________________
અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ
૭૫
માર્ગદર્શન આપશે’ એવો વિશ્વાસ નથી, ને તેથી એમને પૂછવાનું આવશ્યક માનતા નથી...
આ બધી કલ્પનાઓમાંથી સાચી વાસ્તવિકતા કઈ એનો નિર્ણય લોકોએ જ કરવાનો રહે...
(ડ) સ્વ૦ પૂ.આ.શ્રી મુક્તિચન્દ્ર સૂ.મહારાજે સ્વર પૂજ્યપાદ ગુરુદેવશ્રી દ્વારા શ્રીલલિતવિસ્તરા મહાગ્રન્થના વિવેચનરૂપે લખાયેલા ‘પરમતેજ’- એક અજોડ ગ્રન્થ- ના બીજા ભાગની પ્રસ્તાવના લખેલી. આ પ્રસ્તાવનામાંથી, ‘“ભૌતિક ઇચ્છા હોય તો પણ ધર્મ જ કરવો જોઈએ” એવો ધ્વનિ સૂચિત થાય છે એવો લગભગ દરેક વાચકનો અભિપ્રાય ઘડાતો. (આ વાતને શ્રી કીર્તિયશવિ. મહારાજે પણ સ્વીકારી છે.)
શંકા સ્વ૦ પૂ. આચાર્યશ્રીએ આ જે પ્રસ્તાવના લખેલી એમાં એમના કથનનું હાર્દ એવું ન હતું.. ‘ભૌતિક ચીજ માટે ધર્મ ન કરાય' એવી જ એમની માન્યતા હતી. અને એમની પ્રસ્તાવનામાંથી પણ આવો અર્થ કાઢવો હોય તો કાઢી શકાતો હતો. એ માટે એના ગૂઢ હાર્દ સુધી પહોંચવું પડે. આ હાર્દ તેઓશ્રીએ ખુદ શ્રી કીર્તિયશ વિ. મહારાજ સાથેના તાત્ત્વિક વાર્તાલાપમાં ખોલેલું... ને એની માહિતી ખુદ શ્રી કીર્તિયશવિજય મહારાજે જ તેઓશ્રીના, કલ્યાણ માસિક તરફથી પ્રકાશિત થયેલા શ્રદ્ધાંજલિ ગ્રન્થમાં આપેલી છે. તો હવે તમે કેમ એમ કહો છો કે ભૌતિક ઇચ્છાથી પણ ધર્મ જ કરવાની વાત તેઓશ્રીએ લખેલી પ્રસ્તાવનામાંથી ધ્વનિત થાય છે.
-
સમાધાન - શ્રીકીર્તિયશવિ. મહારાજે આ વાર્તાલાપની માહિતી આપી છે ખરી.. પણ વિદ્વાનોને આ વાર્તાલાપની આખી વાત માત્ર સ્વકલ્પનાથી ઉપજાવી કાઢેલી ન હોય ? એવી શંકા પડે છે. આ માટે વિદ્વાન પુરુષો આવી દલીલ આપે છે
(૧) આવો વાર્તાલાપ થયાની વાત પણ, પૂ.આ.શ્રી ના સ્વર્ગવાસ બાદ પ્રકાશિત કરવામાં આવી છે.
(૨) એ લેખમાં શ્રીકીર્તિયશવિજય મહારાજે અનેકશઃ આવા ભાવનું જણાવ્યું છે કે - સંસારના સુખ માટે પણ ધર્મ થાય.. આવો અર્થ ઘણાને પ્રતીત થાય છે. એ સિવાય એનો બીજો અર્થ પણ શો થાય ? (અર્થાત્ ન થાય.) પોતે પણ એવો જ અર્થ કરેલો... ને તેથી એ અંગેનો ખુલાસો કરવાનું પણ વિચારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org