________________
ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ મહારાજે ૩જો તમે ધનઋદ્ધિને ઇચ્છો છો, જો તમે ગુણપ્રાપ્તિને ઇચ્છો છો, જો તમે જગતમાં સુપ્રસિદ્ધિને ઇચ્છો છો તો શ્રીજિનેશ્વરદેવોની પ્રતિમાઓની સુગંધી દ્રવ્યો વડે ગંધપૂજા કરો” વગેરે જે ઉપદેશ આપ્યો છે તે સમુદ્રદત્ત સહિતના નગરલોકો સમક્ષ આપ્યો છે.
* “અર્થ-કામના ઉપાય તરીકે ધર્મ દર્શાવવો કે આચરવો એમાં ધર્મની આશાતના છે, એવો ધર્મ નિયાણારૂપ બને છે, એ વિષાનુષ્ઠાન બને છે..” વગેરે વગેરે પણ જે કહેવાય છે તે બધી વાત પણ ખોટી જાણવી, કારણ કે જો એવું હોત તો ગીતાર્થ ગુરુભગવંતે એ ઉપાય તરીકે ધર્મને જે દર્શાવ્યો છે તે દર્શાવત નહીં.
પ્ર-૭ તમે ડોક્ટર-દવા વગેરેની જે વાત કરી એમાં, ડૉક્ટર અને દર્દી બન્ને જાણતા હોય છે કે દવા રોગનાશ-આરોગ્ય પ્રાપ્તિ માટે જ લેવાની હોય. એમ પ્રસ્તુતમાં પણ ધર્મ મોક્ષ માટે જ કરાય” એવી જાણકારી તો બન્નેની હોવી જોઈએ ને ?
ઉ-૭] તમે કહી એ જાણકારી ડૉક્ટરને તો ચોકકસ હોય જ છે. પણ દર્દી માટે એવો નિયમ આવશ્યક નથી, કારણકે કેટલીકવાર દર્દીને દર્દની ખબર ન હોવા છતાં ને તેથી એ નાબુદ કરી આરોગ્ય પ્રાપ્તિની કલ્પના ન હોવા છતાં પણ કરુણાસંપન્ન ડૉક્ટર જે એ રોગને પરખી જાય તો એને દવા આપે પણ છે જ. રોગ - એની ભયંકરતા વગેરે કાંઈ ન સમજતું નાનું બાળક ઈનકાર કરતું હોવા છતાં પરાણે પણ એને દવા પીવડાવી દેવાતી નથી શું ?
પ્રિ-૮] “અર્થ-કામની ઇચ્છા હોય તો પણ ધર્મ જ કરવો જોઈએ” ઇત્યાદિ તમારું જે વિધાન છે એને કોઈ શાસ્ત્રાધાર છે ખરો ?
[૬૮] “જો તમે ધનશુદ્ધિને ઈચ્છો છો. તો ગંધપૂજા કરો'એવો મનોરમા કથાનો અધિકાર પૂર્વે દર્શાવી ગયો. એમ ઉત્તરાધ્યયનસૂત્રવૃત્તિમાં “અર્થકામાભિલાષિણાપિ ધર્મે એવ યતિતવ્યમ” (=અર્થ-કામના ઇચ્છુકે પણ ધર્મમાં જ ઉદ્યમ કરવો જોઈએ) આવી વાત આવે છે. આ જ રીતે અન્યત્ર પણ અનેક વિધાનો આવે છે.
પ્ર-૭ ગ્રન્થકારોનાં આવાં જે વચનો મળે છે એ ધર્મ કરવાની પ્રેરણા માટેના
३. जइ इच्छह धणरिद्धिं गुणसंसिद्धिं जयम्मि सुपसिद्धिं ।
तो गंधुद्धरगंधेहिं महह जिणचंदनिवाइं ॥२३६॥ मणोरमा कथा ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org