________________
૪૦
ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ કે એ સમજીને ઇચ્છાને દૂર કરવાની ભૂમિકા હોય જ એવો નિયમ નથી. એટલે, એવો અવસર ન હોય તો ગીતાર્થ ગુરુ એને એ વખતે એ સમજાવતા નથી એવું ઘણા ચારિત્રગ્રન્થોમાં જોવા મળે છે.
શંકા - પણ ઉપદેશક ગુરુનો એવો ઉપદેશ ન મળે તો, ગમે એટલી સદ્ભક્તિશ્રદ્ધાપૂર્વક ધર્મ આચરવામાં આવે, અર્થ-કામની ઇચ્છા મોળી ન પડવાથી નિરાશસભાવનું અનુષ્ઠાન શી રીતે એ પામી શકે ?
સમાધાન - “અર્થ-કામ અનર્થકર છે”. એવા મારા ઉપદેશ વિના, એની ઇચ્છા ખસી શકે જ નહીં- ભલે ને ગમે એવી સચોટ શ્રદ્ધાથી ધર્મ કરાયો હોય'આવું જો કોઈ ઉપદેશક મહાત્માઓ વિચારતા હોય તો એ તેઓનું મિથ્યા અભિમાન છે - એ તેઓની ખોટી ભ્રમણા છે ને તેઓએ ધર્મના અચિન્ત મહિમાને તથા શાસ્ત્રોનાં રહસ્યોને જાણ્યા નથી એમ સખેદ કહેવું પડે છે. આજીવિકા વગેરે પ્રશ્ન મૂંઝાયેલા જીવને, જિનપૂજા-નવકારમંત્રનો જાપ વગેરે ધર્મના અનુષ્ઠાનો પર ખૂબ જ શ્રદ્ધા-ભાવોલ્લાસ પ્રગટે એ રીતે એનો મહિમા વર્ણવીને ઉલ્લસિત કરવો જોઈએ. આ રીતે ઉલ્લાસથી કરેલો ધર્મ એની ભૌતિક ઈચ્છાને મોળી પાડવાખસેડવા અત્યંત સક્ષમ છે; છે ને છે જ. આ જ જિનોક્ત અનુષ્ઠાનોનું એક અચિન્ય માહાત્મ છે. વળી બીજી એક મહત્વની વાત એ છે કે આવી પ્રબળ શ્રદ્ધા પૂર્વક કરેલું અનુષ્ઠાન એની આવશ્યકતાની પૂર્તિ કરે છે, એટલે જીવ એ ઉપદેશક મહાત્માના અધિક પરિચયમાં આવે છે ને તેથી ઉત્તરોત્તર ઉપદેશ પામતાં એ રીતે પણ એની ભૌતિક ઇચ્છાઓ ખસવાની ઉજળી તકો નિર્માણ થાય છે. એટલે કરુણાસંપન્ન ઉપદેશક મહાત્માનું આ મહત્વનું કર્તવ્ય છે કે, સંસારમાં મૂંઝાયેલા જીવને ધર્મ પર અડગ શ્રદ્ધાવાળો બની એ ધર્મ આચરવા માંડે એવો સચોટ ઉપદેશ આપવો.
પ્રિ-30 અર્થ-કામની ઇચ્છાવાળો જીવ એ માટે જે ધર્મ કરવા તૈયાર થયો છે એ ધર્મ, એને સમજાવી એની ઇચ્છા દૂર કરી નિરાશં ભાવે કરાવવામાં જ વધુ લાભ છે ને ? તેથી આ ધર્મથી તને તારી ઈચ્છિત વસ્તુ તો મળી જ જવાની છે, તો તું નિરાશસભાવે જ ધર્મ કર ને !” એમ એને સમજાવવું ન જોઈએ ?
ઉ-૩૮ી જો ઇચ્છા ખસી જાય ને નિરાશ ભાવ આવી જાય તો તો ઘણું ઉત્તમ જ છે. પણ આવું બનવું ઘાગું જ દુષ્કર હોય છે, માટે જ આવો પ્રસંગ ઉપસ્થિત થયો હોય ત્યારે ગીતાર્થ ગુરુએ, સામાં જીવને એ ઇચ્છા દૂર કરવાનું સમજાવવા માંડ્યું હોય એવું નોંધાયેલું શાસ્ત્રમાં લગભગ ક્યાંય જોવા મળ્યું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org