________________
૫૪.
ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ જીવોના અનુષ્ઠાનોને હેય જણાવી નિષેધ કર્યો જ છે ને ?
તેમજ તે લખાણના પ્રથમ ફકરામાં જણાવ્યું છે કે “સંસારબંધનથી છૂટી મોક્ષ પામવા માટે શ્રીજિનેશ્વદેવોએ શુદ્ધ ધર્મતીર્થની સ્થાપના કરી છે. આલોક પરલોકના સુખ માટે પણ ઉપાયભૂત આ શુદ્ધ ધર્મ છે.” તથા, “રાજમાર્ગ તો એકમાત્ર સંસાર બંધનથી છૂટી મોક્ષ પામવા માટે આરાધના કરવાનો છે.” આ બધું તમે નથી જણાવતા, એટલે મનમાં શંકા પડે છે. | સમાધાન • અમે કશું ઉડાડવા માગતા નથી ભાઈ મારા ! માટે તો દિવ્યદર્શનમાં એ આખું લખાણ પ્રગટ થઈ ચૂકયું છે. તથા તત્ત્વાવલોકનસમીક્ષા પુસ્તકમાં પણ એ છપાઈ ગયું છે. ને આ પુસ્તકમાં પણ છેલ્લે એ આખું લખાણ છાપેલું જ છે. • મુક્તિ પ્રત્યે દ્વેષવાળા-કદાગ્રહી અભવ્યાદિ જીવોનાં અનુષ્ઠાન હેય હોય જ છે. પણ તીવ્રભવાભિળંગવાળા જીવો તો ઉપદેશાદિને યોગ્ય જ હોતા નથી. એટલે શાસ્ત્રમાં ઉપદેશાદિ રૂપે જે વાત હોય તે અપુનર્બન્ધકાદિ અવસ્થા પામેલા જીવો વિશે જ હોય છે. એવા જીવોએ ભૌતિક અપેક્ષાથી કરેલું અનુષ્ઠાન વિષાનુષ્ઠાન જ હોય ને તેથી હેય જ હોય, એમ કહેવાય નહીં. એટલે એને નિષિદ્ધ ન માની લેવાય.
અને શ્રી તીર્થંકરદેવોએ તીર્થની સ્થાપના જીવોને મોક્ષમાં પહોંચાડવા માટે જ કરી છે વગેરે વાતો તો અમને પણ માન્ય છે જ. આ વાત આ પુસ્તકના પ્રારંભે જ આવી ગઈ છે, તો પછી શા માટે અમારે ઉડાડવી પડે ?
આમ, પોતાની માન્યતાઓનો છેદ ઉડી જતો હોવાથી તેઓએ એ અંતિમ ફકરા સિવાયનું ઉપરનું બધું લખાણ ઉડાડ્યું હોય એવી પૂરેપૂરી શક્યતા છે. ને આ જ કારણસર, નિશ્ચિત થયું હોવા છતાં, વર્ષો સુધી એ લખાણ જિનવાણી' પાક્ષિકમાં છપાવ્યું નહીં હોય એ પણ પૂરેપૂરું સંભવિત છે.
શંકા - વર્ષો સુધી આ લખાણ નથી છપાવ્યું એનો ખુલાસો તો “જિનવાણી' પાક્ષિકમાં તેઓએ કર્યો જ છે ને કે - તાત્વિક ચર્ચામાં જય-પરાજયની ભાવના હોવી ન જોઈએ. તે છતાં હજુ તો સહી સૂકાઈ નથી, ત્યાં જ આ આખા લખાણનો જય-પરાજયના અભિગમથી પ્રચાર થવા લાગ્યો. એ લખાણ પરથી તમે, તમારી માન્યતા સાચી હતી, તમારા પક્ષનો વિજય થયો છે વગેરે પ્રચાર કરવા લાગ્યા. ને ‘અર્થ-કામની ઇચ્છાથી પણ ધર્મ જ કરવો જોઈએ.' ધર્મ ન કરાય તો શું અધર્મ કરાય ?' વગેરે નિરૂપણ પણ ચાલું રહ્યું. એટલે આ
ગમથી 2 શાનો વિવ એટલે આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org