૂચન જે થાય છે એના પર ૫ શ્રી ચન્દ્રગુપ્ત વિ. (હાલ આચાર્ય) ને કશો વિચાર કરવો આવશ્યક લાગ્યો નથી તો એમનું લખાણ-નિરૂપણ શાસ્ત્રીય તત્ત્વ શું છે ? એવી જિજ્ઞાસાથી થયેલું છે એમ શી રીતે કહી શકાય ? (૪) “પારકા માલથી પ્રભુપૂજા વગેરે કરે તો શ્રાવકને ભક્તિની શું લાભ મળે ? એના કરતાં તો એણે જિનાલયમાં કાજો કાઢવો, ફુલો ગૂંથી આપવા વગેરે કરીને ભક્તિનો લાભ લેવો જોઈએ.' વગેરે નિરૂપણ સામો પક્ષ અત્યાર સુધી કરતો હતો. તેમજ, "તો મુનિને નહીં કિમ પૂજના, એમ તું શું ચિંતે શુભ મના ? રોગીને ઔષધ સમ એહ, નિરોગી છે મુનિવર દેહ” - આવા, મહો.શ્રી યશોવિજયજી મ.ના વચન વગેરે પરથી તેઓ એવી પણ દલીલ કરતા હતા કે મુનિઓને પરિગ્રહ રોગ નથી માટે પૂજા કરવાની હોતી નથી. શ્રાવકને પરિગ્રહનો રોગ વળગેલો છે, તેથી એના નિવારણ માટે પૂજા કરવાની હોય છે. હવે જો એ પરાયા માલથી પૂજા કરે તો એના પરિગ્રહની મૂછ તો અકબંધ જ રહી જવાથી એ પૂજાથી શી રીતે લાભ થાય ? માટે સ્વદ્રવ્યથી જ પૂજા કરવી જોઈએ. પણ, “અન્યને દ્રવ્યથી પૂજા કરવામાં જો લાભ થતો ન હોય તો, સંઘ વગેરેમાં જોડાઈને યાત્રા-ભક્તિ કરનારા શ્રાવકોને પણ એ યાત્રા વગેરે સ્વદ્રવ્યથી થતા ન હોવાથી કોઈ લાભ ન થવો જોઈએ. ને તેથી એવાં અનુષ્ઠાન વિહિત જ ન હોવા જોઈએ.” વગેરે અમારી દલીલ જોઈ એટલે તેઓએ પાટલી બદલી.... ૫. ચન્દ્રગુમ વિ. એમની પુસ્તિકામાં લખે છે કે "પદ્રવ્યથી પૂજા કરવાનો એકાન્ત નિષેધ નથી, દેવદ્રવ્યથી પૂજા કરવાનો નિષેધ કરીએ છીએ.” પાટલીબદલુઓ ભલે પાટલી બદલે. એ પછીની એમની માન્યતાનો પણ Page #100 -------------------------------------------------------------------------- ________________ ૮૧ અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ વિચાર કરી લઈએ. “સ્વદ્રવ્યથી જ પૂજા કરવી જોઈએ” આવું જ કારવાળું વિધાન તો “સ્વદ્રવ્ય” સિવાયના અન્ય દેવદ્રવ્ય, સાધારણદ્રવ્ય કે પરદ્રવ્ય બધાની જ બાદબાકી કરે છે. એટલે જો સાધારણદ્રવ્ય કે પરદ્રવ્ય ની બાદબાકી કરવી ન હોય તો “સ્વદ્રવ્યથી જ પૂજા કરવી જોઈએ” એવો પ્રચાર કરી શકાય નહીં. તેમજ “પરિગ્રહની મૂચ્છ અકબંધ રહી જવાથી