________________
ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ કરેલા પૂર્વાપર વાક્યોથી થાય છે. એમાં આગળ જણાવ્યું છે કે “પણ કદાચ શ્રાવકોની ગેરહાજરીની આ તકને ઝડપીને જ પતાવટ કરી લેવાના મૂડમાં આ.ભગ. હશે કે શું? ” વગેરે ને પછી જણાવ્યું છે “તે તે પ્રસંગે ઉપસ્થિત શ્રાવકભાઈઓ આજે પણ આ વાતનું ગૌરવ અનુભવે છે કે..” ઇત્યાદિ. પહેલાં શ્રાવકોની ગેરહાજરી જણાવી ને પછી ‘ઉપસ્થિત શ્રાવકો એમ જણાવ્યું...
જેમ છાબડીથી કયારેય સૂર્ય ઢંકાતો નથી. એમ આવું છાપી દેવા માત્રથી સત્ય પણ કયારેય ઢંકાતું નથી. આ હકીકતની પ્રતીતિ આ લેખ વાંચનાર તટસ્થ વ્યકિતને થયા વગર નહિ રહે.” આ છેલ્લું વાક્ય એ લેખમાં જે લખ્યું છે એ, એ લેખ માટે અક્ષરશ: સત્ય લાગે છે ને ?
ચોથું – એ લેખમાં, મુનિશ્રી શ્રાવકોની હાજરીમાં જ ચર્ચા કરવાનું ઇચ્છતા હતા... વગેરે જે વારંવાર જણાવ્યું છે એ પણ કેટલું સત્ય છે ? વગેરે વાતો, એ વખતે પૂ. આચાર્ય ભગવંત ને મુનિશ્રી વચ્ચે થયેલા પત્રવ્યવહારથી સ્પષ્ટ થઈ જશે. માટે હવે એ પત્રવ્યવહારના આવશ્યક અંશો જોઈ લઈએ
મલાડ
ભા.સુ.૭ પરમારાધ્ધપાદ પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય જગચ્ચન્દ્રસૂરીશ્વરજી મ.સા. તરફથી વિયાદિ ગુણોપેત મુનિશ્રી નયવર્ધનવિજ્યજી જોગ, અનુવંદના, સુખશાતા, શાતામાં હશો.
ગઈકાલે બાબુભાઈના ઘરે થયેલું તમારું વ્યાખ્યાન સાંભળ્યું. તેમાં કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થયેલા. સમયના અભાવે ત્યારે ખુલાસા ન પૂછાયા. નીચેની બાબતોના ખુલાસા કરવા યોગ્ય કરશો.
(આ પત્રમાં, ત્યારબાદ, મોક્ષના આશય વિનાની દ્રવ્યક્રિયાની કોડીની ય કિંમત નથી, મોક્ષનો આશય ન હોય એને દેરાસરના પગથિયાં ચડવાનો પણ અધિકાર નથી. વગેરે મુનિશ્રીનાં વિવાદાસ્પદ વિધાનો અંગે લખાણ છે.) મુનિરાજશ્રી નયવર્ધનવિજયજીના ઉત્તરના મહત્ત્વના અંશો -
ભા.વ.૧ મંગળવાર
રત્નપુરી ઉપાશ્રય. પ્રશાંતમૂર્તિ આચાર્યદેવશ્રી વિજય જગચ્ચન્દ્રસરીશ્વરજી મહારાજ તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org