________________
અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ'
૪૭ માટે પહેલેથી એને એ રીતે તૈયાર કરો- કદાગ્રહી બનાવી ધો...' વગેરે અમારો મુદ્રાલેખ નથી.
એક ખુલાસો કરી દઉં. તત્ત્વનિર્ણય માટેની આ વિચારણામાં ક્યાંય કર્કશ ભાષા ન આવી જાય, કોઈને આઘાત લાગે એવા શબ્દો ન આવી જાય એવી બધી કાળજી લેવાનો પ્રયાસ કર્યો છે, પણ કેટલાક પ્રશ્નો એવા હોય છે, કે જેનો વાસ્તવિક જવાબ આપવાનો જો પ્રયાસ કરાય, તો ગમે એટલી સૌમ્યભાષા વાપરો, એ જવાબ જ કેટલાયને આઘાતજનક લાગે. પ્રસ્તુતમાં પણ એવું જ કંઈક થવાની દહેશત છે, ને તેથી, પહેલેથી જ, કોઈને પણ આનાથી દુઃખ થાય તો તેનું મિચ્છામિ દુકકડમ્ દઈ દઉં છું. આમ તો એમ થાય કે, આવા પ્રશ્ન ને એના જવાબ જ ટાળી દેવા જોઈએ, પણ છતાં ટાળી શકાતા નથી, કારણ કે ઘણા જિજ્ઞાસુઓ આવો પ્રશ્ન કરતા હોય છે.
સામા પક્ષની વાતો સાંભળીએ ત્યારે એમની વાતો સાચી લાગે છે, એટલે કે અમારી વાતો શાસ્ત્રવિપરીત હોય એવું લાગે છેઆવું થવાનાં કારણો વિચારીએ
સૌથી મહત્ત્વનું વ્યાપક કારણ એ છે કે ચર્ચા વિચારણા માટે સામા પક્ષમાં પણ પ્રામાણિકતા-નિર્દભતા હોવી જોઈએ. એ એમનામાં છે કે નહીં એનો નિર્ણય હું વાંચકો પર છોડી દઉં છું. આ નિર્ણય માટે નીચેના મુદ્દાઓ વિચારવા
(૧) નિર્દન્મ - પ્રામાણિક વાદી શાસ્ત્રપાઠીમાં કાપકૂપ કરે નહીં. ફેરફાર કરે નહીં કે શાસ્ત્રપાઠ અધૂરો રજૂ કરે નહી. સામા પક્ષની કેટલીક વાતો વિચારી લ્યો...
(અ) નવાંગી ગુરુપૂજનનું સમર્થન કરવા સામા પક્ષે એક પુસ્તિકા બહાર પાડી છે “શાસ્ત્રદષ્ટિના દર્પણમાં ગુરુપૂજન” નામની આ પુસ્તિકામાં આચારાંગ નિર્યુકિતનો જે પાઠ આપ્યો છે તેમાંથી “યુપ્રધાનના' શબ્દને ઉડાડી દેવામાં આવ્યો છે. આ શબ્દ પ્રીન્ટીંગ મિસ્ટેકથી રહી ગયો છે એવું નથી, કારણ કે એ પાઠનો અર્થ કરવામાં પણ એટલો અંશ ત્યજી દેવાયો છે. સામાન્યથી કોઈપણ મહાત્માનું પ્રતિદિન પૈસા વગેરેથી ગુરુપૂજન કરવું એ શ્રાવકનું શાસ્ત્રવિહિત કર્તવ્ય છે.” એવું તેઓએ જે સિદ્ધ કરવું છે કે, આ યુગપ્રધાનાનાં' શબ્દ સહિતનો શાસ્ત્રપાઠ તો સિદ્ધ કરી શકતો જ નથી, કારણ કે એમાં તો યુગપ્રધાનોના ગુરુપૂજનની જ વાત છે. તે છતાં તેઓએ એ શાસ્ત્રપાઠ પોતાની માન્યતાના સમર્થનમાં આપવો તો છે જ. “એટલે શાસ્ત્રપાઠ પર કાતર ચલાવીને યુગપ્રધાનાનાં શબ્દ જાણીબુઝીને ઉડાડી દીધો” આવી કલ્પના શું વિદ્વાનોને ન આવી શકે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org