એ પૂજાથી શી રીતે લાભ થાય?” વગેરે દલીલનું હવે તેઓ શું કરશે ? જો પરદ્રવ્યથી પૂજા કરવા છતાં પોતાના ભાવોલ્લાસ મુજબ મૂચ્છ તૂટી શકે છે, તો દેવદ્રવ્યથી પૂજા કરવામાં પણ શા માટે ન તૂટે ? બાકી તો, સ્વદ્રવ્યથી જ પૂજા કરવી જોઈએ” એવા આજ સુધીના તેઓના પ્રચારનો સૂર ઉપદ્રવ્યથી પણ પૂજા ન કરવી, ને માત્ર કાજો કાઢીને લાભ લેવો” વગેરે જ હતો. એટલે હવે, તેઓ “વાણિયા-વાણિયા ફેરવી તોલ..” કરી રહ્યા છે કે નહીં ? એ વાત દરેક મધ્યસ્થ સુજ્ઞ સમજી શકે છે. (૫) પૃ.૩૩ પર પં.શ્રી ચન્દ્રગુપ્ત વિ. લખે છે કે xx વિ.સં. ૧૯૯૦ ના સંમેલને દેવદ્રવ્યની કોઈપણ જાતની ભેળસેળ કર્યા વિના અપવાદરૂપે દેવદ્રવ્યમાંથી પ્રભુજીની પૂજા કરવાનું જણાવ્યું હતું. જ્યારે વિ.સં ૨૦૪૪ ના સંમેલને વાસ્તવિક દેવદ્રવ્યને કલ્પિત દેવદ્રવ્ય ગણાવી એ દેવદ્રવ્યમાંથી પૂજા કરવાનું જણાવ્યું છે. દેવદ્રવ્યને દેવદ્રવ્ય તરીકે જ ઓળખાવી તેનો આપવાદિક ઉપયોગ બતાવવો : અને દેવદ્રવ્યને દેવદ્રવ્ય મટાડી કલ્પિતદ્રવ્ય બનાવી દઈ તેનો ઉપયોગ બતાવવો : આ બેમાં જે તાત્વિક ભેદ છે...XXX આ લખાણ પરથી લેખકનું મન સશલ્ય છે કે નહીં એ સમજી શકાય છે. 'કલ્પિત દેવદ્રવ્ય” એ દેવદ્રવ્યનો જ પ્રકાર હોવાથી અને એમાંથી માત્ર દેરાસર સંબંધી કાર્યની જે અનુજ્ઞા આપી હોવાથી એને દેવદ્રવ્ય તરીકે મટાડી દીધું એમ કહી શી રીતે શકાય? “કલ્પિતદેવદ્રવ્ય એ દેવદ્રવ્યનો જ પ્રકાર છે' આ વાત એ લેખક સારી પેઠે જાણતા હોવા છતાં આવું બધું લખે છે એનાથી એમનું લખાણ માત્ર કદાગ્રહ ને દ્વેષપૂર્વકનું છે એમ ન કલ્પી શકાય ? " (૬) પૃ. ૫૧ પર લેખકે, શ્રાદ્ધજીતકલ્પની ૬૮ મી ગાથા-વૃત્તિ પરના મારા લેખનો સાર આપ્યો છે. આમાં પણ લેખકે સ્પષ્ટ દંભ ખેલ્યો હોય એવું લાગ્યા વિના નહી રહે. આ સાર તરીકે તેઓ એવું જણાવે છે કે – પૂ.સાધુ-સાધ્વીજી ઉત્સર્ગ માર્ગે જેમ વસ્ત્રાદિ રાખે છે તેમ અપવાદપદે સુવર્ણાદિ પણ પોતાની Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯૨ ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ નિશ્રાને રાખ્યા વિના બીજાની પાસે રખાવી શકે છે... પરિગ્રહનો ત્યાગ માત્ર