________________
અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ પ્રતીત થાય એવું જો સામો પક્ષ પ્રતિપાદન કરે છે, તો, સ્વ. આ.શ્રીરામચન્દ્રસૂ.મ.સાહેબે પણ દેવદ્રવ્યમાંથી પણ પૂજાની સામગ્રી ઉપકરણો વગેરે લાવી શકાય છે એવું જણાવતું જે પ્રતિપાદન વિચારસમીક્ષામાં કર્યું છે, કે જે સામાપક્ષની માન્યતાથી વિપરીત છે તે અંગે પણ સ્વ. આશ્રી રામચન્દ્રસૂરિ મ.ની એ ભૂલ હતી’ એવું જાહેરનામું સામો પક્ષ ક્યારેક બહાર પાડશે.
આ બધી બાબતો “સામાપક્ષની પ્રામાણિકતા છે કે નહી” એને જણાવવા સક્ષમ છે, એટલે વધારે બાબતો આપવાથી સર્યું.
પ્ર-૩૭ “જિનવાણી” પાક્ષિકના તા. ૧૫-૧૧-૯૩ ના અંકમાં જિજ્ઞાસા અને તૃપ્તિ’ વિભાગમાં ‘અર્થ-કામ માટે શું કરવું? ધર્મ જે’ આ વાતને ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કહી છે એનું શું ?
ઉં-૩૭ સત્ય વાતનો નિષેધ કરવાની ધૂન જ્યારે મગજ પર સવાર થાય છે ત્યારે માનવીએ કેવાં કેવાં હવાતિયાં મારવા પડે છે એનો આ જિજ્ઞાસાતૃમિ વિભાગનું લખાણ એ ઉત્તમ નમુનો છે. ' “ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ'; “અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ' આ બે વાક્યો વચ્ચે વિરોધ છે તો એમાંથી કયા વિધાનને શાસ્ત્રાનુસારી સમજવું ? આવી શંકા ઉઠાવીને એનો જવાબ એ વિભાગમાં આપવામાં આવ્યો છે. પણ એ જવાબ આપવામાં જરાય માધ્યથ્ય જાળવવામાં આવ્યું નથી એ સ્પષ્ટ છે. આ બે વચનો વચ્ચે પરસ્પર વિરોધ કેમ નથી ? એ વાત મેં સવિસ્તર તત્વાવલોકનસમીક્ષામાં નિરૂપેલી છે. પણ એના પર વિચાર કરતાં પણ આ મહાનુભાવો ડરે છે, એટલે એને સ્પર્શતા જ નથી ને પોતાના મનઘડત જવાબો લખી દે છે કે “અર્થ-કામ માટે પણ ધર્મ જ કરવો’ આ વાત શાસ્ત્રાનુસારી નથી. વળી એમાં લખે છે કે પાંચ મહાવ્રતધારી મહાત્મા અર્થ-કામના ઉપાયો બતાવી પોતાના ચોથા અને પાંચમા મહાવ્રતને અને તેના પરિણામ રૂપે સઘળાં મહાવ્રતોને દૂષિત કરે-ખંડિત કરે એવી પ્રવૃત્તિમાં પડે નહીં... વગેરે.
એમને પૂછીએ કે – “અર્થ-કામાભિલાષિણાપિ ધર્મ એવ યતિતવ્યમ” એવા શાસ્ત્રવચનોને અનુસરીને ‘અર્થ-કામના ઇચ્છુકે પણ ધર્મ જ કરવો જોઈએ” એ નિરૂપણ થાય છે તો એ શાસ્ત્રવચનાનુસારી કેમ નહીં ? વળી આવા શાસ્ત્રવચનો પણ પાંચ મહાવ્રતધારી મહાત્માઓએ જ કહ્યાં છે, તો શું તેઓના મહાવ્રતો દૂષિત થઈ ગયાં ? ન્યાયસંપન્નવૈભવ, ઉચિત વિવાહ વગેરેનું માર્ગદર્શન આપનારાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org