________________
પર.
ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ લખાણના અંતિમ ફકરામાં જણાવી છે, જે નીચે મુજબ છે –
આ રીતે મુકિતસુખ પમાડવાનો પવિત્ર આશય હૈયામાં રાખી ધર્મોપદેશકોએ જીવોના હૃદયમાં સંસારસુખનો રાગ સર્વથા નષ્ટ થઈ મુકિતનો ઉત્કૃષ્ટ રાગ પ્રગટે તે રીતે કેવલિભાષિત ધર્મની પ્રવૃત્તિ કરવાનો ઉપદેશ કરવાનો છે.”
ઉપરનો નિષ્કર્ષ શાસ્ત્રાનુસારી છે તેમાં બેમત નથી. xxx “જિનવાણી” પાક્ષિક માં આવેલી આ વાત પર વિચાર કરીએ –
બન્ને આચાર્ય ભગવંતો વચ્ચે જે દીર્ઘચર્ચા ચાલી એના નિષ્કર્ષ રૂપે જ એ આખું લખાણ હતું. છતાં અહીં નિષ્કર્ષ તરીકે એ લખાણનો માત્ર અંતિમ ફકરો જ આપવામાં આવ્યો છે. xxx જે વાતનો સ્વીકાર કરાયો તે શાસ્ત્રાનુસારી છે કે નહિ એ જ વાત વિચારવી મહત્ત્વની છે. xxx એમ જણાવીને માત્ર અંતિમ ફકરો નિષ્કર્ષ તરીકે આપી, xxx ઉપરનો નિષ્કર્ષ (=અંતિમ ફકરો) શાસ્ત્રાનુસારી છે તેમાં બેમત નથી. xxx એમ જિનવાણી' માં જણાવ્યું છે.
કઈ વાત શાસ્ત્રાનુસારી છે એની વિચારણામાં માત્ર આ અંતિમ ફકરાને શાસ્ત્રાનુસારી જણાવીને એવી છાપ ઉપસાવવાનો પ્રયાસ કરાયો છે કે એ લખાણનો બાકીનો ભાગ શાસ્ત્રાનુસારી નથી. (જ્યારે બન્ને આચાર્ય ભગવંતોએ તો એ આખા લખાણને શાસ્ત્રાનુસારી જણાવ્યું છે.)
વળી આ આખું લખાણ જ્યારે બન્ને આ.ભગવંતોની સહી સાથે તૈયાર થયું ત્યારે 'જિનવાણી’ અને ‘દિવ્યદર્શન’ બન્નેમાં છપાવવાનું નક્કી થયેલું. તદનુસાર 'દિવ્યદર્શન'માં તો એ આખું આવી ગયું. જિનવાણી” માં એ વખતે તો લખાણ પ્રકાશિત ન જ થયું, પણ વરસો બાદ ઉક્ત અંકમાં એ પ્રકાશિત થયું તે પણ માત્ર અંતિમ ફકરો જ.
એટલે, અંતિમ ફકરાની ઉપરનું બધું લખાણ અશાસ્ત્રીય હોવાનું પ્રતીત થાય એવો પ્રયાસ, તેમજ બધું લખાણ પ્રકાશિત કરવાનું નક્કી થયું હોવા છતાં ઉપરનું બધું લખાણ પ્રકાશિત ન કરવું. આ બન્ને બાબતો “તેઓ, એ ઉપરના બધા શાસ્ત્રાનુસારી લખાણને ઉડાડવા માગે છે” એવો નિર્દેશ કરે છે કે નહીં એ સુજ્ઞોએ સ્વંય વિચારી લેવું.
હવે, એ શાસ્ત્રાનુસારી લખાણને ઉડાડવાનું મન શા માટે થાય ? એ પણ વિચારી લઈએ -
શાસ્ત્રાનુસારી માર્ગદર્શન આપતા એ લખાણમાં તો નીચે મુજબનું નિરૂપણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org