ભાવથી કરાય છે... વગેરે વગેરે – નિર્દમ્ભ લેખક તો મારા લેખના શબ્દો જ અક્ષરશઃ મૂકીને મારા શબ્દો પરથી આવો સાર નીકળે છે કે નહીં.. એનો નિર્ણય વાચકો કરી શકે એટલી ખેલદિલી બતાવે જ. પણ કદાગ્રહને સત્ય સાબિત કરવા મથનારાઓ પાસે નિર્દતાની અપેક્ષા ક્યાંથી રાખી શકાય ? મારા લેખમાં કોઇ દોષ બતાવવો શક્ય ન લાગવાથી, જે અમે ન કહેતા હોઈએ એવું અમારા નામે ચડાવી એમાં દોષો દેખાડવાની વૃત્તિને અનુસરવું જ પડે ને ! આ પુસ્તિકાના લખાણમાં તો ઢગલાબંધ દોષો દર્શાવી શકાય એમ છે. પણ જ્યારે સામો પક્ષ નિર્દ-પ્રામાણિક ને કદાગ્રહમુક્ત રીતે સભ્યભાષામાં વિચારણા કરવા તૈયાર જણાતો નથી ત્યારે એ પ્રયાસથી સર્યું. ને તેઓ તો આ લખાણ સામે પણ કંઈ ને કંઈ સાહિત્ય આડેધડ કુતર્કો-આરોપોની હદ વિનાનું પ્રકાશિત કર્યા કરે તો પરિણામ કાંઈ નીપજતું નથી. માટે હવે વધુ વિચારણાથી સર્યું. કોઈ જ પ્રકારનો પૂર્વગ્રહ રાખ્યા વિના મધ્યસ્થપણે આ આખી વિચારણાઓને પ્રશ્ન-ઉત્તરોને વાંચીને એનો યથાર્થ અર્થ પકડનાર સત્ય તત્ત્વનિર્ણય પર અવશ્ય પહોંચશે એવી મને શ્રદ્ધા છે. Ο સાવધાન આ પ્રશ્નોત્તરી પરથી રખે ને કોઈ એવું સમજી બેસતાં કે (૧) મોક્ષના આશયથી કરાતા ધર્મને ગૌણ બનાવાઈ રહ્યો છે અથવા આવું પણ કોઇ માની ન લેશો કે (૨) મોક્ષના આશયની કોઈ જરૂર નથી, મોક્ષના આશય વિન કરાયેલો ધર્મ જ યાવત્ મોક્ષ સુધીનો બધો અભ્યુદય સાધી આપશે' એવું અમે સ્થાપવા માગીએ છીએ. અથવા તો (૩) ‘ચાલો ! આ રીતે ધન વગેરેની ઇચ્છાથી પણ ધર્મ કરવામાં વાંધો નથી, તો આપણે જે ધર્મ કરીએ છીએ તેના ફળ તરીકે ધન વગેરે માગીએ...’ આવી પણ કોઈ કલ્પના કરશો નહીં. આવું બધું સિદ્ધ કરવા માટે આ પ્રશ્નોત્તરી નથી. અન્યત્ર જણાવ્યું છે એમ, “ધન વગેરેની ઊભી થયેલી આવશ્યકતાની પૂર્તિ માટે કરેલો ધર્મ મહાભૂંડો છે.’ વગેરે અશાસ્ત્રીયવાતનું જે જોરશોરથી નિરૂપણ થઇ રહ્યું છે તે યોગ્ય નથી વગેરેની સિદ્ધિ માટે આ પ્રશ્નોત્તરી છે. ‘‘અર્થ-કામ માટે પણ ધર્મ જ કરવો જોઈએ'' આવા શાસ્રસિદ્ધ નિરૂપણ અંગે પણ ખોટી માન્યત વગેરેના કારણે જે પ્રશ્નો ઊઠાવાતા હોય છે એનાં શાસ્રસિદ્ધ અને તર્કશુદ્ધ નિરાકરણ માટે