________________
અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ
૮૭ શાસ્ત્રવચનોનો આધાર લેવો જોઈએ. પ્રસ્તુત પુસ્તિકામાં મુખ્યતયા દેવદ્રવ્ય-ગુરુદ્રવ્ય અંગે વિચારણા છે... અને લેખકની વિચિત્રતા જુઓ.... આખી પુસ્તિકામાં આ અંગેનો એક પણ શાસ્ત્રપાઠ આપ્યો નથી.
શાસ્ત્રવચનોનો આધાર લઈ એના પરથી તસ્વનિર્ણય માટે ચાલન ને પ્રત્યવસ્થાન (પ્રશ્ન ઊઠાવવા ને ઉત્તર મેળવવા) ના નામે શુદ્ધતર્કને પણ આવશ્યક મનાયો છે. પણ પુસ્તિકામાં લગભગ ક્યાંય શુદ્ધ તર્ક છે નહીં. મૂળમાં શાસ્ત્રવચનોનો આધાર જ લીધો નથી તો પછી, શુદ્ધતર્કની તો આશા જ ક્યાંથી રાખી શકાય?
આશ્ચર્ય તો એ છે કે, “અમે તો શાસ્ત્રવચનોને જ અનુસરીએ. શાસ્ત્રો શું કહે છે તે કહો.. '' વગેરે ખાલી લોકોને ઉલ્લુ બનાવવા માટેનો ઘોંઘાટ જ છે કે બીજું કાંઈ ? નહીંતર, આવી તત્વની ચર્ચા આવે ત્યારે તો પોતાની માન્યતાનું સમર્થન કરનારા ને અન્ય માન્યતાનું નિરાકરણ કરનારા શાસ્ત્રપાઠો તો સૌ પ્રથમ જોઈએ, એ શું સમજાવવાની વાત છે ? (પણ, આવા શાસ્ત્રપાઠી મળતા જ ન હોય એટલે બિચારા કરે પણ શું?)
આ પુસ્તિકામાં આવશ્યક શાસ્ત્રપાઠ કે શુદ્ધતર્ક જોવા મળતા નથી. ને ગાળાગાળી ઠેર ઠેર દષ્ટિગોચર થાય છે. એટલે આ પુસ્તિકાના લેખક આવી કોઈ માન્યતા ધરાવતા હોય એ શક્ય છે કે “તત્ત્વનિર્ણય માટે, શાસ્ત્રવચનો કે શુદ્ધ તકની કાંઈ જરૂર નથી, તસ્વનિર્ણય તો ખાલી ગાળાગાળી કરવાથી જ થઈ જાય..” પણ, તો એ માન્યતા એમને મુબારક ! પણ આવી માન્યતાવાળા સાથે ક્યારેય ચર્ચા-વિચારણા કરી શકાય નહીં એ સહુ કોઈ સુજ્ઞ સમજી શકે એમ છે..
છતાં, સામા પક્ષવાળા આ પુસ્તિકાને પોતાની માન્યતાના નિરૂપણ ને અન્ય માન્યતાના નિરાકરણ માટે સ્વીકાર્ય માનતો હોય તો એ અંગે કંઈક કહેવું આવશ્યક લાગે છે. એટલે કંઈક વિચારી લઈએ.
(૧) પુસ્તિકામાં આવશ્યક એકેય શાસ્ત્રપાઠ આપ્યો નથી એ જણાવે છે કે પોતાના સમર્થનમાં સામા પક્ષને કોઈ શાસ્ત્રપાઠ શોધ્યો જડતો ન હોવો જોઈએ. ને તેથી માત્ર પોતાની કદાગ્રહગર્ભિત કલ્પનાના આધાર પર જ ફેંકાફેંક કરવી
પડી છે. | (૨) શાસ્ત્રપાઠ તો આખા નથી. પણ ક્યાંક ક્યાંક તે તે શાસ્ત્રપાઠ શું જણાવવા માગે છે એનો ગુજરાતીમાં ઉલ્લેખ થયો છે. પણ એમાં પણ, પૂર્વે જણાવી ગયો એમ, પોતાની માન્યતાને ધક્કો લગાડનારા ભાગો ઉડાડી મૂકાયા છે. જેમકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org