________________
૭૮
ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ મહાત્માઓના મહાવ્રતો શું ભાંગી ગયા હતા?
વળી આ જિજ્ઞાસાઓનાં સમાધાન(તૃમિ) આપનારાઓના ક્ષયોપશમની મંદતા પણ કેટલી કરુણાસ્પદ છે. માત્ર ત્રણ જ પૃષ્ઠોમાં મોટા મોટા ટાઈપમાં છાપેલા લખાણમાં પણ પૂર્વાપર વિરોધ થાય એવું લખે છે ને એ દોષને પકડી પણ શકતા નથી! પહેલાં (પૃ. ૬૦ પર) જણાવે છે કે અર્થપ્રાપ્તિના ઉપાય દર્શાવવામાં મહાવ્રતો દૂષિત થઈ જાય ને પાછળથી (પૃ. ૫૮ પર) જણાવે છે કે ઉપાયો દર્શાવવાનો શાસ્ત્રવિહિત ઉપદેશ આપે જ છે. (ત્રણ પેજનું મેટર પૃકાંક ૬૦, ૫૮, ૫૯ના વાંકા ક્રમે આપ્યું છે, સીધું ૫૮, ૧૯, ૬૦ના ક્રમે નહીં. આ પણ શું દિલની વક્રતાનું પ્રતિબિંબ હશે ? કે પછી, આડેધડ કરાયેલા પોતાના લખાણમાં દોષ તો હશે જ, તેથી વાંચક પાનાં આગળ-પાછળ કરવામાં વ્યસ્ત બની જાય ને દોષ પકડી ન શકે... આવી કલ્પના હશે ? કે પછી બીજું કોઈ કારણ હશે?) પૂ. ૫૮ પર તેઓ લખે છે કે xxx ધર્મગુરુઓ સંસારી જીવોને, અર્થકામની જરૂર પડે તો તે માટે બને ત્યાં સુધી અભ્યારંભી અને અલ્પપરિગ્રહી બનીને આજીવિકા માટે શકય તેટલા નિરવદ્ય ઉપાયોનું સેવન કરે અને તે પણ નીતિ આદિ ધમોને જાળવીને અને પોતાની નિત્યની આવશ્યક ધર્મપ્રવૃત્તિઓ સદાય નહિ તે રીતે કરે, આવા પ્રકારનો શાસ્ત્રવિહિત ઉપદેશ આપે જ છે. xxx
પહેલાં, અર્થપ્રાપ્તિના ઉપાયો દર્શાવે તો મહાવ્રતો દૂષિત થવાની વાત કરી, ને તેથી એ ઉપાયો દર્શાવાય જ નહીં એમ જણાવ્યું, ને હવે ધર્મગુરુઓ શકય એટલા નિરવઘ ઉપાયોનું સેવન કરવાનો ઉપદેશ આપે” એમ જણાવ્યું, આમાં પૂર્વાપરવિરોધ સ્પષ્ટ છે.
* અર્થ-કામ માટે પણ ધર્મ જ કરવો જોઈએ” એમ અમે શાસ્ત્રાનુસારે ધર્મનો ઉપાય દર્શાવીએ છીએ. તો શું ધર્મ એ નિરવઘ ઉપાય નથી ? ધર્મ સિવાય બીજો કયો નિરવધ ઉપાય છે એ મુનિશ્રીએ કેમ જણાવ્યું નહી? વળી, તેઓ આગળ લખે છે કે xxx એ શાસ્ત્રવિહિત ઉપદેશમાં પણ ધર્મગુરુઓ તો, આરંભની અલ્પતા, પરિગ્રહની અલ્પતા, ઉપાયોમાં નિરવઘતા, નીતિ આદિ ધર્મોની જાળવણી, આવશ્યક ધર્મ પ્રવૃત્તિઓને સીદવા ન દેવી - વગેરેમાં જ વિધાન હોય છે – એ વાત ખાસ લક્ષ્યમાં રાખવા જેવી છે. xxx
હવે, આના પર વિચાર કરીએ – ‘આરંભની અલ્પતાનું વિધાન એટલે શું? અલ્પ આરંભ કરવો તેનું વિધાન કે વધારાનો આરંભ ન કરવો તેનું ?' અલ્પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org