આ પ્રશ્નોત્તરી છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ બેશક, મોક્ષનો આશય, આત્મહિત માટેની એક મહત્ત્વની કડી છે જ. પ્રાથમિક આત્મહિત, મુક્તિનો આશય ન હોય તો પણ મુક્તિઅષથી થઈ શકે છે, પણ બાગળ તો મોક્ષનો આશય અત્યંત મહત્ત્વનો ભાગ ભજવે જ છે. વળી મોક્ષનો આશય પ્રગટાવવો અને પ્રગટાવ્યા બાદ જાળવી રાખવો એ એક દુર્લભ સાધના છે. પ્રાણપુરુષોએ તો એ માટે અત્યંત પ્રયત્નશીલ બનવું જ જોઈએ. એટલે જ સાધનામાર્ગમાં આગળ ને આગળ વધી, છેવટે મોક્ષનું અંતિમ લક્ષ્ય હાંસલ કરવા માટે હું સાધકોને પુનઃ પુનઃ નમ્રસૂચન કરું છું કે તેઓએ. ‘ધર્મ મોક્ષ માટે જ કરવો જોઈએ'... ધર્મ નિરાશસભાવે જ કરવો જોઈએ”. “ધર્મસાધનામાં કર્મનિર્જરા સિવાય અન્ય કોઈ પ્રયોજન ન રાખવું જોઈએ. ધર્મસાધનામાં ઘુસી ગયેલું અન્ય પ્રયોજન બધી સાધના પર પાણી ફેરવી દેશે. આ અને આવાં વાક્યો દિલમાં કોતરી લેવાં જોઈએ. . આ જ રીતે, દેવદ્રવ્ય વગેરે અંગે જે વાતો આવેલી છે એ, સ્વદ્રવ્યથી કરાતી જિનપૂજાને ગૌણ કરવા માટે નથી જ, એ નિરાગ્રહપણે વિચારનારને પ્રતીત થયા વગર રહેશે નહીં. માત્ર, દેવદ્રવ્યમાંથી જિનપૂજા કરાય જ નહીં, દેવદ્રવ્યથી જિનપૂજા વગેરે કરવામાં દેવદ્રવ્યભક્ષણનો દોષ લાગે.” વગેરે પ્રચાર જે જોરશોરથી થયો છે તેનું નિરાકરણ કરવા, “દેવદ્રવ્યથી પણ જિનપૂજા થઈ શકે છે' એવી શાસ્ત્રકારોએ જે અનુજ્ઞા આપેલી છે તે દેખાડવા માટે એ લખાણ જાણવું. બાકી, શ્રાવકે સ્વદ્રવ્યથી જિનભક્તિ કરવી જ જોઈએ, એ શક્ય ન બને તો પરદ્રવ્યથી પણ જિનભક્તિ કરવી જ જોઈએ. એ પણ શક્ય ન બને તો આવશ્યકતાનુસાર, સંઘકૃત સમુચિત વ્યવસ્થાનુસારે દેવદ્રવ્યથી પણ જિનભક્તિ કરવી જ જોઈએ. પણ જિનભક્તિ તો કરવી જોઈએ તે કરવી જ જોઈએ.. જિનભક્તિ વગરના તો ન જ રહેવું. આ અમારું શાસ્ત્રાનુસારી મન્તવ્ય છે. આ સંપૂર્ણ લખાણમાં સર્વજ્ઞવચનોને ને તેના મર્મને નજરમાં રખાયાં છે. છતાં આમાં પરમ પવિત્ર શ્રીજિનવચનથી વિપરીત કાંઈ પણ નિરૂપણ થયું હોય તો તેનું મિચ્છામિ દુક્કડમ્ દેવા પૂર્વક સંવિગ્નગીતાર્થ બહુશ્રુતોને તેનું સંશોધન કરવાની પ્રાર્થના પૂર્વક વિરમું છું. Page #103 -------------------------------------------------------------------------- ________________ “ ઇલબ્ધિ તક “ર પદ્ધતિ' શિરે દયાને અન્નવા અર્થદર્શન . જે અનંતcજ રોકનાથ તાળવતો કરાવે છે -- અનાદિકાળ જા૨ જન્મ-અરતિ દસ વબાટ છે. એનો અંત 26 છવ એ સંબંધન& ટી સે હમે.