________________
ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ
‘પરદ્રવ્યથી કે દેવદ્રવ્યથી જિનપૂજા થઈ ન જ શકે' એવી શાસ્ત્રવિરુદ્ધ વાત પકડનારા પૂર્વપક્ષને ઘણા સુશો આ પૂછતા હોય છે કે ‘તો પછી તમે તમારા માર્ગદર્શનવાળા દેરાસરોમાં પણ શા માટે કેસર વગેરે સામગ્રીની ઉછામણી વગેરે બોલી સગવડ કરાવો છો ?
૮૪
આ પ્રશ્નનો યુક્તિસંગત કોઈ જવાબ ન હોવાથી કેવો ઉડાઉ જવાબ જિનવાણી પાક્ષિકમાં આપ્યો છે તે વિચારી લઈએ.
એમાં જણાવ્યું છે કે xxx અનેક કારણોસર જેઓ પૂજાદિની સામગ્રી રોજ લાવી ન શકતા હોય તેઓ દેરાસરમાં તૈયાર રખાયેલી જેટલી સામગ્રી વાપરે .તેટલું દ્રવ્ય કે તેનાથી અધિક તે ભંડારમાં નાખી તેને સ્વદ્રવ્ય બનાવી સ્વદ્રવ્યથી પ્રભુપૂજા કર્યાનો આનંદ અનુભવે તે માટે એ (સામગ્રી) મૂકાવે છે xxx
‘જિનવાણી’ પાક્ષિકના વાંચકોને એક સૂચના કરવાનું મન થાય છે - દેરાસરમાં રખાયેલા કેસર વગેરેથી પૂજા કરનારા બધા જ (કે મોટા ભાગના પણ) શ્રાવકો એટલી રકમ ચૂકવવા રૂપે એ ભંડારમાં નાખતા હોય એવું કેટલે ઠેકાણે જોવા મળ્યું ? જો એ જોવા નથી મળતું, તો આ પૂછવું જોઈએ કે - અમારી સાથે આ ઠગાઈ શા માટે ?
વળી આવો જવાબ આપનારા એમને આ પણ પૂછવું જોઈએ કે
(૧) જો શ્રાવકો જેટલી સામગ્રી વાપરે એટલું કે તેનાથી અધિક દ્રવ્ય ભંડારમાં નાખી દે છે તો દરવર્ષે ચઢાવા શા માટે બોલાવો છો ? કારણ કે પૂજકો રકમ ભંડારમાં નાખી દેતા હોવાથી બીજા વર્ષે તો એ રકમ સામગ્રી માટે ઉપલબ્ધ જ હોવાથી ઉછામણી બોલાવવી વ્યર્થ થઈ જાય.
(૨) કેસર વગેરે સામગ્રીના જેઓ પાંચ-દસ હજાર રૂપિયા બોલે છે ને તેથી પ્રભુપૂજામાં વપરાનાર કેંસરનો લાભ લેનાર તરીકે એમનું જે નામ આવે છે એ મોટું જુઠાણું કહેવાશે, કારણ કે શ્રાવકોએ જે કેસર વાપર્યું છે એનું દ્રવ્ય ભંડારમાં નાખીને એ કેસરને તો સ્વદ્રવ્ય જ બનાવી દીધું છે. અર્થાત્ પૂજામાં વપરાયેલું તે કેસર તો તે તે પૂજક શ્રાવકનું પોતાનું જ છે. આ પાંચ-દસ હજાર રૂપિયા બોલનાર શ્રાવકનું નહીં...
(૩) તથા ભંડારમાં એટલી રકમ નાખી દેવા માત્રથી જો એ (દુકાનેથી પૈસા આપીને ખરીદવાની જેમ) સ્વદ્રવ્ય બની જતું હોય તો તો કોઈ શ્રાવક એટલી કે અધિક રકમ નાખી લઈ કેસર લઈ ઘરે કેસરિયા દૂધ કરીને પીવા ચાહે તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org