________________
૮૮
ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ ધાર્મિક વહીવટ વિચાર પુસ્તકમાં પરિશિષ્ટમાં દેવદ્રવ્ય અંગેના મારા લેખમાં મેં જણાવ્યું છે કે “સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઈએ? આવો વ્યાપક પ્રચાર કરનારા એ માટે જે દ્રવ્યસતતિકાનો શાસ્ત્રપાઠ રજુ કરે છે એ સાવ અધુરો રજુ કરે છે. એક આખા અધિકારના એક લાંબા વાક્યમાંથી ખાલી એક નાના અંશને રજુ કરે છે. વગેરે..” એટલે આ પુસ્તિકામાં એમણે એ પાઠના થોડા વધારે ભાગનું અનુસંધાન કર્યું છે ખરું. પણ, “માયાચારની કુટેવ છોડી દેવી ને શ્રદ્ધાળુઓને ઉન્માર્ગે તાણી જવાનું બંધ કરવું” આવું સત્વ તો કો'ક વિરલા જ ફોરવી શકે છે. લેખકે એ પુસ્તિકામાં ફરીથી અધૂરું અનુસંધાન જ રજુ કર્યું છે.
તેઓ જણાવે છે કે xxx સાચી વાત તો એ છે કે દ્રવ્ય અતિકામાં ઉપર જણાવ્યા મુજબ મુધાજનપ્રશંસા, અવજ્ઞા અને અનાદરાદિ દોષોના વર્ણનથી દેવદ્રવ્યથી પૂજા કરવાના દોષનું (એટલે કે એમના મતે દેવદ્રવ્યભક્ષણના દોષનું) પણ વાર્ણન “આદિ' પદથી આવી જાય છે. એવા વખતે શ્રાવકને સૌથી પ્રથમ લોકોની નજરે ચઢે એવો દોષ મુધાજનપ્રશંસા હોવાથી તેનો ઉલ્લેખ કરી અન્ય અવજ્ઞાદિ દોષો “આદિ પદથી દર્શાવ્યા છે.xxx
હકીકત એ છે કે, દેવદ્રવ્યભક્ષણનો દોષ જો લાગતો હોય તો એ સૌથી ભયંકર દોષ હોવાથી એનો જ ઉલ્લેખ કરવો ગ્રન્થકારને આવશ્યક બને ને બીજા દોષ “આદિ’ પદથી સમાવિષ્ટ કરી શકાય. 'ઝેર પીવાથી શું થાય ?' આ જણાવવાનું હોય ત્યારે, (માથું ઘુમવા માંડે વગેરે નાના નુકશાનો છે ને મોત એ મોટું નુકશાન છે, તો) વર્ણન શું કરાય ? “માથું ઘુમવા માંડે’ એ કે “મોત થાય’ એ ?
બાકી, એ આખા અધિકારનું અનુસંધાન કરવાની એ લેખકે પ્રામાણિકતા દાખવી હોત તો દેવદ્રવ્યથી પૂજા કરવાના દોષનું પણ વર્ણન આદિ પદથી આવી જાય છે એવી જુઠી વાત ફેલાવી શકી નહીં. કારણ કે એ અધિકારમાં આ વાત આવે જ છે કે, ગૃહમંદિરવાળા શ્રાવકે પોતાના ગૃહમંદિરમાં ધરેલા ચોખા, સોપારી, નૈવેદ્યના વેચાણથી પ્રાપ્ત થયેલ પુષ્પભોગ વગેરે ચીજ સંઘમંદીરમાં પોતાના હાથે ન ચડાવવી, પણ તેની વ્યવસ્થા જણાવીને પૂજારી-અન્ય પૂજકના હાથે ચડાવડાવવી. ને પૂજારી વગેરે ન હોય તો બધા આગળ “આ ગૃહમંદિરમાં ચડાવેલી ચીજમાંથી પ્રાપ્ત થયેલ પુષ્પભોગ વગેરે છે, મારા પોતાના નવા દ્રવ્યથી આવેલ પુષ્પભોગ વગેરે નથી' ઇત્યાદિ સ્પષ્ટ રીતે જણાવીને પોતાના હાથે ચડાવવું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org