આ૨બંધન શ્રીક પામવા માટે શ્રી જિનેશ્વરદેવોએ % ના કરી છે. અલોદીકિના સુખ માટે પણ ઉપયત એ હ ક છે. અધર વાસ્તવમાં આ સુખોને આનુવંશિક ગણે છે, અનદિ, કે સુચ્છ શબ છે મટે તે માય છે અને તેના પ્રસ્તા માં છે. તે રીતે “જયશય’ સૂત્ર વગેરેમાં ર્શિત “ભવ કદ = સંસ્કાર રિગ, ચારિતા =એ માનું ખુ૨શ, ઈટ ફલસિદ્ધિ આ છે બધા અભિત ની નિતિ-ન્મ ૩રા ઉકત બનેલા અને ચિત્તની સ્વસ્થતા શ૨. છે અને એ થવા સ્ટસ વૃત્તિ થાય છે, તથા લોકરિશ્વત્ર સર્વજનનિંદા ૨૨ લોછમાં વિરુ હુતો રોનો ત્યાગ, અજનજ માતા પિતા-ઉચાદિના શુભ, ૨૨૭ = જીભના કા ક૨વું, ગુરુ = ઉત્તમ ઉચાર્યનો સંબંધ, તદુચન એવા= આ સ૮૨ રહેવાનું કાવ્ય & સુલ તેજ સુધી ભ ગુરુના વચનના અખંડ સેવા- સંપૂર્ણ સેવા થાઓ.” વગેરે તો તેની પ્રાર્થના પણ ચોક . રાજમાર્ગ તો એકમાત્ર ૪૨બંધના શરી મોક્ષપાસવ૮ ૮૨ ના રાશના કરવાનો છે. ર છતાં પણ જૈન સ્ત્રકારો સતત જળકના બદયરેસાવાળા)જીને નીચેનાં ૨૪૦ ઐહિદ સુખ માટે પણ આ રિખોજત ક૨વન ના ૭૨તા નn. એ જીવ એ રાતે પ્રવૃત્તિ ક થા ૫ પ્રવૃરિયા હઠે છે.અને જીવનમાં a અરિહંતને સુ કરે છે. તેમજ સાંસારિક એજનના ઢીદિ અાવ્ય€ મ્યુ તે જીવો એ શર્ટ અનુષ્ઠાન સતિષજન્ચ સદનુષ્ઠાનના ૨વાનું હોવાથી કમઃ સમજણ અળતાં જ જીવોનો સાંસારિક અશા બહિત થઈ જઈ શુદ્ધ એન અને સાડના બને છે. આ પ્રયોજન જનવિધિ ૨૨ ડિટેક આવવાન્ હોઠ તોય એના માટે હજ ઉદે છે, ખાસ કહેવામાં જો આ તે જીવોને જાણ કરડાવા થર્મક વૃત્તિ કરાવવાનો છે. એમાં ઐતિ પ્રયોજન શિફ્ટ થવાથી તે જીવ આ સન- અસલાદિન અને સ્વચ્છચિત્તે થકવત્તિ કરી છે 4 અાગળ જતાં સોના રાજા હર્દ ૨ અંતે ઋક્તિ પાટ શ છે. સઋકિટ જીવ સંસાસુને સર્જયા હેય સાનના૨ હોય ચિત્તની અસાત્રિ દ૨૯૨વા ક૨ સાંસારિક આયોજનની સિદ્ધિ માટે પણ હર્ટ કરે તો તે અહિત૨ જનતે ન.