________________
અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ
૪૩ તો એમાં ન્યાયસંપન્નતા જાળવી રાખે એ ગણતરીથી જેમ ન્યાયસંપન્નતાનું વિધાન ગુરુભગવંતોએ કરવું નિષિદ્ધ નથી, એમ, ગૃહસ્થ છે માટે અર્થ-કામ તો મેળવવાનો જ, તો એ મેળવવામાં પાપપ્રવૃત્તિ ન આચરતાં ધર્મ જ આચરે એવું વિધાન નિષિદ્ધ શી રીતે હોઈ શકે ?
એટલે, “અર્થ-કામ માટે શું કરવું?' આવો પ્રશ્ન ગુરુભગવંત સમીપ ઉપસ્થિત થઈ શકે છે, ને ગુરુભગવંત એનો નિરવધ જવાબ આપી શકે છે એ વાત શાસ્ત્રવિરુદ્ધ નહીં, બલ્ક શાસ્ત્રસિદ્ધ છે. ને એવા પ્રશ્નનો, “અર્થ-કામ માટે પણ ધર્મ જ કરવો જોઈએ” એવો જ સુવિહિત સાધુઓનો ઉત્તર શાસ્ત્રાનુસારી બની રહે છે.
અર્થ-કામ માટે ધર્મ તો ન જ કરી શકાય એવો ઉત્તર તો પાપ કરવાનું વિધાન કરતો હોવાથી શાસ્ત્રવિપરીત છે એ સ્પષ્ટ છે.
પ્રિ-૩૩ શ્રી જયવીયરાય..' સૂત્ર અન્તર્ગત “ઇઠફલસિદ્ધી પદથી શાની પ્રાર્થના કરવામાં આવી છે ?
ઉ-૩૩વૃન્દાવૃત્તિમાં આવો પાઠ છે કે “પ્રાપ્તિ = થિનિષ્પત્તિઃ
પીતી જિવાથ્ય મવતિ' અર્થ: “ઈષ્ટફળસિદ્ધિ એટલે ઐહિક પદાર્થની પ્રાપ્તિ, જેનાથી ઉપગૃહીત થનારાનું ચિત્ત સ્વસ્થ થાય.” - આમ અહીં ઈષ્ટફળસિદ્ધિ તરીકે ઐહિક પદાર્થની - એટલે કે આવશ્યક ભૌતિક ચીજની પ્રાપ્તિ એવો અર્થ કર્યો છે એ સ્પષ્ટ છે. ને તેથી, ઇષ્ટફળ તરીકે ભગવાન પાસે ભૌતિક ચીજ માગી ન જ શકાય” આવી વાત ઊભી રહી શકતી નથી. આ જ વાત લલિતવિસ્તરા, યોગશાસ્ત્ર, સંઘાચારવૃત્તિ, પંચાલકજી વગેરે અનેક ગ્રન્થોમાં કરેલી છે. પ્રશ્નોત્તર ચિન્તામણિ' માં તો એકદમ સ્પષ્ટ રીતે જણાવ્યું
___ प्र.- जयवीयरायमध्ये 'इष्टफलसिद्धि' इति वाक्येन किं मुक्तिफलं मार्गितं वाऽन्यदिति ? __ उ.- वृन्दारुवृत्त्यायनुसारेण ज्ञायते धर्मानुष्ठानाचरणनिर्विघ्नहेतुभूतमिहलोकनिर्वाहकरं द्रव्यादिसुखं मार्गितमिति ॥ ' અર્થઃ પ્ર. જ્યવીયરાયસૂત્રમાં ઇટફલસિદ્ધિ' એ વાક્યથી શું મોક્ષની માગણી કરી છે કે બીજી કોઈ વસ્તુની ? | ઉ- વૃન્દાવૃત્તિ વગેરેને અનુસરીને જણાય છે કે ધર્માનુષ્ઠાનોનું આચરણ નિર્વિઘ્નપણે થઈ શકે એમાં કારણભૂત આ લોકમાં નિર્વાહ કરી આપે એવું દ્રવ્યાદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org