________________
અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ
૨૯ તે નિયાણું કહેવાય છે. જ્યારે “અર્થ-કામની ઇચ્છાથી પણ ધર્મ જ કરવો જોઈએ.' આમાં તો પહેલાં અર્થ-કામની ઇચ્છા છે ને પછી ધર્મકરણી છે.
ટૂંકમાં, પહેલાં નિરાશસભાવે ધર્મ ને પછી ભૌતિક ઇચ્છા-માગણી હોય ત્યાં નિયાણાંનો દોષ લાગવાની વાત આવે, પણ પહેલાં ભૌતિક ઇચ્છા ને પછી એને ઉપાય તરીકે ધર્મ આચરણ હોય ત્યાં નિયાણું કર્યાનો દોષ લાગતો નથી. પ્રિ-૨૫ ઇચ્છા ધર્મકરણીની પૂર્વે હોય કે પછી, શું ફેર પડે છે ?
ઉ-૨૫ ઘણો. પહેલાં નિરાશ ભાવનો ધર્મ કર્યો છે એટલે કે એનાથી મોક્ષ મેળવવાનો હતો. એ મોક્ષની અવગણના કરીને કામ-ભોગાદિ માગવાનું થાય છે જે જીવને ઘણો નીચે ઉતારે છે. - જ્યારે પહેલેથી એવી આવશ્યકતાના કારણે અર્થ-કામની ઇચ્છા ઊભી થયેલી છે, એટલે સામાન્યથી સંસારી જીવ અર્થ-કામની પ્રાપ્તિ માટે આરંભ-સમારંભ કરવાનો હતો, એના બદલે હવે, એ આરંભ-સમારંભના પાપોને છોડીને ધર્મ કરી રહ્યો છે. આમ સારો વિકલ્પ અપનાવાઈ રહ્યો હોવાથી એ નિષિદ્ધ નથી.
કશું ન કમાનારો લાખ રૂા. કમાય એ પ્રગતિ છે, પણ વર્ષે પાંચ લાખ કમાનારો એ વર્ષે લાખ કમાય તો એ પીછેહઠ છે. એમાં પ્રથમ નિરાશંસ ભાવે ધર્મ કરનારો પછી ભૌતિક આશંસામાં પડે તો એ પીછેહઠ હોવાથી નિયાણું છે. પણ જેને અર્થ-કામની ઇચ્છા ઊભી થઈ જ ગયેલી છે એ હવે, “અર્થ-કામની ઇચ્છાથી પણ ધર્મ જ કરવો જોઈએ” એવા શાસ્ત્રવચનને અનુસરીને શ્રદ્ધાપૂર્વક ધર્મ કરવાની ઇચ્છા કરી રહ્યો છે તો એ પ્રગતિ સ્વરૂપ હોવાથી નિયાણું નથી જ.
નહીંતર તો, ‘જો તમે ધનઋદ્ધિને ઇચ્છો છો તો જિનપૂજા કરો' વગેરે જે ઉપદેશ પૂર્વાચાર્યોએ આપ્યો છે તે નિયાણું કરવાનો ઉપદેશ આપ્યો છે એવો તેઓ પર આરોપ મૂકવાનું થાય.
વળી, સાભિવંગ (= ભૌતિક ઇચ્છાવાળું) અનુષ્ઠાન ભૌતિક અપેક્ષાથી થતું હોવા છતાં બહુમાનપૂર્વક થતું હોવાના કારણે શુભ અધ્યવસાય જાગે છે જેના કારણે જીવ બોધિબીજ પામે છે. તથા આ તપના પ્રભાવે ભવૈરાગ્ય પણ પેદા થાય છે. માટે, ભૌતિક ઇચ્છાપૂર્વક કરાતું હોવા છતાં એ નિયામાં સ્વરૂપ બનતું નથી. આ પ્રમાણે તપપંચાશકમાં સ્પષ્ટ જણાવાયું છે.
પ્રિ-૨ "અર્થ-કામની ઇચ્છાથી પણ ધર્મ જ કરવો જોઈએ’ આવા વચનને ८. एएसु वट्टमाणो भावपवित्तीए बीयभावाओ ।
सुद्धासयजोगेणं अणियाणो भवविरागाओ ॥ पंचाशक १९-४१ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org