જહુ છે તેનો અંતિમ આરાય તો શેર કરવાનો જ છે. આ ઉદરોકત કારન અહજા, અજાણ્યદલપેક્ષાવાળા, સુશ્ચિત કલબ ? ઉદાહો છો. તારા રોક સુબો માટે શત હનુષ્ઠાન વિશ્વનુષ્ઠાન અને અનુષ્ઠાન કોરિન હોઈ જૈનશાસ્ત્રકારો તેને . ' તરીકે ગણવે છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ સાલર્ટસ અશુનાશક વગેરે જેનું નિકંતિ મુકિતના અરજન્ય અદલ સહિત આજ જાહેર હતું અનુષ્ઠાન તે સહુ નાનું અનુષ્ઠાન બને છે. આ રીતે સહિત સુખ સવાનો પવિત્ર અરથ યાત્રા અને હિમેશ એ છોના હૃદયમાં સુખ ૨ વૈયા નષ્ટ થઈ સુકતને ઉત્કૃષ્ટ ૨ણ પ્રગટે તે રીતે કેવલપિતહર્સની પ્રવૃત્તિ ક૨વાનો ઉ૮ ક૨ો છે” ૨૪૩ ન યાદ ૧૨ બુધવાર વિજય અ6િ - જમના- હુંબઈ મ્બિ નનનનુnt_ leg 71, freigel અs બ દર જ . “જન અને દિવ્યદર્શન'માં સુકવાની નેહરુ ‘ઈષ્ટફલસિદિ' તથા “દેરાના પદધતિ'યે ઉદેશકોને શાસ્ત્રાનુસારી માર્ગદર્શન : # જિનશાસનની દેના ઇશ્વરિ અંગે તથા પ્રટેન (“જચવાચા.)સુત્રોના “ઈસ્ટ ફલ સિદિ'પદના ૫૨ર્થ સંબં,ઉપદેશ મહાત્મા ને તો તાિલ્સ વધુને શાસ્ત્રી. ર્ગદર્શન આ તો એક નિર્ણ, નિર્ણયની જાચે સહી ક૨ના૨ બંજે પુણ્યવરોન સુચનાનુસાર પ્રગટ કરીએ છીએ. સં. ૭. ૮ તા. ૨બ૦-વિકાર sak 4644 Page #105 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧૩ન૮ &દરે ૨૮૦૦ પાલન, ઉપાશ્રય, ૪૨, જમનાદજાહેર જશે, વ૮૯૮૦ સંબઈ. જ•••• ૪૨૨૮૪ ૨૪ સૂરિલ રાચ્છાધિપતિ આન્ટ અતિ પ૨સાદ ૨૨૫ એ આચરી અટક જ રકન્ટ૮૨જી મહારાજ ત૨૪૪ નિહિં ગણાત અથર્ટa જિ.જુનનુ સુઝિ/ – અરજી અશ્વિરિયર - - ettist Arterit e rmoy, ardile Real અનુરન્દના સુખાતા સાથે જણાવાનું કે આ સૂકાઇ છેલ્લા છ વખ,કેશન પર તટ ઈટ દરિવિ’ Kદના ૪૨ અબજો કર્જતા તકોનું વિશ્વ૨ણ ૯૦૦ ચનં તે નિર્ણય૨ કલા બની ન થ૮ ૨છે. ccરી જણ મટે 8 છે. હેચ જશવબ૮ જિલણ છે. ૨ત્રી ઉજજવળ આરાધના અ૦િ૦૮ . હિસાળ બની અને હાલ સ્ટોર ની ૨૦-રુકિતને અંબે હજી મન એ જ એની એa સદા માટેની અણહિલ્લજી, દ. મોદીના વંદ૯/અનુવંદન. Page #106 -------------------------------------------------------------------------- ________________ મુદ્રક : જીતુ શાહ (અરિહંત) 687/1, છીપાપોળ, કાલુપુર, અમદાવાદ-૧.