________________
કોઇ જ અનુચિત પ્રદ્ધતિ મેં અપનાવી નથી. પક્ષપાતશૂન્ય વાંચકને આ વાતની પ્રતીતિ ઠેર ઠેર થશે, ને વાસ્તવિક સમાધાનો મળ્યાંનો આનંદ થશે.
છેલ્લે, દરેક જિજ્ઞાસુને હું, બીજા કોઈ જ ભાવને મનમાં લાવ્યા વિના, માત્ર કરુણાભીના દિલે એક વિનતિ કરું છુ કે એકદમ મધ્યસ્થભાવે ધ્યાનપૂર્વક આ વિચારણાઓને વાંચશો... ‘અમે જે વિચારતા આવ્યા છીએ, માનતા આવ્યા છીએ, પ્રરૂપતા આવ્યા છીએ.... એને હવે શી રીતે છોડી શકાય ?' આવા કોઈ જ ભાવોને.... હું એકદમ હાર્દિકભાવે અપીલ કરું છું, કે વચ્ચે લાવશો નહીં, માત્ર આત્માને.... પરલોકને.... પુણ્ય-પાપને અને મોક્ષપ્રાપ્તિને જ નજરમાં રાખશો. છેવટે, પોતાની માન્યતાઓ કરતાં પણ ‘આત્મા’ જ વધુ મહત્ત્વનો છે. આ વાતને સતત નજર સામે રાખવી અત્યંત આવશ્યક છે. માન્યતાને સાબૂત રાખવા માટે આત્માને ગુમાવી દેવાનું વલણ એક ભયંકર જુગાર થઈ પડે છે. આવા જુગારમાં ફસાઈ ન જવાય એ માટેની સાવધાની રાખવાની દરેક આત્મહિતેચ્છુને પુનઃ પુનઃ ભલામણ કરું છું...
૪
"
પોતાને જે જે પ્રશ્ન ઊઠતા હોય-ઊઠ્યા હોય... તેના શાસ્ત્રાધારપૂર્વક તર્કપૂર્ણ ઉત્તરો મળે.. એ ઉત્તર પોતાને પણ જચતો લાગે. ને તેથી પોતાની માન્યતાઓ અંગે શંકાઓ ઊભી થવા માંડે, એ માન્યતાઓ ગલત હોવી ભાસવા માંડે... અને એ જ વખતે.... નહીં, નહીં... આ તો મારી માન્યતા ઊડી જશે... આવા કોઈ ભાવના કારણે, એ જચતા ઉત્તર અંગે પણ, ‘આના પર કંઈક પ્રશ્ન તો ઊઠાવવો જ પડશે, નહીંતર આ સમાધાન સ્વીકારી લેવું પડશે... ' આવા કોઈ વિચારપ્રેરિત મારી-મચડીને કુતર્કરૂપ નવો પ્રશ્ન ઊઠાવવો... એ માટે વિવક્ષિત શાસ્ત્રપાઠનો જેવો અર્થ આજ સુધીમાં ક્યારેય પ્રતીત થયો નહોતો એવો તાણીતુસીને અર્થ કરવો.... ને એ રીતે સત્યતત્ત્વના નિર્ણયને રુંધવો... આવી બધી વૃત્તિને જ્ઞાનીઓ દષ્ટિરાગ કહે છે. કામરાગ અને સ્નેહરાગથી પણ અત્યંત ભયંકર એવા આ ષ્ટિરાગથી બચવા સહુ કોઈ પ્રયાસ કરો અને એમાં સફળતા પામો એવી મંગલકામના હું વ્યક્ત કરું છું...
શાસ્ત્રપાઠોમાં અને એનો અર્થ કરવામાં ઘણી ગરબડ કરનાર વ્યક્તિઓ પર પણ દ્વેષબુદ્ધિ, તિરસ્કારભાવ કે દુર્ભાવ ન આવી જાય, એની આ લખાણ દરમ્યાન પૂરેપૂરી કાળજી રાખી છે ને તેમાં હું, દેવ-ગુરુની અચિન્ત્યકૃપાએ ઘણુંખરું સફળ બન્યો છું. તેમ છતાં, કેટલાંક સત્યો કડવા હોય છે. એટલે તેની રજુઆત કોઈના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org