________________
અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ કારથી બાદબાકી પણ જે છે તે વેપારધંધા વગેરેની નહીં, પણ અનીતિ વગેરે અધર્મની જ.
૬િ-૧૨ ઉપદેશક મહાત્મા, અહીં “ધર્મ જ કરવાનું જે કહે છે તે અનીતિ વગેરે અધર્મનો જ નિષેધ કરવા માટે- ને નીતિ વગેરે ધર્મનું જ વિધાન કરવા માટે... આવો તમારો જે અભિપ્રાય છે તેના પરથી એવું તાત્પર્ય નીકળે છે કે વેપાર વગેરેમાં થતા આરંભ-સમારંભનો નિષેધ ઇચ્છતા નથી. એ એમને માન્ય છે.. માત્ર અનીતિ જ અમાન્ય છે. પણ આવું તાત્પર્ય બરાબર નથી. કારણ કે ગૃહસ્થો કોઈ પણ પાપ આચરે એમાં ગીતાર્થ ગુરુની સંમતિ હોય જ નહીં. એટલે તો ન્યાયસંપન્ન વૈભવ વગેરેના વિધાનમાં પણ ગીતાર્થગુરુનું વિધાન માત્ર ન્યાય અંશમાં જ હોય છે, વૈભવ અંશમાં નહીં એવું શાસ્ત્રકારોએ સ્પષ્ટીકરણ કરી આપ્યું છે.
શંકા - પણ તો પછી, માત્ર ધર્મનું વિધાન છે, વેપાર વગેરેમાં થતા આરંભાદિ પાપોનો પણ નિષેધ છે, એવું માનીએ તો તો ગીતાર્થગુરુ અશક્ય વાત કરી રહ્યા છે એવું જ માનવાનું રહ્યું ને.. કારણ કે પ્રભુભક્તિ વગેરે ધર્મ માત્ર કાંઈ અર્થ-કામની ઈચ્છા પૂર્ણ કરી શકતો નથી, એના માટે વેપાર વગેરે તો કરવાના રહેવાના જ છે...
સમાધાન - ધર્મમાં ઈષ્ટ ધન વગેરે આપવાનું સામર્થ્ય નથી એવું શું તમે માનો છો ? અને તો પછી શ્રીશાન્ત સુધારસ વગેરે ગ્રન્થોમાં “તવ
પારિવામિતfસદ્ધિ' (હે ધર્મ ! તારી કૃપાથી સઘળી ઈચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ થાય છે) વગેરે જે કહેવાયું છે તે તેમજ શ્રીગૌતમસ્વામીના રાસમાં પરઘર વસતાં કાંઈ કરીને, દેશદેશાંતર કાંઈ ભમીજે, કવણ કાજ આયાસ કરો. પ્રહ ઊઠી ગોયમ સમરીજે, કાજ સમગ્ગહ તતખિણ સીઝ, નવનિધિ વિલસે તાસ ઘરે” વગેરે જે કહેવાયું છે એને તો તમે હમ્બગ જ માનતા હશો ? વાહ ! ધન્ય તમારી શ્રદ્ધાને !
શંકા • પણ જો ધર્મથી જ બધું મળી જવાનું હોય તો તો વેપાર ધંધો વગેરે કશું કરવાનું જ નહીં રહે... ને ઘરમાં ઢગલે ઢગલો જ થવા માંડવા જોઈએ...
સમાધાન હા, એ પણ થાય.. એવો જોરદાર ધર્મ થાય તો કશું જ કર્યા વગર અપાર વૈભવ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ જ શકે છે. શાલીભદ્રને રોજ હવે પેટી ઉતરતી હતી ને ! એટલે ધર્મમાં તો અચિન્ય સામર્થ્ય છે જ... પણ સામાન્યથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org