________________
અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ ભૌતિક આવશ્યકતા ઊભી થઈ છે તે મારે તો પ્રભુભક્તિ જ આધારભૂત છે- એ જ મારા મનોરથને પૂરશે” . આવો વિચાર ધરાવે તો એ, એનો શુભ આશય જ છે, મલિન આશય નહીં અને તેથી આવા શુભ આશયથી કરેલા ધર્મના પ્રભાવે પ્રાપ્ત થનાર અર્થ-કામ પાપ જ કરાવે એમ કહી શકાય નહીં.
વળી શ્રદ્ધાપૂર્વક કરેલું ધર્માનુષ્ઠાન ઉત્તરોત્તર શ્રદ્ધાને પ્રબળ બનાવે છે ને એના પ્રભાવે અર્થ-કામની ઇચ્છા મોળી પડતી આવે છે, જેથી પછી નિરાશસભાવે ધર્મ થાય છે. આ વાત તપપંચાશક વગેરે ગ્રન્થોના અધિકારથી આગળ સ્પષ્ટ થશે. એટલે આ રીતે કરાતો ધર્મ પણ અકર્તવ્ય નથી જ. બેશક, નિરાશં ભાવ તો ખૂબ ઊંચો છે જ, પણ એટલા માત્રથી, અર્થ-કામ સ્વરૂપ ઇષ્ટની પ્રાપ્તિના સચોટ ઉપાય તરીકે ધર્મને જ જોવાના શ્રદ્ધાભાવને મલિન કે અશુભ કહી શકાય નહીં, કે એના પ્રભાવે મળતા અર્થ-કામ પાપ જ કરાવે એમ કહી શકાય નહીં.
વળી, બીજી એક વાત ‘અર્થ-કામની ઇચ્છાથી ધર્મ તો કરાય જ નહીં' આવો નિષેધ કરવામાં આ છે કારણ આપવામાં આવે છે કે, “એ ધર્મથી એને અર્થ-કામ મળશે ને તેથી પછી એ પાપ કરશે’ એ કારણ પણ વિચારણીય છે.
આવશ્યક અર્થ-કામની પ્રાપ્તિના ઉપાય તરીકે કરાતા ધર્મને ભૂંડો સમજીને જો આચરવામાં નહીં આવે તો, બાકીના ઉપાય તરીકે તો કોઈ પણ પાપપ્રવૃત્તિ જ રહેશે. કારણ કે આપણી મન-વચન-કાયાની કોઈ પણ પ્રવૃત્તિ ક્યાં તો ધર્મરૂપ હોય છે ત્યાં અધર્મ સ્વરૂપ હોય છે. જે પ્રવૃત્તિ ધર્મસ્વરૂપ ન હોય તે અધર્મપાપ સ્વરૂપ જ હોય -- આમાં ત્રીજો કોઈ વિકલ્પ નથી. વળી, આજીવિકા વગેરે આવશ્યક ચીજ માટે કાંઈક ને કંઈક ઉપાય તો અજમાવવો જ હોય છે. તો એ ઉપાય તરીકે જો ધર્મ ન અજમાવવાનો હોય તો આરંભ-સમારંભ વગેરે સ્વરૂપ અધર્મ જ અજમાવવાનો રહેશે. એટલે આ તો ઊલમાંથી ચૂલમાં પડવાનું થયું. ભવિષ્યમાં પાપ થવાના ભયથી તમે ધર્મ કરવાનો નિષેધ કર્યો ને એને વર્તમાનમાં જ પાપમાં જોડવાનું થયું.
માટે, ઉપર કહ્યા પ્રમાણે, પ્રબળ શ્રદ્ધાયુક્ત ભાવ હોવાના કારણે, એ ધર્મથી જે અર્થ-કામ મળશે એનાથી તો પાપ થવાના નથી. પણ, વર્તમાનમાં પણ પાપથી બચવા મળે છે. તેથી, શાસ્ત્રકારો અને (એમને અનુસરીને) અમે આ કહીએ છીએ કે અર્થ-કામની ઇચ્છાથી પણ ધર્મ જ કરવો જોઈએ.”
બાકી, “અર્થ-કામની ઇચ્છા હોય તો ધર્મ જ કરવો જોઈએ - આવા ઉપદેશવચન ને અનુસરીને કોઈ ધર્મ કરે, અર્થ-કામ પામે, એના દ્વારા પાપો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org