________________
૨૪
ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ
તેઓએ જો આ વાત મૂકી ન હોય ને પોતાની જ જાહોજલાલી થવા દીધી હોય તો તો એનો અર્થ એવો થાય કે ‘‘દેવદ્રવ્યની રક્ષા માટે પોતે ખૂબ જ કાળજીવાળા છે- એ માટે ગમે એવો સંઘર્ષ ખેલવા તૈયાર છે- પોતે જ દેવદ્રવ્યની રક્ષા કરનારા છે’’ વગેરે વાતો માત્ર બોલવા માટે ને છાપાઓમાં છપાવવા માટે જ છે. બાકી એમના દિલમાં દેવદ્રવ્યનું કોઈ જ મહત્ત્વ નથી... મહત્ત્વ પોતાની જાહોજલાલીનું જ છે... લોકોના પૈસા દેવદ્રવ્યની ભરપાઈ તરફ વળી જાય તો તો પોતાની એટલી જાહોજલાલી ઓછી થાય ને...? આવી ગણતરીથી એમણે જાણવા છતાં, એ અંગે પ્રેરણા નહીં કરી હોય.
લોકો જ કહેતા કે અમારી આ કલ્પનાને સાચી માની શકાય ? જો સાચી ન હોય તો એનો અર્થ એવો કરવો પડે કે તેઓ આ અંગે જાણતા જ નહોતા. ને તેથી ટ્રસ્ટીઓએ જે જાહેરાત કરી કે “અમે પૂ.આ.શ્રી રામચન્દ્ર સૂ.મ. ને જીવદયામાં લઈ જવાની વાત કરેલી...'' વગેરે... એ જાહેરાત ખોટી હતી, માત્ર પોતાના બચાવ માટે- લોકોને ઠગવા માટે કરેલી હતી.
આવી દલીલ કરીને લોકોએ તો ટ્રસ્ટીઓની એ જાહેરાત પર વિશ્વાસ મૂક્યો ન હતો. વળી લોકો આ પ્રસંગને બીજી રીતે પણ વિચારે છે
ટ્રસ્ટીઓએ એ ઉછામણીઓ જીવદયામાં લઈ જવાનો જે નિર્ણય કર્યો હતો એ એવી પોતે પૂર્વે પણ ક્યારેક પ્રવૃત્તિ કરી હોય એના આધારે કે નવી જ પ્રવૃત્તિ શરૂ કરવા રૂપે ?
જો એ પ્રવૃત્તિ પૂર્વે પણ કરી હોય તો એનો અર્થ એ થાય કે એવી પરંપરા પહેલેથી જ હતી, ને બધા ટ્રસ્ટીઓ-કાર્યકર્તાઓ વગેરેને માન્ય હતી.
2.
જો એ નવી પ્રવૃત્તિ શરૂ કરવા રૂપ હતું તો એ વખતે એમણે પોતે માનેલા ગીતાર્થ ગુરુઓને પૂછ્યા વગર સ્વમતિથી કરેલું કે પૂછીને કરેલું ? “પૂછીને કરેલું' એવું જે માનીએ તો એનો અર્થ એવો થાય કે એમના માનેલા સુગુરુઓ પણ એ રકમ જીવદયામાં જઈ શકે એવું માનતા-કહેતા જ હતા.
અને જો એવું માનીએ કે તેઓએ પૂછ્યા વગર જ કરેલું.. તો એનો અર્થ એવો કેમ ન થાય કે “કાંઈ પણ નવું કરો તો ગુરુઓને પૂછીને-શાસ્ત્રાનુસારે કરો...’' આવું ભારપૂર્વક માર્ગદર્શન સામો પક્ષ જે આપે છે તે દુનિયાને દેખાડવા જ, પોતાના જ ગણાતા ટ્રસ્ટીઓ આવા માર્ગદર્શનને ક્યાં તો ગણકારતા નથી ને ક્યાં તો એ ટ્રસ્ટીઓને, ‘પોતાના માનેલા એ સુગુરુ ખરેખર શાસ્ત્રાનુસારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org