________________
૧૨
ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ એક તો એવો જોરદાર ધર્મ બધા કરતા હોતા નથી, ને બીજા નંબરમાં આર્થિક મુશ્કેલીમાં મૂકાઈ ગયેલ આદમી પણ સામાન્યથી, પોતે કશું કરવું જ ન પડે ને માત્ર ધર્મના પ્રભાવે જ બધું મળી જાય એવી આશા-ઇચ્છાવાળો નથી હોતો, પણ પોતાની નોકરી છૂટી ગઈ હોય તો ધર્મના પ્રભાવે પાછી સારી નોકરી મળી જાય, વેપારમાં કંઈક અંતરાય ઊભા થયા હોય તો એ દૂર થાય. ને વેપાર બરાબર ચાલે... વગેરે આશાવાળો જ હોય છે. એટલે એ પ્રયાસો તો એ ચાલુ રાખવાનો જ હોય છે. પ્રભુભક્તિ વગેરે ધર્મ એણે કર્યો એના પ્રભાવે એનું એવું પુણ્ય ઊભું થયું કે જેથી અનેક ઉમેદવારોની નોકરી માટે આવેલી અરજીઓમાંથી એની અરજી પાસે થઈ જાય ને એની આજીવિકાનો પ્રશ્ન હલ શૂઈ જાય. નહીંતર કદાચ અરજી પાસ કરાવવા માટે લાંચ-રુશવત વગેરે પાપનો સહારો પણ એ લેત. પ્રભુભક્તિ વગેરે ધર્મ કર્યો તો આ પાપથી બચી ગયો.
બાકી, “અર્થ-કામની ઇચ્છાથી અહીં જે ધર્મ કરવાની વાત છે તે પ્રભુભક્તિ વગેરે ધર્મની નહીં, પણ નીતિ જાળવવી વગેરે ધર્મની જ અને તેથી અર્થ-કામની ઇચ્છા હોય તો પ્રભુભક્તિ વગેરે ધર્મ તો કરાય જ નહીં” આવી માન્યતા બિસ્કુલ શાસ્ત્રાનુસારી તો છે જ નહીં. કારણ કે મનોરમાકથા વગેરે અનેક ગ્રન્થોમાં,
જો તમે ધનચ્છદ્ધિને ઇચ્છો છો તો તમે શ્રીજિનેશ્વર દેવની ગંધપૂજા કરો” વગેરે જે કહ્યું છે તેમાં એ ધર્મ તરીકે પૂજા વગેરે સ્પષ્ટ રીતે કહેલા જ છે. બેશક, નીતિ વગેરે જાળવી રાખે એ તો ગ્રન્થકારોને ઈષ્ટ છે જ. પણ માત્ર એ જ ઇષ્ટ છે ને પૂજા વગેરે નહીં. એ વાત ખોટી છે.
આમ, અર્થ-કામના ઇચ્છકે પણ ધર્મ જ કરવો જોઈએ” આવું જણાવનાર શાસ્ત્રવચન ધર્મ કરવાની પ્રેરણા રૂપ જ છે એ વાત જ શાસ્ત્રસિદ્ધ થાય છે. આ શાસ્ત્રસિદ્ધ હકીકતનો સ્વીકાર કરવાનો ઈનકાર કરીને પછી ને જાતજાતના અર્થ કરવાના ગમે એટલા ફાંફાં મરાય. કોઈ અર્થ સાચો-નિર્દોષ ઠરતો નથી, કારણ કે ગ્રન્થકારોએ ઉક્ત પ્રેરણા કરવાના અભિપ્રાયથી જ જ્યારે એ વાત કરી હોય ત્યારે એનો બીજો અભિપ્રાય શી રીતે વાસ્તવિક હોઈ શકે ?
એટલે કહેવાતા વિદ્વાનો અને પંડિતો આ શાસ્ત્રપાઠના અર્થ તરીકે જે જે નવા ફતવા બહાર પાડે ને સ્વશ્રદ્ધાળુવર્ગને ઊંધે પાટે ચડાવે એ બધાના આ રીતે શાસ્ત્રાનુસારી તર્કસંગત સમાધાન શક્ય હોવા છતાં હવે પ્રાયઃ એ માટે પ્રયાસ કરવો આવશ્યક લાગતો નથી, કેમકે જેમણે પકડેલું ટટ્ટ છોડવું નથી ને કંઈક ને કંઈક કુતક જ લડાવ્યા કરવા છે તેમના કુતકનો કોઈ છેડો હોતો નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org