________________
૨૦
ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ કારણે સાચા ઔષધથી એ દૂર ન ભાગે એ માટે)
* “શરદી થઈ હોય તો સૂંઠ ફાકવી જોઈએ” આવું જણાવનારા કુવૈદ્ય છે ને ‘શરદી થઈ હોય તો સૂંઠ તો ફકાય જ નહી” એ રીતે નિષેધ કરનારા સુવૈદ્ય છે” એવો બિલકુલ વિપરીત પ્રચાર કોઈ ઊંટવૈદો દ્વારા થતો હોય તો સાચા સુવૈદ્ય ને કુવૈદ્ય કોણ એની વાસ્તવિક જાણકારી આપવા માટે.
પ્રસ્તુતમાં પણ, ચાતુર્માસાદિમાં વ્યાખ્યાનમાં આવતા શ્રોતા વગેરે સામાન્યથી ધર્મમાં જોડાઈ જ ગયા હોવાથી અને એમને વૈરાગ્યની વાતો વગેરેની જિજ્ઞાસા હોવાથી “અર્થ-કામ માટે પણ ધર્મ જ કરવો જોઈએ” એવા ઉપદેશની જરૂરિયાત ન હોવા છતાં, એમને શાસ્ત્રીય તત્ત્વોના જાણકાર બનાવવા માટે, “અર્થ-કામની ઇચ્છાવાળાએ ધર્મ તો કરાય જ નહીં' આવો ખોટો પ્રચાર જોરશોરથી થતો હોવાથી એને રદિયો આપવા માટે અને ‘અર્થ-કામના ઇચ્છુકે પણ ધર્મ જ કરવો જોઈએ’ આ વાત શાસ્ત્રીય હોવા છતાં એ શાસ્ત્રીયસત્ય રજુ કરનારા કુગુરુ છે ને ‘અર્થકામના ઇચ્છુકે ધર્મ તો કરાય જ નહી આ વાત બિલકુલ શાસ્ત્રવિપરીત હોવા છતાં એવું કહેનારાઓ સુગુરુ છે આવો વિપરીત પ્રચાર જે થઈ રહ્યો છે તે દૂર કરી સાચા સુગુરુ કોણ ને ખરા કુગુરુ કોણ એની જાણકારી ભાવુકજીવોને આપવાની આવશ્યકતા ઊભી થઈ હોવાથી આ શાસ્ત્રીય સત્યની રજુઆત આ પુસ્તિકામાં, ક્યારેક વ્યાખ્યાનમાં અને દિવ્યદર્શન' સાપ્તાહિકના કેટલાક અંકોમાં કરવામાં આવી છે.
એટલે આ વાત અમે ઉપદેશ રૂપે કહી રહ્યા છીએ ને તેથી શ્રોતાઓની ભૂમિકાને અયોગ્ય ઉપદેશ આપી રહ્યા છીએ વગેરે ભ્રાન્તિ મગજમાંથી કાઢી નાખવી, કારણ કે અમે હાલ આ બધું જે નિરૂપણ કરી રહ્યા છીએ તે ઉપદેશ તરીકે નથી. નહીંતર તો અર્થ-કામની અનર્થકરતા વગેરેની જેમ આ વાત પણ વ્યાખ્યાનાદિમાં ને દિવ્યદર્શન સાપ્તાહિક વગેરેમાં હંમેશા આવ્યા કરતી હોત. ક્યાંય પણ આ વાત ઉપદેશ-માર્ગદર્શન રૂપે હોય તો એ ક્યાં તો જીવોને ધર્મમાં જોડવાસ્થિર કરવા માટે હોય યા એવી પરિસ્થિતિમાં ઉપાયની જિજ્ઞાસાથી આવેલા જીવ માટે હોય એમ સમજવું. ને સામાન્યથી દિવ્યદર્શનાદિમાં આશયશુદ્ધિ અંગેનું જે નિરૂપણ આવે છે તે ધર્મમાં જોડાઈ ગયેલા જીવોને આગળ વધારવા માટે છે. એટલે પૂર્વના અને હવેના નિરૂપણમાં વિરોધ છે વગેરે વાતો વાહિયાત જાણવી. પ્રિ-૧૮ તમે પૂર્વે જણાવી ગયા કે ધર્મ શા માટે કરવો ?' આ પ્રશ્ન ઊઠ્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org