________________
અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ
• વળી એ પુસ્તિકાના ઉપર આપેલા લખાણમાં લેખકે જે, xxx તે પાઠ વસ્તુતઃ પૂર્વાપરના અનુસંધાનથી શૂન્ય છે. xxx તથા xxx આ વાત, એ જ ગ્રન્થમાં વર્ણવેલા પ્રવર્તકત્વના સ્વરૂપનું અનુસંધાન કરવાથી સારી રીતે સમજી શકાય છે xxx આ બે વાતો જણાવી છે તે અંગે લેખકને એ પૂછવાનું કે જો તમને તમારું આ તારણ સાચું જણાતું હતું તો ધર્મપરીક્ષા ગ્રન્થના એ પૂર્વાપર અધિકારોના પાઠ આપવા પૂર્વક એમાં કેવા પ્રકારનું પ્રવર્તકત્વનું સ્વરૂપ વર્ણવેલું છે ને એનું કઈ રીતે અનુસંધાન કરવાનું છે વગેરે સ્પષ્ટ કરવું હતું ને ? એ બધું કર્યા વગર, ખાલી પોતાના વચન દ્વારા જ સ્વમાન્યતા ઠોકી બેસાડવી એ પોતાના વચન પર શ્રદ્ધા ધરાવનારા વર્ગની એ શ્રદ્ધાનો દુરુપયોગ જ છે ને ? શરણે આવેલા શ્રદ્ધાળુજીવોને શિરચ્છેદ કરવા કરતાં પણ જે વધારે ભયંકર કહેવાયું છે એવા પાપમાંથી બચવાની સબુદ્ધિ એમને મળો એવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ...
ટૂંકમાં, ગ્રન્થકાર ઉપાધ્યાયજી મહારાજે વિધિપ્રત્યયનું આ જ સર્વત્ર પ્રવર્તકત્વ છે વગેરે જણાવ્યું છે જ્યારે પં શ્રીચન્દ્રગુપ્ત મહારાજે એ વાતમાંથી ‘સર્વત્ર શબ્દ ઉડાડી દીધો છે જે શાસ્ત્રવચનોનો સ્પષ્ટ કહ છે.
(ઈ) વિ.સં. ૨૦૪૩ માં સ્વ.આ.શ્રી રામચન્દ્ર સુ.મ. અને સ્વ. ગુરુદેવ પૂજ્યપાદ આ.ભગવંત શ્રી ભુવનભાનુ સૂ.મ. ની સહી સાથે, ઘણી દીધચર્ચાને અંતે નિર્ણત થયેલ એક લખાણ “ઇષ્ટફળસિદ્ધિ તથા દેશના પધ્ધતિ વિષે ધર્મોપદેશકોને શાસ્ત્રાનુસારી માર્ગદર્શન” એવા મથાળા સાથે જાહેર થયેલું.
આના મથાળામાં જ શાસ્ત્રાનુસારી” શબ્દ રહેલો છે. એટલે બન્ને આચાર્ય ભગવંતોને એ આખું લખાણ શાસ્ત્રાનુસારી તરીકે અભિપ્રેત હતું એ સ્પષ્ટ છે. તેમ છતાં, સામા પક્ષવાળા, પોતાના શ્રદ્ધાળુ વર્ગને - 'જિનવાણી પાક્ષિકના વાંચકોને – કેવું કેવું સમજાવે છે તે જોઈએ –
તા. ૨૮-૮-૧૯૯૩ ના 'જિનવાણી” ના અંકમાં નીચે મુજબ લખાણ પ્રકાશિત કરાયું છે. -
xxx પ્રસ્તુત ચર્ચામાં કોની વાતનો સ્વીકાર થયો અને કોની વાતનો સ્વીકાર ન થયો એ વિવાદમાં ઉતરવા કરતાં કઈ વાતનો બન્ને પક્ષે સ્વીકાર કરાયો અને જે વાતનો સ્વીકાર કરાયો તે શાસ્ત્રાનુસારી છે કે નહિ એ જ વાત વિચારવી મહત્ત્વની છે. એ વાત બન્ને પૂ.આ. ભગવંતો વચ્ચે થયેલા લખાણના નિષ્કર્ષરૂપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org