________________
-
૧૭
અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ મારા (શ્રીકૃષ્ણના) આદેશથી અને શ્રીનેમિનાથપ્રભુના ઉપદેશથી દ્વારિકાની જનતા ધર્મકાર્યોમાં ઉદ્યમશીલ બની.” તથા જે જે ગ્રન્થોમાં આ પ્રસંગનું વર્ણન છે તેમજ મહાત્માઓ પણ વ્યાખ્યાનમાં આ પ્રસંગનું જે વર્ણન કરે છે તે એક પ્રશંસનીય કાર્ય તરીકે જ કરે છે, નહીં કે નિન્દ કાર્ય તરીકે. જો આ ધર્મ વિષાનુષ્ઠાન હોત તો એનું પ્રશંસનીય કાર્ય તરીકે વર્ણન શી રીતે થઈ શકે ? છતાં શ્રી કીર્તિયશ વિજય મહારાજ અને વિષાનુષ્ઠાન તરીકે જાહેર કરી શ્રી નેમિનાથ ભગવાન પર આરોપ કરી રહ્યા છે કે ભગવાને વિષાનુષ્ઠાનનો ઉપદેશ આપ્યો.
વળી શ્રીશંખેશ્વર પાર્શ્વનાથનો મહિમા ગાતા ચૈત્યવંદન-સ્તવન વગેરેમાં આ વાત તો પ્રસિદ્ધ છે જ કે જરાસંઘે મૂકેલી જરાવિઘાથી મૂચ્છિત થઈ ગયેલા સૈન્યને પાછું હોંશમાં લાવી યુદ્ધ ખેલી વિજ્ય મેળવવાના પ્રયોજનથી શ્રીકૃષ્ણ શ્રીનેમિનાથ ભગવાનને પ્રશ્ન પૂછયો તો પ્રભુએ અઠમ કરી, શ્રી પાર્શ્વનાથ પ્રભુનું બિમ્બ મેળવી, સ્નાત્ર કરી સ્નાત્ર જળ છાંટવાનો ઉપાય દર્શાવ્યો, શ્રીકૃષ્ણ એ મુજબ કર્યું ને સૈન્ય હોંશમાં આવ્યું. અહીં પણ અઠમ વગેરે ભૌતિક આશયથી થયા હોવાથી શ્રી કીર્તિયશ વિજય મહારાજના મતે વિષાનુષ્ઠાન જ હશે ને નિન્દ જ હશે ? ને તેથી શ્રી નેમિનાથપ્રભુએ આ જે ઉપાય દર્શાવ્યો તે, શ્રીકૃષ્ણ ભૌતિક અપેક્ષાથી સ્નાત્ર વગેરે કર્યા છે અને પૂર્વાચાર્યોએ આ પ્રસંગને મહિમા રૂપે ગાયો તે.. આ બધું પણ શ્રી કીર્તિયશ વિજય મહારાજના મતે ગંભીર ભૂલ જ હશે
“એક અસત્યવાતનું પૂછડું પકડ્યું છે માટે મારે શાસ્ત્રસિદ્ધ તથા આખા સંઘમાં પ્રચલિત વાતને અસત્ય જાહેર કરવી પડે છે, ને શ્રીનેમિનાથ ભગવાન પર પણ વિષાનુષ્ઠાનનો ઉપદેશ આપવાનો આરોપ કરવા સુધીની હદે જવું પડે છે, તેથી હવે મારે આ, ભૌતિક અપેક્ષા માટે કરાતું અનુષ્ઠાન વિષાનુષ્ઠાન જ હોય એવા કદાગ્રહને તિલાંજલિ આપી દેવી જોઈએ” એટલો વિચાર એમને મળે એવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના.....
તથા, એમના પર શ્રદ્ધા ધરાવનારાને પણ એક સૂચન કે તેઓએ પોતાના માનેલા સુગુરુને આ પ્રશ્નો પૂછવા જોઈએ કે- તદ્ધતું અનુષ્ઠાન પણ ભૌતિક અપેક્ષાથી થતું અનુષ્ઠાન છે? ને ઉપાદેય છે ? જો એમાં પણ ભૌતિક અપેક્ષા રહેલી છે, તો ભૌતિક અપેક્ષાથી થતું અનુષ્ઠાન વિષાનુષ્ઠાન કે ગરાનુકાન જ હોય ને તેથી અકર્તવ્ય જ છે. આવી ખોટી સમજ અમને શા માટે આપી ? તથા, શ્રીનેમિનાથ ભગવાને આવો ઉપદેશ આપ્યો નથી વગેરે ખોટી વાતો જે એમણે તત્ત્વાવલોકનમાં કરી છે તેને વર્ષોથી શાસ્ત્રવિપરીત હોવી જાણવા છતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org