________________
અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ
૮૩ બુદ્ધિએ જે ભંડોળ ઊભું કર્યું હોય એ દેવદ્રવ્ય સંબંધી આ વાત છે, ને એમાંથી પછી પૂજા વગેરે થાય એમ તો અમે પણ કહીએ જ છીએ. એટલે જ તો 'જિનવાણી” પાક્ષિકના એ અધિકારમાં અમે આ પણ જણાવ્યું છે કે “આજે પણ અનેક સંઘોમાં આવા પ્રકારના પ્રભુભક્તિના નિમિત્તના ભંડોળ દ્વારા તે તે ભાગ્યશાળીઓ તરફથી તે તે દિવસોમાં પૂજા, આંગી, પ્રભાવના, ઉત્સવ, મહોત્સવ, રથયાત્રા આદિ કાર્યો સુંદર પ્રકારે થયા કરે તેવી વ્યવસ્થા દરેક સંઘોમાં ચાલુ જ છે. એ જ રીતે પોતાની નિત્યપૂજાની કરણી માટે શ્રીજિનભક્તિના ભંડોળમાં પોતાનો યથાયોગ્ય ફાળો નોંધાવી સ્વદ્રવ્યથી પૂજા કરવાનો લાભ વિવેકી શ્રાવકો લઈ રહ્યા છે.”
એટલે, પ્રભુભક્તિનાં પોતાનાં કર્તવ્યો સારી રીતે થઈ શકે એ માટે ઊભા કરેલા ભંડોળ રૂપ દેવદ્રવ્યની આ શાસ્ત્રપાઠોમાં વાત છે, ને એમાંથી પૂજા-મહોત્સવ વગેરે થઈ શકે એનો ઈનકાર તો અમે પણ કરતા નથી જ. પણ અષ્ટપ્રકારી પૂજાના ચઢાવા વગેરે ઉછામણીથી પ્રાપ્ત થયેલ દેવદ્રવ્યથી એ કરવાનો જ અમે નિષેધ કરીએ છીએ.
ઉ. 'જિનવાણી” પાક્ષિકમાં કેવી પૂર્વાપરવિરુદ્ધ વાતો આવ્યા કરતી હોય છે એનો આ પણ એક વધુ ઉત્તમ નમુનો છે. એ જ અંકના એ જ ૨૨૭ મા પૃષ્ઠ પર પ્રથમ કોલમમાં જે જિજ્ઞાસા-તૃપ્તિ છે કે જેના પર હમણાં જ આપણે વિચારણા કરી ગયા.) તેમાં તમે જણાવ્યું કે “સતિ હિ દેવદ્રવ્ય...' ઇત્યાદિ શાસ્ત્રપાઠો દેવદ્રવ્યની વ્યવસ્થા જગાવનારા છે, શ્રાવકના પોતાના કર્તવ્ય રૂપ જે પૂજા-મહોત્સવ વગેરે છે તે પૂજાવિધિ અંગેના નથી.. ને હવે જણાવો છો કે આ શાસ્ત્રપાઠો, શ્રાવકોએ પોતાના પૂજા-મહોત્સવ વગેરે કર્તવ્યો સારી રીતે થયા કરે એ માટે ભંડોળરૂપે અવધારણબુદ્ધિથી દેવદ્રવ્ય એકઠું કરવું જોઈએ -ને એમાંથી સારી રીતે પૂજા વગેરે કાર્યો કરતા રહેવું જોઈએ એમ પૂજાવિધિ જણાવનારા છે.
હવે, જો ખરેખર પાપભીરુતા-શાસ્ત્રવિપરીતભાષણનો ડર વગેરે હોય તો આવા પૂર્વાપરવિરુદ્ધ નિરૂપણોનું જાહેરમાં મિચ્છામિ દુક્કડમ્ દઈને પોતાના ઘોર અંહિતથી અટકવું જોઈએ.
શાસ્ત્રવિપરીત વાતનો તંત પકડાયા પછી કેવા કેવા હવાતિયાં મારવા પડે છે એનો અને જિનવાણી” પાક્ષિકમાં કેવી ગરબડવાળી વાતો આવે છે એનો એક અન્ય પણ અધિકાર જોઈ લઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org